સફળતા થવાની દવા.....
સફળતા નો અર્થ મને કોઈ સમજાવશે.....કે સફળતા એટલે શું તે ? પણ સફળ થવા માટે દોડે બધાં.સફળતા તો કોઈક નું સુંદર સપનું બની જાય છે.
"જો હૈ સૌ હૈ મેરા હૈ સૌ જાવે નહીં જાવૈ હૈ સૌ મેરા નહીં "
જે પરિસ્થિતિ છે તેનો ખુશી થી સ્વીકાર કરો તો સફળતા મિત્ર બની જાય.દુઃખ નો પણ તમે હસતાં હસતાં સ્વીકાર કરો તો સુખ તમારો હાથ પકડી લે.....ભગવાન હું તુ મને જે રસ્તે લઈ જાય તે રસ્તે હું ચાલે તને ફરી યાદ નહીં કરું કે તે કેમ આવું કર્યું.
ત્યારે તનાવ મુક્ત જીવન ની શરૂઆત થાય.
સફળતા અને નિષ્ફળતા એક સિક્કા ની બે બાજુ ઓ છે.
જો જીંદગી તનાવ મુક્ત કે ભય મુક્ત બનાવવી હોય તેના માટે રસ્તા આપ્યા છે, કે સફળતા આપણી કેવી રીતે ગુલામ બની જાય.જાતે જ કેમ સારું થવા માંડે તે માટે છે.
જીવન જીવવા ની ચાર અવસ્થા છે. જે ગીતા,કુરાન,બાયબલ માં આપેલી છે. ધર્મ, અર્થ, કામ,અને મોક્ષ. ભગવાને કહ્યું છે, કે ધર્મ ને મોક્ષ તું કર તું આ કરીશ તો આપોઆપ આ થશે.પણ આપણે ઊંધી સાઇકલ ચાલાવી તેમાં આપણે હતાશા અને તણાવ માં આવી ગયા.ભગવાને કહ્યું છે .કર્મ ને ફળ જુદા નથી. તારા કર્મ સાથે જ ફળ બંધાઈ જાય છે.તને યોગ્ય સમયે આપી દઈશ તુ મહેનત કર હાંક પાડ.તને મદદ તૈયાર જ છે. પણ આપણે હરામી થઇ ગયા. પહેલા ફળ નું ટ્રેનર બતાવ પછી જ હું કર્મ કરું.તું ફળ ની ચિંતા કરીને તુ તારું અડધું ફળ ખોવે છે.
કોઈ ને જોવો તમે ગરીબ અમીર બાળકો, યુવાનો ,ઘરડા કોઈને પુછો તો કહેશે.'જીંદગી માં મજા નથી'. બધાં દુખી ફરે છે. ગાડી બંગલો , લાડી,વાડી આ જરૂરીયાત છે. સુખ નથી.પછી દિલ માંગે થોડા મોર આવા દો આપણે પછી પહોળા થતા જઈએ.આડા અને ઊભા તેમ આપણી માંગણી પુરી થવાનું નામ જ ન લે.માણસ મટી મોટો ભિખારી થતો જાય.પછી મરવા ના આરે પણ તેનું માગવા નું ખતમ ન ખાય જ નહીં. આપણે પહેલા જાણવું પડશે.સરકાર બદલવાથી આ નહીં થાય.
એજ્યુકેશન નો મતલબ છે.આપણા હ્રદય નો વિસ્તાર પણ આવું થતું નથી. અહીંયા બુદ્ધિ નો વિકાસ જેમ થાય તેમ માણસ દુખી કંટાળેલો થાકેલો રહે છે.બુદ્ધિ નો વિકાસ થતા આપણે મહેનત વગર કેવી રીતે મળે તેની લાલચ કરતાં થયા. અને આપણા શોર્ટ કટ માં ને કટ માં આપણો શોર્ટ કટ થઇ ગઈ ને આપણે દુઃખી થતા ગયા.
દરેક લોકો સુખી થવા ને સફળ થવા જ પેદા થયો છે. દરેકે પોતાના અંદર જોવાની જરૂર છે.આપણે જે જોઈએ તે લઈને જ જન્મયાં છીએ.પણ બહાર લાવવાની જરૂર છે. તે કરે કોણ.આ કામ કોલેજો સ્કુલોનું છે.તમારા દિલ ને પુછો કે આ થાય છે?તમે પહેલા આવો તો હોશિયાર તો છેલ્લા આવો તો કચરો. સ્કુલ અને કોલેજો તમારી આવડત ની પરીક્ષા નથી લેતી.પણ"તમે આખા વર્ષ નું કોણ સૌથી વધું ગોખીને શકે ને ત્રણ કલાક માં સારી અને ઝડપી ઉલટી કરી શકો એનું માપ છે. તમારી હોશિયારી નું માપ નથી."બધાં પહેલાં આવવા રેસ લગાડે ને હારે એટલે હતાશ થાય. પણ સમય સાથે તમારે ચાલવું હોય ને તો પણ તનાવ મુકત જીવન જીવવું હોય.તો તમારે પહેલા ભગવાન સામે દુખી હાલત માં જવું નહીં, તેમની પાસે ભીખ માંગવા જવું નહીં.તેમને કેમ છો મજા માં તેમ કહેવા જવું.તમે મનથી સ્વસ્થ હોવ ત્યારે જ મંદિર જવું.ભગવાન ને મિત્ર ની જેમ મળવા માટે જ જવું.
દરેક જણ ભણવા માં હોશિયાર હોય તે તો જરૂરી નથી. દરેકે પોતાના અંદર જોવું કે તમે શેમાં હોશિયાર છો પછી તેમાં મહેનત કરો.તમને આગળ આવતા કોઈ નહીં રોકે.અને કુદરત પણ તમારો મિત્ર બની જાય.તમે દુખ માં હતાશ થાવો મંદીર જઈને રડો. ભીખ માંગો એનો મતલબ તમે ભગવાન ને ગાળો આપો.એટલે તે ખુદ જ દુર થઇ જાય. તેને પણ ભિખારી જેવા દૈવ ને આધીન બેસી રહેનાર થી ભગવાન દુર ભાગે છે. ભગવાન નો નિયમ છે, તે 'મર્દ ની મયિયત માં જાય પણ બાયલા ની જાનમાં ન જાય.'તમે કોઈ ને પણ જોવો તો ભગવાન સામે ભિખારી ની જેમ માંગતો હશે. આપણા ને ભિખારી માં શો ફરક પેલો બહાર બેસી ને માંગે ને આપણે મંદિર ની અંદર .આપણે જ્યારે દુખ માં જો અડી ખમ ઉભા રહી ને મહેનત કરે તેનો પ્રસાદ સમજી તો સુખ અને સફળતા તમારો હાથ પકડી લે છે.
આ વિરોધી નથી. આતો એક સિક્કા ની બે બાજુ છે.બંને ની જરૂરિયાત છે. નિષ્ફળતા ન હોય તો સફળતા ની કિંમત કંઈ જ નથી.
આપણા હાથ માં ખાલી મહેનત જ છે. આપવું ન આપવું ભગવાન નાં હાથ માં છે.કરોડિયા ના હાથ માં ખાલી જાળ બનાવવા મથવાનું જ હોય છે. પણ બનવા દેવી તેને ગરોળી ના હાથે મરાવવો કે સફળ કરવો એનાં હાથ માં છે.જંગલ ના રાજા સિંહ ને પણ શિકાર કરવા માટે સખત પરિશ્રમ કરવો પડે છે. તેનાં મોં મા શિકાર દોડીને આવતો નથી.
જયારે એક વાત બોલતાં મને પણ દુખ થાય છે. કે મા બાપ એ બાળક ના ટ્રષ્ટિ છે બાળક ના માલિક નહીં જો કોઈ બાળક ને તેની જીંદગી ના નિર્ણયો જાતે લેવા દેવા એ પણ સફળતા નો ભાગ છે. મા બાપ બાળકો ને લાવીને તેની ઉપર જાણે દયા ન કરી હોય તેમ બિચારા ને પોતાના ઈશારા પ્રમાણે નચાવે રાખશે.આ પણ સફળતા માં અવરોધ ઉભું કરતું પરિબળ છે. જેને કારણે બાળકો હતાશા અને ડીપ્રેશન નો ભોગ બન્યાં.
તેઓ પોતાની જાત ને નકામી સમજી ને દુખી થતાં ગયા.કોઇ પણ બાળક ને સપનું હોય છે.કે મારી જીંદગી બહું મસ્ત જાય ને કમસે કમ મારા મમ્મી પપ્પા મને સમજે તેની જગ્યા એ મમ્મી પપ્પા પણ મસ્ત રોલ ભજવે કે બાળક સારા ટકા લાવે,અમે નચાવીએ તેમ નાચે તો સારૂ નહીં તો આ નકામું છે અથવા નકામો છે.એને એટલી હદે ટોર્ચર કરવામાં આવે તેને જીવતે જી તેનું બારમું જ થાય. તેને ખોટી ઈજજત નું નામ લઈને તેને ઘસી નાખવા માં આવે તે બિચારા તેને પણ ખબર ન પડે. તેને જીવતે જી મારી નાંખે. કાંતો તે દવા ના પીવે ત્યાં સુધી તેને ઉપસાવવા માં આવે કોઈ છોકરો દવા પીએ ને સુસાઈટ નોટ લખે. બાળક જયારે
આત્મહત્યા કરે ત્યારે તેને માટે મા બાપ જ જવાબદાર છે, તમે બાળક તો તમારા ઇશારા પર નાચતુ રમકડું નથી.તમારી જ ખામી નું પ્રદર્શિત થાય છે. તમે એવું તો કેવું કરો,કે તેને દવા ખાવી પડે,આમાં એવા મા બાપ દબાણ કરે કે જેને એક એક વર્ષ માં 4ટ્રાયલ થયા હોય. એક વાત કહેતા મને અહિયાં હસવું આવે આમાય પાછી બાળક ની નિલામી કેવી હોય કે જો ફેલ થાય તો કે આ તારુ બાળક ના તમારું બાળક પણ વિચાર માં પડે હું કોનું છું? બે માંથી એમાં
માં બાપ જો બાળક સારા ટકા લાવે તો મારું .બાળક ને જે પરિસ્થિતિ માં તમારી જરૂર હોય પ્રેમ ની સાથ ની ત્યારે મા બાપ હરામી બને,ને મરી જાય પછી એકબીજા ને દોષ દે પછી શુ કામ નું ડોશી જીવતી હોય ત્યારે ખીચડી ખવડાવાય મરી જાય પછી ન ખવડાવાય.
સ્કુલ માં અપાતું શિક્ષણ જે જીવન માં કામ નથી આવતું ને જે જીવન માં કામ આવે તે શીખવાડવા માં નથી આવતું.નિષ્ફળ થવાનું કારણ આપણે આપણા હ્રદય ને પુછજો આજ રહેશે.
પણ આવે ને જો આ કલ્કી ભગવાન અત્યારે જ અવતરે તો પણ નહીં બચાવી શકે , માણસ ને દુખી થતાં.
-શૈમી પ્રજાપતિ