માહી-સાગર (ભાગ-૩) PARESH MAKWANA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

શ્રેણી
શેયર કરો

માહી-સાગર (ભાગ-૩)

             આ દરમ્યાન જ સાગરની એક કોલેજ ફ્રેન્ડ દીપાલી અમારા ઘરે આવી પોહચે છે.. સાગર અને દીપાલી કોલેજમાં બેસ્ટ ફ્રેન્ડ હતા એટલે આજે આટલા દિવસો પછી મળ્યા એટલે સાગર એની સાથે માનો કોલેજના દિવસો માં ચાલ્યો ગયો.. એ બન્નેની હસી મજાક મને છેક રસોડા સુધી સંભળાતી હતી.. એક મિનિટ તો લાગ્યું કે સાગર મને દગો દઈ રહ્યો છે કે શુ.. જ્યારે ને ત્યારે ગમે તે સ્ત્રી એની આસપાસ ફર્યા જ કરતી હોય છે. સાંજે સાગર દીપાલી ને એના ઘરે મુકવા ગયો.. એ જ હું ના જોઈ શકી.. 

        જ્યારે એ પાછો ઘરે આવ્યો 
              તારી ઘણી જ ક્લોઝ છે નઈ દીપાલી..
              હા.. દીપાલી છે જ એટલી સ્પેશિયલ.. તને ખબર છે.. જ્યારે એ પહેલી વખત કોલેજમાં આવી બધા એની મજાક ઉડાવતા.. એને ગામડાની બહેનજી સમજતા.. કોઈ એને આંટી કહેતું..  પણ એક દિવસ મેં બધાની બોલતી બંધ કરી નાખી.. દીપાલી નું મેકઓવર કરાવ્યું..  અને પછી જ્યારે એણે કોલેજમાં પગ મુક્યો બધા જ પ્રપોઝ માટે રોઝ લઈને આસપાસ ફર્યા કરતા.. 
             આમ ને આમ દીપાલી ની વાતો કરતો કરતો સાગર ક્યારે ઊંઘી ગયો મને ખબર જ ના પડી.. પણ મારી ઊંઘ હરામ થઈ ચુકી હતી.. આજે સાગર આ દીપાલી ને મુકવા ગયો.. કાલે સવારે ઘરમાં પણ લઈ આવે.. 


              એક સાંજે દીપાલી એના ઘરે જઈ રહી હતી ત્યારે જ એક ટ્રકે એની કાર ને ટક્કર મારી.
              સવારે જ્યારે છાપામાં એ ખબર વાંચી ને મને જાણે નિરાંત થઈ..થયું કે ચાલો દીપાલી નું ચેપ્ટર તો ક્લોઝ..

                      
               પણ થોડા દિવસમાં જ ફરી નવું પ્રકરણ ચાલુ થઈ ગયું.. સાગર અને નીલુમાસીનું 
                નીલુમાસી બીમાર પડ્યા અને એની સારવારમાં જાણે સાગર રાત દિવસ જાણે એના જ રૂમમાં રહેવા લાગ્યો.. ઓફિસમાં થી પણ રજા લઈ લીધી.. ચોવીસ કલાક બસ માં.. માં ને માં.. સાગર ની લાઈફમાં જાણે હું તો હોવ જ નહીં.. એને જ્યારે પણ માં ના રૂમમાં જોતી મને થતું કે.. જ્યાં સુધી માં રહશે મારો સાગર આમ ને આમ એની સેવામાં એની આગળ પાછળ ફર્યા કરશે... મારા મનમાં એક ભયંકર વિચાર આવ્યો થયું કે નીલુમાસી ને પણ જાન થી મારી નાખું..   
                 બીજી જ પળે વિચાર આવ્યો કે ના ગોરી તું એવું ના કરી શક.. એ તારી માં છે એણે તારું પાલન પોષણ કર્યું છે. પણ સાગરની જિંદગીમાં મારી સિવાય બીજી સ્ત્રીને હું જોઈ ના શકું..સાગર ફક્ત મારો જ છે.

                 અને ફરી મારી જીદની જીત થઈ.. ખીરમાં જહેર આપી દીધું એક દિવસ મેં નીલુમાસી ને.. સાગરને તો બસ એટલું જ કહ્યું કે માં ને ફૂડપોઇઝિંગ થયું છે.. અને પછી નીલુમાસી ની મૃતદેહ પાસે ત્રણ કલાક બેસી દુનિયાને એમના મૃત્યુનું દુઃખ પણ દેખાડી દીધું.. એ પછી ના ત્રણ દિવસ નીલુમાસી વિના હું સાવ એકલી થઈ ગઈ છું એવો સાગર સામે ડોળ કરવામાં હું સફળ રહી ત્રણ દિવસ ખાધા પીધા વિના બસ નીલુમાસીના હાર ચડેલા ફોટા સામે બેસી આંસુ સાર્યા કરતી..અને સાગર મારુ આ દુઃખ જોઈ ના શકતો અને મને નીલુમાસીના દુઃખમાં થી બહાર લાવવાની કોશિશ કર્યા કરતો..

              એકાદ મહિનામાં બધું જ પહેલા જેવું જ ચાલવા લાગ્યું હું નીલુમાસી ના દુઃખને તો શુ નીલુમાસી ને જ ભૂલી ગઈ.. હવે રાત દિવસ બસ સાગર પર મારો જ અધિકાર હતો.. 
               એક દિવસ અચાનક જ ચક્કર આવતા હું રસોડામાં જ ઢળી પડી..સાંજે સાગર ઓફિસે થી આવ્યોને મને આમ બેહોશીની હાલતમાં જોતા ઝડપથી હોસ્પિટલ લઈ ગયો ત્યાં ડો.શર્મા એ કહ્યું- કે મુબારક હો મિ. મકવાણા તમે પિતા બનવાના છો..
               આ સમાચાર સાંભળી સાગર તો જાણે ખુશી થી પાગલ થઈ ગયો..એ પછી એણે મારા વિશેષ ખ્યાલ માટે ઘરમાં નોકરો ની લાઈન લગાવી દીધી.. એક મહારાણી ની જેમ બસ મારે ઓર્ડર કરવાનો એ વસ્તુ મારી સામે આવી જતી.. સાગરનો ખાસ આગ્રહ હતો કે હું ઘરમાં વધારે હેરફેર ના કરું..બધું જ મને મારા રૂમમાં જ મળી જાય એ માટે એણે ખાસ કેટલાક નોકરો ને મારી સેવામાં ઉભા રાખી દીધેલા જેથી મને જરા પણ તફલીફ ના થાય..સાગરનો પ્રેમ જોઈને મને ઘણીવાર થતું કે કોઈ પુરુષ કોઈ સ્ત્રીને આટલો પ્રેમ કેવી રીતે કરી શકે.. અને એ પણ મારા જેવી સ્વાર્થી સ્ત્રીને..

               અખોદીવસ બંધ રૂમમાં બેડ પર ઊંઘી ઉંઘીને હું બહુ જ બોર થતી..એટલે થયું કે થોડું વાંચન કરી લવ..અમારા રૂમની બાજુનો રૂમ આખો પુસ્તકો થી સાગરે ભરેલો હતો..એ સાગરની પર્સનલ લાઈબ્રેરી હતી.. મને જ્યારે પણ મન થતું હું એમાં થી એકાદ બુક લઈ આવતી.. (ક્રમશ)