પ્રેમ ની ડાયરી ભાગ 2 Shaimee oza Lafj દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ ની ડાયરી ભાગ 2

       પ્રેમ નું નામ સાંભળી એ જ તેની સાથે હૈયાં માં જાત નાં ગીત દિલ ગાવા લાગે છે,ને મન સંગીત નો તાર ઝણઝણે છેઆ બધું હિન્દી,ફિલ્મો માં જ બને છે. હકિકત માં ફરક હોય છે.જમીન આસમાન નો,તે લોકો તમને ખોટા નશા માં દ્યુત રાખે છે.સાચી વ્યાખ્યા પ્રેમ ની આ ફિલ્મો બગાડે છે.જેનાંથી લગ્ન સંબંધો માં ભંગાણ પડવા લાગ્યું અને તેની ઈમારત નો પાયો તુટવાં લાગ્યો.જેથી પત્ની પત્ની ની વચ્ચે અંતર વધવા લાગ્યું. હવે તેમાં  ફેસબુક વોટ્સ અપ એ તેમનો અંતિમ સહારો બની ગયા.પતિ પત્ની નાં સંબંધો માત્ર સમાજ ને દેખાડવા પુરતા બની ગયા છે. પ્રેમ એટલે શું તેની સાચી સમજ કોઈ ને નથી,પણ પ્રેમ એટલે શું બંને એ એકબીજા માં સમાઇ જવું,પ્રેમ એટલે બંને દેહ નહીં આત્મા ઓનું મિલન.બંને આત્મા પ્રેમથી પરીપુર્ણ થઇ જવું.પ્રેમ એટલે માંગવુ નથી.પ્રેમ એટલે આપવું છે.ભીખારી ની માફક લેવું નથી.મારે માત્ર તને ચાહવો જ છે,જેમકે મીરાં અને ક્રિષ્ના નો પ્રેમ એ સાચો પ્રેમ છે,રાધાજી નો ક્રિષ્ના પ્રત્યે જેને આખી દુનિયા પુજે છે. પણ આપણને પ્રેમ એટલે શકી બનો એવું શીખવવા માં આવે છે. અને સામેના પાત્ર પર જેમ બને તેમ કેમ કરી હકુમત સ્થાપવી અને પોતાના વહેમ ને પ્રેમ સાથે જોડી ને પ્રેમ જેવી કુદરતી અવસ્થા ને મજાક બનાવી છે. પ્રેમ એટલે પરમ તત્વ સુધી પહોચવા ની સીડી છે.બંને  પ્રેમ માં લીન થઈ ગયેલી આત્મા મળે છે.ત્યારે સાચો  પ્રેમ થાય છે. પેલો તો જબરજસ્તી થોપવા માં આવે છે. અને નાદાનીયત નાં પ્રેમ માં ખાલી સોદો જ થાય છે.

    ચહેરો નીખરી ઉઠે પોતાના ગમતાં પાત્ર ની વાત આવે તો યુવાની કેવી ખીલે છે ફુલો જેવી ચહેરા ની માસુમીયત આંખો ની મસ્તી.દિલ થી થતી દિલ ને વાત શબ્દ થકી નહીં પણ આત્મા થકી થતી વાતો તેને પ્રેમ કહે છે.પ્રેમ એતો માત્ર આપવા ની વસ્તું છે.

     એક વાત એ કહુ પ્રેમ ગંગા ના નીર કરતાં પણ વધું શુદ્ધ હોય છે. પણ પ્રેમ જો હ્રદય થી થાય તો.પણ પ્રેમ શરત વગર થાય તો તેની પવિત્રતા માં વધારો થાય છે.પ્રેમ અને લગ્ન ને કાંઈ તાલુક જ નથી,આ મિત્રો તમને લોકો ડફોળ બનાવે છે, લગ્ન કરી દો લાઈન પર આવશે એવું કહીને,લગ્ન પછી પ્રેમ થાય આ પણ હળાહળ જુઠ્ઠાણું છે,જો બંને ની મરજી હોય તો ઠીક છે. ને બંને એકબીજા ને અનુકુળ થઇ જીવે તો બરાબર છે. નહીં તો નામ માત્ર નાં સંબંધ રહી જાય છે,અને બચ્ચા પેદા કરવાથી સુખી લગ્ન જીવન હોય તે પણ ખોટું છે.હું શું કહું છું તમે સમજો છો કે બચ્ચા તો અભણ પણ લાવે છે. આમાં નવું શું છે. આ સુખી લગ્ન જીવન નથી.

     આ પ્રેમ ને લગ્ન અને સેક્સ સાથે કંઈ જ લેવા દેવા નથી. આમાં બંને મિત્રો નો પ્રેમ, એક ફેન નો પોતાના ગમતાં  સેલીબ્રીટી પ્રત્યે નો પ્રેમ,આમાં ગુરુ શિષ્ય ના પ્રેમ નો સમાવેશ થાય છે. પ્રેમ ભીખ નથી એતો માત્ર આપવા થી જ વધે છે.પ્રેમ એવી વસ્તુ છે જેટલો કરો તેટલો વધે છે.આપણે વાત કરીએ એવા બે  યુગલ ની જેમનો પ્રેમ પણ એવો નિર્દોષ છે.

         હેરી અને અમન ની બંને બહુ માસુમ સ્કુલ ટાઈમ ના મિત્રો હતા,તેઓ નો પ્રેમ પણ માસુમ અને લોકો ના દિલ માં અલગ ઈમેજ ઉભી કરે તેવો હતો.તેમને જોઈને બીજા છોકરા છોકરી ઓને ઈર્ષા થતી હતી.તેઓ ને ખબર જ ન રહી કે તેઓ ક્યારે સ્કુલ નો અભ્યાસ કરી ને કોલેજ માં આવ્યા.
તેમ તેમ દોસ્તી મજબુત થતી રહી.પણ કોલેજ કાળ નો સમય છે, લપસણો ટાઇમ કહે છે,યુવાની ને ખીલવા માં ખાતર નાંખતો સમય કહે છે. તેમની યુવાની હવે તેમની દોસ્તી માં પ્રેમ નાં બીજ રોપવાંની તૈયારી કરી રહી હતી.

     તેમાં ધીરે ધીરે દિવસો વિતવા લાગ્યા બંનેના પરિવાર ને ખબર હતી મિત્રતા ની બેસતાં  ઉઠતા.એક દિવસ ની વાત છે. વર્ષા ની ઋતુ હતી એ જે મૌસમ જોઈ હૈયું લપસી જાય.બંને મિત્રો કોલેજ થી ઘરે વાતો અને મસ્તી કરતાં કરતાં આવતા હતાં.અચાનક તે કોલેજ થી ઘરે આવતા હતા ત્યારે વરસાદે પણ ન જાણે કે તેમને મળાવવા માટે ન લાગ્યો હોય. એજ વીજળી ના કડાકા , ને તરસતુ એકબીજા ને ઝંખતું યૌવન તેમનું દિલ તેમને એકબીજા તરફ આકર્ષીત કરતા હતાં.એજ ઠંડો પવન  તેમને ક્યાં ખબર કોણ જાણે કેમ તેમની દોસ્તી માં પ્રેમ ના અંકુર ફુટી નીકળ્યા ધીરે ધીરે તેઓ પણ એક દિવસ પ્રેમ નું ઝાડ બની ગયું. તેઓ તે દિવસે ભુલી ગયા હતા કે તેઓ મિત્ર છે તેવુંએ બંને પ્રેમ માં એવા તે ગળાડુબ થયાં કે તેમને ખબર જ ન રહી કે ક્યારે રાત થઇ ગઈ. ઠંડી થી થરથર કાંપતા તેમને જોઈ જાણે લાગતું હતું કે કામદેવ પણ બંનેપ્રેમી ઓને એક થવા માટે નો મધુર સંકેત ન આપતાં હોય.બંને પ્રેમી પંખી ઓ એકબીજા ને ઠંડી થી બચાવવા અેકબીજા ને ભેટી પડ્યાં.ઘરે ગયા તેમના મમ્મીપપ્પા ને કોલેજ નાં ઇમર્જન્સી કામ નું કહી.પણ આ એક માસુમ બીનશરતી પ્રેમ ની વાત છે.આ બંને કોલેજ માં ભણવા માં પણ તે અવ્વલ હતાં. તેઓ ઇતર એક્ટીવીટી માં પણ હોશિયાર હતા.પ્રેમ ક્યાં જુએ છે કંઈ એવી હાલત માં મુકે કે તમે અધવચ્ચે પાછા પણ આવી શકો. અેક પરીલોક ની રાજકુમારી અને બીજો સ્વર્ગ લોક નો રાજકુમાર.બંને ની જોડી પણ બહુ સુંદર દેખાતી હતી.બંને એકબીજા માટે ન બન્યાં હોય પણ સૌથી મોટો રોગ જ્ઞાતિ વાદ.આ એવો ફેલાયો કે ચુંટણી માં સારા સારા નેતાઓ હારે ને હરામી ઓ ખુરશી પર આવે.આ કીસ્સા માં પણ કંઇક કંઈક આવું થયું હતું.એની પણ તે  શું ગેરંટી આપે છે તે કે એ તમને એમની પસંદ નું પાત્ર ખુશ જ રાખે તેવું.તે બતાવે તેજ સારું એવા ખોટા નશા માં તે લોકો મારી નાંખે અને આપણી આઝાદી છીનવી લે તેમની 2ટકા ના છોકરા છોકરી ના કારણે પોતાના છોકરા અને છોકરી ઓને ખોટા નશા માં બિચારા ઓને મનભરી તેમને જીવવા પણ ન દે.એ તમે જોશો ના નવલકથા ના ભાગ 3 માં.

આ કવિતા યુવાન પ્રેમ મિલન ને તરસતા હૈયા ને સમર્પિત છે,તે યુવાનો અને યુવતી ઓને.

જોને લા પ્રેમ રસ છે મધુરો કે
તરસ છીપાવવા નું નામ નથી લેતી...
હું જેને અનહદ ચાહું તેને મારી સમજાતી નથી.

  તરસ શું છે,તે તરસ્યાં ને પુછ, હું હથેળી ની રેખા નહીં, દિલ થી નિકળતા શબ્દ માં તને શોધું છું.....

તારે યાદ જ કરવી હોય તો તે પળ યાદ કર,આપણે એકબીજા ના અંદર ખોવાયા હતા,પ્રેમ સાગર માં પગ હતા, હું દરિયા ની એક એક લહેર માં તારો સાદ સાંભળું છું........

તું ખિલેલા ચંદ્ર ને નીરખી જો,એમાં તારો ચહેરો જોવું છું,તારા યાદ છે,એવી મસ્ત જેને 
આ લબ્સ કલમ થકી પંક્તિ રુપે રચવા માંગું છું......

જો આ સવાર નો પવન જેને મે તારી  ફરિયાદ કરી હતી,હવે પવન થકી તને મારી યાદ આપું છું......

સપનાં તો જોયાં ઘણાં,તારી ચાહત માં જીવવાના 
હાથ ની લકીરે મજાક કરી મારી,જા આ લબ્સ તેની  જીંદગી ને તારું નામ આપે છે....

"એકલી લબ્સ"

Shaimee oza...... 
કોલેજ માં પણ તેમનાં પ્રેમ ની ચર્ચા ઓ થવા લાગી.બંને તો કોલેજ માં હવે ચર્ચા ઓનો વિષય બની ગયા.તે રોજ વાત કરતાં ફોન પર