વિદેશમાં મળેલું દેશી દિલ - ભાગ - 3 Akshay Dihora દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વિદેશમાં મળેલું દેશી દિલ - ભાગ - 3

આગળના ભાગમાં તમે વાંચ્યુ કે પ્રિયાંશ ને તેની બા વિદેશ જવા માટે ના પાડે છે. જ્યારે બીજી સાઇડ પ્રિયાંશીને તેના મોમ-ડેડ સામેથી જ સપ્રાઇઝ આપે છે અમેરિકા જઇ ને સ્ટડી કરવા માટે

તો હવે આગળ વાંચો પ્રિયાંશને વિદેશ જવાની પરમીશન મળે છે કે નહી..


------------------------------------------------------------------


બાએ વિદેશ જવા માટે ના પાડી હતી અને આ વાતને લઇને પ્રિયાંશ ખુબ જ દુખી હતો.


ભગવાનભાઇ વાડીમા રાત્રે પાણી વાળતા વાળતા વિચારતા હતા કે પ્રિયાંશ ને અમેરિકા મોકલવો કે નહી અને જો મોકલવો હોઇ તો પ્રિયાંશની બા ને કેવી રિતે સમજાવવા..


સવારના ૫ વાગ્યા હોઇ છે ભાવનાબેન તેમના નિત્ય ક્રમ મુજબ જાગીને રૂમની બહાર આવે છે અને જોવે છે કે ભગવાનભાઇ બહાર બેઠા બેઠા વિચારમા ખોવાયેલા હતા અને આ જોઇ ભાવનાબેન પણ ભગવાનભાઇની બાજુમા જઇ ને બેસી જાઇ છે અને પુછે છે.


ભાવનાબેન:- શુ થયુ તમને? શેના વિચારો કરો છો આટલા વહેલા?


ભગવાનભાઇ વિચારોમાંથી બહાર આવીને ભાવનાબેન ને જોવે છે.


ભગવાનભાઇ:- તુ કેમ જાગી ગઇ અને અહિયા મારી બાજુમા આવીને ક્યારે બેસી ગઇ?


ભાવનાબેન:- શુ થયુ છે તમને? તબિયત ઠીક છે ને તમારી?


ભગવાનભાઇ:- હા... કેમ?


ભાવનાબેન:- સવારના ૫ વાગ્યા છે. મારો જાગવાનો ટાઇમ થઇ ગયો છે. પણ તમે બોલો શુ વિચારો કરો છો સવાર સવારમાં?


ભગવાનભાઇ:- બસ પ્રિયાંશ વિશે વિચારુ છુ..


ભાવનાબેન:- જો તમને પણ કઇ દવ છુ કે ઇ ને વિદેશમા ભણવા માટે મોકલવાનો નથી. તમારે ભણાવો હોઇ તો ભાવનગર મોકલો બાકી વિદેશમાં તો નઇ જ..


ભગવાનભાઇ:- ઉંડો નિશાસો નાખે છે અને પાછા વિચારોમાં ખોવાઇ જાય છે.


ભાવનાબેન:- લે શુ થયુ પાછુ તમને ક્યા તમે ખોવાઇ ગયા?


ભગવાનભાઇ:- હુ કવ છુ ઇ સાંભળ પેલા..


ભાવનાબેન:- હા... બોલો..


ભગવાનભાઇ:- પ્રિયાંશ આપણો એકનો એક જ દિકરો છે બરાબરને..


ભાવનાબેન:- હા..


ભગવાનભાઇ:- આપણા પાસે તેને આજ સુધી કઇ પણ નથી માંગ્યુ. બીજાના છોકરાની જેમ ક્યારે પણ ભાવનગર જઇ ને પિક્ચર જોવુ કે બહાર ફરવા જવુ એવુ કશુ જ નથી કરતો. ઇ ને મોંઘા મોંઘા કપડા કે બુટ એવુ કશુ જ ગમતુ નથી બરાબર..


ભાવનાબેન:- હા....


ભગવાનભાઇ:- આટલા વર્ષમાં ક્યારે પણ નિશાળેથી કોઇ ફરિયાદ પણ નથી આવી. ભણવાનુ પુરુ થાય એટલે ખેતરમાં આવીને બધુ જ કામ કરે રાત્રે પાણી પણ વાળે છે અને માલ વેચવા પણ ભાવનગર માર્કેટમાં જાઇ છે. આપડે તેને આજ દિન સુધી એક પણ કામ શિખવાડ્વુ પડ્યુ નથી તેણે જાતે જ બધુ શિખ્યુ છે.


ભાવનાબેન: હા એકદમ સાચી વાત..


ભગવાનભાઇ:- આપણને આવો સંસ્કારિ છોકરો મળ્યો તો ભગવાનનો આભાર માનવો જોઇને....


ભાવનાબેન:- પણ તમે કહેવા શુ માંગો છો..


(બને પતિ-પત્નિ પ્રિયાંશની વાતો કરતા હોઇ છે અને સવારના ૭ વાગી જાય છે. ત્યાજ ન્યુઝ પેપર વાળો આવીને ન્યુઝ પેપર ભગવાનભાઇને આપે છે અને બન્નેની સામે મુસ્કુરાતો મુસ્કુરાતો ત્યાથી જાય છે.)


ભગવાનભાઇ:- પેપર ખોલીને જોવે છે અને ખુશીના રડવા લાગે છે. અને ભાવનાબેનને પેપર આપતા બોલે છે, લે આપણા દિકરાનો ફોટો જો પેપરના પેલા પાને આવ્યો છે.


ભાવનાબેન:- જોવા દો તો મને…


ભાવનાબેન ભગવાનભાઇના હાથમાંથી પેપર લઇને જોવે છે અને તેની આંખમાંથી પણ આસુ બહાર આવી જાય છે.


ભાવનાબેન:- મારો દિકો કેવો સારો લાગે છે નઈ...


ભગાવાનભાઇ:- ઇ તો લાગે જ ને દિકરો કોનો મારો જ ને. એના બાપાની જેમ ઇ ને પણ આજુ બાજુના ગામ વાળા ઓળખશે હવે તો.


ભાવનાબેન:- હા સાચુ કિધુ..


ત્યાજ પ્રિયાંશ જાગીને બહાર આવે છે. તેની આંખો થોડી સુજેલી દેખાય છે. આ જોઇ ને બન્ને પતિ-પત્નિ સમજી જાય છે કે કેમ આંખો સુજેલી છે.


ભાવનાબેન:- બટા આમ આઇ. પેપરમા તારો ફોટો આયો સે લે તુ પણ જો..


પ્રિયાંસ નિરસ થઇ ને પેપર હાથમાં લેય છે અને તેનો ફોટો જોવે છે સાથે સાથે બાકી બિજાના પણ ફોટો અને નામ જોવે છે. પણ તેની નજર એક ફોટા સામે આવીને ઉભી રઇ જાય છે. તે ફોટો એક છોકરીનો હતો.


સફેદ કલરના ટી-શર્ટમાં એકદમ ગુલાબ જેવી લાગતી હતી. નામ વાંચ્યુ “ પ્રિયાંશી શુકલા ” અને તેનો બીજો નંબર આવેલો હતો. પ્રિયાંશ તો જોઇ ને ખોવાઇ જ ગયો કે પેપરમાં આટલી સારી દેખાય છે તો રિયલમાં કેવી દેખાતી હશે ત્યાજ ભાવનાબેન બોલે છે..


ભાવનાબેન:- તમને બન્ને બાપ દિકરાને આજે કઇક થઇ ગયુ લાગે છે. આજે બન્ને સવારના એકલા વિચારોમાં જ ખોવાઇ જાવ છો.


પ્રિયાંશ:- એવુ કઇ નથી બા..... (અને ભગવાનભાઇની સામે જોઇને બોલે છે.) બાપુજી હુ આવુ હમણા ગામમાં જઇ ને..


પ્રિયાંશ દુખી દેખાતો હતો અને ભગવાનભાઇને પણ તેનુ કારણ જાણતા હતા એટલે તે અત્યારે વધારે કઇ બોલ્યા જ નહી.

ભગવાનભાઇ:- હા ભલે સારૂ...

ભાવનાબેન:- પણ અત્યારમા ક્યા જાઇ છે. મને તો કે તો જા....

પણ ત્યા સુધી પ્રિયાંશ દુર નિકળી જાય છે....


ભાવનાબેન:- વિદેશ જવાની લાલચે મારા છોકરાને બદલી નાખ્યો છે. આ બધુ પેલા કરણાના (કરણ દેશમુખ) લીધે થયુ છે.


ભગવાનભાઇ:- ના તેના લીધે નહી, આ બધુ તારા લીધે થયુ છે.


ભાવનાબેન:- લે.. મારા લિધે કેમ?


ભગવાનભાઇ:- આપણા દિકરાના પોતાના પણ સપના છે. જેમ આપણા સપના હતા કે આપણે આપણા દિકરા માટે બધુ જ કરિશુ અને તેને હંમેશા ખુશ રાખીશુ અને આ ખેતરમા આપણે બને સાથે મળીને કામ કરિશુ તેનુ ધ્યાન આપણા દિકરાની જેમ રાખીશુ, આ બધાજ ઝાડને આપણે પ્રેમ આપ્યો છે તે બધા આટલા માટે જ આજદિન સુધી સુકાયા નથી અને એ બધુ આપણે કર્યુ કેમકે તે આપણુ સપનુ હતુ. તને યાદ જ હશે ને કેટ કેટલી માનતા માની હતી પછી પ્રિયાંશ આવેલો અને હવે જ્યારે તેના સપના પુરા કરવાનો અને તેની સાથે ભાઇબંધની જેમ ઉભા રહેવાનો સમય આવ્યો ત્યારે આપણે બને તેના મા-બાપ બની રહ્યા છીએ. આ ઉમરમાં છોકરાના મા-બાપ બનવા કરતા ભાઇબંધ બનીને રહેવુ વધારે સારૂ કેમકે તમે તેને સારી રીતે સમજી શકો. અને તુ આમ કરવાની જગ્યાએ તેની મા બનતી જાય છે. જો આમ કરીશ ને તો તે આપણને નફરત કરવા લાગશે અત્યારે ઇ જેટલુ માન-સન્માન આપણુ કરે છે તેટલુ આગળ જતા નહિ કરે. અને તેનુ સપનુ પુરૂ ના થયુ તેની માટે ઇ તને માફ પણ નહી કરે તો આપણા માટે ઇ જ સારૂ કે આપને પ્રિયાંશના ભાઇબંધ બનીને રહીએ નહી કે મા-બાપ. તેને આપણી પાસે ક્યા બિજુ કઇ માંગ્યુ છે ખાલી તેને વિદેશમાં જઇ ને ભણવુ સે અને મોટો માણહ થાવુ છે. બસ આજ માંગ્યુ છે ને, તો એમા ખોટુ હુ છે?


ભાવનાબેન:- ભણવા માટે વિદેશ જાવુ જ પડે ? ભાવનગરમા કેમ નઇ?


ભગવાનભાઇ:- આપણો દિકરો હોશિયાર છે. આટલા વર્ષોમાં કોઇની મદદ લિધા વગર પેલા નંબરે પાસ થાઇ છે. અને તેને તેના સપના જીવવા છે આટલા વર્ષો તે ખેતર અને ગામમા જ રહ્યો છે. બહાર વિદેશમાં જઇને નવુ નવુ શિખવા મળશે અને આપણા ગામમાંથી તે પહેલો હશે જે વિદેશ ગયો હોઇ. આખા ગામમા અને આજુ બાજુના ગામમા બસ આપણી જ વાતો થાહે કે કરેડા ગામના સરપંચએ તેના છોકરાને વિદેશ ભણવા મોકલ્યો. તુ પણ વિચાર ગામની બાઇઓ સામે તારો કેવો વટ પડસે અને આખી નાતમાં આપણુ સારૂ નામ થઇ જાહે. અને વિદેશમાંથી આવીને તે આપણા ગામને કેટલો આગળ લાવશે વિચારતો કર..

(ભગવાનભાઇ બરાબર રિતે જાણતા હતા કે ભાવનાબેનને કેવી રીતે સમજાવવા)


ભાવનાબેન:- પણ આપડાથી આટલા દુર કેમ?


ભગવાનભાઇ:- આપણાથી ક્યા દુર જાઇ છે, તે આપણી સાથે જ છે ને અને રહેશે. આમ પણ તે ભણીને પાછો ગામ જ આવવાનો છે. કાયમ માટે ત્યાજ થોડો રહેવાનો છે. તુ ઇમ સમજજે કે તારો દિકરો ભાવનગર હોસ્ટેલમાં ભણેસે અને વર્ષમાં એક જ વાર ઘરે આવવા દેઇ છે ત્યાથી..


ભાવનાબેન:- ઇ શુ દર વર્ષે ગામ આવશે?


ભગવાનભાઇ:- હા.. આપણે કહીશુ ને કે જવા તો દઇએ વિદેશમાં પણ તારે દર વર્ષે ઘરે આવવુ પડશે તો જ.


ભાવનાબેન:- તો ઠીક છે પણ પૈસા કેટલા થાસે ત્યા ભણવાના?


ભગવાનભાઇ:- ઇ તો રામ જાણે પણ આપડી પાસે એટલા તો છે જ કે આપડી આવનારી ૫ પેઢી નોકરિયુના કરે ને તો પણ ચાલે એમ છે.


ભાવનાબેન:- તો ઠીક તમને જેમ ગમે એમ કરો પણ વર્ષે મારો દિકરો એક વાર ઘરે આવવો જોઇએ


આટલી વારમાં જ પ્રિયાંશ ગામમાંથી પાછો આવી જાય છે. અને રૂમ તરફ જવા લાગે છે.


ભાવનાબેન અને ભગવાનભાઇ તેને બોલાવીને આ વાત કરે છે. અને પ્રિયાંશ પણ રાજી થઇ ને તેમની શરત માની લેય છે. અને તે અમેરિકાની કોલેજીસ અને ત્યાના કોર્સીસ જોવા લાગે છે. અને એક કોલેજ સિલેક્ટ કરી તેની માટે એપ્લાઇ પણ કરે છે.

-----------------------------------------------------------------------

પ્રિયાંશી આજે બોવ જ ખુશ હતી તેનુ બિજુ સપનું પુરૂ થવા જઇ રહ્યુ હતુ..

પ્રિયાંશી તેના બેડરૂમમા ગઇ અને તે પોતાના વિશ લિસ્ટના બકેટમાં પોતાનુ બિજુ સપનુ પુરૂ થયુ હતુ તો તે ટીક માર્ક કરવા જઇ રહી હતી પણ જ્યારે તેની નજર બકેટ લિસ્ટ પર પડી તો જોયુ કે તેના બીજા સપના પર પેલાથી જ કોઇએ ટીક માર્ક કર્યુ હતુ અને ટેબલ પર એક ચીઠ્ઠી પડી હતી તે ઉઠાવી અને વાંચવા લાગી.


પ્રિયાંશી બેટા તુ અમારા માટે અમારા લક્ષ્મી છો. જ્યારે તુ તારી માતાના પેટમા હતી ત્યારે મારો બિઝ્નેસ સાવ ખરાબ પરિસ્થિમાં હતો આપણા પાસે રેવા માટે ખુદનુ ઘર પણ નઇ હતુ અને તારા મોમ હોસ્પિટલમાં જોબ કરતા બસ તેના ઉપર જ આપણુ આખુ ઘર ચાલતુ પણ તારા જન્મની સાથેજ આપણા જીવનનો નવો અધ્યાય ચાલુ થયો. તારા જન્મના દિવસેજ મને બોવ જ મોટો પ્રોજેક્ટ મળ્યો જેનાથી આપણા બધાનુ જીવન બદલાઇ ગયુ અને તે પછી જ હુ આટલી પ્રગતિ કરી શક્યો. હુ જીવનમાં સંઘર્ષ કરી કરીને ખુબજ કંટાળી ગયો હતો બસ હુ અને તારા મોમ જીવન જીવી રહ્યા હતા. ખરાબ સમયે આપણા કોઇ પણ ફેમીલી કે સગા સબંધી એ આપણી મદદ પણ નહી કરેલી હતી અને આપણા આવા ટાઇમમા તારા દાદીનુ પણ અવસાન થયુ હતુ અને તારા દાદા આ બધુ સહન ના કરિ શક્તા દાદીના ગયા પછીના ૩ મહિનામાં જ તે પણ આપણો સાથ છોડીને જતા રહ્યા હતા આવા સમયે બસ હુ અને તારા મોમ ગમે તેમ કરીને જીવન જીવતા હતા. અમે લોકોએ આત્મહત્યા કરવાના વિચાર પણ કર્યો હતો કેમ કે ઘર ચલાવવુ મુશ્કેલ થઇ ગયુ હતુ. પણ ત્યારે તારા મોમના પેટમા તુ હતી એટલે અમે બસ બાળક માટે જીવતા હતા. અને આવી પરિસ્થિતિમા તારો જન્મ થયો અને બસ આપણુ જીવન જ બદલાઇ ગયુ. તુ અમારી લાઇફમાં આવી પછી અમને પણ જીવન જીવવા માટેની નવી પ્રેરણા મળી અમે બસ તારા બધા જ સપના પુરા કરવા મહેનત કરી રહ્યા હતા. અને આપણી લાઇફમાં પછી દેવાંશી પણ આવી બસ ત્યારબાદ મને અને તારા મોમ ને વધારે મહેનત કરવા માટેની પ્રેરણા મળી અને ત્યાર પછી અમે બન્નેએ પાછળ વળીને જોયુ નથી. અમે બન્ને તમારા બન્ને માટે પેલાજ નક્કિ કરેલુ કે આપણે ભલે ખરાબ પરિસ્થિતિમાં પસાર થયા અને રહ્યા પણ તમરા બન્નેના બધાજ સપના પુરા કરિશુ તેના માટે અમે ગમે તેટલી મહેનત કરવા પણ તૈયાર હતા અને આજે આપણા પાસે બધુ જ છે. અને અમે બન્નેએ જેમ પેલા નક્કિ કરેલુ તેમ જ તમારા બન્નેના બધાજ સપના પુરા કરીશુ અને આ તારૂ એક સપનુ પુરુ કરવામાં અમે બસ નાનકડી ભુમિકા ભજવી છે. હવે આગળ તારે તારી લાઇફના બધાજ નિર્ણાયો તારે જાતે જ કરવાના છે. બસા નિર્ણય લેવામાં ક્યારે પણ ભુલ થઇ જાય તો ડરવાની જરૂર નથી હુ અને તારા મોમ બન્ને હંમેશા તારી સાથે જ છીએ..

તારા ભવિષ્ય અને નવિ લાઇફ માટે અમારા બન્નેના આર્શીવાદ હંમેશા તારી સાથે જ છે. બસા ક્યારે પણ લાઇફમા મુશ્કેલીમા હો તો તારા મોમ અને આ ડેડને યાદ કરી લે જે..


લિ. તારા ડેડ


ડેડનો લેટર વાંચીને પ્રિયાંશી રડવા લાગી હતી અને મનોમન ભગવાનને પ્રાથના કરી અને તેમનો આભાર માન્યો.......


ફ્રેશ થઇ ને તેણે પણ મેહુલભાઇ માટે એક લેટર લખ્યો અને મેહુલભાઇની ઓફિસની ફાઇલમાં સૌથી ઉપર મુક્યો.

સવારે પ્રિયાંશી હજુ ઉંઘમાં હતી ત્યાજ દેવાંશી આવીને તેને ઉઠાડીને HUG કર્યુ. અને કહ્યુ દી તારો ફોટો આવ્યો છે ન્યુઝ પેપરમાં નીચે ચાલ મોમ ડેડ તને બોલાવે છે.


આંખો ચોળતા ચોળતા નિચે ગઇ અને જોયુ તો તેના બધાજ સ્કુલ ફ્રેન્ડ ત્યા હતા અને પ્રિયાંશીને જોઇ બધા જ બુમો પાડવા લાગ્યા અને તે ને અભિનંદન પાઠવવા લાગ્યા. પ્રિયાંશીને તો બધુ સપના જેવુ જ લાગતુ હતુ. બધાને મળીને તે ફ્રેશ થવા ગઇ અને ફ્રેશ થઇને બધા પાર્ટી કરવા બહાર ગાર્ડનમાં ગયા.


મેહુલભાઇનુ ઘર ભાવનગરના સૌથી સારા એરિયા હિલ ડ્રાઇવમાં આવેલુ ઘર ના જ કહેવાઇ મહેલ જ કહેવો સારો. ૪ માળનુ મકાન. ઈટાલીથી મંગાવેલા માર્બલ્સથી બનાવેલુ. ઘરની આગળજ ખુબ મોટો બગીચો. બગીચામા બોવ બધા ફુલો અને નાના વુક્ષો વાવેલા અને આખા બગીચામાં લીલી લોન અને વચ્ચેજ મોટો પાણીનો ફુવારો. રાત્રે લાઇટમા ઘર વિશ્વની કોઇ પણ ૫ સ્ટારા હોટેલને ટક્કર મારે તેવુ લાગે.ઘરની બાજુમાં જ પાર્કીગ એરિયા ત્યા મર્સીડીઝ, રેંજ રોવર, પોર્શ, ફોર્ચ્યુનર જેવી કિમંતી ૮ કાર અને ઘરની પાછળની સાઇડ સ્વીમીંગ પુલ અને બાજુમાં ટેનીસ કોર્ટ, બાસ્કેટ બોલ કોર્ટ, ઘરનાસૌથી ઉપરનો માળ માત્ર મનોરંજન માટે હતો. ત્યા ૩૦ લોકો બેસીને મુવી જોઇ શકે તેવુ થિએટર, જીમ, સ્ક્વોશ હોલ, બોલિગ એરેના, પ્લે સ્ટેશન ગેમિંગ રૂમ જેવિ બધીજ સુવિધા. મહેલના ત્રિજા ફ્લોર પર ગેસ્ટ રૂમ આવેલા, બીજા ફ્લોર પર મેહુલભાઇ, માયાબેન, પ્રિયાંશી, દેવાંશીના બેડરૂમ અને સાથે સાથે ૧૦૦૦૦ બુક્સ સાથેની લાઇબ્રેરી પણ હતી. અને ગ્રાઉંડ ફ્લોર પર બેઠક રૂમ, મીંટીગ રૂમ, કિચન રૂમ, ડાઇનિગ રૂમ અને મોટો હોલ હતો....


પ્રિયાંશી અને તેના ફ્રેન્ડ બધાજ આજે પ્રિયાંશીના ઘરે રહેવાના હતા અને પાર્ટી કરવાના હતા. દેવાંશી પણ તેમની સાથે રહેવાની હતી. મેહુલભાઇ અને માયાબેન પ્રિયાંશીના ફ્રેન્ડને મળીને નિકળી જાય છે.


ઓફિસમાં તેમની ચેમ્બરમાં બેસીને મેહુલભાઇએ તેમની ફાઇલ ખોલી અને અંદરથી એક લેટર નિકળ્યો અને તે વાંચવા લાગ્યા...


ડેડ તમારો ખુબ ખુબ આભાર તમારા લેટર માટે, મે લેટર વાંચ્યો અને મને ખુબજ દુખ થયુ તમારા અને મોમના સંઘર્ષ વિશે જાણીને અને પ્રાઉડ પણ ફિલ થયુ કે તમે આટલી મહેનત કરીને આજે આ સ્થાન પર છો, ડેડ તમારા લેટરે મને ઘણી પ્રેરણા આપી છે અને એક વાત પણ શિખવાડી છે કે જીવનમાં ગમે તેવી પરિસ્થિતી આવે ક્યારે પણ હાર ના માનવી જોઇએ અને હવે હુ પણ એવુ જ કરિશ જીવનમાં ક્યારે પણ ખરાબ પરિસ્થિતીમા હોઇશ ત્યારે બસ તમને અને મોમને યાદ કરીશ એટલે મારામાં હિમ્મત આવી જશે.


ડેડ તમે બોવ જ બિઝી હોવ છો. તમારા બિઝનેસમા અને તેથી તમારા પાસે ફેમીલી માટે ખુબજ ઓછો ટાઇમ હોઇ છે. પણ જ્યારે પણ તમે ફેમીલીનેટાઇમ આપો છો ત્યારે તમે બિઝનેસને સાઇડમાં રાખો છો આ વાત મને બોવ જ ગમે છે. ડેડ જ્યારે હુ નાની હતી ત્યારે તમે મને રોજ HUG કરતા અને ચોક્લેટસ આપતા પણ જેમ જેમ હુ મોટી થવા લાગી તેમ તેમ થોડો ડર લાગવા લાગ્યો તમારો અને તમે બોવ ઓછો સમય ફેમીલી સાથે રહેતા એટલે તમારી સાથે ટાઇમ ઓછો પસાર કરવા મળતો. મને યાદ પણ નહી હતુ મે તમને છેલ્લે ક્યારે HUG કરેલુ અને ગઇ કાલે મે જ્યારે તમને HUG કર્યુ ત્યારે મને ખુબ જ સારૂ ફિલ થયુ કેમ કે આટલા વર્ષો બાદ મે તમને HUG કરેલુ. ડેડ તમે વર્ડના બેસ્ટ ડેડ છો. મને અને દેવાંશીને ક્યારે પણ કોઇ વાત માટે તમે ના નથી કરતા. અમારે કોઇ પણ વસ્તુ જોઇતુ હોય તે તમે લાવી આપતા અને ક્યારેક અમારી ખોટી જીદ સામે તમે અમારા પર ગુસ્સો પણ કરતા ત્યારે તમારા પર બોવજ ગુસ્સો આવતો પણ હવે અમને સમજાઇ છે કે તમે અમારા સારા માટે જ અમારા પર ગુસ્સો કરતા. તમને પણ ખબર છે કે હુ બોવજ ઓછા ફ્રેન્ડ બનાવુ છુ અને જેને પણ ફ્રેન્ડ બનાવુ છુ તેની વિશે ૧૦૦ % જાણ્યા પછી જ તેમને મારા ફ્રેન્ડ બનાવુ છુ. પણ મારા પહેલા ફ્રેન્ડ પણ તમે જ છો, મારા પહેલા બેસ્ટફેન્ડ પણ તમે જ છો અને રહેશો ડેડ તમે મારા હિરો છો અને રહેશો. ડેડ તમે અને મોમે અમને બન્નેને જેટલી આઝાદીઆપી છે તેનો અમે ક્યારે પણ ખરાબ રીતે ઉપયોગ નહી કરીએ અને તમારે યા મોમે દુખી થવુ પડે તેવુ કોઇ કામ અમે કરવાના જ નથી.


આભાર મારુ સપનુ પુરુ કરવા માટે ડેડ.....


“આઇ લવ યુ ડેડ”

લિ. ડેડની પ્રિન્સેસ..

આ વાંચીને મેહુલભાઇની આંખોમાં આંસુ આવી જાય છે. અને પછી પાછો લેટર ઓફિસમા મેહુલભાઇએ અત્યાસ સુધી અચિવ કરેલા શિલ્ડ અને એવોર્ડ્ની સાથે મુકે છે અને ઉપર લખે છે. મારી લાઇફનો મળેલો બેસ્ટ એવોર્ડ................

-------------------------------------------------------------------------

આ સ્ટોરી તમને કેવી લાગે છે તે મને અચૂકથી જણાવજો.

instagram: akshaydihora
twitter:- akshay.dihora