મારી માનસી - ૨ Dhaval Limbani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મારી માનસી - ૨

       ? મારી માનસી - ૨ ?


   

          એ..  યાર રવિ ક્યાં છે તું ? માનસી ફોન માં વાત કરતી કરતી પૂછે છે

         અરે અહીં જ છું બોલ ને ગાંડી શુ છે?
         શુ બુમો પાડે છે ? મારા ફોન નું સ્પીકર ફાટી જશે..રવિ એ કહ્યું.

         હા ભય જોયુ તારું ડબલુ તારા જેવું. ( થોડા ગુસ્સા માં ) પેલા મને કહે તું ક્યાં છે . મારે બાર ફરવા જવું છે. હું સાવ બોર થાવ છું અહીં.
તું જલ્દી આવ ચલ. હું રાહ જોવ છું.. માનસી એ કહ્યું.

       રવિ -  એ..........હા..........મારી માં.. ઘરે જ છુ. તું રેડી થઈ જા હું આવું જ છું ઓકે. અને હા કંઈક સરખી તૈયાર થજે. બાકી મારા સામે સાવ ફિક્કી લાગીશ તું. આમ ય તારા કરતા તો ક્યાંય હું Dashing , Cute , Handsome , charming  લાગુ છું..

       માનસી - તું છે ને પેલા આ તારા પોતાના જોક્સ મારવાનું બંધ કર અને ફટાફટ અહીં આવ બાકી મારા હાથ નો મેથી પાક ખવડાવીશ અને તારો cute face ગોળ ગોળ પેંડા જેવો  બનાવી દઈશ સમજ્યો અને હા પાંચ મિનિટ માં ના આવ્યો ને તો  આજ નું ડિનર તારા તરફ થી..

      રવિ-  એ ઓ ...ફોન મુક આવું જ છું...free માં ખાવાનું જ find કરતી હોય..

      માનસી - શુ બોલ્યો ....?????

      રવિ - એ કઈ જ નહીં . ફોન મુક ને યાર તું..

બંને ફોન મૂકે છે. રવિ માનસી ને લેવા એમની ઘરે જાય છે..

અરે  !  આશામાસી ક્યાં છે તમારી મહારાણી માનસી..એમને કહો કે એમને લેવા એના સેનાપતિ રવિરાજ આવી ગયા છે .તો ઉસકો તુરંત હમારે સામને પેશ કિયા જાયે.
રવિ એ હસતા હસતા કહ્યું..

આશામાસી - એ ભાઈ તું છે ને પેલા તારુ બાવા હિન્દી બંધ કર અને હા પેલી મહારાણી નું તારે શુ કામ છે કહેતો મને.

રવિ - એમાં એવું છે ને કે હું અને માનસી બહાર આંટો મારવા જઈએ છીએ . આમ ય માસી તમારી છોકરી એક નંબર ની કંજૂસ છે. બાર જમવું હોય , ફરવા જવું હોય એટલે મને કૉલ કરે. બાકી તો ક્યારેય કોલ ના આવે .. આજે મારા પાકીટ નું આવી બન્યું. હા હા હા હા હા...

( ઉપર થી માનસી બુમ પાડે ને બોલે છે એ હા મારા મુકેશ અંબાણી. જોયું તારું પર્સ.. કેટલા છે ને એમા એ મને ખબર છે હો...બોવ મમ્મી સામે ડાયો ના થા , ચાલ બાઈક સ્ટાર્ટ કર હું આવું જ છું..)

રવિ અને માનસી બંને જણા બાર જાય છે. નદી કિનારે બેઠા બેઠા બંને વાતો ના વડા બનાવે છે અને આનંદ કરે છે.
સામે એક કપલ બેઠું હોય છે એને જોઈ ને રવિ માનસી ને પૂછે છે

એ માનસી જોતો પેલા કપલ ને કેવો મસ્ત છે બંને.. એક બીજા ને ice cream ખવડાવે છે..

માનસી - હા તો તું પણ ખવડાવ જા..

રવિ - પાગલ છે તું ? હું કોને ખવડાવુ ?

માનસી - તારી girlfriend ને  ! બીજા કોને .

રવિ - હા હા હા હા હા ..એ ગાંડુ મારે ક્યાં કોઈ girlfriend છે તો હું પેલા ની જેમ સાથે બેસું , વાતો કરું , બંને બાર long drive પર જઈએ..

માનસી - હા તો બનાવી લે ને કોણ ના પાડે છે ? એક કામ કર . તું મને કહે કે તને કેવી છોકરી ગમે છે ? તારા માટે હું find કરીશ..

રવિ - હા હા. મારા માટે તું છોકરી find કરીશ એમ ? તારો બસ ચાલે ને તો તું મને હડકાયેલી કુતરી સાથે પરણાવી દે એમ છે.. તને થોડું હું કવ કે મારે કેવી છોકરી જોઈએ.

માનસી - હા તો કઈ જ નહીં ના કે મને શું..?

રવિ - એ તું મને કહે ને તને કેવો છોકરો ગમે ?

માનસી - મને ? mmmmm.. mmmmm.....
હા. જો હાઈટ માં મારા થી થોડો ઊંચો હોવો જોઈએ તારી જેમ.skin માં બોવ white ના હોય તો પણ ચાલશે , સ્વભાવ માં તારા જેવો હોવો જોઈએ , માતા પિતા ને માન આપતો હોવો જોઈએ , બધા નું ધ્યાન રાખે એવો હોવો જોઈએ અને ખાસ તારા જેમ બધા ની સાથે હળીમળીને રહેતો હોય એને બધા ને હસાવતો હોય અને બધા ને સાથે રાખતો હોય બસ એવો હોવો જોઈએ. પૈસા ભલે ઓછા કમાતો હોય પણ દિલ થી અમીર હોવો જોઇએ. ગરીબ માણસો ની મદદ કરતો હોવો જોઈએ.. ખાસ કરીને દરેક સ્ત્રી ની રિસ્પેક્ટ કરતો હોવો જોઈએ બસ..

રવિ - ઓહ બાપ રે !!!  એટલું બધુ એક છોકરા માં !!???
આવું મળવું તો થોડું મુશ્કેલ છે હો.

માનસી -  ( હસતા હસતા )ના હવે મળી જશે.. બાકી તું તો છો જ ને સેમ મારે જોઈએ છે એવો.

રવિ - થોડી વાર માટે કાંઈ પણ બોલ્યા વગર વિચારે છે અને બોલવાનું બંધ કરી દે છે.

માનસી - oye hero ચાલ હવે ભૂખ લાગી છે. મને આજે પંજાબી ખાવાની ખૂબ ઈચ્છા થાય છે ચલ પંજાબી જમીએ આજે..

બંને લોકો જમવા જાય છે પણ રવિ ના મન માં બસ માનસી ની વાત દિલ માં બેસી જાય છે અને એ જ વિચાર કરે છે .
જમતા જમતા માનસી ની સામે જ જોતો રહે છે અને કઈ પણ બોલ્યા વગર ચૂપચાપ જમે છે. બને લોકો ઘરે આવી જાય છે. રવિ માનસી ને એના ઘર ના gate સુધી મૂકી આવે છે રવિ એમના ઘરે ચાલ્યો જાય છે. રાત્રે સૂતા સુતા બસ આ એક જ વિચાર કરે છે કે માનસી એ જે કીધું એ ખરેખર બની શકે ?

કારણકે માનસી જેવી છોકરી મને નહીં મળે અને મારા જેવો છોકરો એને નહીં મળે, અને આમ ય માનસી ને કાઈ થાય તોય મારો જીવ તાળવે ચોંટી જાય છે. આમ પણ માનસી મારુ બધી રીતે ધ્યાન રાખે છે, મારી સંભાળ લે છે , જમાડે છે , મને સપોર્ટ કરે છે તો શું હું માનસી ને મારા દિલ ની વાત જણાવું ?

કાઈ  નહીં કાલ સવારે જઇ ને માનસી ને મારા પ્રત્યે સાચે કાઈ છે એ જાણીશ અને કઈ હશે તો મારા દિલ ની વાત એને જણાવીશ.

આમ વિચારતો વિચારતો રવિ સુઈ જાય છે અને સવાર માં માનસી ના ઘરે જાય છે. અને ત્યાં શુ થયું એ મારી માનસી - 1 માં આપણે જોયું..

હવે કઈ રીતે રવિ માનસી એમની દિલ ની વાત જણાવે છે.
શુ બોલશે રવિ ?
શુ કહેશે માનસી ?
માનસી હા પાડે છે કે ના ?
અને શું થાય છે આગળ

એ જોઈશું મારી માનસી -  3 માં ....

અને હા લવ ની ભવાઈ ના વાંચી હોય તો એ પણ એક વાર અચૂક થી વાંચો..


Thank You

? Mr. NoBody ?