Featured Books
શ્રેણી
શેયર કરો

બસ કર યાર.. (સંવેદન પ્રેમ સ્ટોરી) - ભાગ-8

હું વિચારો ના વાદળો મા પૂરેપૂરો લીન થઈ ગયો હતો.... ત્યાં જ મહેક દ્વારા એક સૂચના અપાઈ...

દરેકે દરેક મિત્રો, હવે રમાનારી રમત મા ભાગ લેશે... અને રમત ના નિયમો ને અનુસરશે... જે નિયમ તોડસે તેને.. બધાં મિત્રો નક્કી કરસે તેમ કરવું પડશે...

ભાગ 8
Please silents.. Every one
મહેક loudly બોલી....

રમત ચાલુ કરતાં પહેલાં. નિયમો જાણી લો...
1,બોક્સ માં દરેક નાં નામની એક ચિઠ્ઠી રાખવામાં આવશે..
2,ચીઠ્ઠી મા જેનુ નામ આવશે તે મિત્ર કોઈ પણ ને સવાલ કરી શકશે... 
3,દરેક મિત્રો ને જે question પૂછવામાં આવે તેનો સાચો જવાબ આપશે..
4,ખોટો જવાબ આપનાર ને સવાલ કરનાર મિત્ર.. કહેસે તેમ કરવું પડશે....

બધાં મિત્રો એ તાળીઓ સાથે મહેક ના નિયમો ને સ્વીકાર કર્યા નું સમર્થન આપ્યું...

______ ______ ______ _____

ટેબલ પર એક બોક્સ માં સહુ મિત્રો ના નામ ની કૂપન લખી ને નાખવામાં આવી....

પ્રથમ કૂપન.. મહેક દ્વારા લેવામાં આવી..
કૂપન માં નામ "નેહા" નું હતું...

હા, તો મિત્રો હવે આપણી રમત સ્ટાર્ટ થાય છે.. Ready.. મહેક મુસ્કાન સાથે બોલી..

પ્રથમ કૂપન નેહા ની હતી, માટે સવાલ નેહા ને કરવાનો હતો... અને એ પણ.. કોઈ પણ ને,

નેહા... 1 મિનિટ બાદ તેની મિત્ર "ખુશી" તરફ જોઇ હસી ને બોલી....
ખુશી.. તારે એક સોંગ ગાવાનું છે.....
ના..ના મારાં થી નહીં થાય...ખુશી શરમાઈ ગઈ...
"તો ખુશી તારે ડાંસ કરવો પડશે."નેહા એ હસતાં હસતાં મહેક સાથે તાળી લેતા કહ્યું..

ખુશી એક સ્માર્ટ યુવતિ હતી... અમીર પણ હતી.. પણ, ગયા અઠવાડિયે એના બોયફ્રેન્ડ સમીર સાથે બ્રેકઅપ થયું.. તેના પછી તે થોડી બદલાઈ ગઈ હતી.. એકાંત પસંદ કરતી હતી...
આજે નેહા દ્વારા લાખ મનાવવા બાદ બર્થ ડે પાર્ટી મા આવી હતી....

ખુશી,ગીત ગાવા તૈયાર થઈ..
"જ્યારે જરૂર તને મારી હતી.. 
હું તારા દિલની રાણી હતી.. 

એકલી મુકી મને ક્યાં વહી ગયો છે....
કોઈના દિલમાં લાગે રહી ગયો છે....
કેમ છોડ્યો તે હાથ મારો.... 
સમજયો ના તું પ્યાર મારો.. 
જગજાહેર પ્રીત તારી મારી હતી....
હું તારા દિલની રાણી હતી... 

જયારે જરૂર તને મારી હતી..
હું તારા દિલની રાણી હતી... 2"

સહુ મિત્રો.. તાળીઓ થી ખુશી ને વધાવી લીધી...

હવે ખુશી નો વારો હતો... ચિઠ્ઠી બોક્સ માંથી કાઢી ખુશી એ જોરથી નામ બોલ્યું...
"વિજય"..
વિજય સંતાઈ જાય એના પહેલાં 3/4 મિત્રો ઉપાડી ને ટેબલ સામે ઉપાડી લાવ્યા.....

"વિજય તું હિન્દી સોંગ ગાઈશ...
યા તો નાગીન ડાંસ કરીશ.." ચોઇસ યૂ... ફાસ્ટ,... ખુશી એ ક્વેશ્ચન કર્યો......

વિજયે મારી સામે જોયું.. અને ગીત ચાલુ કર્યું..

"खुदा को दीख रहा है होगा...
ना दिल तुझसे जुदा होगा...
तेरी तक़दीर मे मुजको...
वो अब तो लिख रहा होगा...

तेरा ही बस होना चाहूं...
तेरे दर्द मे रोना चाहूं...
तेरे दिल के इन ज़ख्मों पे...
महरम मे होना चाहूं....

મિત્રો પણ વિજય ની સાથે મોટેથી ગાતા ગાતા વિજય ને ઊંચકી લીધો....

હવે વિજય ની ચીઠ્ઠી મા નામ હતું
"પવન"..અને સવાલ હતો.. સહુ ને હસાવવાનો... 

પવન રમૂજી હતો..
2/3 જોક્‌સ થી દરેક ને મોજ કરાવી દીધી... દરેક ને જલશો કરાવી દીધો...

પવન ની ચીઠ્ઠી મા નામ હતું....મારું. હા, અરુણ...
પવન મારો મિત્ર હતો.. તો મારો સવાલ માત્ર એવો જ કર્યો...

"તેરે ચહેરે સે નજર નહીં હટતી..
નજારે હમ ક્યાં દેખે...."
કઈ ફિલ્મ નું ગીત છે...અરુણ

મારો જવાબ હતો "કભી કભી"

સહુ તાળીઓ થી અભિવાદન કર્યું... જવાબ સાચો હતો...

મારા હાથ માં આવેલી ચિઠ્ઠી મા નામ હતું... "મહેક"

હું એની તરફ નજર કરી સવાલ કરું એના પહેલાં જ એની આંખો ના સસ્નેહ ઇશારા મારા દિલ પર ધબકારા ને તીવ્રતા આપતા હતા...
સિમ્પલ સવાલ માટે આજીજી કરતી એની નજર ને હું દિલ થી સમજી શકતો હતો...

મારો સવાલ...... 
આવતા રવિવારે... ? ? ?
હસમુખ મેવાડા.. 
બસ કર યાર...!