પરીક્ષા : વિદ્યાર્થીની કે મા-બાપની.? MAHESHKUMAR DODIYA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પરીક્ષા : વિદ્યાર્થીની કે મા-બાપની.?

પરીક્ષા..!!!

વિચિત્ર શબ્દ છે..

નાના હતા ત્યારે આ શબ્દથી સૌથી વધુ ચીડ ચડતી અને આજે જ્યારે આ જ શબ્દ કાને પડે એટ્લે એ ચીડ જ આપણી મુંજવણ બની જાય છે.

પરીક્ષા તો જિંદગીનો ક્યારેય જુદો ના પાડી શકાય એવો એક ભાગ છે. આપણાં સંતાનની પરીક્ષા એ ખરેખર તો આપણી પોતાની, મા-બાપની પરીક્ષા છે. પરીક્ષાનો તણાવ વિદ્યાર્થી કેટલો સહન કરી શકે છે એ જાણવાનો સૌથી સરળ રસ્તો એ જ છે કે આપણે પોતે જ અનુભવીએ કે મા-બાપ તરીકે એમની પરીક્ષાનો તણાવ આપણને કેટલો લાગે છે.

યાદ કરો આપણી પરીક્ષાના દિવસો... પરીક્ષા જ્યારે નજીક આવતી ત્યારે આપણી મનોદશા કેવી રહેતી..

કેટલું આવડે છે કે કેટલું નથી આવડતું?

પરીક્ષામાં શું પૂછશે?

હું જવાબ લખી શકીશ?

મારા જવાબ સાચા તો પડશે ને?

મારા માર્કસ સારા તો આવશે ને?

મમ્મી-પપ્પા ખુશ તો થશે ને?

ઓછા માર્કસ આવશે તો મમ્મી-પપ્પા ખિજાશે તો નહીં ને?

આવા તો કેટલાય સવાલો પરીક્ષા વખતે આપણને હેરાન કરતાં. કેટલું બધુ ટેન્શન હતું.

અને આજે..

એ જ ટેન્શન આપણે આપણાં સંતાનોને જાણતા-અજાણતા આપી રહ્યા છીએ.

હા, આપણાં સંતાનની કારકિર્દી અને તેના ઉજ્જવળ ભવિષ્યની આપણને ચિંતા હોય એ નિ:શંક બાબત છે, પણ આપણે એ પણ વિચારવું રહ્યું કે શું આપણે આપણાં અધૂરા રહેલા સ્વપ્નાઓ એમના ઉપર તો નથી થોપી રહ્યાને.!!?!!આપણે પહેલા એક વિદ્યાર્થી રહી ચુક્યા છીયે એટ્લે આપણને ખ્યાલ રહેવો જ જોઇયે કે આપણાં સંતાનો ઉપર પરીક્ષામાં સારા માર્કસ મેળવવાનું કે પાસ થવાનું કેટલું દબાણ હોય છે.

એમની બધી જરૂરિયાતો પૂરી કરી દેવા માત્રથી આપણી વાલી તરીકેની જવાબદારી પુરી નથી થઈ જતી. આપણે માત્ર એની પુસ્તકોની સાઇઝ જોઇને એને ભણવા બાબતે કે વાંચવા બાબતે ટોંક-ટોંક કરવાને બદલે એને પરીક્ષાનો ડર દૂર થાય અને એ પોતાની ઈચ્છાથી ભણવામાં ધ્યાન આપે અને મહેનત કરે એવું વાતાવરણ પૂરું પાડવાના પ્રયાસો કરવા જોઇયે. આપણે એક જવાબદાર વાલી તરીકે એ જોવું પણ સુનિશ્ચિત કરવું જોઇયે કે એ માત્ર શાળાની પરીક્ષા જ નહીં, પરંતુ ભવિષ્યમાં એના જીવનમાં આવનારી તમામ પરીક્ષાઓનો માનસિક અને શારીરિક રીતે નીડરતાથી, અડગ મને સામનો કરી શકે. જે દિવસે એના મનમાંથી પરીક્ષાનો ડર જતો રહેશે ને એ દિવસ પછી ક્યારેય એ પરીક્ષા બાબતે મૂંઝાશે નહીં. અને ત્યારે વાલી તરીકેની આપણી પરીક્ષામાં પણ આપણે સફળ થયા ગણાશું.

પરીક્ષા દરમ્યાન સંતાનોને એક મા-બાપ કરતાં પણ ખાસ તો એક મિત્રની ખાસ જરૂર હોય છે જે એમના દરેક પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ આપી શકે. કારણ કે એક મિત્ર જ શાળા કે ભણવાના સમયે સતત તેની સાથે રહેતો હોય છે. તો તેની પરીક્ષા માટે આટલા સમય માટે તમારે એમના મિત્ર બનવું જ પડશે. એમને તમારા ઘરના પ્રોબ્લેમ્સ જણાવવાનું બને ત્યાં સુધી ટાળવું. આ સમય દરમ્યાન તેમને કોઈ માનસિક હેરાનગતિ ન થાય એનું ખાસ ધ્યાન રાખજો. એના ખાવાપીવાની આદતોની સાથે-સાથે, ઘરનું વાતાવરણ પણ અભ્યાસમા એનું મન પરોવાઈ રહે એવું બનાવવા તમારાથી બનતા પ્રયત્ન કરજો.

તો આપણાં સંતાનોને પરીક્ષામાં સારા માર્કસ મેળવવા માટે શિખામણ આપવા કરતાં, આ સમય દરમ્યાન સતત તેમને તમારા અનુભવે પ્રોત્સાહિત કરો, જેથી એ માત્ર આ એક જ પરીક્ષામાં નહીં, પણ એના જીવનમાં આવનારી તમામ પરીક્ષાઓમાં સફળતાના શિખરો સર કરતાં રહે..!!

ત્યાં સુધી, તેમને અને ખાસ તમને BEST OF LUCK..!!!