જીવન એક - ઘટના અનેક....! Nimish દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 36

    " રાજા આ નથી, પણ રાજ્યપ્રદેશ તો આ જ છે ને ? વિચારવા જેવી વાત...

  • ભાગવત રહસ્ય - 68

    ભાગવત રહસ્ય-૬૮   નારદજીના ગયા પછી-યુધિષ્ઠિર ભીમને કહે છે-કે-...

  • મુક્તિ

      "उत्तिष्ठत जाग्रत, प्राप्य वरान्निबोधत। क्षुरस्य धारा निशि...

  • ખરા એ દિવસો હતા!

      હું સાતમાં ધોરણ માં હતો, તે વખત ની આ વાત છે. અમારી શાળામાં...

  • રાશિચક્ર

    આન્વી એક કારના શોરૂમમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરતી એકત્રી...

શ્રેણી
શેયર કરો

જીવન એક - ઘટના અનેક....!

જનની ની કુખમાં આકાર લઈ રહેલ જીવ, માતાના ખોળામાં હસતું - રમતું બાળક, શાળા માટે દફ્તર લટકાવી દોડતો વિદ્યાર્થી ,ટીખખળ કરતો આમ-તેમ રખડતો યુવાન, જવાબદારીમાં લપસતો સંસારી, પાનખેર માં ઉદાસીન થઈ ખરતો વૃધ્ધ કે ઠાઠડીમાં રામ નામ સત્ય ના ઉચ્ચારણે માથું ડોલવતું શરીર - આ સર્વ માં જીવન છે? કે ઘટના?


જીવન વિશેની કલ્પના તથા વ્યાખ્યા પ્રત્યેકની અલગ-અલગ હોવાની સાથે પોતાની ખુદની છે. જીવન એ લીલાચ્છમ પર્વતોની બખોલમાથી ઝરમર - ઝરમર વહેતું નીર છે. જીવન એ શીતળતાનું શમળું છે. જીવન એ આકાશનું ગીત છે. જીવન એ સરિતાનું ઘરેણું છે. જીવન એ નરી વિસ્મયતા અને સંઘર્ષ ની સંધિ છે. જીવન એ પ્રિયતમાનો સ્પર્શ છે. તો જીવન એ નરી વાસ્તવિકતાનું નગ્ન દ્રશ્ય છે.


જીવન એ ગાંધારીનું વચન છે. જીવન એ કંસનું કાર્યાલય તો મામા શકુનીની રમત છે. જીવન એ કૃષ્ણની પ્રીત છે. અરે, આવી તો અનેકાનેક વ્યાખ્યાઓ પ્રત્યેક માનવી દીઠ અલગ-અલગ છે. સિત્તેર વર્ષના વૃધ્ધને કે અઢાર વર્ષના યુવાન ને પૂછો કે, જીવન એટલે શું? તો બન્નેમાથી એકપણ જવાબ આપી શકતું નથી કે, ખરેખર જીવન એટલે શું? તો શું ખરેખર જીવન રહસ્યમય છે?


શ્વાસ અવિરત ચાલે છે માટે જીવન છે. કે, મૃત્યુ થયું નથી માટે જીવન છે. ભોગ ભોગવી શકું છુ, કલ્પના કરી શકું છુ, સ્વપ્ન ઘઢી શકું છુ, બીજાને છેતરી શકું છુ, વિચારી શકું છુ, બોલી-ચાલી શકું છુ, ઝઘડો કરી શકું છુ અને પ્રેમ કરી શકું છુ, શું એટલે જીવન છે?


રૂપક, અલંકાર, સ્વપ્ન, કલ્પના એમ ગમે તે દ્રષ્ટિકોણથી જીવન ને વ્યાખ્યાયિત કરો પરંતુ સત્ય તો એ છે કે, આપણામાંથી કોઈને જીવન એટલે શું? - તેનો જવાબ આવડતો જ નથી કે કદાચ જડતો જ નથી! એટલે જ હરક્ષણે સર્વને કઈક શોધ છે. કોઈકને શોધ વિત્તની, કોઈકને સત્તાણે, પ્રતિષ્ઠાની કે સુખની - પણ આ બધા તો ખરે ખર સાધન છે . વાસ્તવમાં બધાની શોધ છે - જીવનની!


પ્રત્યેક સવારે બ્રશ કરીને આપણે નક્કી કરીયે છીએ કે મારે દાંત છે માટે હું જીવું છુ. સ્નાન કરીને નક્કી કરીયે છીએ કે મારે શરીર છે. હું જીવું છુ. અને પ્રત્યેક ની ઓળખ કરીને નક્કી કરીયે છીએ કે મારે સ્મૃતિ છે. માટે હું જીવું છુ. પણ, આ ક્રિયાઓ દ્વારા પણ ખુદને સમજાવી શકતા નથી કે, ખરેખર જીવન એટલે શું?

કલમ થી લખું, હાસ્ય થી વિણું કે રુદન થી લૂછુ એ વાત જીવન ને મંજૂર નથી. તમે ચાહો કે ના ચાહો  જીવાય છે. પગદંડી રચાય છે અને ઘટના સર્જાય છે. જીવું છું એટલે જીવન છે તેમ નહિ કિન્તુ ઘટાય છે એટલે જીવું છે. મારી ને તમારી વ્યાખ્યા ગમે તે હોય પરંતુ જીવન ની ઘટના એ તેની પોતાની રચના છે. અને કદાચ એટલે જ જીવન શોધતું નથી પણ ઘટિત થઈ જાય છે. 

જીવનની શોધ અવિરતપણે ચાલતી હોય છે. આ શોધ વિસ્મૃતિમાં ક્યારે બદલાઈ જાય છે તેની ખબર પણ પડતી નથી. શોધની દિશા અને દશા બદલાઈ જાય છે અને અનાયાસે નક્કી કરી લઈએ છીએ કે આપણે જીવીએ છીએ કારણકે, આપણે મૃત નથી. સંવેદના ને સિંચવાની જરૂર હતી ત્યાં વેદનાને પ્રોત્સાહિત કરીએ છીએ, પ્રેમને ખીલવવાંનો હતો અને રુદન ને કેદ કરી લઈએ છીએ, સંબંધને બાંધવાનો હતો ને એકલતાને હરી લઈએ છીએ. આમ જીવન શોધવાનું હતું અને અકસ્માતે ઘટનાઓને પામી જઈએ છીએ. જીવન જોઈતું હતું -એક, અને ઘટનાઓ - અનેક, લઈ આવીએ છીએ.