નથી માહિતી મારી પાસે કોઈપણ હવામાન ની..!
ફક્ત એટલું જાણું છું કે
તારી લહેરાતી લટ વાવાઝોડુ લાવે છે...!
આગળ આપણે જોયું... અરુણ લેટર લઇ કોરીડોર માં નીકળે છે.. ત્યારે નેહા અને પવન ની યારી જોઈ...જાગતી આંખે મહેક ના સપના માં ખોવાઈ જાય છે..
અરુણ, ક્યાં હતો... તું..અને આ.. કાગળ શેનું છે...?
પવને મારા હાથ માંથી લેટર લેતા કહ્યું.....
અરે, જોને... કઇંક ફંકશન નું આયોજન કરવા બાબત છે..!!! મેં એક નજર નેહા સામે નજર કરી કહ્યું...
ઓહ, યુવા મહોત્સવ..!!!
Waw.. Enjoy day.. પવને નેહા સાથે તાળી લેતા મોટેથી ખુશી થી બોલ્યો....
આમ એક્દમ લેટર વાંચી ખૂશ થયેલ પવન ને જોઈ.. બીજા સ્ટુડેંટ આસપાસ આવી ગયા...
શું છે અલ્યા...!! કેમ ગાંડો થયો છે... કોઈ નો લવ લેટર મળ્યો કે શું..?
વિજય બોલ્યો...
ના.. ના યાર..!!
બધાં સાંભળો... આવનારી 4 તારીખે આપણી કૉલેજ માં યુવા મહોત્સવ નું આયોજન કરવામાં આવી રહ્યું છે...
તો પોત પોતાના ટૅલેંટ બતાવવા માટે સહુ સ્ટુડન્ટ્સ ઇન્વાઇટ છે....
તેના માટે એક નોર્મલ પ્રોસેસ રજિસ્ટ્રેશન ની રહેશે...
જે ફરજીયાત કરવાની રહેશે...
પુરી માહિતી માટે... નોટિસ બોર્ડ નો સહારો લેવો... આ પત્ર હવે સહુ ને ત્યાં વાંચવા મળશે...
કાગળ ને અરુણ ને આપતા પવન હસ્યો.....!!!
મેં પત્ર નોટિસ બોર્ડ પર બોર્ડે પીન થી ચોટાંડ્યો... અને એકવાર પૂરેપૂરો વાંચી લીધો...
યુવા સ્પર્ધા મા.. ભાગ લેવાની મારી ઇચ્છા થઈ.. પણ, પહેલા મહેક ની નજીક જવા ના પ્રયત્નો.... પછી બીજી સ્પર્ધા.. કરવા મન ને તૈયાર કર્યું...
આજનો દિવસ મારા માટે માત્ર મહેક ની રાહ જોવામાં જ પૂરો થઈ ગયો...
હું અવાર નવાર મોબાઇલ માં વોટ્સએપ ચેક કરતો રહ્યો..... રાત્રિ ના અગિયાર વાગી ગયા.. હવે એનો રીપલાય આવવો મુશ્કેલ હતો...
મારા મન પર સન્નાટો છવાઈ ગયો હતો..
હું કેમ આમ પાગલ ની જેમ મહેક ની રાહ જોતો હતો...
હું કેમ મિત્રો હોવા છતાં એકાંત અનુભવતો હતો....
"સોરી વ્યસ્ત છું માટે by"
મહેક નો લાસ્ટ મેસેજ મેં લગભગ પચાસ વખત વાંચી લીધો... છતાંય, મન સ્વીકારવા તૈયાર નહોતું... કે મહેકે કરેલો છેલ્લો મેસેજ આ નથી...
હું શું કરું... મારા હૃદય મા હર પળ જન્મ લેતી લાગણી કેવી રીતે મહેક ને જણાવું...
મહેક કયારેય.. મને નહીં સ્વીકારે..!
કદાચ હું એના માટે સક્ષમ નથી....
યા તો... મહેક કોઈ બીજા ના પ્રેમ માં છે જ..!!!
પણ, હું હવે હાર નહીં માનું... મહેક ની નજીક.. માં નજીક... જવાનો પ્રયાસ કરીશ...
અને એને મજબૂર કરીશ... મહેક સામે થી મને પ્રેમ માટે શરૂઆત કરશે
આજે જરૂર મહેક ને મળીશ.. તેવા ખ્યાલો નાં પોટલાં કસકસાવી ને બાંધી.... હું દરરોજ નાં ક્રમે રેડી થઈ ગયો...
પણ, મામા એ આપેલા એક કામ ને લઈ..
કૉલેજ પહોંચવામાં લેટ થઈ ગયો...
**** **** **** **** ****
"અરુણ, ઘનશ્યામ સરે તને ઓફિસ માં મળી જવાનું કહ્યું છે... "
મગનલાલે.. ડાબા હાથ થી ચશ્મા નીચા કરી... હળવે થી મને કહ્યું..
મગનલાલ... કૉલેજ નો પ્યુંન જ નહીં પણ... મનોરંજન હતું...!!
મૂડ ઓફ હોય તો... મૂડ લાવવા સ્ટુડન્ટ છોકરા જ નહીં.... છોકરીઓ પણ.. મગનલાલ ને "મગનો હાથી" કહી ટીખળ કરતી...
મગનો પાસે થી પસાર થતા દરેક સ્ટુડન્ટ ને ચશ્માં માં જીણી જીણી આંખો કરી ઓળખવાનો પ્રયાસ કરતો...
મગનલાલ ની પાસે આવા ટીખળખોરો ની લિસ્ટ મેમરી સેવ હતી....
એ લિસ્ટ માં હું પણ હતો... હા,પણ હિટલિસ્ટ માં નહીં...
છતાંય.. આજે મગનો અંદર થી ખુશ હતો... એમ સમજીને કે આજે સર આને ઓફિસ માં બોલાવે છે તો.. આજે બરાબર આડે હાથ લેશે...
આજે આવવામાં લેટ થયો હતો માટે... ઝટ પટ ઉતાવળે પગલે કેમ્પસ માં આવતા.. ધોમ ધખતા તાપે મારા ઉપર પોતાની ગરમી વાપરી હતી...
ઓફિસ માં એન્ટર થતાં જ.. ગરમી નો પવાર ક્ષણ ભરમાં એ.સી થી મંદ પડી ગયો...
જાણે મને ગરમી બતાવાનું તડકાએ છોડી મૂક્યું....
ઓફિસ માં સાત આઠ મેજ હતા... દરેક ટેબલ પર લેક્ચરર સર સાથે કોઈ ના કોઈ વ્યસ્ત હતું..
મારી નજર ઘનશ્યામ સર ના ટેબલ પર પડી....
સર ની સામે એક યુવતી હતી...આછા ગુલાબી રંગ ના ડ્રેસ માં એના છૂટા વાળ ની સુવાળી લટો ગરદનના ભાગને સંતાકૂકડી રમાડતી હતી....
હું થોડો દુર ઊભો રહી.. મારા નંબર ની રાહ જોઈ રહ્યો હતો.... ત્યાં જ અચાનક સર ની નજર મારા પર પડતાં...
"અરુણ, કમ હિયર,"
હું સર નો આભાર માની... મેજ સુધી પહોંચું.... એના પહેલાં પેલી યુવતીએ પાછળ જોવાનો પ્રયાસ કર્યો..
મારા હ્રદયમાં સરગમ ની મોસમ ચાલુ થઇ ગઇ... હું અંતર થી ખુશ ખુશ થઈ ગયો...
"હેલો અરુણ".......
આવતા રવિવારે.... મળશુ... ભાગ 13 માં...
મારા આ ભાગ માટે એક મિત્રે પોતાના અમૂલ્ય સમય માંથી.... સમય કાઢી હેલ્પ કરી છે.. તે બદલ ખૂબ ખૂબ આભાર !!!!!!!
મિત્રો...
આપ સહુ ના સુમધુર સંગાથ સાથે....
હવે એક બીજી લઘુનોવેલ મૂકવા જઈ રહ્યો છુ...
આપ જરૂર સ્વીકારશો..તેવી અપેક્ષા રાખું છુ....
મિત્રો ... આવનારી આ લઘુ નોવેલ.. એક પ્રેતાત્માઓ ની છે...
સંસાર માં સહુ કોઈ ને એક દિવસ મૃત્યુ ના તીર થી વીંધાવાનું છે જ...
પણ, અધૂરી સફર માં જે લોકો મૃત્યુ ને પામે છે.. તેમનો જીવ આ ધરા પર કુદરત ના નિયમો અનુસાર કષ્ટ ભોગવે છે અને પોતાના કર્મો ને આધીન સુખ દુખ નો ભાગીદાર બને છે...
પણ, કોઈ જિદ્દી આત્મા કોઈ ની રાહ જોતા જોતા વર્ષો સુધી ધરતી પર અટવાઈ જાય છે..
ત્યારે.....
હું આવીશ..!!
આપનો અભિપ્રાય આપજો....હૉરર સ્ટોરી.. માટે કઈ ભાષા મા લખવું સારું રહેશે....
ગુજરાતી... या हिंदी...
Thanks all friends...
© hasmukh mewada..