માહી-સાગર (ભાગ-૪) PARESH MAKWANA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

માહી-સાગર (ભાગ-૪)

           આજે વાંચવાનું મન થયું ને મેં લાઈબ્રેરી ખોલી..અને એકએક કબાટ ખોલી કોઈ સારી બુક શોધવા લાગી..આ શોધ દરમ્યાન જ મારા હાથમાં એક ડાયરી આવી.. અરે આ તો સાગરની ડાયરી છે.. હું ડાયરી લઈ.. એ રૂમના ના જ એક ખૂણાના ટેબલ પર બેસી ગઈ.. પહેલું પેઈજ ખોલ્યું..તો લખ્યું હતું..જુલાય 2017.. અરે આ તો હમણાં ની જ ડાયરી છે.. રાજેસ્થાન ના પ્રવાસની..

         મેં આગળ વાંચવાનું શરૂ કર્યું..સાગરે રાજેસ્થાન અને એના પ્રવાસનું એકદમ ઝીણવટ ભર્યું અને ખૂબ જ કલાત્મક વર્ણન કર્યું હતું..શરૂઆતના વિસ પચીસ પેઈજ તો.. રાજેસ્થાન અને ત્યાંના સુંદર વર્ણનો થી જ ભરેલા હતા.. એ પછી ના પેઇઝમાં શરૂ થયું રતનપુરનું વર્ણન..
                સાગર લખતો હતો..

                 રતનપુર..અમારે ત્યાં ખાસ જવાનું કોઈ આયોજન નોહતું..આ તો મને જૂની વાવ જોવી હતી.. કે મારે લીધે બધાએ એકાદ કલાક રતનપુરમાં બસ રોકવાનું વિચાર્યું..બસ રતનપુર રોકાઈ બધા ત્યાં ચા નાસ્તો કરવા લાગ્યા અને હું મારા ખાસ ફ્રેન્ડ વિજયને લઈને નીકળી ગયો વાવ જોવા સાથે મેં બેગ પણ લઈ લીધું એ જ વિચારીને કે કદાચ કોઇ વસ્તુની જરૂર પડે તો પાછો બસ સુધી ધક્કો ના ખાવો પડે..

                હું ને વિજય..વાવ બાજુ ચાલી નીકળ્યા.. સૂરજ એના સોનેરી કિરણોને એક સામટા સમેટી.. જાણે વિદાય લઈ રહ્યો હતો.. અકાનક જ મને વાવ દેખાણી ને હું દોડીને ત્યાં પોહચી ગયો.. વિજય વારંવાર કહ્યા કરતો હતો.. સાગર જલ્દી કરજે.. બસ મિસ થઈ જશે.. અંધારું થવા આવ્યું છે.. અને હું એ કહીને વાત ટાળી દેતો કે વિજલા ચિંતા શુ કામ કરે છે આવ્યા છીએ તો બધું જોઈને જઈએ..
              વાવના એકાદ પગથિયાં ઉતરી મેં વાવના આડેધડ કેટલાક ફોટોગ્રાફ લીધા..પછી વિજય ને કહ્યું યાર તું જા હું હમણાં થોડીવારમાં આવું છું..
               જલ્દી આવજે એટલું બોલી એ ચાલ્યો ગયો.. હું વાવના એક પગથિયે ઘડી બે ઘડી બેઠો.. અને વાવના શાંત પાણીમાં અચાનક નાની નાની પવન ની લહેરખી થી પડતો ખલેલ અને પાણીમાં ઉઠતા એ કલાત્મક વમળોને હું  જોતો રહ્યો થયું કે કાશ હું આ પળ ને ઘડી બે ઘડી અહીંયા જ થમાવી દવ 

              સાંજ ઢળતી હતી..સૂર્ય તો આથમી ચુક્યો હતો..અચાનક જ વાવના એક પગથિયે બેઠેલું એક કબૂતર ફફડાટ કરતું ઉડયું અને હું વિચારો સમેટી ને વર્તમાનમાં વસ્તવિકતામાં માં પાછો ફર્યો ઘડિયારમાં નજર કરી ત્યારે ખ્યાલ આવ્યો કે સાડા સાત વાગી ગયા..બેગમાં કેમેરો મૂકી હું મારી બસ તરફ ઝડપથી ભાગ્યો..અને જેવો એ સ્થાને પોહચ્યો જ્યાં અમારી બસ ઉભી હતી..ત્યાં બસ જ નોહતી.. બાજુની હોટેલમાં પૂછપરછ કરી.. તો ખબર પડી કે બસ તો અડધી કલાક પહેલા જ નીકળી ગઈ.. મેં વિજય ને ફોન કરી જોયો પણ વ્યસ્ત બતાવી રહ્યા હતા એના સિવાય બીજા કોઈ ફ્રેન્ડના તો નંબર પણ મારી પાસે નોહતા કરવું શુ..? આ અજાણ્યા ગામમાં જવું ક્યાં.. ?

             બેગ ઉઠાવી હું ગામને પાદર આવેલા મહાદેવના મંદિર પાસે ગયો ને એના ઓટલા પર રાત વિતાવવાનું વિચાર્યું..બસ આજની રાત જેમ તેમ નીકળી જાય સવારે જ ઘર ભેગો થઈ જઈશ..ધીરે ધીરે રાત વધવા લાગી..
               ત્યાં ઘરે થી માં નો ફોન આવ્યો મેં કહ્યું - હેલ્લો માં મારી ચિંતા ના કરતી હું અહીંયા રતનપુરમાં છું.. બસ મિસ થઈ ગઈ છે હવે સવારે જ અહીંયા થી નિકળાશે.. ત્યાં જ મોબાઈલ પણ સ્વીચ ઓફ થઈ ગયો.. ઓહ માય ગોડ આને પણ અત્યારે જ બંધ થવું તું..
              એક તો કડકડતી ઠંડીની રાત ને ઉપર જતા માર્બલવાળા ઓટલે સુવાનું.. બેગને સાઈડમાં મૂકી હું ઘડી બે ઘડી સહેજ ધ્રૂજતો ઓટલા પર બેઠો ક્યારેય વિચાર્યું નોહતું કે આ જિંદગી આવા દિવસો પણ દેખાડશે.. ખેર બસ એક રાતની તો વાત હતી મેં સુવાનો પ્રયત્ન કર્યો જેમતેમ માંડ આંખો બંધ કરી ત્યાં દૂર થી ક્યાંક થી ભયાનક પક્ષીઓના અવાજો આવવા લાગ્યા અને ક્યાંક ક્યાંક કુતરાઓ ભસતા હતા.. તો ક્યાંક જંગલી બીલાડાઓની ભયાનક ચીસો સંભળાઈ રહી હતી. મને સહેજ ડર લાગવા લાગ્યો.. કાન પર હાથ મૂકી મેં આંખો બંધ કરી.. અચાનક જ મને સહેજ કોઈનો અવવાનો ભાસ થયો.. પછી એકાએક મારા કાનમાં છન છન કરતી પાયલનો અવાજ આવ્યો.. ડરનો માર્યો હું ઉભો થઈ કાપવા લાગ્યો.. ધીમે ધીમે.. પાયલનો છન છનાટ.. વધવા લાગ્યો એવું લાગ્યું કે નક્કી મારુ તો આવી બન્યું કોઈ ચુડેલ આવી રહી છે..
                અંધારામાં દૂરથી નજીક આવતી મેં એક આકૃતિ જોઈ.. કાળો ધાબળો હાથમાં લાલટેન અને એના આછા પ્રકાશમમાં દેખાતી એની કાળી કજળાળી સુંદર આંખો.. ધીરે ધીરે એ મંદિરના પ્રાંગણમાં પોહચી ગઈ.. અને એને જોતા જ મેં મનમાં હનુમાનચાલીસાના જાપ શરૂ કરી દીધા.. સહેજ ઘબરાઈ ને મેં એને પાસે આવતા રોકી..
           ક..ક..કોણ છે તું..? પાસે ના આવતી..દ..દ..દૂર રહેજે મારા થી..
           અને એ મારી મુર્ખામી પર ખડખડાટ હસવા લાગી.. પછી બોલી હું કોઈ ભૂત નથી..
           પણ મને એની વાત પર વિશ્વાસ ના બેઠો.. એ નજીક આવી ડરનો માર્યો એના થી દૂર ભાગ્યો.. એણે લાલટેન ઓટલા પર મૂકી અને શરીર પર વીટેલો ધાબળો હટાવ્યો.. 
            અને જાણે હું એને જોતો જ રહી ગયો.. એની સુંદરતા માનો એ કોઈ સ્વર્ગની અપ્સરા હોય..  (ક્રમશ)