આભાસ-૪ Rizzu patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 77

    " શું થયું મિત્ર...! તમારા ચહેરા પર આ ડર અને ચિંતા કેમ વર્તા...

  • પ્રિય સખી નો મિલાપ

    આખા ઘર માં આજે કઈક અલગ જ વાતાવરણ ઉભુ થયુ છે સામન્ય રીતે ઘરની...

  • ધ્યાન અને જ્ઞાન

        भज गोविन्दम् ॥  प्राणायामं प्रत्याहारं नित्यानित्य विवेक...

  • સંઘર્ષ - પ્રકરણ 11

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

શ્રેણી
શેયર કરો

આભાસ-૪

દિશા ને જોઈ સૌમ્ય ના ચેહરા નો રંગ ઉડી ગયો.દિશા હજુ જીવે છે?તો પછી એને અનુભવ થયો તે શું એનો વહેમ હતો?આવા અનેક સવાલ એની આંખો માં હતા.દિશા ની સાથે અન્ય કોઈ વ્યક્તિ ને જોઈ એને આશ્ચર્ય થયું.કોણ હશે આ વ્યક્તિ?દેખાવ પરથી તો એની જેટલી જ ઉંમર નો યુવાન લાગતો હતો.હજુ સૌમ્ય આગળ કઈ વિચારે એ પેહલા જ રિયા બોલી,:સૌમ્ય,દિશા ને તો તું ઓળખતો જ હોઈશ નહિ?સૌમ્ય ને રિયા ને શુ જવાબ આપવો એ સમજ ન પડતા એ નીચી નજરે ઉભો હતો.એની આંખો સમક્ષ જેલ ના સળિયા દેખાતા હતા.એને લાગ્યું કે હવે એને કોઈ બચાવી શકે એમ નથી.અત્યારે અહિયાં થી ભાગી શકાય એવી હાલત પણ ન હતી.હવે જે થાય તે સ્વીકાર્યા વિના છૂટકો જ ન હતો.રિયા આગળ બોલી:તે જવાબ ન આપ્યો પણ હું જાણું છું કે તું દિશા ને ખૂબ સારી રીતે જાણે છે.તને એ વાત નું અત્યારે આશ્ચર્ય થતું હશે કે દિશા તો મૃત્યુ પામી હતી તો પછી અહીંયા કેવી રીતે?તો સાંભળ,દિશા ને કાઈ થયું જ ન હતું,તે રાત્રે નશા માં તારા મિત્ર એ એને મૃત્યુ પામેલી માની લીધી અને તમે લોકો બીક ના માર્યા ત્યાં થી નાસી છૂટ્યા.અને એજ તમારી ભૂલ હતી.ખરેખર જે કાંઈ બન્યું એ દિશા અને આ એનો જ મિત્ર અને પડોશી અજય નો આ બધો પ્લાન હતો.પાર્ટી માં તમને ડ્રિન્ક માં નશીલી દવા આપવામાં આવી હતી,અને આ કામ અજય એ કર્યું હતું,દિશા નું રાત ના રસ્તા પર ઉભું રહેવું ,લિફ્ટ માંગવી,બધું જ પહેલે થી જ પ્લાન હતું,એમને ખબર હતી કે રસ્તા માં જ દવા અસર કરવાનું ચાલુ કરશે,અને એજ થયું નશા માં છોકરી ને જોઈ તમે ભાન ભૂલ્યા તમે કાઈ સમજો એ પહેલાં જ દિશા જ્યારે ગાડી ની સ્પીડ ઓછી હતી ત્યારે જ ત્યાંથી એવા જગ્યા એ કુદી કે જ્યાં રસ્તો કાચો હતો ,પરંતુ અજાણતા માં એનું માથું એક પથ્થર સાથે અથડાતા એ બેહોશ થઈ ગઈ અને લોહી નીકળવા લાગ્યું હતું.અને તમે લોકો આ જોય ગભરાય ને નાસી ગયા,પરંતુ પ્લાન મુજબ અજય ત્યાંજ છુપાયેલો હતો એને આ આખી ઘટના નું વિડિઓ રેકોર્ડિંગ પોતાના ફોન માં કરી લીધું હતું જેથી તમને લોકો ને બ્લેકમેલ કરી પૈસા પડાવા નો એમનો પ્લાન હતો.પરંતુ દિશા બેહોશ થતા એ ગભરાયો,એ દિશા ને લઈ ઘરે ગયો અને પછી ખબર પડી કે તમે લોકો દિશા ને મરેલી માની શહેર છોડી ગયા છો,એટલે એમને નવો પ્લાન બનાવ્યો તમારા બધા માં સૌથી વધારે પૈસાદાર તારા પિતાજી હતા,એટલે એ બન્ને એ તારા પિતાજી ને ટાર્ગેટ બનાવી તારો રાત વારો વિડિઓ બતાવી બ્લેકમેલ કરી કરોડો ના શેર પોતાના નામે કરાય લીધા હતા.અને તારા પિતાજી પણ પોતાની ઈજ્જત અને એક ના એક દીકરા ને જેલ ની સજા માંથી બચાવા માટે ના છૂટકે બધું આપવા તૈયાર થઈ ગયા હતા કેમકે એમને પણ તારો જ વાંક લાગ્યો હતો,કેમકે એમને બતાવા માં એવું આવ્યું હતું.પછી તો તું જાણે જ છે તારા પિતાજીએ શહેર છોડી દીધું અને તને પણ કાઈ જાણ ન થવા દીધી.
આ બધું સાંભળી સૌમ્ય સ્તબ્ધ થઈ ગયો.એ બોલ્યો:પરંતુ તું આ બધું કેવી રીતે જાણે છે ?અને આટલા વર્ષ પછી આ લોકો નું આ રીતે આપણા જીવન માં આવવાનું કારણ?અને મને શું કામ ડરાવ્યો?
"એ બધા સવાલ નો જવાબ મળશે તું શાંતિ રાખ",રિયા બોલી."તારી સાથે બનેલા બનાવ ની જાણ તો મને કાલે જ થઈ,પરંતુ તમારી જેમ આ લોકો એ બીજા પણ ઘણા લોકોને આનો શિકાર બનાવ્યા છે,અને એમના આ કરતૂતો ના કેટલાક સબૂત અમારા હાથ માં આવ્યા હતા.જ્યારથી હું અહીંયા ડ્યૂટી પર આવી છું ત્યારથી અમે આજ કેસ પર કામ કરી રહ્યા છે,અને હવે અમે અપરાધી ને પકડવાની ખૂબ જ નજદીક હતા અને આ બધું બન્યું.રહી વાત ડરાવવાની તો એ તો આપણે દિશા ની પાસે થી જ સાંભળીશું.રિયા એ દિશા બાજુ જોયુ ક તરત દિશા બોલવા લાગી.
"અમને જ્યારે ખબર પડી કે શહેર ના નવા આવેલા IPS ના પાસે અમારા વિરૂદ્ધ કોઈ પુરાવા હાથ લાગ્યા છે એટલે અમે ગભરાય ગયા હતા,અમારા જ એક સથીદારે થોડા પૈસા ની લાલચ માં કેટલાક ફોટો અને વિડિઓ ની ચિપ પોલીસ ને આપી દીધી હતી.જો આ પુરાવા પોલીસ પાસે રહે તો અમને લાંબી સજા થઈ શકતી હતી,એના થી બચવા અમે એ ચિપ ગમે તે રીતે ચોરી લેવા નું નક્કી કર્યું,અમને ખબર હતી કે ચિપ રિયા મેડમ પાસે જ છે એટલે અમે તમારા ઘર ના ચક્કર લગાવવા ચાલુ કર્યા હતા.પેહલી રાત્રી એ જ અમે સફળ થઈ જતા પણ સૌમ્ય જાગી જતા અમે સફળ ન થયા,ત્યારે સૌમ્ય ને જોતા જ મને નવાઈ લાગી હતી ,પછી જાણવા મળ્યું કે સૌમ્ય રિયા મેડમ નો પતિ છે તો અમે બીજો જ પ્લાન બનાવ્યો.અમે તને એવો વિશ્વાસ અપાવવા માંગતા હતા કે હું પ્રેત બની પાછી આવી છું જેથી તું રિયા ને પણ આ વાત માનવા મજબૂર કરી દે અને તમે બન્ને એ ચિંતા માં રહો અને રાત્રે મોડે જાગવા ક ઉઠવા થી ડરો.,અને અમે અમારુ કામ સહેલાયથી કરી શકીએ,અમે કેટલાક અંશે સફર પણ થયા,અમને લાગતું હતું કે હવે ઘર માં પણ જો સૌમ્ય અમને જોઈ જશે તો પણ એ પ્રેત જ માનશે અને અમે પકડાઈશું નહિ,પરંતુ ગઈકાલે અમે જોયું તો સ્ટડીરૂમ ની લાઈટ મોડે સુધી ચાલતી રહી એટલે અમે ઘર માં આવી શક્યાં નહીં,અને આમજ પાછા ગયા પરંતુ ઘરે જઈ ખબર પડી કે મારો મોબાઇલ અહીંયા જ કશે પડી ગયો હતો,અમને ડર લાગ્યો કે જો સવાર પડતા જો તમારા બન્ને માંથી કોઈ ના હાથ મોબાઇલ લાગી જશે તો અમે તરત પકડાય જઈશુ એટલે સવાર માં વહેલા જ હું એકલી જ ફરીથી મોબાઈલ શોધવા આવી પણ રિયા મેડમ વહેલા જાગી ગયા હતા,આ વાત થી અજાણ હું રસોડા ની પાછળ ના બગીચા ના ભાગે શોધવા લાગી.ત્યાં જ મારો મોબાઇલ પડેલો હતો એ જોઈ હું તરત એ લઈ જલ્દી થી ભાગી આવી.
હવે આગળ હું કહીશ રિયા બોલી,"તે દિવસે સવાર માં ચા બનાવતા મને બહાર બગીચા માં કઈ અવાજ સંભરાયો હું જોવા ગઈ તો મને કોઈ ભાગ્યું હોય એવો પડછાયો દેખાયો એટલે હું તરત એની પાછળ ગઈ,મેં જોયું તો એ વ્યક્તિ ઓટો માં બેસી જતી રહી હતી મેં પણ તેનો કાર માં પીછો કર્યો,ઓટો એક મકાન પાસે ઉભી રહી એમાં થી એક છોકરી નીચે ઉતરી મકાન માં જતી રહી એટલે મેં એ મકાન ની બારી માંથી અંદર જોવા નો પ્રયત્ન કર્યો,મેં જોયું તો જેમના વિરુદ્ધ અમે પુરાવા ભેગા કરી રહયા છે એજ લોકો અંદર હાજર હતા,મને તે વખતે ત્યાંથી નાસી જવાનું યોગ્ય લાવ્યું.ઇન્સ્પેક્ટર ને આ વાત ની જાણ કરી,મેં એ લોકો ને સૌમ્ય વિશે વાત કરતા સાંભર્યા હતા મેં તરત ત્યાંથી સૌમ્ય ના પિતાની પાસે જવાનું નક્કી કર્યું,એમની પાસે જઇ એમની પાસે થી બધી વાતો જાણી મને સાચી વાત જાણવા મળી,હવે અમારી પાસે તું અને તારા પિતાજી એમ બે સાક્ષી પણ હતા હવે અમે તેમને પકડી શકતા હતા અને અમે એજ કર્યું, આજે સવારે જ અમે એ મકાન માં જઇ બધા ની ધડપકડ કરી લીધી,અને પછી સીધા જ તારી પાસે આવ્યા.આટલું બોલી રિયા અટકી.એણે બન્ને ને લઇ જવા ઇન્સ્પેક્ટર ને ઈશારો કર્યો.
બધા જતા રહ્યા પછી સૌમ્ય એ રિયા ને પોતાના પર વિશ્વાસ કરવા બદલ આભાર માન્યો.અને રિયા ને પણ પોતે ડ્યૂટી ના એક જ અઠવાડિયા માં આટલો મોટો કેસ આટલા આસાની થી હલ કરવા બદલ ઉપરી અધિકારીઓ તરફ થી પ્રશંસા મળી.

(પૂર્ણ)