એપ્રિલ ફૂલ Ashok Kumar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 40

    " નુમ્બાસા મુંબાસા શહેરનો કુખ્યાત લૂંટારો છે. છળકપટથી તેણે મ...

  • આપા રતા ભગત

    આપા રતા ભગતમોલડી ગામમાં નળીયા ચારવા આવેલ કુંભાર ભગતના નિંભાડ...

  • ભાગવત રહસ્ય - 72

    ભાગવત રહસ્ય-૭૨   શમીકઋષિના પુત્ર-શૃંગીને ખબર પડી કે –પોતાના...

  • ઈશ્વરીય શક્તિ - ભાગ 2

    ઈસ્વરીય શક્તિજય માતાજી આપણે આજે વાત કરવી છે ઈસ્વરીય શક્તિ ની...

  • ડિજિટલ અરેસ્ટ

    સાયબર માફિયાઓનો નવો કિમીયો : ડિજિટલ અરેસ્ટડિજિટલ અરેસ્ટ : ઓન...

શ્રેણી
શેયર કરો

એપ્રિલ ફૂલ

          હિરેન, ભવ્યા, કાર્તિક અને રાહુલ ચારે કોલેજના સારા ફ્રેન્ડ હતા, એક બીજા વગર કોઈને પણ ચાલે નહીં. ચારે ફ્રેન્ડ જ્યાં જાય ત્યાં સાથેજ હોય. ભવ્યા અને રાહુલ બંને કોલેજના ફર્સ્ટ યર થી એકબીજાને લવ કરતા હતા અને આ વાત એના ફ્રેન્ડ હિરેન અને કાર્તિક બંને સારી રીતે જણતા હતા. ભવ્યાના ઘરના પણ ભવ્યાને આ લોકો સાથે ફરવાની છૂટ આપી હતી. કોઈ પણ કોલેજના ફંક્શન માં આ આશિક ચોકડી સાથેજ રહેતી.

માર્ચ મહિનો પૂરો થવાની આ છેલ્લી રાત હતી અને રાહુલ ને પણ એના ભાઈ જોડે ઓસ્ટ્રેલિયા ફરવા જવાનું હતું એટલે ચારે મિત્રોએ નક્કી કર્યું કે આપણે રાત્રે હોટેલમાં જમીને ફિલ્મ જોઈ આવીએ એટલે આ મુલાકાત આપણને યાદ રહી જાય. રાહુલ 3 મહિના પછી આવશે એ વિચારીને ભવ્યાએ આ પ્લાન બનાવ્યો હતો જેથી રાહુલની આ છેલ્લી રાત બધાયને યાદ રહી જાય.
રાત્રે તુલસી હોટલ ઉપર મળવાનું નક્કી થયું. હિરેન અને કાર્તિક પોતાની બાઇકો સાથે આવી પહુચ્યા. થોડીક રાહ જોવડાવ્યા પછી લવ બર્ડ એવા રાહુલ અને ભવ્યા પણ એકજ સ્કુટી ઉપર આવી પહુચ્યાં. રાહુલના ઘરના રસ્તામાં ભવ્યાનુ ઘર પડતું હોવાથી રાહુલે ભવ્યા સાથે આવવાનું નક્કી કર્યું, જેનાથી તેઓને થોડું એકાંત મળી રહે....હવે 3 મહિના પછી મળવાનું હતું એટલે તેઓ આ તકનો લાભ ઉઠાવી લીધો. જમીને તેઓ ફિલ્મ જોવા પહુચ્યા, ફિલ્મ ના એક્શન સીન જોરદાર હતા એટલે તેઓ ફિલ્મ જોવા માટે ઉતાવળા હતા. હિરેને ટિકિટ બારી ઉપર જઈને 4 ટિકિટ લીધી અને ફિલ્મ જોવા પ્રવેશ્યા.

12:20 થિયેટરમાં થી બહાર આવ્યા અને ફિલ્મની વાતો કરતા કરતા પોતાના બાઇકો જોડે 1:30 વગાડી દીધા. સવારે વહેલી ફ્લાઇટ હોવાથી તેઓ હવે નહીં મળી શકાય એટલે મોડે સુધી વાતો કરતા રહયા. આખરે ભવ્યાએ રાહુલને ટકોર કરી.." રાહુલ ચાલ હવે, સવારે વહેલી ફ્લાઇટ છે, આ વાયડાઓ તને ખસવા નહીં દે..."
ચારે ત્યાંથી ઘર તરફ ચાલી નીકળ્યા. રાહુલે ભવ્યાને એના ઘરે ડ્રોપ કરીને પોતાના ઘર તરફ એક્ટિવા મારી મૂકી..
રસ્તા ઉપર અંધકાર છવાયેલો હતો, આખો રોડ શાંત બનીને સૂતો હતો, એ રોડ ઉપર રાહુલ એકલો ફુલ સ્પીડમાં એક્ટિવા હંકારી રહ્યો હતો. આજુ બાજુમાં તમરાઓના અવાજ વાતાવરણને ડરાવણું બનાવી રહ્યું હતું. રાહુલે એક્ટિવાની સ્પીડ વધારી....અચાનક બાવળની જાડી માંથી નિલગાયનું ટોળું ધસી આવ્યું અને રાહુલનું એક્ટિવા એક નીલગાય સાથે ભટકાણું, એટલું ઓછું હોય એમ પાછળથી આવતી મહિન્દ્રા જીપે રાહુલના પગ કચડી દીધા. જીપમાં બેઠેલ વ્યક્તિઓ ગભરાઈ ગયા અને મદદ કરવાની જગ્યાએ પોતાની જીપ હંકારી મૂકી.

રાહુલ મદદ માટે બૂમો પાડવા લાગ્યો પણ આવા વગડામાં સાંભળવા વાળું કોઈ નોહતું. રાહુલને પોતાના ભાઈબંધો યાદ આવ્યા અને લોહી વાળા હાથે હિરેનને કોલ લગાડ્યો...થોડીક વાર પાછી હિરેને કોલ ઉપાડ્યો..."હેલો" 
સામેથી કણસવાના અવાજ સાથે રાહુલે બધી વાત કરી અને મદદ કરવાનું કીધું.
હિરેન: " યાર રાહુલ સૌ પ્રથમ તને એપ્રેલ ફૂલ બનાવવા હુંજ મળ્યો કે"
રાહુલ: " ભાઈ મારી વાત સાંભળ હું કોઈ ફૂલ-બુલ નથી બનાવતો હું ચાલી શકવાની હાલત માં નથી પ્લીઝ મને હેલ્પ કર, મારુ લોહી વહી રહ્યું છે." રડતાં રડતાં રાહુલે વાત કહી પણ સામેથી કોલ કટ થઈ ગયો હતો.
રાહુલે કાર્તિકને કોલ કર્યો પણ કાર્તિકે પણ એપ્રેલ ફૂલ વાળી વાત કહીને ફોન કટ કરી નાખ્યો. રાહુલ રડવા લાગ્યો લોહી બહુ જોરથી વહી રહ્યું હતું અને રોડ ઉપર વહેલું લોહી થીજી ગયું હતું. રાહુલની આંખો આગળ અંધકાર છવાઈ રહયો હતો, મહામહેનતે રાહુલે ભવ્યાને કોલ કર્યો અને આખી વાત કહી. ભવ્યા અડધી ઊંઘમાં બોલી "રાહુલ બકા સવારે "એપ્રેલ ફૂલ" બનાવજે ને આમે અત્યારે મોડું થઈ ગયું છે, લાગે છે ઓસ્ટ્રેલિયા જવાનું હોવાથી તને ઊંઘ નથી આવતી." ભવ્યા એકલી બોલી રહી હતી સામે છેડે રાહુલ ક્યારનોય બેભાન થઈ ગયો હતો. ભવ્યાએ 3 વાર "હેલો હેલો" બોલીને કોલ કટ કરી નાખ્યો.

વહેલી સવારે 5 વાગ્યે ભવ્યાના કાકા રામ ભાઈ ભેંસોનું દૂધ લઈને ડેરીયે ભરાવવા નીકળ્યા, રસ્તામાં એક્ટિવા પડેલું જોઈને તેઓએ પોતાનું ટ્રેકટર સાઈડમાં ઉભું રાખ્યું, નીચે ઉતર્યા તો નજીકમાં થીજી ગયેલા લોહીવાળી લાશ પડી હતી, બંને પગ છૂંદાઈ ગયા હતા. રામભાઈએ તરત 100 નંબર ઉપર પોલીસને ફોન કર્યો. થોડી વાર પછી પોલીસ પણ આવી ગઈ, રાહુલની લાશને એમ્બ્યુલેન્સમાં નાખીને સરકારી દવાખાને પોસ્ટમોર્ટમ કરવા લઈ ગયા.

રામભાઈએ ઘરે આવીને રસ્તામાં એક્ટિવા અને લાશની વાત કરી ત્યારે બ્રશ કરતી ભવ્યા ચોંકી ઉઠી અને તરત રાહુલના નંબર ઉપર ફોન લગાવ્યો. "હેલો" સામે છેડેથી કોઈક અજાણ્યો અવાજ ભવ્યાના કાને ટકરાયો. ભવ્યાએ રાહુલને કોલ આપવા કહ્યું ત્યારે માત્ર એક ડૂસકું સંભળાયું અને કોલ કટ થઈ ગયો. ફટાફટ કોગળા કરીને ભવયાએ હિરેન અને કાર્તિક ને કોલ કર્યો બધી વાત કરી અને એ ખુદ પોતાનું એક્ટિવા લઈને સરકારી દવાખાને પહુચી. પોસ્ટમોર્ટમ રૂમમાં ટેબલ ઉપર પડેલી લાશ જોઈને 3 જણ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા અને પોતાની જાતને દોષ આપવા લાગ્યા.

બરાબર 4 વર્ષ પછી 1 એપ્રિલે ભવ્યા એના સાસરીમાં હતી. સવારે વહેલા ઉઠીને નાસ્તો બનાવી રહી હતી. પાછળથી ભવ્યાના પતિએ જોરથી બૂમ પાડી "ભવ્યા તારી સાડીમાં આગ લાગી છે" ભવ્ય અચાનક બૂમથી ગભરાઈ ને પોતાની સાડી જોવા લાગી અને દરવાજામાં ઉભેલા બધા જોરથી બોલી ઉઠ્યા, "એપ્રિલ ફૂલ"
અચાનક આ ધમાલમાં ભવ્યાને પોતાનો ભૂતકાળ યાદ આવી ગયો અને ધ્રુસબકે ધ્રુસકે રડવા લાગી. બધા ઘરણાએ બધું સમજાવી પણ કોઈને ક્યાં ખબર હતી કે આ એપ્રિલ ફુલે ભવ્યાનો એક સાથી છીનવી લીધો હતો.......(કેપ્ટન ઇન્ડિયા)

@@@@@@@@@@@@@@@@@@@@@@@@

લગભગ 1 વર્ષ પહેલા લખેલી આ વાર્તા મેં fb અને  પ્રતિલિપિ ઉપર મુકેલી અને ઘણા લોકોએ પોતાના નામે કોપી કરીને ચડાવી દીધેલી.
અહીં નવું એકાઉન્ટ ઓપન કર્યા પછી આ પ્રથમ વાર્તા રજૂ કરું છું.