પ્રેમ ની ડાયરી ભાગ 1 ??? Shaimee oza Lafj દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ ની ડાયરી ભાગ 1 ???

પ્રેમ નું નામ સાંભળતાં જ આપણું યૌવન ખીલી જાય છે, ને સુંદરતા માં વધારો થાય છે. ચહેરો નીખરે છે.  અને દુનિયા રંગીન લાગવા માંડે છે. આપણને એમના  કારણે  જીંદગી જીવવા જેવી લાગે છે.આપણને જીંદગી જીવવા નું કારણ મળી જાય છે. પ્રેમ  આપણને જીંદગી જીવવા માટે નું ચોકક્સ કારણ આપે છે.ને પ્રેમમાં પડવા થી આપણને એ પાત્ર ની સાથે પોતાની જાત સાથે પણ પ્રેમ થાય છે...જેમકે તારી આંખો બહુ મસ્ત છે,તારા હોઠ અણીઆરા ને પાતળા છે, જે મને ગમે છે.ત્યારે આપણને પોતાની જાત ને અરીસા માં જોઇને આપણને પોતાની જાત સાથે પણ લગાવ થઇ જાય છે.આપણને પોતાની જાત ને આપણે અરીસા માં જોવા લાગીએ  છીએ ત્યારે મિત્રો આપણે એક વસ્તું ન ભૂલવું ભગવાન ને આભાર માનવાનો . "આભાર ભગવાન તે મસ્ત હાથ પગ ને વિચારવા મગજ આપ્યું. અને સરસ અંગો આપ્યા જે પોતાનુ કામ કરે છે માટે ભગવાન તને દંડવત પ્રણામ. મને  કેટલાય વાંચકો એ કહ્યું મેમ તમારી સ્ટોરી બહુ સારી હોય છે ત્યારે મને થયું કે હું આટલું સારુ લખું છું.મને મારી જાત સાથે લગાવ થયો કે હૈ હુ સારુ લખું છું..માણસ પ્રેમ માં પડે ત્યારે તેને પોતાની જાત ગમવા લાગે છે.મારી પણ ફરજ છે કે  વાંચક વર્ગ ને મારી સ્ટોરી ના પ્રેમ માં પાડવાની. હું એવી જ એક સ્ટોરી લખી રહી છું.
મિત્રો..

પ્રેમ ની વાત સાંભળતાં તો બધાં નું હૃદય સપનાં ઓની દુનિયામાં ખોવાઈ જાય છે. પોતાના પ્રિય પાત્ર સાથે,પ્રેમ નશો જ એવો છે, મિત્રો કે આપણને  ચડે ત્યારે આપણને તેના સિવાય કહી જ સુજતું નથી. માત્ર એની જ યાદ પોતાના દિલ માં રમ્યાં કરે છે. પોતાના પ્રેમ ની ખામી ઓ પણ આપણે ભુલી જઇએ છીએ.આપણને તેની એક એક નાદાની ભરી હરકતો પણ સારી લાગવા લાગે છે.કોઈ તો એવુ હોવુ જોઈએ મિત્રો કે આપણને જીંદગી જીવવા નું મન થાય એજ આપણા જીવવા નું કારણ બની જાય , મિત્રો આ લાગણી કંઈક એવી હોય છે. કોઈનું એક નાદાન સ્મીત ક્યારે આપણી જીંદગી બની જાય છે.એજ ખબર નથી હોતી .એની નાદાનીયત પણ આપણને બહુ મસ્ત લાગે છે.જયારે એ ન હોય ત્યારે આપણા જીંદગી મા તેનો ખાલીપો કોઈ જ ભરતું નથી , ને મિત્રો તમારા જીંદગી માં આવુ કોઈ વ્યક્તિ આવે તો તેને સમજજો તેને ક્યારેય ન ખોતાં તેની કદર કરજો પછી એની કમી સારસે જીંદગી ભર ત્યારે બહું  મોડુ થઈ ગયું હોય છે. ત્યારે આંસુ સિવાય કંઈજ હાથ નથી આવતું.. 

સાચો પ્રેમ મળે તો તેની કદર કરજો..તે તમને એક જ વાર થાય છે.. પણ હિંદી ફિલ્મોએ , અને સીરીયલો એ પ્રેમ ની  વ્યાખ્યા જ બદલી નાંખી કે આપણને પ્રેમ થી પણ વિશ્વાસ ઉઠી જાય,તેમને સ્વાર્થ, પાજરાં, વહેમ ને સેક્સ ને પ્રેમ સાથે સરખાવી ને પ્રેમ શબ્દ ની હાંસી ઉડાવી છે. પ્રેમ ભગવાન થી પર છે.તેની પૂજા થાય છે તેની જગ્યા એ તે લોકો એવી નકલી ચલચિત્રો બતાવી, લોકો ના મન પ્રેમ ની વ્યાખ્યા જ બદલી નાખી છે. પ્રેમ ને સાવ તે લોકોએ ગંધવેડો કરી નાંખ્યો છે.ને  લોકો ના  મગજ ને ફેરવી નાંખ્યુ છે,ને મગજ માં ઠસાવ્યું છે કે આ જ પ્રેમ છે.
આની હકીકત પણ છુપાયેલી છે. તે કંઈક એવી છે.
તમે મારી આ સ્ટોરી માં જોઇ શકશો..તમે વાંચસો મને આશા છે. કે તમને ચોક્કસ પસંદ આવશે. એવા જ બે પાત્રો ની વાત કરવા હું જઈ રહી છું. જે  તે આ પ્રમાણે છે.

"પ્રેમ નશો  એવો અદભૂત છે....
શરાબ તણો નશો તબીયત બગાડે છે.
પણ પ્રેમ તણો નશો દિલ ને 
અંદર થી હલાવી નાંખે છે." 
અને આંનુ દર્દ પણ બહુ મીઠું હોય છે.."
પ્રેમ માણસ ને બદલી નાંખે છે. તે શબ્દ માં તાકાત પણ તેનાં નશા જેવી અદભૂત હોય છે".

પ્રેમ પણ કોઈને કઈં  હાલત માં મુકી દે છે. એ ખબર જ નથી પડતી. પ્રેમ પણ પાછો એવા માણસ એવા માણસ જોડે આપણને વધુ ખેંચી જાય છે જેના જોડે આપણો વધુ ઝગડો થાય .એજ આપણને ગમવા લાગે એના વગર જીંદગી કંઈ જ નથી તેવી અનુભૂતિ એટલે પ્રેમ. એની યાદ માં એકલા જીવન વિતાવવું પણ એના પાછળ જીવ આપી દેવો તે પ્રેમ નથી પણ તે નરી મુર્ખામી છે.

   આપણે વાત કરીએ મોનાલી અને સિધ્ધાર્થ ની એમની જોડી થી તો કોલેજ માં બહુ મસ્ત બધાં નું ફેવરેટ કપલ બની ગયું જો તેમના મેરેજ થાય તો તે વધારે સુંદર બની શકે છે.એવું કપલ જ્યારે પહેલી વાર મળ્યું  ત્યારે તેમને ખબર જ નહીં હોય કે તે આટલા નજીક આવશે, અને એક બીજા પર આટલો પ્રેમ ભાવ જાગશે. ખરો છે પ્રેમ નો આવેગ પણ હો!

     પહેલી વાર તેઓ મળ્યા તા ત્યારે તેમની વચ્ચે એકલા ઝગડા થતા તા .બંને એક બીજા ને નીચા દેખાડવામાં લાગેલા રહેતા.એક બીજા ની મજાક કરીને પોતે ક્લાસ માં મનો રંજન કરતાં ને આખા ક્લાસ ને હસાવતાં. અને પોતાને ટાળતા.
એક બીજા એ મારા મારી પણ કરેલી 

    એક  પરીસ્થિતી એ એમની દુનિયા બદલી નાંખી.ત્યાર થી એકબીજા પર કરેલી મજાક કયાંરે તેમને પ્રેમ ના સફર સુધી લઈ ગઈ તેમને ખબર જ ન રહી. બન્યું તેવુ મોનાલી ના ઘર માં વાતાવરણ એટલું સારુ નહતું.તેને તેના ભાઈ થી નીચી ગણવામાં આવતી તે ભલે ગમે તેટલી હોંશિયાર કેમ ન હોય તો પણ તેના ભાઈ સામે તેને નીચી ગણવામાં આવતી. તેની ભૂલ એ કે તે છોકરી છે.
તેનો ભાઈ રખડેલ હતો તો પણ તેને પ્રોત્સાહન મળતું ઘરનાં તરફ થી ને મોનાલી ને તિરસ્કાર મળે, બિચારી ને  તે ગમે તેવું કામ કરે ઘર માં તે મા બાપ માટે જીવ આપે તો પણ તેને કોઈ પ્રેમ ન મળતો તો પણ તેને ભાઈ ના કારણે તેને ધમકાવવા માં આવતી.

એક દિવસ એવું બન્યું કે તેની દુનિયા જ બદલાઇ ગઈ. તેના ને તેના ભાઇ વચ્ચે જોરદાર ઝગડો થયો.ઝગડો નાની વાત માંથી થયો કે ને એટલો વધી ગયો પાડોશી ઓ ભેગા થયા તેના મમ્મી મોનાલી ને કોસવા માંડી ભાઇ ના કારણે ને મોનાલી નાં મમ્મી એ પપ્પા ને બનાવ  બન્યો તો તેમાં વધારો કરીને ફરીયાદ કરી ને પપ્પા એ જવાનજોધ મોનાલી ને ઢોર માર માર્યો કે તે મરતાં મરતાં બચી ગઈ .આતો બિચારી માટે રોજ નુ હતું. ભાઈ ના કારણે ગાળો ખાવી પડતી.એ પણ રોજ રોજ ની આ ઘટના થી કંટાળી ગયી હતી. તે કરે તો કરે શું તે  માનસિક બિમારી નો ભોગ પણ બની હતી.  તે કોલેજ6 મહીના ન ગયી સિધ્ધાર્થ  ને બંન્ને ભલે ગમે તેવું લડતા ઝગડતા પર  પણ એનાં મા માણસાઇ તો મરી ન હતી સાહેબ, તેને મોનાલી ની ફ્રેન્ડ ને તેનાં સમાચાર પુછ્યાં .ત્યારે ફ્રેન્ડ પાછે જે તેની હાલત જાણવા મળી તે સાંભળી તેનું હ્રદય પરીવર્તન થઇ ગયું..તેને હવે મોનાલી ની ચિંતા થવા લાગી. મિત્રો સાંભળજો તેવો એક બીજા ની મજાક કરતાં મસ્તી કરતાં આજ સિધ્ધાર્થ તેની ચિંતા કરવા લાગ્યો. પ્રેમ લાગણી જ એવી છે આપણો ઝગડો જેની જોડે થાય તેના જ તરફ આપણા દિલ માં આકર્ષણ વધે છે. આ હકીકત છે. બિચારી મોનાલી કોલેજ આવી પહેલાં સિધ્ધાર્થ તેનાં સમાચાર લેવાં લાગ્યો તે જોઈ આંખો ક્લાસ આંખો ચોળવા માંડ્યો કેમકે ક્લાસ માટે તો આ સપનું જ કહેવાય બધા એવું માનતા તા કે આ વધુ જોડે રહેશે તો એકબીજા ની જાન લઈ નાંખશે.પણ બધાં ખોટા પડ્યાં , આ બાબત માં. પણ જાણવુ તો એ રહ્યું મોનાલી ના મન માં શું ફીલીંગ છે? સિધ્ધાર્થ માટે, 

કુદરતી નિયમ છે કે  જેને ઘર માં પ્રેમ ના મળે તો બહાર ફાંફાં મારે,મોનાલી સાથે પણ કંઈક આવું થયું.સિધ્ધાર્થ એ તેને પ્રેમભર્યું સ્મિત આપી ને  પુછ્યું કેમ છે તને, મોનાલી ની આંખ માંથી આંસુ આવ્યા ને તે સિધ્ધાર્થ ને હગ કરી ને રડવા લાગી ને એ બંને એ દિવસ થી એક બીજા ના દોસ્ત બની ગયાં .એ બંને હવે પેલા જેવી એકબીજા ની મજાક ન કરતાં હવે તે બંને એક બીજા ને દુઃખ ન થાય તેવી રીતે વર્તન કરતાં એક બીજા ને ગમે તેવુ વર્તન કરવાં લાગ્યાં, એ બંને એકબીજા ની વ્હોટ સપ માં મેસેજ કરવાં લાગ્યાં, તેઓ કોલ પર પણ વાત કરવાં લાગ્યાં.તેઓ કોલ પર  ધીરે ધીરે કલાકો સુધી વાત કરવાં લાગ્યાં.કોઇ વાર પ્રોજેક્ટ ના બાહાને તો કોઈ વાર અસાઇનમેન્ટ નાં બહાને.તેમ કરતાં કરતાં તેઓ એક બીજા ના નજીક આવતાં ગયાં, કોઈ વાર મુવી જોવા પણ જતાં ને કોઈ વાર રેસ્ટોરન્ટ માં પણ જતાં, તે બંને બગીચા માં પણ જતાં ફરવાં  મોનાલી ના ઘર માં વાતાવરણ તો આમે નહોતું સારું ને એને સિધ્ધાર્થ જેવો હેન્ડસમ સમજુ ,ને હોશિયાર  છોકરો મળતો હોય તો કઇ છોકરી ના પાડે,ને મોનાલી પણ આખરે સ્ત્રી હતી ને, તે ના પાડે તેને તો તેને જ નુકસાન હતું, તેને આટલો પ્રેમ કરનાર છોકરો ક્યાં મળવાનો હતો ને  અાવી હરામી  ફેમીલી પર કેટલો ભરોસો મૂકાય તેમનો બતાયેલો  છોકરો ક્યાં થી સારો હોવાનો? મોનાલી એ બહુ વિચારી ને પછી સિધ્ધાર્થ ને હા પાડી.
કેમકે પોતાના જ દગો આપે તો બીજા પર શુ ભરોસો મૂકાય એ પણ ખોટી ન હતી. મોનાલી એ પોતાના પ્રેમ નો એકરાર કર્યો ,સિધ્ધાર્થ ને તો "ભાવતુ હતુ ને વૈદ્ય એ કીધુ" . આ કહેવત સિધ્ધાર્થ પર લાગુ પડી.પણ તેને સિધ્ધાર્થ પર  પુરો ભરોસો હતો.  બંને એકબીજા નો જીવનભર સાથ નિભાવવા ની અને જીવવા મરવાની કસમ ખાધી .બંને રોજ લવ લેટર પણ લખતાં ને ગિફ્ટ'સ પણ આપતાં,પણ કહેવાય છે કે પ્રેમ કરનારે પરીક્ષામાંથી પસાર થવું પડે છે. તેમને પરી સ્થિતી સાથે લડી હિંમત થી કામ લેવાનું હોય છે. અને પોતાના પ્રેમ તરફ વફાદારી પણ દાખવવાની હોય છે. 

       એક દિવસ મોનાલી ની મમ્મી ને આ વાત ની ખબર પડી, આ લાગણી એવી છે જેને જેમ છુપાવવા જાઓ તેમ સમાજ  છાપે  ચિતરાય ને કોઈ તો આમાં વિરોધી હોય નહીં તો મજા ન આવે. લવસ્ટોરી ની તમે બધાં તે જાણવા માટે આતુર હશો.કે આગળ શુ થયું ? 

     મોનાલી ની મમ્મી એ તેને બહુ ધમકાવી પછી તેને છોડી દેવા ની ચેતવણી આપી. પણ આતો પ્રેમ નો નશો હતો, ક્યા જલ્દી છુટે ? મોનાલી ને હવે કોઇ ની પરવા ન હતી,જેને જે ઉખાડવુ હોય તે ઉખાડી લે. તેને કાંઇ ડર ન હતો, તેને તો પોતાનો સપનાં નો રાજકુમાર જો મળ્યો હતો , જે તેને સમજે તેની પરવા કરે, તેને પ્રેમ કરે તેની જીંદગી નો ખાલીપો તેનાં પ્રેમ થી ભરી દે. તે જે પ્રેમ માટે તરસતી હતી ,તે  સિધ્ધાર્થ એ આપ્યો. 

      કોલેજ જ નો છેલ્લો દિવસ હતો.સિધ્ધાર્થ અને મોનાલી જ્યારે મળ્યાં ત્યારે તેને મોનાલી ને મનખુશ કરી દે તેવા સમાચાર આપ્યાં, આ સાંભળી મોનાલી ખુશી થી પાગલ થઈ ગઈ. તેને સિધ્ધાર્થ ને હગ કરી લીધો. તેને કીસ પણ આપી તે સમાચાર જ એવા રોમેન્ટિક હતાં.

      તમે પણ ખુબ જ આતુર હશો જાણવા માટે કે સિધ્ધાર્થ ને  મોટી કંપની માં નોકરી મળી ને તનો પગાર પણ સારો હતો.ને સિધ્ધાર્થ ના મમ્મી પપ્પા મોનાલી માટે માની ગયા. તે પણ મોનાલી ને મળવા માંગતા હતાં. પણ કહેવાય છે કે મોનાલી ના મમ્મી પપ્પા ના જવાબ પર હતું. મોનાલી ના ઘરમાં તો બિચારી ને બોજ ગણવા માં આવતી હતી, તેનો ભાઇ દારુ ને જુગાર માં પૈસા ઉડાડતો, ને તેના લુખ્ખા દોસ્તો એ તેને વધુ જ બગાડી નાંખ્યો , તો પણ મમ્મી પપ્પા તેને કઈંજ ન કરતાં આ તે કેવો ન્યાય ? મોનાલી ને માનસિક ત્રાસ આપતાં , તેની સાથે દુશ્મન ન હોય તે તેમ તે એને હેરાન કરતાં, તે બિમારી અહીંયા થી છુટવા માંગતી હતી,  તે સિધ્ધાર્થ ને ભુલી જાય તે માટે માટે તેને બહુ માર મારવા માં આવ્યો.તેના પર જાત જાત નાં બંધનો મૂક્યા જેવા કે "આ ઘર માં રહેવું હોય તો ઘર નાં નિયમો પાળવા ના તારે અમે જ્યાં કહીએ ત્યાં જ મેરેજ કરવાનાં ભલે તે તને ગમે કે ન ગમે, કેમ કે તારા ભાઈ નો વિચાર કર  કે તેને કોણ છોકરી આપશે તારૂ આવુ  ખબર પડશે  ?તો સમાજ વાળા શુ કહેશે ".
તારી ભલાઈ  તેમાં જ છે, તુ સિધ્ધાર્થ ને ભુલી જા ,પણ તે મોનાલી પણ એક ની બે ન થઇ,તેને બહુ મસ્ત જવાબ આપ્યો મિત્રો, સાંભળજો તમે ભાવુક થઈ જશો,"જ્યારે માન મર્યાદા ના પાઠ છોકરી ઓ ને જ કેમ ભણાવવામાં માં આવે છે? કયારે કોઈ છોકરા ઓને કેમ નથી કહેતુ કે તારે સંસ્કારી બનવું ને પછી સંસ્કારી સંસ્કારી પાત્ર જોવું. પેલા તારા મન ની ગંદકી સાફ કર તારા કારણે જ બિચારી છોકરી ઓનુ કરીયર ને જીંદગી ખતરા માં આવે, માં બાપ દિકરી ને જન્મ આપતાં ખચકાય માટે તું તારા ઈરાદા સુધાર ને છોકરી ઓની ઇજજત કર ,  ને કોઈ  છોકરી તકલીફ માં હોય તો બેટા આપણે તેનો ફાયદો ન ઉઠાવતાં મદદે જવાાનુ એવુ કેટલા મા બાપ પોતાના છોકરા ને શીખવે છે.છોકરો ભલનેે17000છોકરીઓ લઈ ને ફરે તો પણ  છોકરા ના મા બાપ ને વહુ તો સંસ્કારી જ જોઈએ.અને પછી તેને અે પણ કહ્યુ કે મારી જગ્યા એ ભાઈ નું હોત તો તમે ખુશી થી ઉછડ્યા હોત, ને મને તમે બોજ સમજી ને આવુ વર્તન કર્યું, અને મોનાલી ને પણ સારી ખાસી નોકરી પણ મળી ગઈ હતી, ને ભાઇ ની જગ્યા એ હુ શરાબ પીતી હોત તો તમે મને માન મર્યાદા ના પાઠ ભણાવોત ને મને  તમે જતાવોત કે હુ પારકી થાપણ છું.  ને કહોત કે તારો હાથ કોણ થામશે ? તુ આવુ કરીશ તો ક્યારે ભાઇ ને કહ્યુ છે કે તુ આવુ કરીશ તો તારા જોડે કોણ આવશે ? અમાર કેટલુ ઝુકવું પડશે સમાજ માં જયારે કોઈ છોકરો આવી નીચતા કરે તો કયાં જાય માન મર્યાદા ના પાઠો? તમને ખબર છે દિકરી હોવું બહુ ગર્વની વાત છે.પણ મારે તમને કહેવાનો કોઈ મતલબ નથી. એની વે તમારા માટે ભાઈ જ બધું છે, આ સાંભળી તેના મમ્મી પપ્પા નું હ્રદય પરીવર્તન થઇ ગયું, તેમને પોતાની  દિકરી ને હગ કરી ને માફી માંગી. ને દિકરી ને કહ્યું કે બેટા અમે તારા ગુનેગાર છીએ. કેમકે તેના ભાઇ એ પપ્પા ના બેંક એકાઉન્ટ માં થી બધાં પૈસા વાપરી ખાધા હતા, છેવટે મોનાલી ની મમ્મી એ પછી પોતાના દાગીના ગીરવી મુક્યા હતા. ત્યારે તેમને પોતાની ભુલ સમજાણી .પછી સોનાલી માટે છોકરા શોધવા નું શરુ કર્યું , પણ તેને મમ્મી પપ્પા  માંડ  માંડ  સિધ્ધાર્થ માટે મનાવ્યા .પણ સિધ્ધાર્થ ને મળ્યા પછી તે ના મમ્મી પપ્પા ખુશ થયા , ને તેના પ્રત્યે નજારો જોવા નો બદલાઇ ગયો, ને તેને સિધ્ધાર્થ ને પણ દિકરા જેમ માનવામાં માડ્યાં ને યોગ્ય મુહુર્ત  નિકાળાઈ ને સગાઈ કરી ને   બીજા વર્ષે લગ્ન પણ કર્યાં બધી રસમ પતી ગઇ પણ વિદાય ટાણે મોનાલી ના મા બાપ બહુ રડ્યાં. ખાલીપો લાગ્યો . અને પોતાના વર્તન પર દુખ થયું પણ હવે શું.?આજે પણ તેના લગ્ન  નાં  ત્રણ માંબાપ ને મોનાલી  મળવા માટે આવે છે, ને અને સિધ્ધાર્થ પણ કહે છે તેમને  તેમના જોડે રહેવાનું કોણ કહે છે કે દિકરી મા બાપ ને નથી રાખતી સિધ્ધાર્થ ના મમ્મી પપ્પા પણ મોનાલી ને વહુ નહી પણ પોતાની દિકરી જેવું જ સાચવે છે.આમ આ લવ સ્ટોરી નો સુખ દ અંત આવ્યો. પણ દરેક લવ સ્ટોરી માં એવું હોતુ નથી.








" વરસાદ એ વાતાવરણ ને રોમેન્ટિક બનાવે છે પણ પ્રેમ ઓને એક બીજા નો મીઠો વિયોગ બતાવે છે, પણ પ્રેમ માં ઉભા રહ્યા  પછી આપણને તડકો પણ મીઠો લાગવા લાગે છે, ને તેમાં પણ ઝેર પણ અમૃત તણાં  લાગવાં માંડે છે, કોઈ પોતાનું મળી જાય ત્યારે કાંટા સમી કેડી પણ ફુલ સમોવડી લાગે છે, આપણુ દિલ પ્રેમ માટે મોત ના ખેલ ખેલતાં પણ હારતું નથી ,

ને દેખતાં દેખાતાં કોઈ જીંદગી મા ખાલી પો ભરી દે છે..... ને કોઈ ની એક માસુમિયત  આપણી આદત  બની જાય છે. ને કયાંરે તે પોતાનું લાગવા માંડે છે તેની ખબર જ રહેતી નથી......


   અંત ભલા તો સબ ભલા....

આપણે આવી જ એક લવ સ્ટોરી સાથે મળીશુ તમે દિલ થી બોલશો કે વાહ પ્યાર તુને કિયા?.
 
લિ શૈમી પ્રજાપતિ....