દિલ કા રિશ્તા A love story - (ભાગ 2)       તેજલ અલગારી દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દિલ કા રિશ્તા A love story - (ભાગ 2)      

                 દિલ કા રિશ્તા A love story (ભાગ 2)      


                 (આગળ ના ભાગ માં જોયું કે રશ્મિ નું બાઇક બંદ પડી જાય છે અને રોહન તેને ઘરે ડ્રોપ કરવાનું કહે છે રશ્મિ પાર્કિંગ માં બાઇક પાર્ક કરી ને બેસી જાય છે પણ ત્યાં જ અચાનક... હવે જોઈએ આગળ)


                   ત્યાં જ અચાનક ધીમો ધીમો વરસાદ ચાલુ થાય છે અને રોહન  બાઇક ભગાવી મૂકે છે રશ્મિ ના ઘર તરફ વરસાદ ના   ધીમા છાંટા અને રોહન થી આટલી નજદીકી રશ્મિ ના દિલ ના તાર ઝનઝણાવી મૂકે છે આમ પણ કહ્યું છે ને કે વરસાદ અને પ્રેમ ને બહુ જૂનો નાતો છે વરસાદ માં તમારા પ્રિયજન ની યાદ ન આવે એવું તો બને જ નહીં અને રશ્મિ ને તો રોહન આટલો નજીક એટલે સોના માં સુગંધ ભળી રશ્મિ આ મોકો આટલો આસાની થી છોડવા માંગતી ના હતી એટલે રશ્મિ એ કહ્યું કે અરે રોહન હું તો કેતા જ ભૂલી ગઈ આ તરફ નો રસ્તા નું કામ ચાલુ હોવાથી બંદ છે તો આપણે ફરી ને જવું પડશે તને તકલીફ તો નહીં થાય ને નહીં તો હું ચાલી જઈશ એ જાણતી હતી કે રોહન ના નહીં જ કહે પણ ખાલી ફોર્મલિટી કરતા કહ્યું  રોહન કહે અરે ના એમાં તકલીફ શુ ચાલ ફરી ને જઈએ એ બહાને લોન્ગ ડ્રાઈવ પણ થઈ જશે રશ્મિ ખુશ થઈ જાય છે કેમકે એને તો એજ જોતું હતું 



          રોહન બીજી સાઈડ થી લે છે રસ્તા પર પ્રેમી પંખીડા ઓ ની ઘણી અવરજવર છે રિવરફ્રન્ટ આવતા રશ્મિ રોહન ને કહે ચલ ને થોડી વાર આપણે પણ વરસાદ ને માણી લઈએ આમ પણ ભીંજાય તો ગયા જ છે રોહન કહે હા ચલ ને અને બાઇક પાર્ક કરી બને ટહેલવા લાગે છે આજુબાજુ માં પ્રેમી પંખીડા ઓ ને પ્રેમ ગોષ્ઠી કરતા જોઈ રશ્મિ ને એમ થાય કે ચાલ ને આજ પોતાના મન ની વાત રોહન ને જણાવી દે પણ અંદર થી બીક પણ છે કે આમ કરતા ક્યાંક એની મિત્રતા પર અસર ના પડે આમ વિચારી એ પોતાની લાગણી પર કન્ટ્રોલ કરે છે રોહન પૂરો પલળી ગયો હોવા થી શર્ટ થોડો જાટકી ને સરખો કરે છે એના વાળ પણ પલળી ગયા હોવા થી પોતાના હાથ થી વાળ સરખા કરતા જ છાંટા રશ્મિ ને ઉડે છે એ એકધારી રોહન ને જોયા કરે છે ત્યાં કોઈ ના જોર જોર થી હસવા થી રશ્મિ નું ધ્યાન ભંગ થાય છે જુવે છે તો કોઈ પ્રેમી યુગલ એક બીજા ને પાણી ઉડાડી અને ચિડવતા હોઈ છે રશ્મિ એ બધું જોઈ અને મન માં મલકાઈ છે ત્યાં રોહન એનો હાથ પકડી ને ખેંચી લઈ જાય છે અને એની મજાક ઉડાવે છે કે હા હા તારો પણ વારો આવશે એને આમ જોઈ ને નજર ના લગાડ અને હસી પડે છે રશ્મિ શરમાઈ જાય છે  અને ખોટો ગુસ્સો કરતા કહે છે શુ રોહન તું પણ....! 


         ચાલતા ચાલતા બન્ને આગળ જાય છે ત્યાં જ વરસાદ એકદમ ચાલુ થાય છે રશ્મિ અને રોહન વરસાદ થઈ બચવા કોઈ સુરક્ષિત જગ્યા શોધવા લાગે છે ત્યાં જ અચાનક રશ્મિ નો પગ લપસ્તા પોતાનું બેલેન્સ ગુમાવે છે પણ રોહન એને પકડી લે છે અને સર્જાય છે ફિલ્મો જેવો રોમેન્ટિક સીન રોહન અને રશ્મિ એકબીજા સામે જુવે છે અને રશ્મિ તો જાણે કોઈ બીજી જ દુનિયા માં પહોંચી જાય છે એતો પોતાને મોહરા ફિલ્મ ની રવીના ટંડન અને રોહન ને અક્ષય કુમાર સમજવા માંડે છે પીળી સાડી માં સજ્જ થઈ અને રોહન ને વાઈટ કપડાં માં જોવા લાગે છે અને ગીત ગનગણવા લાગે છે 

આહા...હા આહાહા આહા

ટીપ ટીપ બરસા પાની પાની ને આગ લગાઈ
આગ લગી દિલ મેં તો દિલ કો તેરી યાદ આયી 
તેરી યાદ આઈ તો જલ ઉઠા મેરા ભીગા બદન અબ તુમ્હી બતાઓ સજન મેં ક્યાં કરું ....

ના ના ના ના નામ તેરા મેરે લબો પર આયા થા 
મેને બહાને સે તુમ્હે બુલાયા થા 
જુમકર આ ગયા સાવન મેં ક્યાં કરું....


ડુ ડુ ડુ ડુ ડૂબા દરિયા મેં ખડા મેં શાહીલ પર 
તું બીજલી બનકર ગિરી મેરે દિલ પર 
ચલી કેસી યે પાગલ પવન મેં ક્યાં કરું.... 


ટીપ ટીપ બરસા પાની પાની ને આગ લગાઈ
આગ લગી દિલ મેં તો દિલ કો તેરી યાદ આયી 
તેરી યાદ આઈ તો જલ ઉઠા મેરા ભીગા બદન અબ તુમ્હી બતાઓ સજન મેં ક્યાં કરું ....

    ત્યાં જ રોહન ચપટી વગાડી ને કહે છે ઓ મેડમ શુ આમ જ રહેવાનું છે બધા આપણે જ જુવે છે અને રશ્મિ પછી વર્તમાન માં આવી જાય છે ઉભી થઇ અને બીજી સાઈડ જોઈ પોતાને જ મીઠો ઠપકો આપે છે મનમાં કે પાગલ છે સાવ પાગલ રોહન શુ વિચારશે રોહન કહે ચલો હવે જઈએ  


          રશ્મિ કહે છે ચલ ને કૈક ખાઈએ ભૂખ લાગી છે ત્યાં સામે કાફે માં જઈએ રોહન કહે હા ઠીક છે આમ પણ ભૂખ તો મને ઓન લાગી છે પણ અહીં લારી ઓ માં તો બધું જેમ તેમ હોઈ છે એ ખાઈ ને તો તબિયત બગડી જાય તો ત્યાં જ જઈએ બને કાફે માં જઈ ચીઝ સેન્ડવીચ અને કોફી નો ઓર્ડર આપે છે નાસ્તો કરી બને નીકળી પડે છે કારણ કે મેઘરાજા એ થોડી વાર વિરામ લીધો હતો એટલે ઠંડી પણ લાગવા લાગી હતી ઠેર ઠેર પાણી ભરાયું હતું એટલે રોહન બાઇક થોડી ધીમી ચલાવતો હતો અડધી કલાક માં એ રશ્મિ ના ઘરે પહોંચે છે રશ્મિ કહે છે રોહન થેન્ક યુ આજ ના દિવસ ને યાદગાર બનાવા માટે રોહન કહે યાદગાર??? એમ યાદગાર શુ ડ્રોપ કરવું એમ શુ યાદગાર રશ્મિ કહે કાઈ નહીં ચાલ બાય બહુ લેટ થઈ ગયું તું જલ્દી જા અને કપડાં બદલ નહીં તો બીમાર પડીશ( મન માં કહે છે કે રોહન તને ખબર નથી કે આજ તારી સાથે વિતાવેલો સમય મારા માટે કેટલો અનમોલ છે) હા ચલ બાય અને રશ્મિ એના ઘર માં ચાલી જાય છે રશ્મિ ના મનમાં રહેલ કુની લાગણી ઓ ને વરસાદ નો સાથ મળતા જાણે પ્રેમ ના અંકુર ફૂટી ગયા પણ એને ખબર ના હતી કે કુદરતે તો કૈક બીજું જ વિચારી રાખ્યું છે અને રશ્મિ ના પ્રેમ થી અજાણ રોહન ઘરે જવા માટે નીકળે છે  વરસાદ ને લીધે અવરજવર ના હોવા થી રસ્તો સાવ સુમસામ છે આમ તો હજુ 8 વાગ્યા હતા પણ હજી પણ કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા હોવા થી અંધકાર વ્યાપી ગયો હતો પણ રોહન ના જીવન માં આ અંધકાર ખૂબ અજવાળું લાવવાનો હતો એ વાત થી અજાણ રોહન બાઇક સ્ટાર્ટ કરે છે  ત્યાં એક કાર પસાર થાય છે દૂર ઉભી રહી અને એમાં થી કોઈ ઉતરે છે પણ અંધારું હોવાને લીધે દેખાતું નથી કે કોણ છે રોહન ધ્યાન થઈ જોવાની કોશિશ કરે છે પણ કાઈ દેખાતું નથી ત્યાં જ અચાનક વીજળી નો ચમકારો થાય છે અને એનો ચહેરો દેખાય છે એને જોઈ  રાહુલ નું મોઢું ખુલ્લું જ રહી જાય છે...
to be continue..... 

કોણ હતું એ જેને જોઈ રોહન  આભો બની ગયો ?? શુ થવાનું હતું રોહન ની જિંદગી માં ??? રોહન પ્રત્યે ના રશ્મિ ના પ્રેમ નો શુ અંજામ આવશે ?? જાણવા માટે વાંચતા રહો... દિલ કા રિશ્તા  A love story