Pan Mara Dil Ne Kya Khabar Hati books and stories free download online pdf in Gujarati

પણ મારા દિલ ને ક્યાં ખબર હતી?

આજે ડિસેમ્બર મહિના ની સુંદર ફુલગુલાબી વહેલી પરોઢે 4 વાગ્યા ના સુમારે કાજલ ની આંખ ખુલી ગઈ અને નીંદર જ ના આવી અને તેની નજર રૂમ ની દીવાલ પર તેના દીકરા ના લગન ની ફેમિલી ફોટો ની frame પર પડી અને તે કંઈક ગહન વિચારો માં ડૂબી ગઈ.


15 ડિસેમ્બર , 1990 નો દિવસ એની આંખો સામે તરવરી રહ્યો હતો.

આ એ દિવસ હતો જયારે કાજલ ના અરુણ સાથે લગ્ન થયા હતા. જોતજોતામાં આટલા વર્ષ વીતી ગયા અને ખ્યાલ પણ ના રહ્યો ,માણસ કેટલો પણ પ્રયત્ન કેમ ના કરે એ પોતાના પ્રેમ ને ક્યારેય ભૂલી શકતો નથી. કાજલ મન માં ને મન માં વિચારવા લાગી કે આટ આટલા વર્ષો વીતી ગયા તો પણ આજે પણ હું કંદર્પ નું સાનિધ્ય ઝંખું છું ? તેની સાથે વિતાવેલી ક્ષણો ને યાદ કરું છું તો આજે પણ હું ભાવવિભોર થઇ જાઉં છું , મારા અંતર માં એક અનોખો ઉમળકો આવી જાય છે , મારા રોમ રોમ માં તે વ્યાપી જાય છે અને મને એવું થાય છે કે કાશ એક ક્ષણ માટે પણ જો હું બધું જ ભૂલી જાઉં અને એની પાસે જતી રહું પણ હવે તો કઈ થઇ શકે એમ જ નથી.


કાજલ ભૂતકાળ ના સંસ્મરણો માં ખોવાઈ ગઈ હતી.

16 June , 1987 નો એ દિવસ હતો , મારુ 12 માં ધોરણ નું પરિણામ આવ્યું હતું અને મારુ બહુ સારું result આવ્યું હતું. અત્યારે તો કદાચ આ પરિણામ ને સારું ના ગણવા આવે પણ 65% એ વખતે સારું પરિણામ જ ગણાતું હતું અને પછી બી.કોમ માં એડમિશન લીધું અને પહેલા જ દિવસે અનાયાસે ત્યાં મારી નજર કંદર્પ પર પડી. વાદળી રંગ ના શર્ટ અને કાળા પેન્ટ માં સજ્જ, ચેહરો એકદમ સામાન્ય પણ આંખો માં અનોખું તેજ, ચાલ એકદમ સામાન્ય પણ એમાં કઈંક કરી બતાવવાના શમણાં અને ભારે અવાજ અને અદભૂત આત્મવિશ્વાસ. હું બસ એને જોતી જ રહી ગઈ , કેમે કરી ને મારી નજર તેના તરફ થી હટતી જ નતી ને જીવન માં પહેલી વાર હું કોઈક ના પ્રત્યે આકર્ષાઈ અને કદાચ તો પ્રેમ માં જ પડી ગઈ. એ દિવસે college થી પાછા આવ્યા પછી પણ હું તો ત્યાં જ હતી, કેમે કરીને મન કંદર્પ ના વિચારોમાંથી બહાર જ નતુ આવતું , એ ચેહરો , એ બોલવાની છટા બધું જાણે આંખો આગળ ભજવાઈ રહ્યું હતું જાણે કે એ મારી સામે જ ના ઉભો હોય અને પછી એમ કરતા દિવસો ગયા અને હું રોજ એને જોયા કરતી. એ જમાનો એટલો પણ મુક્ત વિચારો વાળો ના હતો કે એમ કોઈ ગમી જાય તો એની સાથે વાત કરવાની હિમ્મત થાય એટલે મને પણ બસ ખાલી એનું નામ જ ખબર હતી અને હું બસ એને જોયા કરતી. એ ભણવામાં અને બીજી બધી પ્રવૃત્તિઓમાં ખુબ જ ઉત્સાહ થી ભાગ લેતો હતો.


અમારી college માંથી એક નાટક ભજવવાનું હતું .તેના માટે બધાએ પોતાનું નામ લખવાનું હતું . ત્યાં તમને કોઈ પરિસ્થિતિ આપે અને તમારે એ પાત્ર ભજવવાનું હતું. પછી તમને નાટક ના પાત્ર માટે પસંદ કરવાના હતા. મેં તો ફટાફટ મારુ નામે લખાવી દીધું .હું તો મારી ફ્રેન્ડ પૂજા ને લઇ ને college ના ઑડિટોરિમ માં ઑડિશન આપવા જતી રહી. મારી ફ્રેન્ડ પૂજાને મેં કંદર્પ વિષે કઈ જ કહ્યું નતું. બસ મારા મન ને જ ખબર હતી અને ભગવાન ની દયા થી હું ઑડિશન માં પાસ થઇ ગઈ.નાટક હતું સિન્ડ્રેલા નું જેમાં મારુ પાત્ર હતું એની સાવકી બહેન નું, મેં જયારે સાંભળ્યું મને જરા પણ ગમ્યું નહિ પણ જયારે ખબર પડી કે અમારા નાટક ના બધા ડાયલોગઝ કંદર્પ લખવાનો છે તો હું પછી રાજી-રાજી થઇ ગઈ એમ વિચારી ને કે આ બહાને પણ એની મારા પર નજર તો પડશે. હું એટલા દિવસો થી એને જોયા કરું છું એની ખાલી નજર પડશે તો પણ મારા માટે તો બહુ મોટી વાત છે. થયું પણ એવું જ , પેહલા દિવસે જ બધા પાત્રો ને બોલાવવામાં આવ્યા અને અંતે એની નજર મારી પાર પડી જયારે એને બધા ની હાજરી લીધી અને એના મોઢે મેં મારુ નામે સાંભળ્યું.. ...”કાજલ જોશી” અને મારા પ્રેઝન્ટ ના અવાજ પછી એની નજર મારી ઉપર પડી અને એ સહેજ હસ્યો અને હું તો જાણે સાતમા અસમાન પર હતી. એ દિવસે તો હું એકલી એકલી જ હસતી રહી અને બીજા દિવસ ની રાહ જોવા લાગી.

*****

બીજા દિવસ ની સવાર પડવાની રાહ માં હું આખી રાત ઊંઘી જ ના શકી.!!! કંદર્પ ના વિચારો માં ને વિચારો માં પડખાં ફેરવતી રહી. સવારે વેહલા તૈયાર થઇ ગઈ. આજે પેહલી વાર હું college જવા માટે આટલી બેબાકળી હતી અને આનંદિત તો હતી જ. અમારે નાટક ની પ્રેકટીસ માટે college પછી રોજ કલાક ઑડિટોરિમ માં ભેગા થવાનું હતું અને હું તો સવાર થી એ એક કલાક ની જ રાહ જોતી હતી અને મારા ઇંતઝાર નો અંત આવ્યો.

આસમાની રંગ નો ખાદી નો કુર્તો અને સફેદ લેંગા માં સજ્જ કંદર્પ ને જોતા જ હું તો એના માં ઓતપ્રોત થઇ ગઈ, એનો સરળ સ્વભાવ, એના અવાજ ની નરમાશ, એનું દરેક કામ માટેનો રસ , એની આંખોની ચમક , એની જોશ અને ઉત્સાહ , એનો ઉમળકો, એની હોશિયારી ને હું ના ચાહી ને પણ અવગણી નાતી શકતી. આ રોજ નો સિલસિલો હતો. હું રોજ એના પ્રેમ માં પડતી અને પછી રોજ રાતે એને ભૂલી જવાનું મારા મન ને કેહતી. દિવસો ગયા , અમારું નાટક ભજવાઈ ગયું અને મેં મારુ પાત્ર પણ ભજવી દીધું બસ રોજ ની પ્રેસેન્ટ અને મારા નામ સિવાય કોઈ ખાસ વાતચીત ના થઇ અમારા વચ્ચે અને હું ઉદાસ થઇ ગઈ. એક તક હતી મારી પાસે એ પણ હાથ માંથી જતી રહી અને બસ દિવસો જતા રહ્યા. અમારી ફર્સ્ટ યર ની ફાઇનલ એક્ષામ નજીક હતી અને college માં બધા વિદ્યાર્થી ઓ ની પાંખી હાજરી હતી અને એ વચ્ચે કંદર્પ પણ આવતો ના હતો. કેમે કરી ને મારી નજર એની બેન્ચ પર પડતી અને એ ના દેખાતો તો મારો આખો દિવસ નો ઉત્સાહ જ ક્યાંક ઓસરી જતો. થોડા દિવસો તો આમ જ વીત્યા અને પછી એક દિવસ એ college આવ્યો. બહુ બધા દિવસ પછી મેં એને જોયો, તેનો ચેહરો અને હાવભાવ મને કઈંક કહી રહ્યા હતા, એની આંખો ની ચમક ક્યાંક ગાયબ હતી અને તેના ચેહરા પર સ્મિત નહિ પણ નિરાશા હતી. મારા college ના મિત્રો ઘ્વારા ખબર પડી કે એના પિતા બહુ જ બીમાર છે. હું college રેગ્યુલર જતી અને બધા લેકચર્સ ભરતી એટલે મારી પાસે બધા વિષય ની નોટસ હતી. એ આવ્યો તે જ દિવસે બધા લેકચર્સ પતિ ગયા પછી હું જયારે મારી બેગ પેક કરતી હતી ત્યારે એ મારી તરફ આવ્યો , હું તો વિચાર માં પડી ગઈ ને મેં તો આજુબાજુ નજર એ કરી પણ કોઈ હતું નહિ. મારી પાસે આવી ને એને મને કહ્યું કે તમે રેગ્યુલર college આવતા હતા હમણાં ? મેં કીધું કે હા. તેને કહ્યું કાજલ તમે મને તમારી નોટસ આપશો કોપી કરવા માટે ? મને ખ્યાલ છે કે અત્યારેexam નજીક છે એટલે તમારે પણ એ નોટસ ની જરૂર હશે પણ તો તમારાથી થાય એમ હોય તો હેલ્પ કરશો? મારી અંદર તો પતંગિયા રમી રહ્યા હતા પણ એ પતંગિયા ને થોડી વાર માટે દબાવી ને મેં કીધું કે તમે લઇ જાઓ બધી નોટસ ને જેમ પતે એમ આપી દેજો પાછી. ત્યારે એને કીધું , પણ તમારે એ વાંચવાનું હશે ને ? exam નજીક આવે છે. મને યાદ આવ્યું કે હા આ તારા માં હું એ તો ભૂલી જ ગઈ કે તને પ્રેમ કરવા સિવાય મારે exam પણ આપવાની છે .મેં કીધું કે હા એ પણ છે. “જો તમને વાંધો ના હોય તો હું જેમ નોટસ પતે એમ તમારા ઘરે આપી જઈશ “- કંદર્પ એ કહ્યું।

મારા ઘરે આમ તો ક્યારેય કોઈ છોકરો આમ આવ્યો જ નતો એટલે ઘરે શું પ્રતિભાવ આવશે એ તો મેં વિચાર્યું જ નહિ અને કંદર્પ ને મારી પાસે હતી એ બધી નોટસ આપી દીધી મારા ઘર ના સરનામાં સાથે।

*****

નજર થી નજર મળવામાં એક સેકન્ડ લાગે છે ,

એક મિનિટ માં કોઈ ગમવા લાગે છે,

એક કલાક માં કોઈના થી પ્રેમ થઇ જાય છે ,

તો પછી એને ભૂલવામાં આખી જિંદગી કેમ વીતી જાય છે?!!!!!!!!


કંદર્પ ને નોટસ આપી ને હું ઘરે આવી. એ mobile phone નો તો જમાનો જ ના હતો અને landline ફોન પણ બધાના ઘરે ના હોય એટલે જે પણ વાત હોય એ બસ સામે બેસી ને કે મળીને જ થતી હતી. મારા ઘર માં હું અને મારો ભાઈ ઋજુલ અમે બંને જ હતા અને અને મમ્મી-પપ્પા મંદિર ગયા હતા.મારો ભાઈ ઋજુલ એનું ભણતો હતો અને હું ઘર નું થોડું ગણું કામ કરતી અને મારા ઘર નો દરવાજ ખટખટયો. મને સહેજ વાર માટે એવું લાગ્યું કે કંદર્પ હોય તો ? કેવી મજા પડી જાય? અને મેં દરવાજો ઉઘાડ્યો અને સામે જોયું તો સાચે જ કંદર્પ!!!!

ઘરે હું ને ઋજુલ જ હતા તો મને થોડી શાંતિ થઇ કારણ કે મમ્મી પપ્પા કેવી રીતે રિએક્ટ કરશે એ ખ્યાલ જ ના હતો. અમે બંને એ એકબીજાની આંખો માં જોયું. એની આંખો માં હંમેશા મને એક ચમક દેખાતી, એની કિકી જાણે મારી આંખો માં સમાઈ ગઈ હોય એવું લાગતું હતું. હું તો એના પ્રેમ માં જ હતી એટલી મારી કલ્પના ના ઘોડા તો દોડવાના જ હતા પણ આજે પેહલી વાર એને પણ મારી આંખો માં જોયું. એ ભાવ અલગ હતો, એ નજર માં કાંઈક ખાસ હતું , શું હતું એ તો ખબર ના પડી પણ જે હતું એ બહુ સરસ હતું!!! મેં એને ઘરે આવવા કહ્યું અને બેસવા કહ્યું ત્યાં જ ઋજુલ પ્રશ્નો નો મારો ચાલુ થયો.

તમારુ નામે શું છે?
તમે મારા દીદી ને કેમ ઓળખો?
તમે શું કરો?
આ શું આપવા આવ્યા છો તમે ?
ને કંદર્પ એ એના બધા જ પ્રશ્નો ના શાંતિથી જવાબ આપ્યા. હું એના માટે પાણી લઇ ને આવી. એને કહ્યું , "કાજલ, તમારી accounts ની નોટસ મેં લખી લીધી છે, બાકીની હું લખી ને તમને જેમ બને એમ જલ્દી આપી દઈશ . એ ઉભો થયો. મેં એને ચા નાસ્તા માટે આગ્રહ કર્યો પણ એને ના પાડી અને જતો રહ્યો.

એ ગયા પછી મેં થોડું ઘર નું કામ પતાવ્યું અને હું મારી નોટસ લઈને બેઠી અને જેવું પહેલું પાનું જોયું તો એમાં એક ચિઠ્ઠી હતી. ઋજુલ બાજુ માં જ બેઠો હતો તો મને થયું કે હું બીજા રૂમ માં જઈને ચિઠ્ઠી વાંચું અને હું બીજા રૂમ માં ગઈ ને હજી તો વાંચવા જ જતી હતી ત્યાં તો મમ્મી પપ્પા આવી ગયા અને મેં મારો ચોપડો બાજુ પર મૂકી ને દરવાજો ખોલ્યો અને હજી તો એ બંને ઘર માં પગ મૂકે કે તરત જ ઋજુલ એ વાત માંડી

“ મમ્મી પપ્પા તમને ખબર છે આજે તો દીદી ને મળવા એક ભાઈ આવ્યા હતા , તેમનું નામ કંદર્પ હતું અને તેઓ એક ચોપડો દીદી નો પાછો આપી ગયા અને દીદી એ એમને પાણી આપ્યું હતું અને પછી એ જતા રહ્યા” પોપટ ની જેમ શ્વાસભેર બોલી ગયો. મમ્મી હસી પડી ને મને પૂછ્યું college માં સાથે છે બેટા ? મેં કીધું હા મારી સાથે ભણે છે, એ બહુ દિવસ થી એના પપ્પા ની તબિયત સારી નતી ને તો college આવતા નતા તો પછી મારી બધી નોટસ લઇ ગયા હતા આજે college માંથી ને હવે exam નજીક છે એટલે જેમ જેમ પતશે ને લખવાનું એમ મને પછી આપી જશે.

*****

નજર થી નજર મળવામાં એક સેકન્ડ લાગે છે ,

એક મિનિટ માં કોઈ ગમવા લાગે છે,

એક કલાક માં કોઈના થી પ્રેમ થઇ જાય છે ,

તો પછી એને ભૂલવામાં આખી જિંદગી કેમ વીતી જાય છે?!!!!!!!!


કંદર્પ ને નોટસ આપી ને હું ઘરે આવી. એ mobile phone નો તો જમાનો જ ના હતો અને landline ફોન પણ બધાના ઘરે ના હોય એટલે જે પણ વાત હોય એ બસ સામે બેસી ને કે મળીને જ થતી હતી. મારા ઘર માં હું અને મારો ભાઈ ઋજુલ અમે બંને જ હતા અને અને મમ્મી-પપ્પા મંદિર ગયા હતા.મારો ભાઈ ઋજુલ એનું ભણતો હતો અને હું ઘર નું થોડું ગણું કામ કરતી અને મારા ઘર નો દરવાજ ખટખટયો. મને સહેજ વાર માટે એવું લાગ્યું કે કંદર્પ હોય તો ? કેવી મજા પડી જાય? અને મેં દરવાજો ઉઘાડ્યો અને સામે જોયું તો સાચે જ કંદર્પ!!!!

ઘરે હું ને ઋજુલ જ હતા તો મને થોડી શાંતિ થઇ કારણ કે મમ્મી પપ્પા કેવી રીતે રિએક્ટ કરશે એ ખ્યાલ જ ના હતો. અમે બંને એ એકબીજાની આંખો માં જોયું. એની આંખો માં હંમેશા મને એક ચમક દેખાતી, એની કિકી જાણે મારી આંખો માં સમાઈ ગઈ હોય એવું લાગતું હતું. હું તો એના પ્રેમ માં જ હતી એટલી મારી કલ્પના ના ઘોડા તો દોડવાના જ હતા પણ આજે પેહલી વાર એને પણ મારી આંખો માં જોયું. એ ભાવ અલગ હતો, એ નજર માં કાંઈક ખાસ હતું , શું હતું એ તો ખબર ના પડી પણ જે હતું એ બહુ સરસ હતું!!! મેં એને ઘરે આવવા કહ્યું અને બેસવા કહ્યું ત્યાં જ ઋજુલ પ્રશ્નો નો મારો ચાલુ થયો.

તમારુ નામે શું છે?
તમે મારા દીદી ને કેમ ઓળખો?
તમે શું કરો?
આ શું આપવા આવ્યા છો તમે ?
ને કંદર્પ એ એના બધા જ પ્રશ્નો ના શાંતિથી જવાબ આપ્યા. હું એના માટે પાણી લઇ ને આવી. એને કહ્યું , "કાજલ, તમારી accounts ની નોટસ મેં લખી લીધી છે, બાકીની હું લખી ને તમને જેમ બને એમ જલ્દી આપી દઈશ . એ ઉભો થયો. મેં એને ચા નાસ્તા માટે આગ્રહ કર્યો પણ એને ના પાડી અને જતો રહ્યો.

એ ગયા પછી મેં થોડું ઘર નું કામ પતાવ્યું અને હું મારી નોટસ લઈને બેઠી અને જેવું પહેલું પાનું જોયું તો એમાં એક ચિઠ્ઠી હતી. ઋજુલ બાજુ માં જ બેઠો હતો તો મને થયું કે હું બીજા રૂમ માં જઈને ચિઠ્ઠી વાંચું અને હું બીજા રૂમ માં ગઈ ને હજી તો વાંચવા જ જતી હતી ત્યાં તો મમ્મી પપ્પા આવી ગયા અને મેં મારો ચોપડો બાજુ પર મૂકી ને દરવાજો ખોલ્યો અને હજી તો એ બંને ઘર માં પગ મૂકે કે તરત જ ઋજુલ એ વાત માંડી

“ મમ્મી પપ્પા તમને ખબર છે આજે તો દીદી ને મળવા એક ભાઈ આવ્યા હતા , તેમનું નામ કંદર્પ હતું અને તેઓ એક ચોપડો દીદી નો પાછો આપી ગયા અને દીદી એ એમને પાણી આપ્યું હતું અને પછી એ જતા રહ્યા” પોપટ ની જેમ શ્વાસભેર બોલી ગયો. મમ્મી હસી પડી ને મને પૂછ્યું college માં સાથે છે બેટા ? મેં કીધું હા મારી સાથે ભણે છે, એ બહુ દિવસ થી એના પપ્પા ની તબિયત સારી નતી ને તો college આવતા નતા તો પછી મારી બધી નોટસ લઇ ગયા હતા આજે college માંથી ને હવે exam નજીક છે એટલે જેમ જેમ પતશે ને લખવાનું એમ મને પછી આપી જશે.

*****

“એને મારી આ આંખો પસંદ છે

અને મારી આંખો ને માત્ર એ જ પસંદ છે “


આમ તો મારે ખુશ થવું જોઈએ પણ મને તો ડર લાગી ગયો ચિઠ્ઠી વાંચી ને, હું જે ઇચ્છતી હતી એ જ તો થયું હતું. એ દિવસે ખબર પડી કે પ્રેમ કરવો તો બહુ સરળ છે પણ અઘરું તો ત્યારે પડે છે જયારે તમે જેને પ્રેમ કરતા હો એની આવી ચિઠ્ઠી આવે. હું શું જવાબ આપું? કેમ કરી ને મારા દિલ ની વાત કરું? એ વિચારતા વિચારતા હું ક્યારે સુઈ ગઈ મને ખબર જ ના રહી. બીજા દિવસે સવારે હું જયારે college જવા ઘરેથી નીકળી તો સામે જ કંદર્પ !!!.હું અવાક થઇ ગઈ. હું વિચારો થી ઘેરાઈ ગઈ એટલામાં તો એ સામે જ આવી ગયો. મારુ તો આખું શરીર ધ્રુજવા લાગ્યું, પણ સામનો તો કરવો જ રહ્યો. મેં એને એક સ્મિત આપ્યું.

"હું આ સ્મિત ને તમારી હા સમજુ કે ના?".કંદર્પ એ મને પૂછ્યું.

હું ચૂપ જ રહી , મારામાં બોલવાની હિમ્મત જ ના હતી. બહુ મહેનત થી દબાતા સ્વરે હું ખાલી એટલું જ બોલી શકી , "તમારે કઈ કામ હતું મારુ?",

કંદર્પ - "તમે મારો પત્ર વાંચ્યો ?"".

મેં આંખ નીચી કરીને હા ભણાવી. કંઈ બોલી શકવા જેટલી હિમ્મત મારામાં હતી નહિ.

કંદર્પ - "તો તમારો શું જવાબ છે?".

હું એકદમ ચૂપ, મારા મોઢામાંથી શબ્દો જ ના નીકળે, મારી અંદર થી હિમ્મત જ ના ચાલે કઈ બોલવાની.

કંદર્પ - "હું જાઉં હવે ,મારો ઈરાદો તમને તકલીફ આપવાનો નતો , હું તો માત્ર તમારો જવાબ જાણવા માંગતો હતો".અને એ ત્યાંથી જતો રહ્યો.

હું college જ ના ગઈ એ દિવસે, ઘરે પછી આવી ગઈ. આટ આટલા સપનાઓ જોયા કંદર્પ ના ને જયારે એ મને પ્રેમ કરે છે તો એક હા પાડવા જેટલી પણ હિમ્મત નહિ મારામાં?.

ઘરે બેઠા બહુ વિચાર કર્યો. એક વસ્તુ મને સમજાઈ ગઈ હતી કે હું સીધેસીધી તો કંદર્પ જોડે વાત કરી જ

નહિ શકું કારણ કે એટલી હિમ્મત જ નથી મારામાં। એટલે પછી મેં પણ એને ચિઠ્ઠી જ લખવાનો નિર્ણય કર્યો અને એની ચિઠ્ઠી ના અંત માં મેં મારુ નામે જોડી ને લખી દીધું ,


કંદર્પ,

તમે જે પણ લખ્યું ને તમારા પત્ર માં તમારા મારા પ્રેમ માટે , એ તમે જાણે મારા મન ની વાત જ કીધી હોય એવું લાગ્યું. મને પણ તમે પેહલી નજર માં જ ગમી ગયા હતા અને હું પણ તમને બહુ પસંદ કરું છું. આજે તમે મને મળવા આવ્યા ને મારો જવાબ પૂછી રહ્યા હતા ત્યારે મારા માં હિમ્મત જ ના હતી. જવાબ આપવાની એટલે આ પત્ર થી મારો જવાબ મોકલાવું છું.


બીજા દિવસે હું ફરી ઘરે થી college જવા નીકળી અને ત્યાં મને કંદર્પ ના મળ્યો, college માં જતા જ એ મળ્યો મને અને એને મને સ્મિત આપ્યું અને મેં પણ એને સ્મિત આપ્યું. college પત્યા પછી એ ફરી મારી પાસે આવ્યો મારી બીજી નોટસ પાછી આપવા પણ અને મને મારા જવાબ વિશે કઈ જ પૂછ્યું નહિ.

મેં એને મારી એકાઉન્ટ્સ ની નોટસ આપી અને કહ્યું કે એમાં મેં થોડા દાખલા નવા ગણ્યા છે જો એને જોઈતા હોય તો અને એને હા પડી અને એ રીતે મેં મારા મન ની વાત પત્ર દ્વારા કંદર્પ સુધી પહોંચાડી.

અંદર થી ડર લાગતો જ હતો પણ હિમ્મત કરી ને જવાબ મોકલી દીધો. પ્રેમ માં માણસ કંઈ પણ કરી શકે છે. હું કલ્પના પણ ના કરી શકું કે હું આમ કોઈ ના પ્રેમ પત્ર નો આવો જવાબ આપીશ પણ પ્રેમબધું જ કરાવી લે છે.

*****

"તમેય ખરા છો શ્વાસ તો લેવા દયો......

આંખ ખોલી ને , યાદ આવી જાવો છો। .."


બીજા દિવસ ની સવાર મારા માટે રંગોળી બની ને આવી અને મારી જિંદગી ને રંગો થી તરબોળ કરી લીધી. એ દિવસે સવારે કદાચ પેહલી વાર હું તૈયાર થઇ ને college ગઈ. આમ તો ક્યારેય નથી જતી પણ જયારે તમને ખબર પડે છે કે કોઈતમને પણ જોવે છે ત્યારે શણગાર સજાવાનું પણ મન થાય છે , કદાચ પ્રેમ ની આ જ મજા છે.


હું college માં પહોંચી અને અમારી આંખો એક થઇ અને એ બસ એક બીજા પર જ રોકાઈ ગઈ, અમે દરેક નજર માં ફરી એક બીજાના પ્રેમ માં પડતા. હજી એક તરફી હતો ત્યાં સુધી તો ઠીક હવે તો એ એક તરફી પણ રહ્યો ના હતો અને આ સંજોગે પ્રેમ છુપાવવો બહુ અઘરો છે. અમે બંને બહુ શરમાળ હતા એટલે અમારી લાગણીઓ આંખો અને પત્રો થી જ વ્યક્ત થતી. અમારા ક્લાસ પત્યા એટલે મને કંદર્પ એ કોઈ ને ખબર ના પડે એમ એક ચિઠ્ઠી આપી.જેમાં લખ્યું હતું , "કાલે આપણે "બંને અમદાવાદ જઈએ?, તું ઘરે કહેજે કે હું college જાઉં છું અને હું પણ".


એની સાથે સમય વિતાવવાની મને પણ બહુ ઈચ્છા હતી અને હું એને રોકી ના જ શકી, પ્રેમ માં પાગલ જો હતી. પ્રેમ થાય છે ત્યારે સાચું ખોટું કઈ હોતું જ નથી, બસ તું ને હું જ હોય છે અને મેં આંખો થી એને હા પાડી. એ સમયે બધા પાસે છે એમ સ્કૂટર અને બાઇક હતા નહિ. અમારા પાસે પણ ના હતા.અમે બીજા દિવસે સવાર થી ઘરે થી college નું કહીને પછી બસ માં અમદાવાદ ગયા. મને અંદર થી કોઈ જોઈ જશે એવી બીક તો હતી જ પણ એની સામે કંદર્પ માટે નો પ્રેમ અને એને મળવાની ઉત્કંઠતા એટલી બધી વધારે હતી કે એ બીક બહુ નાની લાગતી હતી. અમે બસ માં ખાસી વાર સુધી તો બન્ને ચૂપ. પછી કંદર્પ એ વાત ચાલુ કરી. આપણે એક બીજા ને તમે ની જગ્યા એ "તું " કહીયે તો ? આમ તમે તમે કરતા રહીશું તો આપણે કદી પ્રેમી ની જેમ વાતો જ નહી કરી શકીયે. એની વાત પણ સાચી હતી. અમે અમદાવાદ લાલ દરવાજા ના બસ સ્ટેન્ડ જોડે ક્યાંક જગ્યા શોધીને ઓટલા પર બેઠા બેઠા બહુ વાતો કરી ;બાળપણ, ઘરની, ઘરના સભ્યો ની , સ્કૂલ ની, મિત્રો ની. એ દિવસે અમે ખરા અર્થ માં એક બીજા ને જાણ્યા અને ઓળખ્યા. બપોર સુધી તો અમારે ઘરે પહોંચવાનું હતું એટલે પછી ત્યાંથી બસ માં પાછા ગયા અને ઘરે. પછી તો અમારી exam હતી અને એના પછી ઉનાળાનું વેકેશન. exam માં તો બહુ વાત કરી શકતા નહી, બસ છેલ્લા પેપર પછી સહેજ વાત કરી અને પછી છુટા પડ્યા. વેકેશન માં તો એક બીજા ને મળવાનું શક્ય જ હતું નહિ એટલે અમે બીજું સત્ર ચાલુ થવાની અને એક બીજાને યાદ કરી ને વિતાવ્યું.


અમે નક્કી કર્યું તું કે એક બીજાની જયારે પણ યાદ આવે ત્યારે પત્ર લખવો અને એ જયારે માળીયે ત્યારે એક બીજા ને આપવા. હું વેકેશન માં મામા ને ત્યાં મેહસાણા ગઈ હતીએટલે થોડો સમય મારી જાત ને કંદર્પ ના વિચારો થી થોડી દૂર રાખી શકી પણ યાદ તો આવતી જ હતી.

*****

“માણવાને એક તો ક્ષણ જોઈએ,

ને પછી એમાંય બે જણ જોઈએ”


આમ ને આમ અમારું વેકેશન પતી ગયું અને college નો પેહલો દિવસ ફરી આવી ગયો. મારા અને કંદર્પ માટે તો કદાચ એ મહિનાઓની ઇંતઝાર નો અંત હતો. અમે એક બીજાને જોયા અને બસ ત્યાં જ ખોવાઈ જવાયું. એ વખતે પેહલી વાર અમે lecture બંક માર્યો અને college ના બાંકડા પાર બેઠા. પેહલા અમે એકબીજાને વેકેશન દરમિયાન લખેલી ચિઠ્ઠીઓ આપી અને વાંચી પણ. પછી આ સિલસિલો ચાલતો રહ્યો, પણ હવે શું થાય. અમે એક્મેક ના માં એવા તો પાગલ હતા કે બીજું કઈ ધ્યાન જ ના રહ્યુ. એમ કરતા કરતા મારી પ્રીલિમિનરી exam આવી અને એમાં અમારા બંને ને પાસ કલાસ જ આવ્યો. કંદર્પ તો ભણવામાં એટલો હોશિયાર નતો પણ મારે તો ફર્સ્ટ ક્લાસ આવે એમ હતું. ધીમે ધીમે અમારા પ્રેમ પ્રકરણ ની ખબર આખી college થઇ ગઈ. મને અમારા result માટે બહુ અફસોસ થયો અને ઘરેથી પણ એ માટે ટકોર થઇ. અમારા બંને ના ઘરે તો કઈ ખબર જ હતી નહિ. મેં અને કંદર્પ એ હવે બરાબર ભણવામાં ધ્યાન રાખવાનું નક્કી કર્યું. અમે બધા લેકચર્સ ભરવા લાગ્યા અને ભણવામાં લાગી ગયા. મારી પાસે કંદર્પ ના પ્રેમ પત્રો પડ્યા હતા જે હું હંમેશા મારા ચોપડા ના ખાના માં સંતાડી ને રાખતી હતી. અમારું દિવાળી નું વેકેશન પાડવાનું હતું અને મમી નેથયું કે બધી સાફ સૂફી ચાલુ કરી દઉં અને એને તો સવાર માં વહેલાં કામ પતાવી ને મારા ચોપડા પડ્યા તા એ કબાટ થી સાફ સૂફી ચાલુ કરી અને કંદર્પ ના બધા જ પ્રેમ પત્રો એના હાથે લાગી ગયા. ઓછામાં પૂરતું મારુ result પણ ખરાબ આવ્યું હતું અને ઘરે હું કેટ કેટલું ખોટું બોલી હતી. એમને તો માથે આભ ફાટ્યા જેવું હતું.પપ્પા પણ ઘરે જ હતા એટલે એમને પણ વાંચ્યા પ્રેમ પત્રો.


હું college પતાવી ને ઘરે ગઈ, ઘરે તો મારી કાગડોળે રાહ જ જોવાતી હતી. ઘરે ગઈ અને મમ્મી એ લાફો મારી ને મારુ સ્વાગત કર્યું. ત્યાં સામે જ પ્રેમ પાત્રો તો પડ્યા જ હતા. હું વાંક માં હતી એટલે મેં કઈ જ જવાબ આપ્યો નહિ અને શાંતિથી મમ્મી અને પપ્પા ને સાંભળતી રહી.મને બહુ દુઃખ થઇ રહ્યું હતું. મારા નાદાનિયત ને કારણે આજે મેં મારા પોતાના લોકો ને કેટલું દુઃખ આપી દીધું. આટલા સમય સુધી એમને ખોટું કીધું અને હું અને કંદર્પ...!!!

અમારો પ્રેમ સાચો હતો પણ ના કેહવાને કારણે અત્યારે એ વાંક માં જ દેખાવાનો. એ જમાનો એટલો મુક્ત પણ નતો કે આ વાત ને એટલી સરળતાથી લઇ લે. એ જમાના માં જો કોઈ છોકરી પ્રેમ લગ્ન કરે ને તો એના માં બાપ ને ઘણી બાદનામી સહન કરાવી પડતી અને હું તો રૂઢિચુસ્ત બ્રાહ્મણ પરિવાર ની દીકરી. મારા પપ્પા ને તો પ્રેમ લગ્ન માં જ વિશ્વાસ નતો. હું આ બધું જણાતી જ હતી પણ શું કરું , હું ના રોકી શકી ખુદ ને.


પપ્પા મમ્મી એ મને એ દિવસ પછી college જવા ના દીધી. મારી college બંધ થઇ ગઈ. ભણવાનું બંધ. બહાર આવવા જવાનું બંધ અને મારા લગ્ન માટે મુરતિયો જોવાનું કામ પુરજોશ માં ચાલવા લાગ્યું. મને કંદર્પ ને કઈ કેહવા કે મળવાનો પણ મોકો ના મળ્યો. મારી પાસે કોઈ રસ્તા પણ ના હતા ને. મને ક્યાંક બહાર જવા જ ના મળતું. વળી એક દિવસ મારી ફ્રેન્ડ પૂજા મને મળવા આવી. એને મારી અને કંદર્પ ની બધી ખબર જ હતી. મેં એના જોડે કંદર્પ ને કહેવડાવ્યું કે

“હવે એ મને ભૂલી જા, આપણા મળવાના કોઈ જ સંજોગો મને દેખાતા નથી.તને હું બહુ જ પ્રેમ કરું છું પણ હવે મારા ઘરે આપણા પ્રેમ ની ખબર પડી ગઈ છે. મારા મમ્મી પપ્પા આપણા સંબંધ માટે ક્યારેય રાજી થશે નહી, મારુ ભણવાનું અને બહાર નીકળવાનું બંધ થઇ ગયું છે અને કદાચ થોડા સમય માં મારા લગન પણ થઇ જશે. થઇ શકે તો મને માફ કરજે મારો ઈરાદો કોઈ ને તકલીફ આપવાનો નતો. તને હું કેમ કરીને ભૂલીશ એ તો મને ખબર નથી પ્રયત્ન કરીશ કે જિંદગી ની આ રમત માં હું ઝઝૂમી શકું"

*****

“તારી સાથેની દરેક યાદો નો મેં સરવાળો રાખ્યો છે

કંઈક આ રીતે મેં પ્રેમ નો હિસાબ રાખ્યો છે”


પૂજા સાથે કંદર્પ ને મોકલાવેલો એ મારો છેલ્લો સંદેશ. હું મહિનાઓ ના મહિનાઓ સુધી કંદર્પ ના વિરહ માં ઝૂરતી રહી , કેટલીયે રાતો મેં રડી ને કાઢી. થોડા મહિનામાં તો મારા અરુણ સાથે લગ્ન થઇ ગયા.

અમારા લગ્ન સમયે મેં જોયું કે અરુણ માં વરરાજા ના મન માં દેખાય એવો કોઈ ઉત્સાહ નતો દેખાતો અને ના કોઈ ઉમંગ.જેવો હાલ મારો હતો, કંઈક એનો હાલ પણ એવો જ હતો. મેં એ વખતે વિચાર્યું કે કદાચ એને મારી સાથે લગ્ન નહિ કરવા હોય, નહિ તો પછી એને પણ કોઈ બીજી છોકરી સાથે પ્રેમ હોય ને ઘરના દબાણવશ એ આ લગ્ન કરી રહ્યો હોય. મને સમજાતું ના હતું કે હું આ વાત થી ખુશ થાઉં કે દુઃખી? હું તો આમ પણ આ લગ્ન મજબૂરી માં જ કરી રહી હતી અને કદાચ એટલે જ અરુણ ની આ પરિસ્થિતિ હું વધારે જલ્દી ઓળખી ગઈ.

અમારા લગ્ન ની રાતે અરુણ મારી પાસે આવી ને બેઠો. મારા તો રૂંવાડા ઉભા થઇ ગયા હતા, મને બહુ જ ડર લાગી રહ્યો હતો. કંદર્પ ને ભૂલવા કરતા પણ મુશ્કિલ કામ હતું કોઈ બીજા ને સ્વીકારવું. કંદર્પ સાથે લગ્ન ના શમણાં જોયા હતા અને આજે હું એ માણસ ની સાથે લગ્ન કરી ને એની બાજુ માં બેઠી છું જેને હું જાણતી પણ નથી, એ વિચાર સુદ્ધા મારા માટે અસહ્ય હતો પણ આ જ તો જીવન ની નરવી વાસ્તવિકતા છે , વિચારીયે કંઈક ને થઇ જાય કંઈક.

અરુણે વાત શરુ કરી ,

“હેલો કાજલ, હું તમને તમે નહિ પણ તું જ કહીશ. ચાલશે ને? કેવો રહ્યો તમારો પેહલો દિવસ અહિંયા ? મારે બહુ વધારે બોલવા જોઈએ છે તો હવે આદત પડી લેજો આ લપલપીયા કાચબા ની. તને વાંધો ના હોય તો એક વાત કહું? મેં હામી ભરી.

તમે કંદર્પ ને પ્રેમ કરતા હતા ને? અને તમારા ઘરે ખબર પડી ગઈ ને તમારા ગળે આ અરુણ નામે નો ઘંટો પકડાવી દેવામાં આવ્યો. બરાબર ને?

મારા પગ નીચે થી જમીન સરકી ગઈ. તમારા લગ્ન દિવસે તમારા પતિ કહે કે એને તમારા પ્રેમ વિષે બધી જ ખબર છે તો સાચે જ શું હાલ થાય? મેં તો વિચારી પણ લીધું કે કદાચ મને મારા પિયર મૂકી જશે. મેં ડરતા ડરતા એને હા પડી.

એને વાત માંડી ,

જો કાજલ, હું પણ કોઈ છોકરી ના પ્રેમ માં હતો પણ એના ઘરના અમારા પ્રેમ સંબંધ ને સ્વીકારવા તૈયાર ના હતા. આપણે જે જમાના માં પ્રેમ કર્યો છે એમાં તો આવું જ બધું થવાનું ને તમારે છોકરીઓને તો ભણવાનું ને બહાર જવાનું જ બંધ,

માયા નામ હતું એનું, અમે પણ કોલેજ માં સાથે હતા અને એક બીજાના પ્રેમ માં હતા અને એના ઘરે ખબર પડી ગઈ અને બસ એના ક્યાંક બીજે લગ્ન કરાવી દીધા અને હું બસ એની યાદો માં જ રહી ગયો.

મેં એ દિવસે નક્કી કર્યું હતું કે હું મારા જીવન માં ક્યારેય પણ મોકો મળશે ને તો પ્રેમી પંખીડા ને ભેગા કરવા પ્રયત્ન કરીશ અને લગ્ન તો એવી જ છોકરી સાથે કરીશ જે દિલ થી મને પરણવા માંગતી હોય. આ મજબૂરી મને ના ફાવે. મને આજે જ તમારી ને કંદર્પ ની ખબર પડી. મારો ફ્રેન્ડ તમારી કોલેજ માં હતો એટલે એને મને આજે જ કીધું અને મને જાણી ને ખરેખર એટલું દુઃખ થયું. એક સમયે તો થયું કે હું મંડપ છોડી ને જ જતો રહુ પણ શું કરું લગ્ન કરી દીધા. જો કાજલ, તારે આજ ની તારીખ પણ કંદર્પ સાથે જવું હોય ને તો તું જઈ શકે છે , તને કોઈ બંધન નહિ નડે. હું તને બનતી બધી જ મદદ કરીશ. કંઈક બોલ હવે.

"ના ના , મારે એવું કઈ જ કરવું નથી. મારે એવું કંઈક જ કરવું હોતુ ને તો મેં પેહલા જ કરી દીધું હોત. તમારી નિખાલસતા મને બહુ ગમી"...એક મિનિટ કાજલ, તું યાર મને તમે તમે ના કહીશ .હું દોસ્ત છું તારો હવે.

“સારું બસ નહિ કહું, તને ખ્યાલ છે તે મારા મન માંથી કેટલો મોટો બોજ ઉઠાવી લીધો છે? મારા વિષે તને બધી જ ખબર હોવા છતાં તે મારી સાથે લગ્ન કાર્ય અને આમ જોઈએ તો આપણે બંને પ્રેમ ના મળ્યા ની વેદના માંથી પસાર થયા છીએ તો આપણે એક બીજા ને બહુ સારી રીતે સમજી શકશું. થૅન્ક યુ વેરી મચ.તમને એહસાસ નથી કે મારા જીવ ને કેટલી ટાઢક થઇ છે.

આપણે દોસ્ત બની ને આ સંબંધ નિભાવશુ

*****

“હશે બધું છતાં કશું નહિ હોય,

કદાચ પ્રેમ ની વ્યાખ્યા એથી વધુ નહિ હોય”


હું અને અરુણ પ્રથમ સારા દોસ્ત બન્યા અને પછી પતિ –પત્ની.

અમારા લગ્ન ને આજે 28 વર્ષ થઇ ગયા. અમેઅમારા લગ્ન ના દિવસે એક બીજાને વચન આપ્યું હતું કે ભવિષ્ય માં અમને જો મોકો મળ્યો તો સામાજિક જવાબદારી પતાવ્યા પછી અમે અમારા પ્રથમ પ્રેમ સાથે થોડો સમય વીતાવશું. અત્યારે તો એક માત્ર મોબાઇલ માં જ સમગ્ર વિશ્વ સામે ગયું છે. પાંચ ઇંચ ના એક ઇન્સ્ટ્રુમેન્ટ માં તો પલકવાર માં કોઈને પણ શોધી શકાય છે. મને અને અરુણ ને પણ કંદર્પ અને માયા એ રીતે સોશ્યિલ નેટવર્કિંગ સાઈટ પર મળી જ ગયા.

માયા ના પતિ નું થોડા સમય પેહલા જ અવસાન થઇ ગયું છે અને કંદર્પ ના છૂટાછેડા. માયા અને કંદર્પ ની સંમતિ પછી મેં અને અરુણે એક બીજાને પોતાની જિંદગી ખુલીને જીવવાનો મોકો આપ્યો.સમાજ શું કેહ્શે, સંતાન શું કેહ્શે એ વિશે વિચાર્યા વિના.મેં તો તો પણ મન મનાવી લીધું હતું કેમ કે મને લોકો શું કેહ્શે એવો ડર અંદરખાને સતાવતો હતો પણ અરુણ તો બહુ સ્પષ્ટ હતો. જીવન માં અફસોસ ના હોવા જોઈએ એ એના મોઢે મેં ઘણી વાર સાંભળેલું વાક્ય હતું. એ સાચું પણ હતો, અફસોસ ક્યાંક ઊંડે નાસૂર બની ને પણ રહી તો જાય જ છે. તમે ગમે ત્યાં જાઓ, ગમે તે મેળવો, ગમે તેટલા સુખી કેમ ના હો, ખુદ થી ભાગવું શક્ય જ નથી. એટલે જ જીવન માં અફસોસ મટી જાય તો જિંદગી જન્નત બની જાય છે.

અને જો કાજલ, આ એ પરોઢ પણ આવી ચઢી જેની તને ઇંતેઝારી હતી. સમગ્ર ભૂતકાળ મારી આંખો સામે તરવરી ગયો. સમય કેમ જતો રહે છે ખ્યાલ પણ નથી રહેતું. આ આયખું ક્યારે જીવાઈ ગયું ખ્યાલ પણ ના આવ્યો. એટલામાં તો ઘરની બેલ વાગી અને કાજલ અચાનક ભૂતકાળ ના સંસ્મરણો માંથી બહાર આવી. અરે બાપ રે....7 વાગી ગયા?...વિચારો માં 3 કલાક ક્યાં વીતી ગયા ને ખબર જ ના પડી. એમ વિચારતાં એને દરવાજો ખોલ્યો જોયું તો સામે વેદાંત અને નિશા .હેપી મેરેજ અનિવરસરી મમ્મી ...અરે બેટા, તમે બંને ..કાજલ એ વેદાંત ને નિશા ને ગળે લગાડી દીધા અને પ્રેમ થી ઘરે બોલાવ્યા અરે તમે બંગ્લોર થી ખાસ અમને મળવા આવ્યા? મને બહુ સારું લાગ્યું બેટા. તમે બંને બેસો, હું હમણાં જ ચા ને ગરમ નાસ્તો બનાવી લઉં છું.

ના મમી , તમે ફ્રેશ થઇ જાઓ , આજે ચા નાસ્તો હું બનાવું છું. ક્યાં ગયા પપ્પા ? નિશા બોલી.

બેટા એ કામ માટે વડોદરા ગયા છે, બપોર સુધી માં આવશે. અચ્છા, હવે સમજાયું કે એ કોલ કેમ નથી ઉપડતા. મમ્મી તમને ખબર છે એમને કેટલા કોલ કાર્ય પણ જો ઉપાડે તો. જો બેટા વેદાંત , તારા પપ્પા નું તો એવું જ છે ને વર્ષો થી.

બધા એ ચા નાસ્તો કર્યો અને બહુ વાતો કરી. એટલામાં તો જમવાનો સમય થઇ ગયો અને અરુણ પણ આવી ગયો અને બધા એ જામી પણ લીધું

અરુણે વાત શરુ કરી ,

વેદાંત અને નિશા, મારે તમને એક મહત્વની વાત કરવાની છે. હા હા પપ્પા બોલો બોલો, આજે હું અને તારી મમ્મી બંને સાંજે અહિંયા થી આ ઘર બંધ કરી ને સુરત અને રાજકોટ જઈએ છીએ. અમે કદાચ ત્યાંથી પાછા આવીયે કદાચ ત્યાંજ રોકાઈ જઈએ, તમે આ ઘરના દીકરા વહુ છો ને તમને જાણવાનો પૂરો હક છે કે અમે ક્યાં જઈએ છીએ.

હું માયા ના ઘરે રાજકોટ જાઉં છું અને કાજલ સુરત કંદર્પ ના ઘરે. મારા અને કાજલ ના લગ્ન મજબૂરી માં થયા હતા , કાજલ કંદર્પ અને હું માયા ના પ્રેમ માં હતા પણ અમારા લગ્ન થઇ ના શક્યા. અમે બંને એ અમારા લગ્ન ના દિવસે નક્કી કર્યું તું કે જીવન માં જો મોકો મળશે ને તો અમે અમારા જુના પ્રેમ સાથે જિંદગી જીવશું, સમાજ ની પરવા વગર. જીવન માં જે ના બની શક્યું એ પળો માણશું. આ વાત તમારે ગળે ઉતરે એવી નથી જ. તમે કહેશો કે આ ઉંમરે આ શું સૂઝ્યું? તમારે જે કેહવું હોય એ. આ અમારો નિર્ણય નહિ બદલાય.

*****

“આંસુઓના પડે પ્રતિબિંબ એવા દર્પણ ક્યાં છે?

કહ્યા વિના એ સઘળું સમાજે એવા સગપણ ક્યાં છે?”


પપ્પા નું તો સમજાયું મને પણ મમ્મી તું પણ ? તારે પણ જવું છે? તમને લોકોને શું થઇ ગયું છે? સમાજ માં કેવું લાગશે?


વેદાંત , મેં પેહલા જ કહ્યું કે અમે નિર્ણય લઇ લીધો છે , તું જેટલું જલ્દી સ્વીકારે એટલું સારું છે તારા માટે. તારા પ્રત્યે ની અમારી બધી જ ફરજો અમે નહી ચૂકીએ એની હું ખાતરી આપું છું. અને અને માટે તું કાજલ ને કોઈ સવાલ નહિ કરે, બહુ મહેનત પછી મેં એને મનાવી છે. અફસોસ સાથે શું જીવવું યાર, એમાં મજા જ ના આવે.


ઠીક છે મમ્મી પપ્પા, તમે લોકો જાઓ. હવે તમેં નક્કી કરી જ લીધું છે જાઓ, મારે આગળ કઈ જ કેહવું નથી. “”નિશા, આપણે 10 minutes માં નીકળવાનું છે”; મમ્મી પપ્પા , All The best for your new journey. પણ વેદાંત મારી વાત તો સંભાળ બેટા ? મારે કઈ સાંભળવું નથી, તમારે જેમ કરવું હોય એમ કરો.વિનાશકાળે વિપરીત બુદ્ધિ.

ને પછી નિશા અને વેદાંત જતા રહે છે.


કાજલ રડવા લાગે છે, અરુણ આપનો નિર્ણય ખોટો છે. મેં તને પેહલા જ કહ્યું હતું.આ બેવકૂફી છે. આપણે ફરી વિચાર કરવો જીએ.

કાજલ, તને એક પ્રશ્ન પૂછું છું, જે સાચો હોય એ જવાબ આપીશ??

હા, તો કહે મને આજે ક્યારેક તું ઘરે એકલી હોય અને એમ જ તારા જીવન વિશે વિચારતી હોય છે તો એવું થાય છે કે કાશ મારા લગ્ન કંદર્પ સાથે થયા હોત તો જીવન કંઈક જુદું જ હોત ?

હા, અરુણ એવું થાય.

બસ તો જો તને એવું થાય છે તો જા કંદર્પ જોડે, એની જોડે થોડો સમય વીતાવ. એના તો આમ પણ છૂટાછેડા થઇ ગયા છે ને કોઈ સંતાન નથી, જો આ ઘર ની 2 ચાવી છે 1 હું તને આપું છું અને એક મારી પાસે રાખું છું. આપણે એક બીજાને મળવાની ઈચ્છા થાય ત્યારે મળશું અને તને જયારે એવું લાગે ને કે તારે પાછું આવી જવું છે તું આવી શકે છે , કોઈ સંકોચ રાખ્યા વિના. તારા માટે આપણા ઘર ના દરવાજા ખુલ્લા જ છે. આમ પણ તું સુરત કંદર્પ ના ઘરે નહિ પણ અમારા જુના ઘરે જ રેહવાની છે. કોઈ વાત ની ચિંતા કે કઈ હોય તો મને કહી શકે છે અડધી રાતે પણ, તારો પતિ પછી પણ મિત્ર પેહલા છું.

ચાલ તું થોડો કરી લે. હું પણ આરામ કરી લાઉ પછી આપણે સાથે જ રેલ્વે સ્ટેશન જઈશું


અને બસ પછી સાંજ પડી અને કાજલ અને અરુણ જીવન ના એક નવા સફર પાર નીકળી ગયા, એક નવી દિશા જ્યાં એ વર્ષો પેહલા જવા માંગતા હા પણ જઈ નતા શક્યા. આજે એક મેક ના સાથ ને કારણે તેમને એટલો મોટો નિર્ણય કર્યો છે.

અરુણ કાજલ ને છેક ટ્રેન માં બેસાડી ગયો. અરુણ બસ ટ્રેન ની બારી બહાર ઉભો હતો અને કાજલ એ કીધું,

અરુણ, ક્યારેક જીવન માં આપણે આમ અમથું ગણું બોલતા રહીયે છીએ પણ જે ખરેખર કહેવાનું હોય ને એ કેહતા જ નથી. તારી સાથે લગ્ન કરી ને મેં મારા જીવન નો સાચો નિર્ણય જ લીધેલો હતો અને હું જરા પણ અફસોસ નથી કરતી. તે હંમેશા મારા સાચા મિત્ર બની ને મારી મદદ કરી છે . આજે મારા જીવન માં જે પણ કઈ સારું છે એ તારા થકી જ છે. તારું ધ્યાન રાખજે અને કોઈ પણ સમયે તને એવું લાગે કે તારે મારી જરૂર છે તો બસ કહી દેજે, હું આવી જઈશ. મારો પ્રેમ તારા થી વધારે મહત્વનો તો નથી જ મારે માટે.

અને ટ્રેન ઉપાડે છે અને કાજલ અને અરુણ એક બીજાને વિદાય આપે છે

*****

“સાફ સુથરું હવે નથી લખાતું,

કહો તો ખરા કોના કોના જીવન માં છેક-છાક નથી.....”


ટ્રેન ચાલુ થઇ અને કાજલ ના વિચારો ની સફર પણ.....હું સાચું તો કરી રહી છું ને? એક દીકરા ની માં છું અને કોઈની પત્ની પણ. આ રસ્તે થી મને આમ રસ્તો બદલવાનો હક છે ? અને પછી કાજલ ને અરુણ ના શબ્દો યાદ આવ્યા;

"કાજલ !..એક પત્ની, એક દીકરી , એક માં હોવા પહેલા તું ખુદ પણ એક માણસ છે, તારું આગવું એક અસ્તિત્વ છે, તારા સપના, તારી ઈચ્છાઓ આ બધી જવાબદારી થી એ વેશેષ છે અને એ ત્યારે જ વિશેષ રહેશે જયારે તું એને વિશેષ માનીશ, જયારે તું ખુદ તારા માટે મહત્વની હોઈશ. આ જીવનકાળ દરમિયાન, આપણે 3 સંબંધો માં જોડાઈએ છીએ, એક આપણો અને ભગવાન નો જેણે આપણને બનાવ્યા , બીજો આપણા લોકો સાથેનો જેમની સાથે આપણે જોડાયા અને ત્રીજો આપનો આપણી ખુદ ની સાથેનો. તને ખબર છે કાજલ, લોકો આ બીજા સંબંધ ને સાચવવાના અને બીજાને સક્ષમ બનાવવાના અને તેમની પસંદ પ્રમાણે રહેવામાં પોતાનો પોતાની જાત માટેનો સંબંધ નિભાવવાનો જ ભૂલી જાય છે. એક દોસ્ત તરીકે અને તારા શુભચિંતક તરીકે મારી તને આ સલાહ છે તું આ ભૂલ ક્યારેય ના કરતી. તારી જાત ને પેહલા રાખજે, કોઈ તારા નિર્ણયો થી સહમત હોય કે ના હોય, તું તારાથી સહેમત રહેજે. કોઈ તને પસંદ કરે કે ના કરે,તું તારી જાત ને પસંદ કરજે. આપણે બધા અલગ અલગ છીએ અને રહેવાના , અલગ માણસ અને અલગ વિચારો. કોઈ આપણાથી અલગ હોય એટલે એ ખોટું નથી થઇ જતું .એક વાત યાદ રાખજે, જયારે જયારે તમને જગત નડે છે, ત્યારે જ તમને તમારા માં કંઈક જડે છે."


આ મને શું થઇ ગયું છે? મારુ મન કેમ અરુણ ના વિચારો થી ઘેરાઈ ગયું છે? અરુણે કહેલા વાક્યો કેમ આજે મને ફરી ફરી ને યાદ આવી જાય છે?

વિચાર કાજલ, ટ્રેન માં બસી ગઈ છે, સામે કંદર્પ જેને પ્રેમ કર્યો એને મળવા જઈ રહી છે અને પછી અરુણ ની સંપૂર્ણ સંમતિ સાથે તો પછી મને આટલી ભીંસ કેમ લાગે છે, એવું તો શું છે જે મને અંદર થી અકળાવી ગયું છે? કઈ જ ખબર નથી પડતી. કાજલ વિચારો ના વમળ થી ઘેરાઈ જાય છે, એટલામાં તો બાજુમાં બેઠેલા બેનની નાની બેબી રડવા લાગે છે, માંડ 2-3 વર્ષ ની હશે. એને બારી પાસે બેસવું હતું એટલે એ જીદે ચઢી હતી. અરે બેન તમે એને બેસાડી દો અહિંયા હું આ બાજુ આવી જાઉં છું. ..

આ છોકરી તો બેન બહુ હેરાન કરે છે...થાકી જવાય છે એનામાં તો...

અરે બેન એ તો એવું જ હોય, હું એ એક છોકરા ની માતા છું, મારા થી વધુ કોઈ સમજી નહિ શકે.મારો છોકરો પણ મને બહુ વીતાડતો , આ તો મારા પતિ નો બહુ સાથ મળ્યો એટલે ક્યાં મોટો થઇ ગયો ખબર જ ના પડી. મારા પતિ ઘરના બધા કામ માં મદદ કરાવે, અરે એ જમવાનું પણ બનાવી દે.

તો તો બેન તમે બહુ નસીબદાર કહેવાઓ, અમારા જેવા અભાગા ને પિયરમાં જ રેહવું પડે છે.મારા પતિ મને લેવા જ આવતા નથી અને મારા માં બાપ ના ઘરે જ રહુ છું.

અરે બેન એવું તો કેમ ચાલે, તમે છૂટાછેડા લઇ લો ને?....

પેલા બેને એની વાત માંડી , “અરે બેન એમાં એવું છે ને, એમાં પણ મારો જ વાંક છે. મારા લગ્ન થયા ત્યારે તો થોડો સમય બધું એકદમ બરાબર ચાલતું હતું. મારા પતિ મને બહુ પ્રેમ કરતા હતા અને બહુ સારું રાખતા હતા પણ પછી એમને ખબર પડી કે મારે લગ્ન પેહલા કોઈ હારે પ્રેમ હતો અને બસ પછી એને મારી પ્રત્યે ભારોભાર નફરત થઇ ગઈ. મને એમ કે આ ઢીંગલી ને બહાને એ જૂનું બધું ભૂલી જશે પણ એવું કંઈ જ ના થયું અને અમારા સંબંધો પેહલા જેવા ના રહ્યા. હવે મારા પિયર જ રહુ છું”

“કંઈ વાંધો નહિ , તમે આને પ્રેમ અને જતન થી મોટી કરો, બધા સારા વાના થશે. નાહક ની ચિંતા ના કરો.”

અને પછી કાજલ વિચારો માં ડૂબી ગઈ.

એક જ પરિસ્થિતિ અને બે ભિન્ન પ્રતિભાવ!!!!!!!

આ તે ઈશ્વર તારી કેવી કૃપા? મારે કોઈ સાથે પ્રેમ હતો એ અરુણ ને પણ લગ્ન ના દિવસે જ ખબર પડી. એ મને પિયર મૂકી શકતો હતો અને મને નફરત પણ કરી શકતો હતો , અને એને મને એટલું બધું આપ્યું? મારા જેવી અભાગી ને એને જમીન થી ઉભી કરી ને ક્યાં બેસાડી દીધી? મેં લગ્ન પછી મારુ graduation પૂરું કર્યું, અરુણ એ કરાવડાવ્યું.

તને ખબર છે કાજલ, માણસ ને એકલા રેહવાની બીક કેમ લાગે છે? એના બે કારણ છે. એક એ કે એ ખુદ થી સંતુષ્ટ નથી એટલે એ પ્રેમ બીજે શોધે છે, ખુદ થી ભાગવા એ ભીડ માં રહેવાનું પસંદ કરે છે. બીજું એ કે એ એ જાતે પૈસા કમાઈને સ્વતંત્ર નથી અને એના માટે બીજા પાર આધાર રાખવો પડે છે, અને એટલે જ તને કહું છું કે પાર્ટ ટાઇમ જોબ કર પણ કંઈક કર. તું સ્વતંત્ર રહે જેથી કરી ને તારે કોઈના પર આધાર ના રાખવો પડે, મારા પર પણ નઈ. અત્યારે આ વાત તને એટલી મહત્વની નથી લગતી પણ ક્યારેક કોઈ પરિસ્થિતિ આવી પડે ત્યારે તું મારી વાત નું મહત્વ સમજીશ.

જે કાજલ એ કંદર્પને પ્રેમ કર્યો તો એ કાજલ તો બહુ બદલાઈ ગઈ છે, અને બદલાવ સારા જ છે અને સંપૂર્ણપણે અરુણ ને આભારી છે.

બસ કાજલ , જે પણ હોય. તું આમ અરુણ ને છોડી ને કંદર્પ પાસે ના જઈ શકે. દરેક પ્રેમ નો એક સમય હોય છે, મારા અને કંદર્પ ના પ્રેમ નો એ એક સમય હતો જે જતો રહ્યો, આજે હું કંદર્પ જોડે જઈને પણ ખુશ નહિ જ રહી શકું, અરુણ જેવું આ દુનિયા માં કોઈ નહિ મળે મને. હા, એ પેહલો પ્રેમ નથી મારો પણ ખરા અર્થ માં મારો સાથી છે અને દોસ્ત પણ.

હું બીજી ટ્રેન માં પછી જાઉં છું ઘરે. અરુણ તો માયા ના ત્યાં ગયો છે અને મારે એની જિંદગી માં કોઈ રીતે હેરાનગતિ નથી કરવી.

એ આટલા વર્ષો પછી માયા ને મળવા જાય છે તો ભલે જતો. એને જવું જ જઈએ. હું દિલ થી એ બંને ની ખુશી માટે ની પ્રાર્થના કરીશ પણ હું પછી ઘરે જ જાઉં છું. મારા મન માં અરુણ માટે એટલો બધો આદર છે કે કંદર્પ તો શું મારે અરુણ ને મૂકીને વેદાંત ના ત્યાં જવું હોય ને તો પણ હું નહિ જાઉં.

ટ્રેન સુરત સ્ટેશન એ પહોંચે છે અને માયા કંદર્પ ને ફોને કરી ને કહી દે છે કે હું પાછી જાઉં છું. મારા થી નહિ થાય આ.કંદર્પ કઈ જ પૂછતો નથી એની સંમતિ આપે છે.

ચિંતા નહી કર કાજલ, હું તારી પરિસ્થિતિ સમજુ છું.મન માં ભાર ના રાખતી

ત્યાં પહોંચતા સાંજ થઇ ગઈ હોય છે અને પછી ત્યાંથી પછી ટ્રેન માં તો ટિકિટ નહિ મળે. હું એક કામ કરું છું, બસ માં જ જતી રહુ છું. આમ પણ જતા 6 કલાક તો ગણી જ લેવા પડશે.હું રાતે મોડા પહોંચીશ પણ વાંધો નહિ. હવે તો હું ઘરે પહોંચીશ ત્યારે જ મને રાહત થશે. કાજલ તો બસ સ્ટેશન પર જઈને બસ માં બેસી જાય છે.

હું બહુ ખોટો નિર્ણય લેવા જઈ રહી હતી, હું જો કંદર્પ જોડે રહેત તો પણ મને ના જ ફાવત. જે કર્યું એ મેં સારું કે કર્યું. હવે મારા દિલ ને કંઈક સારું લાગે છે, મારા મન માંથી બહુ મોટો બોજ ઉતરી ગયો હોય એવું લાગી રહ્યું છે.

અને કાજલ અરુણ ને ફોન કરે છે,

"અરુણ હું સુરત પહોંચી ગઈ છું શાંતિથી,

"ઓક કાજલ, સાચવજે અને તું તારી જિંદગી જીવ..ખરા અર્થ માં..દિલ થી..!!!!"

"હા અરુણ...મને ખરા અર્થ માં જિંદગી જીવતા તે જ શીખવાડ્યું છે અને એ માટે હું તારી હંમેશા ઋણી રહીશ. તું પહોંચી ગયો રાજકોટ?

"હા કાજલ, પહોંચી ગયો અને બસ માયા ના ત્યાં બેઠો છું"

સરસ..સરસ... .હું મુકું ત્યારે

હા..ભલે..જાય શ્રીકૃષ્ણ

આજે તને કેમ માયા નું નામ સાંભળીને દુઃખ થયું? કે અરુણે સરખી વાત જ ના કરી. ના, વાત તો સરખી કરી પણ મને કેમ એવું લાગ્યું.

બહુ વિચારવું નથી , અરુણ અને માયા બસ શાંતિથી રહે સાથે, બીજું કઈ નથી જોઈતું મારે. હું એ મ જ ખુશ છું મારા થી જ, અરુણે જ શીખવાડ્યું છે.

પછી કાજલ બસ માં ક્યારે સુઈ જાય છે ધ્યાન જ નથી રહેતું. રાતે 2 ગીતામંદિર આવી જાય છે અને કાજલ ની આંખ ખુલે છે.

ઓહો, ચાલો અમારી મંઝિલ આવી ગઈ. આસપાસ જોવે છે તો બહુ માણસો દેખાતા નથી, સાલું આ રીક્ષા વાળો બરાબર શોધવો પડશે. હું એકલી છું ને રાત નો સમય છે. વળી એક મળી પણ જાય છે ને કાજલ ઘરે આવી જાય છે. ઘર નો દરવાજો તો બંધ જ હોય છે.


કાજલ પાસે તો એક ચાવી હોય જ છે અને એ દરવાજો ખોલે છે તો સામે કોઈ સોફા પર બેઠું છે અને tv ચાલુ હોય છે। .....ને કાજલ થી મોટી ચીસ નીકળી જાય છે। ..ને એ માણસ light ચાલુ કરે છે. જોવે છે તો અરુણ।.......

અરુણ તું ?...તું ઘરે શું કરે છે? તું તો રાજકોટ હતો ને? આ બહુ શું છે? ઘર બહાર થી લોક?

શાંત થઇ જા કાજલ, તું બેસ ને પાણી પી.

પેહલા તું કહે કે તું રાતે આટલા વાગે પછી આવી? એવું તો શું થઇ ગયું?

"અરુણ, હું ના જઈ શકી કંદર્પ પાસે, હું પછી આવી ગઈ. નહિ થાય મારાથી. અરુણ મારો પેહલો પ્રેમ છે પણ તું ભગવાન છે મારી માટે. હું મારી જાત ને તારા થી દૂર કરી જ ના શકી. ટ્રેન માં બેઠા બેઠા એટલી બધી બેચેની થઇ ગઈ હતી મને કે શું કહું તને. પછી હું પછી આવી ગઈ


હવે તું કહે કે તું કેમ અહિંયા છે? તું પણ પાછો આવી ગયો?

હાહાહાહાહા।...કાજલ, હું ગયો જ નતો. કોઈ માયા નથી મારા જીવન માં ના કાલે હતી, ના આજે છે ને ભવિષ્ય નું હું કહી ના શકું .દિલ તો અભી ભી જવાન હૈ..હાહાહા।

તો તે મને જૂઠું કીધું? કેમ?

હું સાચું કહેત ને તો તું આમ પાછી ના આવત ને કાજલ...

મને કંઈ જ સમજાતું નથી અરુણ .તું મહેરબાની કરી ને મને માંડી ને વાત કર.

જો કાજલ, આપણા લગ્ન ના દિવસે મને ખબર પડી કે તારે કંદર્પ સાથે પ્રેમ હતો ને બધું. થોડો સમય તો મને સમજાયું જ નઈ કે શું કરું.

મેં નક્કી કરેલું કે જે પણ મારી જીવન સંગીની બની ને આવશે ને એને હંમેશા ખુશ જ રાખીશ, કોઈ પણ ભોગે પણ એવું ખબર પડી તો હું થોડો ગભરાઈ ગયો. પછી મેં વિચાર્યું કે જે પણ પરિસ્થિતિ હોય એ, તને તો હું ખુશ જ રાખીશ. એટલે મેં તને કીધું કે મારે એ પ્રેમ હતો ને તું સાચે બધું દર્દ ભૂલી ગઈ. એમાં એવું છે ને કાજલ, હું ભણ્યો સાયન્સ છું પણ psychology માં સારી ખબર પડે છે.

તમારા જેવું ખુશી માણસ તમે જુવો તો તમે દુઃખી થઇ જાઓ અને તમારા જેવું દુઃખી જુઓ ને તો ખુશ .!!.

બસ પછી મેં એટલા વર્ષો માં તને ખુશ જ રાખી હતી, પણ તારા મન નો અફસોસ. એ ક્યાંક ઊંડે હતો જ.મને એ સહન નતો થતો. મેં તને બહુ પ્રેમ કર્યો છે કાજલ, બહુ જ. મારા પ્રેમ ની તો વ્યાખ્યા તું જ છે પણ એવું તારે માટે હતું નહિ અને મેં એ સ્વીકારી પણ લીધું હતું. બસ મારે તારી કોઈ ઈચ્છા અધૂરી નતી રાખવી.

ખરો પ્રેમ એ જ છે જે બીજાને આપે. ને દિલ થી તારી ખુશી જ મારી ખુશી હતી.અને એટલે જ મેં તને કીધું કે હું માયા ને ત્યાં જાઉં છું કેમ કે તો જ તું જાત કંદર્પ પાસે.

આ બહુ મોટી રમત હતી મારે માટે અને તારા દૂર જવાનો અફસોસ તો ગણો હતો, હૃદય પર પથ્થર રાખીને મેં તને મોકલેલી. તને મુકવા આવ્યો ત્યારની મારી હાલત મને જ ખબર હતી. ને એ વખતે તારા બોલેલા વાક્યો મને અંદર થી કોરી ખાતા હતા.મારુ અંતર અંદર થી બૂમો પડી ને કહી રહ્યું હતું કે હું તને રોકી લાઉ પણ તારી ખુશી આગળ એ ઈચ્છાઓ ને મેં દબાવી દીધી। મને અંદર થી ક્યાંક એવું થતું હતું કે કાશ તું પછી આવી જાય તો?

પણ પછી થયું કે હું શું સપના જોઉં તારા. તને મૂકી ને આવી ને હમણાં સુધી હું બહુ રડ્યો, બહુ દુઃખ થતું હતું અંદર થી તને ગુમાવવાનું.

"બોલી લીધું તે, હવે હું કૈક બોલું? મને દોસ્ત કહે છે, સાથી કહે છે ને મને જ ક્યારેય ના કીધું કે તું એટલો બધો પ્રેમ કરે છે? એક વાર કેહવું તો હતું? મને શીખવાડ્યું કે જીવન માં અફસોસ નહિ રાખવાના ને તે શું કર્યું આજે હા? મને ખોટું કીધું? અરુણ , મારા માટે એટલું બધું પણ નહિ કર કે હું એ ચૂકવી જ ના શકું તને. આજે આ તો હું આવી..ના આવી હોત ને પછી મને તારી સાચી હકીકત ખબર પડી તો ? તો એ અફસોસે આ હું જીવી શકત? તું તારી જાત ને બહુ પ્રેકટીકલ હોવાના દાવા કરે છે ને સંબંધો માં એટલો કૂણો ? કેમ અરુણ કેમ? વાંક એમાં મારો જ છે, તે તો છુપાવ્યું પણ હું એ ઓળખી ના શકી.

તારી આંખો માં પ્રેમ જોઈ ના શકી? સારું થયું તે મને મોકલી.ક્યારેક છે ને બહુ નજીક થી તમે જે નથી જોઈ શકતા ને એ થોડા દૂર જઈને જોઈ શકાય છે

તારા પ્રેમ ની ખબર તારા થી દૂર જઈને જ થઇ. તારા માટે તો હું શું કહું અરુણ। ..બસ એટલું જ કહીશ કે હવે મને સમજાઈ ગયું છે કે હું દરિયા માં રહી ને મૃગજળ ને શોધી રહી હતી.

આપણા લગ્ન વખતે તે હાથ માંગેલો મારો, આજે હું તારો હાથ માંગુ છું આ આખા ભવ માટે...આપીશ ? “હાસ્તો, કાજલ, હવે 28 વર્ષ થઇ ગયા, હવે મને આમ પણ બીજી કોઈ મળશે નહિ આ ઉંમરે....!!!!!

અને કાજલ અને અરુણ ની પ્રેમ કહાની ની શરૂઆત થઇ...ખરા અર્થ માં...second inning...

મારા દિલ ને ક્યાં ખબર હતી કે આવું પણ થશે,

દરિયાની કિંમત એનાથી દૂર જઈને જ થશે.


સમાપ્ત

બીજા રસપ્રદ વિકલ્પો