Talash books and stories free download online pdf in Gujarati

તલાશ

                      તલાશ
આ કોઈ મૂવી ની સ્ટોરી નથી.હા કદાચ તમે પહેલી વાર આનું નામે વાંચો તો એઉ જ લાગે કે "આમિર ખાન" વળી મૂવી "તલાશ"છે.!પણ ના મિત્રો આના મા આવું કઈ નથી.
              આની શરૂઆત કાઈ આમ થાય છે,મને જેની તલાશ હતી એ તો નથી "ઇન્સ્ટાગ્રામ" પર કે પછી નથી "whatsapp"પર કે પછી નથી એ "ફેસબૂક" પર.હું એને બધે જ શોધી છુ પણ નથી મળતી એ અને નથી મળ્યું એનું નામ.!
                 હવે તમે કહેશો નામ વગર કેવી રીતે મળશે તને ભાઈ.?તો સાંભળો જેને હું ગોતું છું ને એનું નામ લખવા ની જરૂર નથી, એને મને એના નામ નું પહેલું અક્ષર કહીને જતી રહેલી અને જતા જતા કીધેલું કે તું ખાલી આટલું લખજે,પહેલા હું જ તને દેખાઇશ.!
           આ વાત ની કાઈ આવી રીતે શરૂઆત થઈ.આપડા ગામડા મા જ્યારે કોઈ પ્રસંગ ત્યારે જ ભેગા થતા હોઈએ અને એક બીજા સાથે પરિચય થાય.ગામડા મા પ્રસંગ એટલે જેના ઘરે હોય એજ નહીં પરંતુ આખું ગામ આવે,એમના સાગા સંબંધીઓ આવે.હવે આના મા કોણ કોના ઘરે આવેલું છે એ ખબર ના પડે.પણ પ્રસંગ ઉજવવાની માજા જ જુદી હોય છે. આ પ્રસંગ ઉજવવા મા મારી નજર એના પર પડી,જરાક મોટું માથું,આંખ મા ચમક,નાક પોપટ જેવું,અને રંગ શ્યામ.મેં એને જોવા માં ને જોવા મા જમવા નો રહી ગયો,પણ એને જોયા પછી મને ક્યાં ભુખ લાગે કે ઊંઘ આવે,કે પછી તરસ લાગે.એ દિવસે અમારી ખાલી ચાર(૪) કલાક ની મુલાકાત થઈ હતી.
               આ ચાર(૪) કલાક ની મુલાકાત તો જાણે અમે હજી ભેગા જ થયા અને જવાનું સમય ઓન થઈ ગયું.હજી તો અમે એક બીજા ને નામે પૂછવાના હતા,એટલા મા એની મમી એ બૂમ મારીને એને બોલાવી લીધી અને હવે.....
અમારી ચાર(૪) કલાક ની વાતો પુરી થવાની નામ જ ની લેતી હતી મને એવું લાગતું હતું,મન મા ઘણા સવાલો આવતા, અને આ સવાલ પૂછું.?પેલું પૂછું.?ત્યાં વિશે પૂછું.?,અરે શુ ન પૂછું.??પૂછવા નું તો ઘણું બધું હતું પણ કાઈ મેર પડીયું ની,કેમ કે હું હજી કાઈ પૂછવા નું ચાલુ કરું એટલા મા એની માતાજી એ એને  બોલાવી લીધી. એ જતી રહી અને હું એને જોતો રહ્યો!
                એ દિવસ તો નીકળી ગયું પણ હવે જે બીજો દિવસ આવી ને બેઠો હતો ઘણા સવાલો કરીને એનું શુ..??સવાલ તો દૂર રહી ગયું મેં કોઈ ને પણ જોઈ તો એમાં મને એનો જ ચહેરો દેખાય.આજુબાજુ એનું જ સાદ સંભળાય.વિચાર પણ એના જ આવે.આ બધું તો ઠીક પણ રાત્રે સુ થયું એ હું કહું તમને,મારી મમી એ મારી પાસે મીઠું મંગાવીયું,મેં રસોઈ ઘર મા ગયો અને મીઠું ના બદલે શાક લઇ  આવ્યો,પછી પાછો ગયો અને ત્યારે ઘી લઈ આવ્યો,ત્રીજી વખત ગયો ત્યારે કઈ બીજું જ લઇ આવ્યો તો મારી મમી મને ખીજવાય નહિ એવું તો બને નહિ.પણ આ વખતે કાઈ જુદું થયું!મમી એ એક મીઠી સરસ મુસ્કાન આપી અને કીધું ખાઈ ને શાંતિ થી સુઈ જજે.
                   આમ કરતા કરતા ૬ મહિના વીતી ગયાં પણ મને હજુ સુધી એ મળી નહિ.હું એને બધેજ શોધી નાખીયું,પણ એ ક્યાંય મળી નહીં!
હું નિરાશ થઈ ને બેઠો હતો ત્યારે યાદ આવીયુ કે એને કીધું હતું એ 'ફેસબુક" ઉપર છે, ત્યારે તમે માનશો નહીં પણ જાણે શરીર મા એક લહેર દોડી હોય,જાણે હું કોઈ મોટો જંગ જીતી ગયો હોઉં.!હવે હું એને શોધવા લાગ્યો,એને એક નામ ની ઘણા નામ થઈ શોધું પણ મળી નહિ!હું નિરાશ થઈ ગયો અને શાંતિ થી બેસી ગયો.
              એક દિવસ "ફેસબુક" પર એક સૂચના આવ્યું કે કોઈ એક તમને એમના મિત્રની યાદી મા સમિલ કરવા માંગે છે, મેં તરત જોયું કે જોવા દેતો કોણ છે. ?કદાચ એ જ છે.?.....
     
            આગળનું વાંચવા માટે જોતા રહો તલાશ ભાગ-2..

બીજા રસપ્રદ વિકલ્પો