સફળ થવાની દવા ભાગ :4
આપણે હારવાને બદલે મહેનત કરવાની જરુર છે,અને પડી જાવો તો ક્યારે નિરાશ થવુ ન જોઇએ,ને દ્રઢ મનોબળ રાખવું. આપણું જો મન મક્કમ હોય અને તો કોઈ ના બાપ ની તાકાત નથી કે તમને રોકી શકે પણ મનોબળ સખ્ત અને ઊંચુ રાખવાની જરુર છે.
કોઇ પરિક્ષાના આધારે,કોઇ નું ભવિષ્ય કેવી રીતે નક્કી થાય મને આ સમજ જ નથી પડતી. તે ત્રણ કલાક માં કોઈની હોશીયારી કેવી રીતે નક્કી થઇ શકે.અત્યારે સૌથી વધુ પાણી ના ભાવે શિખામણો જ અપાય છે, એ દરેક લોકો આપનાર તો એવું સમજે છે કે આ બીજા માટે છે માટે આપણું ટેપ ચાલું રાખો. શીખામણો એવા જ આપે છે,જે તમને આગળ નથી આવા દેવા માગતા તેજ તમને આવું કરે છે માટે તમે લોકો ને ટાળવાનુ રાખો,તમે જ્યારે હતાશ હોવ દુ:ખી હોવ રોગ થી પીડાતા હોવ ત્યારે ભગવાન ને ન મળવું,કેમકે તેને દુઃખી ચહેરા જોવા ગમતાં નથી.
જ્યારે તમે નિષ્ફળ થઇ જાવો તો તમે તેને છોડી ન દો તેને પકડી રાખો અને અડગ મને તેનો સામનો કરવો, તેને છોડવાથી ભગવાન તેજ પરિસ્થિતિ નું નિર્માણ કરે છે, માટે તેને અહિંયા જ પુરુ કરવું. માટે મહેનત થી ક્યારે દુર ન ભાગો.અડીખમ ઊભા રહો ત્યારે સફળતા ની શરુઆત થાય છે, પૈસા કમાવવા ની કોઈ રીત નથી,આતો તમને ડફોળ બનાવવા ની વાત છે, એવા લોકો તમને એવા લોકો કેહેશે,જેને સફળતા નો અર્થ જ ખબર નથી , તે આપણને સાચો રસ્તો બતાવે ,તમે કલ્પના પણ ન કરી શકો, આપણી શિક્ષણ વ્યવસ્થા તમને કમજોર અને ગુલામ બનાવશે,અને તમે લોકો એજ ડાળી પકડી ને બેઠા છો.પણ સમય સાથે બદલાવ પણ જરૂરી છે.
"નિર્ધન બન્યા બાદ માનવી ધીરજ, બુદ્ધિ અને સાહસથી કામ લે તો એ ફરીથી ધન પ્રાપ્ત કરી શકે છે.
કાપડ ભલે સસ્તું હોય પરંતુ તેની સિલાઈ સારી કરવામાં આવે તો એ કાપડ ઉમદા અને મોંઘુ નજર આવવા લાગશે."_આચાર્ય ચાણ્ક્ય
તમે નિષ્ફળ થઇ જાવો,ત્યારે તમારે ધીરજ થી જ કામ લેવું.બધાં ની જીંદગી જીવવા ની રીત અલગ છે, ગોલ પણ અલગ હોય છે, જીંદગી ને ગણિત ના નિયમો થી જીવશો નહીં જો તમારે સફળ થવું હોય તો .કોઈ કામ નાનું નથી હોતું લોકો ના મન નાના થઈ ગયા છે.
પાંચ પંચાતિયા ના સર્ટી એના કારણે તમે પોતાની જાત ને નીચી માનસો નહીં, તમારી નજર પ્રમાણે તમને જીવન લાગશે,કોઇ સાથે પોતાની તુલના ના કરવી આપણે હરીફાઈ પોતાની જાત સાથે કરવી આજે મેં જે કર્યું છે, તેને કાલે કેવી રીતે વધુ સારું કરવું. રોજ પોતાની જાત સાથે તમે કોમ્પીટીશન કરો,અને રોજ તમે સારું એનાથી સારું કરો.તેમ કરશો તો તમારો આત્મ વિશ્વાસ વધશે.
કેમ કે આ દુનિયા માં કોઇ કોઇ ના થી ખુશ રહી જ નથી શકતું, અને તમે બીજા ને ક્યારે ખુશ નહીં કરી શકો.કેમ કે તમને ભીખારી બનવા ની તાલિમ આપવા માં આવે છે, માટે તમારા તરફ લોકો ની અપેક્ષા ઓ એટલી વધે છે, તમે જ્યારે પોતાના દિલ નું સાંભળશો તો જીંદગી માં તમે સફળ થશો.
અને તમારે જાતે જ મથવું પડશે,લોકો તો તમારી ડુબતી નશ જ ઝડપશે,આતો લોકો એ તો રામ ની પણ ટીકા કરી હતી, ક્રિષ્ણા ને પણ બાણ માર્યુ હતું, માહાવીર ને કાને શૂળ ભોંક્યા,મહમ્મદ સાહેબ ને પણ દોડાવ્યા,ઈશુ ખ્રિસ્ત ને ફાંસી ના માંચડે ચડાવ્યા.ને જીસસ ને ખિલ્લા ઠોક્યા, આતો લોકો નું કામ છે, તમને નડવાનુ.
જીવન માં તમે કરો તે સાચું અને તેજ નિયમ તો તમને જીવન માં સફળ થવાની સીડી મળી જશે,અને 10અને 12ના વિદ્યાર્થીઓ ઓ એ સમજવું કે તમે મહેનત કરો ને જે પરિણામ આવે,તેમાં પણ ખુશ રહેવું જોવો સફળતા કેવી તમારી પાસે આવે છે,
અને ક્યારે દોસ્તો તમે મને કંઈક માનતા હોવો તો ક્યારે પોતાની જાત ને ગરીબ માનશો નહીં,કેમકે પાગલ અને ગરીબ હોવું સફળતા ની નિશાની છે, કેમકે ડાહ્યો વધુ ખરડાય છે, પણ તેના માં કંઈ હોતુ નથી ખાલી તે ઠુંઠા જેવા ધુત નશા માં જ ફરે છે,અને બીજા ની મજાક ઉડાડવા ના ચક્કર માં તે મજાક બને છે, અને તે કોઈ ની મજાક ઉડાડવા ની સાથે, પોતાનુ જીવન પતાવી નાંખે,સારું આપણે મરી ને 50,000 માણસ પણ નથી આવતું, હુ પાછી ઉંચા ધ્યેય માં માનવા વાળી છું. આશાવાદ માં હું બહુ માનું છું, આપણે મરીએ ને 50,00000000ખર્વ માણસ ન આવે તો આપણું જીવ્યુ જ બેકાર છે. આ પણ સફળતા ની નિશાની છે જે ભાગ 2 માં જણાવી છે,
તમે વાંચક મિત્રો આવજો પાછા કે આ પાગલ સારુ થયું મરી ગઈ.
જે થાય તે સારા માટે તમે આ સમજી જાવો ને તો સમજવુ કે તમે સફળતા ની ટોચ સુધી જતા કોઈ નહીં રોકી શકે, પણ આ પાવર અંદર થી જાગવો જોઈએ, બધા તો તમારા મૂળો જ કાપશે,
તમે જેટલું સારી રીતે સમજશો તો તમને,બધી જ સમસ્યા નો જવાબ મળી જશે,તમારે આત્મ વિશ્વાસ તો રાખવો પડશે,ધીરજ પણ,આના વગર તો કોઇ છુટકો જ નથી, કેમકે ઉતાવળે આંબા પાકે એમાં કાંઇ સાર ન આવે,તમને ખરાબ સમય માણસ ની ઓળખ પણ કરાવે,માટે ચેતજો દોસ્તો તમારા સાચા મિત્રો તમારી ખરાબ હાલત માં હોય,ને તકલાદી લલ્લુ ,પંજુ, ભિખારી હોય તેજ તમારી સારી હાલત માં આવે, માટે તમે સારા દોસ્ત તમને ખોટા નશા માં નહીં રાખે, જે નકલી હશે તે નાટકો કરશે, તમે આગળ આવ્યા હશો ત્યારે જુના મિત્ર હોવાનું સારો મિત્ર હોવાનું પણ સફળતા ની પહેલી દવા છે,
માણસ ધન ના હોય તેનાથી ગરીબ નથી હોતો
અને નિષ્ફળ હોવું અને ગરીબ હોવું તો તમે નકામા એવું નથી હોતું, આ કચરો જ તમને હતાશા તરફ લઈ જાય છે,માટે તે તમારી કમજોરીને તાકાત બનાવો.શ્રી કાન્ત બોલા,નિક વુજીકીક,જેસીકા કોક્સ ની બાયોગ્રાફી માંથી જાણવા મળે છે.જીવન દિલ થી જીવો, તમે બુદ્ધિ થી જીવશો તો તમે કયાંય ભટકી જશો,માટે મિત્રો ચેતી જજો હજી વહેલું છે, પછી તમારે બહાર આવવું પણ મુશ્કેલ બની જશે.
તમને ખોટા નશા માં મારનાર કેટલાય મળી રહેશે, પણ તમને તમારા ધ્યેય માં કોઇ સપોર્ટ નહીં કરે તમારે જાતે જ મથવું પડશે.માણસો તમારે જાતે જ દુનિયા ને બતાવવુ પડશે, નસીબ અને સમય અને બેઠે બેઠે તક આવશે,તેવું એવું વિચારે તે બાયલા અને કાયર છે,માટે તેઓ ખાલી નશા માં જ ફરે છે, સાવ, ખોખલા જેવો. દોસ્ત સખત મહેનત કરવી ને મા બાપ લોકો એ પણ બાળકો પર હાવી ન થવું, તેને ઈજજત ના નામે બાળકો ને બ્લેમ ન કરવા.આ મા બાપ ની ફરજ છે,તમે જો બાળકો ના દુશ્મન બન્યા અત્યારે,તો બાળકો પણ તમારું જોઈ ને આવું જ કરશે.માટે બાળકો ના માલિક ન બની જાવો.પણ તમારી ઈજ્જ્ત હશે તો દેખાશે, પણ બાળકો આગળ નોકરી ના નામે ખોટો રોફ ન જાળો.
કેમ કે દરેક બધાં માં હોશીયાર ન હોય, કુદરતી શક્તિ કોઈ ની માલિકી ની નથી,જે મહેનત કરે છે, તે તેને સફળતા મળે જ છે,આ સમજવાની જરુર છે, બધા લોકો જો ભણવા માં જ હોશિયાર થશે,તો બિઝનેસ મેન , કારીગર , કોણ થશે, દરેક આગળ આવવા માટે જ પેદા થયો છે કે થઈ છે.કોઈ પર પોતાના કપમાં જબરજસ્તી થોપશો નહીં.
આના થી તમારું જ સંતાન તમારું દુશ્મન બનશે.......
શૈમી પ્રજાપતિ