Featured Books
શ્રેણી
શેયર કરો

બસ કર યાર.. (સંવેદન પ્રેમ સ્ટોરી) ભાગ - ૧૦

Hii.. Friends... 
ભાગ 8..માં... 
મહેક ની પ્રોબ્લેમ અરુણ સમજી જાય છે. અને આઇસક્રીમ માટે વ્યવસ્થા કરે છે... મહેક પણ અરુણ નો આભાર માને છે.... 
મહેક અને અરુણ વચ્ચે આંખો થી થતા સંકેત ને નેહા સમજી જાય છે.... 

હવે આગળ ભાગ 9.. 
આઇસક્રીમ આવતા ની સાથે સહુ મિત્રો પોતાનો ભાગ લેવા તુટી પડ્યા..... હું એકસાઇડે ઊભો ઊભો માત્ર.. વેનીલા ની મહેક અનુભવતો હતો....

મહેક મારી પાસે આવી... આઇસક્રીમ કપ મારી સામે કરી બોલી.. 
"અરુણ, thanks..."

શા માટે..?
મે સહજ થઇ કપ લેતા પૂછ્યું..
એની આંગળીઓ નો સ્પર્શ મારી આંગળી પર થતા હું નિશબ્દ બની ગયો..

તમે મારી ઈજ્જત રાખી લીધી.. આઇસક્રીમ વ્યવસ્થા કરીને... માટે,

ઓહ, I'm sorry મહેકજી..!
મારે આપને આવો સવાલ ન કરવો જોઈતો હતો....
મેં કહ્યું...

મહેક વળતો જવાબ આપે ત્યાં જ નેહા આવી પહોંચી અને બીજી વાતો મા પરોવાઈ ગઈ...

અધુરી વાતો અટકાવી.. એ નીકળી ગઈ..

*** ***  *** *** *** *** ***
મહેક.. અરુણ નું નામ કહી દીધું હોત તો.. નેહા એ મહેક ના કાનમાં ગુસપુસ કરી....

ચૂપ...!! ચમચી થી આઇસક્રીમ મોઢાં માં મૂકતા મહેક થોડી ગરમ થઈ..

ઓહ, સોરી મહેક.. It's true joking.. ? ? ?.. નેહા જોર થી હસી પડી..

મહેક.. ની નજરો વારંવાર મારા તરફ અચાનક જોઇ રહી હતી..

હું એના નિર્દોષ ચહેરા ને મુક્તપણે માણી રહ્યો હતો...

અચાનક મળતી અબોલ નજરો અમારાં દિલ મા તો કઇંક ગીતો ની ધૂન ના તાર છેડતી હતી... સાથોસાથ.. કઇંક મિત્રો ના દિલમાં આઇસક્રીમ ની મજા માણ્યા બાદ પણ ગરમી પેદા કરતી હતી....

આજનો દિવસ મારા પ્રેમ માં પ્રથમ પગથિયા રૂપ હતો...

 આજની યાદો મારી અંગત ડાયરી માં કોડ વર્ડ ની ભાષા મા અંકિત થઈ ગઈ....

કામકાજ થી ફ્રી થઈ.. મોબાઇલ ને ચેક કર્યો... 1, 2 નહીં પુરા 4 watsup મેસેજ.. મહેક ના આવેલા હતા...

અરુણ, થેન્ક યુ...
સાથે મોકલેલ 1 સ્માઇલ સિમ્બોલ મારા અંતર ને અંદર થી પરાણે હસવા પ્રેરી રહ્યા હતા...

મે પણ.. તરત જ..
2 સ્માઇલી લોગો સાથે.. રિપ્લાય કર્યો...
Why.. Thanks.?

"તમારી હેલ્પ બદલ" મહેક.. ઓનલાઇન હતી... તરત જ મેસેજ આવ્યો...

It's OK.. ? ?.. But હું 1 question કરી શકું..?
મે તરત જ કોઈ ની રાહ જોયા વગર રિપ્લાય કર્યો..

સામે થી સિમ્બોલ મળ્યો.. ?

હું સવાલ કરી શકું.? મે ફરીથી... મંજૂરી લેવાનો પ્રયાસ કર્યો..

હા,બોલો..

"મેં આજે પાર્ટી મા કરેલો સવાલ નો જવાબ મળી શકે.." ? ?
મે  હિંમત કરી કીપેડ ને પરમિશન આપી..

નો... I'm sorry.. ? ?.. મહેક નો જવાબ હતો..

મેં ફરીથી.. Please ના riqvest સાથે આજીજી ભર્યા 2 મેસેજ કર્યાં...

મહેકે નો sms હતો...
Ok... પણ જયારે પ્રેમ થસે તો આઇસક્રીમ પાર્ટી જરૂર આપીશ....
સાથે બીજો મેસેજ પણ હતો..
"good night"

Good night ના મેસેજ થી મને સંકેત મળી ગયો..સાડા અગિયાર વાગી ગયેલા.. માટે હવે સ્ટોપ..

 બસ.. કર... યાર..!!!

હું ફોનની ડિસ્પ્લે સામે ત્યાં સુધી જોઈ રહ્યો... જ્યાં સુધી પ્રકાશ અંધકાર માં ફેરવાઈ જાય...

હું ઊંઘવા માટે.. પ્રયત્ન કરી રહ્યો હતો... પણ, મહેક ની આજની યાદો.. આજના આંખો થી મળેલા.. સેવ કર્યા વગર ના સંકેત  સંસ્મરણો.. આજે પરાણે નહીં સૂવા દઈએ... તેવી ઇમોશનલ ધમકી આપી રહ્યા હતા..

હું મહેક ને એક પળ માટે પણ ભૂલી શકતો નહતો... દિલ ના એક ખૂણામાં... વારેઘડી... ઉભરી આવતા સંવેદન લાગણી ઓ નાં સંપદનો, મને પરાણે કહી રહ્યા હતા..
અરુણ, બસ કર યાર.... હવે તું કહી જ દે કે... મહેક તારા દિલના અવિરત મહેકતા રહેતા બગીચા મા.. મારું પણ એક ફુલ ખીલવવા દે.... મને પણ તારા સાથે સાથે મહેંકવા દે..

Thank you my all friends.. 
આગળ વાંચો... ભાગ ૧૦..