બેવફા - 1 Kanu Bhagdev દ્વારા પુષ્તક અને વાર્તા PDF

બેવફા - 1

બેવફા

કનુ ભગદેવ

પ્રકરણ - 1

નૂર મહેલ!

રાતના સાડા અગિયાર વાગ્યા હતા.

સાંજના સમયે હંમેશા ચિક્કાર રહેતા ડિલક્સ હોટલના આલિશાન બાર હોલમાં અત્યારે ત્રણ-ચાર ગ્રાહકો જ હતા.

વેઈટરો સાફસૂફી કરતા હતા.

દસેક મિનિટ પછી એક યુવાનને બાદ કરતાં બીજા ગ્રાહકો પણ ચાલ્યા ગયા. પરંતુ એ યુવાન જાણે કે ત્યાંથી ઊઠવા જ ન માંગતો હોય તે રીતે બેઠો હતો. તેના ચહેરા પર નશાની સાથે સાથે ઉદાસી, નિરાશા અને ગમગીનીના હાવભાવ છવાયેલા હતા. આંખો લાલઘુમ થઈ ગઈ હતી. રહી રહીને તે જાણે કોઈકના પર હુમલો કરતો હોય એમ દાંત કચકચાવીને હવામાં મુક્કો ઉછાળતો હતો.

સુંદર અને આકર્ષક વ્યક્તિત્વ ધરાવતા એ યુવાનનું નામ કિશોર હતું. એની ઉંમર આશરે ત્રીસેક વર્ષની હતી. બચપણમાં જ તેનાં મા-બાપ મૃત્યુ પામ્યાં હતાં. જાતમહેનત કરીને એણે બી.કોમ. સુધી અભ્યાસ કર્યો અને પછી નોકરીની શોધમાં લાગી ગયો. પરંતુ એ જ્યાં જ્યાં નોકરી માટે જતો ત્યાં ત્યાં કાં તો કોઈ મોટા માણસની લાગવગની જરૂર પડતી અથવા તો પછી લાંચ ખવડાવવા માટે પૈસાની! અને કિશોર પાસેથી આ બેમાંથી એકે ય ચીજ નહોતી.

છેવટે તેનો એક મિત્ર કે જેનું નામ અનવર હતું. એણે લોનથી તેને એક ટેક્સી અપાવી દીધી. અનવર જાતે મુસ્લિમ હતો જ્યારે કિશોર હિંદુ! પરંતુ તેમ છતાંય બંને વચ્ચે ગાઢ મિત્રાચારી હતી, જરૂર પડ્યે એકબીજા માટે પોતાનો જીવ આપતાં પણ બેમાંથી એકેય અચકાય તેમ નહોતાં. અનવર રીક્ષા ચલાવતો હતો. બંને સ્લમ ક્વાર્ટસ જેવા પછાત વિસ્તારમાં રહેતા હતા.

બંનેની દોસ્તી વચ્ચે નાત-જાત કે ધર્મની કોઈ જ દીવાલ નહોતી.

કિશોર ક્યારેક ક્યારેક જ શરાબ પીતો હતો. પરંતુ છેલ્લા એક અઠવાડિયાથી તો તે દરરોજ અહીં શરાબ પીવા માટે આવતો હતો અને તેનું કારણ હતું પ્રેમમાં મળેલી નિરાશા!

‘હજુ એક પેગ આપ!’કિશોરે પોતાના ગજવામાંથી વીસ રૂપિયાવાળી એક નોટ કાઢીને સામે ઊભેલા વેઈટર સામે લંબાવી, ‘અને સાથે તળેલા કાજુ પણ લેતો આવજે.’

‘એ નોટ તેને પાછી આપી દે!’અચાનક એક નવો અવાજ સાંભળીને વેઈટરે પીઠ ફેરવી.

કિશોરે માથં ઊચું કરીને, માંડ માંડ આંખો ઉઘાડીને જોયું તો તેના ટેબલ પાસે અનવર ઊભો હતો.

‘ક...કેમ...? હીચ્......’કિશોર હેડકી ખાતાં નશાભર્યા અવાજે પૂછયું, ‘ત....તું પીવડાવવાનો છે?’

‘બસ, બહુ થઈ ગયું....!’અનવરે બાવડુ પકડીને તેને ઊભો કરતાં જવાબ આપ્યો, ‘ચાલ હવે અહીંથી તારી હાલત તો જો....!’

‘ના, અનવર...!’કિશોરે એની પક્કડમાંથી પોતાનું બાવડું છોડાવવાનો પ્રયાસ કરતાં કહ્યું, ‘મને પીવા દે,’

‘મેં તને ના પાડી ને? હું તારો મિત્ર છું. દુશ્મન નથી સમજ્યો? મારાથી તારી આવી હાલત નથી જોવાથી!’

‘અનવર...! તું જ મારો મિત્ર છે.... સાચો મિત્ર છે... સુખ-દુઃખનો સાથી...! તારા સિવાય મારું બીજં કોઈ નથી.... કોઈ નથી...!’કિશોર ભરાયેલા અવાજે બોલ્યો. એની આંખોમાં આંસુ આવી ગયા હતા.

અનવરે તેને ટેકો આપીને બહાર ઊભેલી પોતાની રીક્ષામાં બેસાડી દીધો. પછી રીક્ષ સ્ટાર્ટ કરીને એણે આગળ ધપાવી.

થોડી વાર પછી એણે રીક્ષા એક ઉજ્જડ અને એકાંત સ્થળે ઊભી રાખી દીધી.

ત્યાં પાંચ-સાત મોટા પથ્થરો પડ્યા હતા. અનવરે કિશોરને રીક્ષામાંથી નીચે ઉતારીને એક પથ્થર પર બેસાડ્યો. પછી પોતે પણ તેની સામે બીજા પથ્થર પર બેસી ગયો.

કિશોરની આંખોમાંથી હજુ પણ આંસુ વહેતાં હતાં.

‘હા, હવે બોલ!’અનવરે સ્નેહથી કિશોરના ખભા પર હાથ મૂકતાં કહ્યું, ‘તારો હેતુ તો લૈલા મજનૂના નાટકમાં મજનુ તરીકે બાવ ભજવવાનો હોય એવું મને લાગે છે. તારી હાલત તો જો. તારે શરાબ જ પો છે ને? તો ચાલ, હું તને શરાબના પીપમાં જ ડૂબાડી દઉં છું. પછી ધરાઈ ધરાઈને પીજે અને તારા દોસ્તને એકલો અટૂલો જ આ દુનિયામાં છોડીને ઉપર પહોંચી જજે.’

‘અનવર....!’કિશોર એકદમ રડી પડ્યો.

‘અરે.... તું રડે છે...?’અનવરે તેનાં આંસુ લૂચતા ઠપકાભર્યા અવાજે કહ્યું, ‘તું આમ પુરુષ થઈને રડે છે? મહેરબાની કરીને રડવાનું બંધ કર ! અને જે હોય તે શાંતિથી મને કહે. તારો આ મિત્ર હજૂ મરી નથી ગયો સમજ્યો.’

‘આશાએ....?’કિશોરે સહેજ સ્વસ્થ થઈને કહ્યું, ‘સાથે દગો કર્યો છે. હું.... હું એને ખૂબ જ ચાહતો હતો.’

‘હા... એ સાલ્લીને તું ખૂબ જ ચાહતો હતો તેની મને ખબર છે અને એ પ્રેમના કારણે જ અત્યારે તારી આવી હાલત છે. પણ... હવે જ્યારે એ તને નથી ચાહતી તો પછી તું શા માટે તેને ચાહે છે....?’

‘એ મને પ્રેમ કરે છે... રકતી હતી....! એ પણ મને ખૂબ જ ચાહતી હતી.. પરંતુ જ્યારથી તે શેઠ લખપતિદાસના ચક્કરમાં ફસાઈ છે...!’

‘કમાલ કહેવાય....! આપણા વિસ્તારના બધા લોકો તો એમ કહે છે કે તારી પ્રેમિકાએ એટલે કે અશાએ જ લખપતિદાસને પોતાના મોહપાશમાં ફસાવ્યો છે. જ્યારે, તું તો એમ કહે છે કે લખપતિદાસે આશાને ફસાવી છે.’

‘હા... લખપતિદાસે જ આશાને ફસાવી છે. આશા તેને નથી ચાહતી એ હું જાણું છું. લખપતિદાસે તેને પોતાની મિલકત, પૈસો, વૈભવ વિગેરેનું એવું સપનું બતાવ્યું છે કે તે મને ભૂલી ગઈ છે’

‘ઓહ... તો એનો અર્થ એ થયો કે આશાને પૈસા ખૂબ જ ગમે છે ખરું ને?’

’હા... એ હેંશાં પૈસાનો જ વિચાર કરતી હતી. બંગલો, મોટર, નોકર-ચાર વિગેરેનાં સપનાં જોતી હતી. લખપતિદાસે તેને આ બધું બતાવીને....!’

‘કિશોર...! અનવર તેને સમજાવતાં બોલ્યો, ‘તને આશા પ્રત્યે ખૂબ જ લાગણી ને પ્રેમ છે, એ હું જાણું છું. પરંતુ તું એને જેટલો પ્રેમ કરે છે, તેટલો પ્રેમ એ તને નથી કરતી! એને મન તારા કરતાં પૈસાનું વધુ મહત્વ છે. એનું સર્વસ્વ પૈસો જ છે. પૈસા ખાતર એ પોતાની મરજીથી લખપતિદાસ સાથે લગ્ન કરવા માંગે છે. તું એકદમ મૂરખ અને બેવકૂફ છે! અહીં વિશાળગઢમાં શું એ એક જ યુવતી છે? બીજી બધી ઘરડી ડોશીઓ છે? તું મને હુકમ કર! હું તારે માટે એનાથી યે વધુ સંદર યુવતી શોધી કાઢીશ. એ તરો વિચાર નથી કરતી તો પછી તારે એનો વિચાર કરવાની શું જરૂર છે?’

‘અનવર.... હું તેને ખૂબ જ ચાહું છું.’

‘તું એને મળ્યો હતો?‘

‘ક્યારે....?’

‘આશા લખપતિદાસ સાથે લગ્ન કરવાની છે, એની ખબર પડ્યા પછી....!’

‘મેં એને મળવાનો પ્રયાસ કર્યો હતો પણ એ મને નહોતી મળી...!’

‘બસ, તો આના પરથી જ પુરવાર થાય છે કે એ તને મળવા નથી માંગતી, તે કરોડપતિ શેઠની પત્ની બનવાની છે અને તું છો મામૂલી ટેક્સી ડ્રાયવર! એ તને મળે પમ શા માટે? તારા જેટલી હેસિય,ત તો તેના બંગલાના નોકરો ધરાવતા હશે. એ તો...’

‘ના... કિશોરે ચીસ જેવા અવાજે કહ્યું. એના બંનેહાથની મુઠ્ઠી વળી ગઈ. પારાવાર ક્રોધથી તેનો ચહેરો લાલઘુમ થઈ ગયો

‘તું નાહક જ ગુસ્સે થાય છે! ગુસ્સો કરવાથી કંઈ જ લાભ નથી થવાનો! તારે સ્થાને હું હોત તો મને પણ તારા જેટલો જ ગુસ્સો આવત. પણ... આમ ગુસ્સો કરવાથી શું વળશે?’

‘હું.... હું એને મારી નાખીશ!’કિશોર હાંફતા અવાજે બોલ્યો, ‘હું એ કમજાતનું ગળું વેતરી નાખીશ. પછી લખપતિદાસના હાથમાં તેની લાશ જ આવશે. હું તેને પણ નહીં મૂકું. હું એના બંગલાને આગ લગાવી દઈશ.’

‘પ્લીશ કિશોર....! અનવરે તેને હચમચાવતાં કહ્યું, ‘આ શું? તારા જેવો શાંત માણસ મગજ પરથી કાબૂ ગુમાવે છે?’

‘હું સાચું જ કહું છું અનવર!’કિશોર પૂર્વવત્ અવાજે બોલ્યો, ‘હું એને નહીં છોડું! હું આ રીતે મારા પ્રેમનું અપમાન થાય તે નહીં સાંખી લઉં.’

‘તારા સ્થાને કદાચ હું હોત તો મારી પણ આવી જ હાલત થાત પરંતુ તારે તારી બુદ્ધિનો પણ ઉપયોગ કરવો જોઈએ. શાંત ચિત્તે, ઠંડા કલેજે વિચારવું જોઈએ. તું અશાને પ્રેમ કરે છે એ વાત આપણા વિસ્તારના બધા લોકો જાણે છે. હવે જો તું એનું ખૂન કરીશ તો પોલીસ તને પકડી લેશે અને તારે ફાંસીને માંચડે લટકરવું પડશે.’

‘હું ફાંસીથી જરા પણ નથી ગભરાતો.’

‘પરંતુ સજા થયા વગર પણ આપણું કામ થઈ શકે છે. તો પછી આપણે એવું કામ શા માટે કરવું જોઈએ? હવે જ્યારે આ લગ્ન થાય જ છે તો થઈ જવા દે.’

કિશોરે તેની આંખોમાં પોતાની આંખો પરોવી.

‘મારા પર ભરોસો રાખ.’અનવરે લાગણીભર્યા અવાજે કહ્યું, ‘એ બંનાનાં લગ્ન થઈ જવા દે. આપણે લખપતિદાસને મારી નાખીશું અને તેના ખૂનના આરોપસર આશા પકડાઈને જેલના સળીયા ગણતી થઈ જશે. ચાલ હવે ઊભો થા. તારે તારો દેખાવ પણ વ્યવસ્થિત કરવાનો છે. અને સાંભળ કોઈ તને આશા વિશે કંઈ કહે તો તારે તારા મગજ પર કાબૂ રાખવાનો છે. કારણ કે આશાને પણે ફાંસીના મામચડે ને લખપતિદાસને ઈશ્વરના દરબારમાં પરોંચાડીશું. મારી વાત સમજે છે ને?’

કિશોર ઊભા થતાં હકારાત્મક ઢબે માથું હલાવ્યું. તેનો નશો ઓછો થઈ ગયો હતો.

અનવર સાથે રીક્ષા તરફ આગળ વધતાં તે કોઈક વિચારમાં ડૂબી ગયો હતો.

શેઠ લખપતિદાસ નામ પરમામે લખપતિ હનીં, પણ કરોડપતિ માણસ હતા. વિશાળગઢમાં તેમની બે કાપડ મીલો તથા એક ઓઈલ એન્જિનના સ્પેર પાર્ટ્સ બનાવવાની ફેકટરી હતી. ઉપરાંત ભૈરવ ચોકમાં તેમનો કાપડનો આલિશાન શો રૂમ હતો. આ શોરૂમનું નામ નૂર મહેલ હતું. આ નૂર મહેલની કંમત જ આશરે પચાસેક લાખની હતી. ફેક્ટરી અને કાપડ મીલો કરતાં પણ તેઓ ‘નૂર મહેલ’ના માલિક તરીકે વધુ પ્રખ્યાત હતા. કારણ કે આ શો રૂમની જાહેરાત દરરોજ ટી.વી. અને રેડીયો પર આવતી હતી.

નૂર મહેલમાં ચાલીસેક જેટલી સેલ્સગર્લને સેલ્સમેનનો કામ કરતાં હતા. લખપતિદાસની આવકનું મુખ્ય સાધન પણ આ શો રૂમ જ હતો. તેનાં વિશાળ કાઉન્ટરો હંમેશા ગ્રાહકોથી ચિક્કાર રહેતાં હતાં. લોકોના કહેવા મુજબ નૂર મહેલમાં રૂપિયાનો વરસાદ વરસતો હતો.

રાતના ઠ વાગ્યા હતા. નૂરમહેલની સજાવટ જોવાલાયક હતી.

સહસા શો રૂમની ફૂટપાથ પાસે એક આલિશાન વિદેશી કાર આવીને ઊભી રહી.

કારને ઓળખીને શો રૂમના દરવાજા પાસે ઊભેલો વર્દીધારી ચોકીદાર ટટ્ટાર થઈ ગયો પછી તે આગળ વધીને કાર પાસે પહોંચ્યો. કારના રંગીન કાચ ચડાવેલા હતા. પછી ધીમેથી બારણું ઉઘાડીને તેમાંથી આશરે વીસેક વર્ષની એક ખૂબ જ સુંદર અને આકર્ષક યુવતી બહાર નીકળી. એણે આસમાની કલરનાં સલવાર-કમીઝ પહેર્યાં હતાં. એના પગમાં ઊંચી એડીનાં સેન્ડલ હતાં. અત્યારે તેના ચહેરા પર ક્રોધના હાવભાવ છવાયેલા હતા.

ચોકીદારે તેને સલામ ભરી.

જવાબમાં એ યુવતી જોરથી કારનું બારણું બંધ કરીને શો રૂમ તરફ આગળ વધી ગઈ. ચોકીદારે ભરેલી સલામનો જવાબ આપવાનું તેને જરૂર નહોતું લાગ્યું.

એ ઝડપભેર શો રૂમમાં દાખલ થઈ ગઈ.

કાઉન્ટર પાછળ ઊભાલે શો રૂમના કર્મચારીઓએ અદબભેર તેમનું અભિવાદન કર્યું. પરંતુ એ તેમના પ્રત્યે ધ્યાન આપ્યા વગર કાઉન્ટરને છેડે આવેલી એક કેબિનનું બારણું ઉઘાડીને અંદર દાખલ થઈ ગઈ.

શો રૂમમાં મોઝૂદ ગ્રાહકોને નવાઈ લાગતી હતી.

‘કોણ હતી એ....?’આશરે પચીસેક વર્ષની વય ધરાવતા એકદમ સુંદર અને આકર્ષક વ્યક્તિત્વ ધરાવતાં યુવાને સેલ્સગર્સને પૂછયું.

‘આ શો રૂમના માલિકની પુત્રી...!’સેલ્સગર્લે કાઉન્ટર પર પડેલું પેન્ટ પીસ ખોલતાં જવાબ આપ્યો, ‘આ પીસ આપને ગમે છે કે પચી બીજા બતાવું?’‘પ્લીઝ... સામે જે લટકે છ તે બતાવો...!’યુવાને સામે લટકતાં પેન્ટ પીસમાંથી લીલા રંગા પેન્ટ પીસ તરફ આંગળી ચીંધી, ‘શું નામ છે એનું?’

‘વિમલ શુટિંગ...?’યુવાને સ્મિત ફરકાવતાં પૂછ્યું, ‘તમારી કંઈક ભૂલ થતી લાગે છે મેડમ! વિમલ નામ તો છોકરાનું હોય છે, છોકરીનું નહીં ! અને શૂટિંગ અટક તો મેં આજ સુધી નથી સાંભળી, મેં તો હમણાં જ યુવતી અંદર ગઈ તેના વિશે તમને પૂછયું હતું.’

‘શું...?’ સેલ્સગર્લે ચમકીને તેની સામે જોયું, ‘મિસ્ટર... તમારં ધ્યાન ક્યાં છે...?’તમે અહીં કાપડ લેવા માટે આવ્યા છો કે પછી....’

‘વધુ ગુસ્સો તબિયત માટે હાનિકારક છે એમ ડોક્ટરો કહે છે!’યુવાનના ચહેરા પર પૂર્વવત્ સ્મિત ફરકતું હતું, ‘મને એ ગમી ગઈ છે.’

‘એટલે...?’સેલ્સગર્લે રોષભર્યા અવાજે પૂછયું.

‘એટલે એમ કે તમારા શેઠની પુત્રી મને ગમી ગઈ છે.’

‘મિસ્ટર... તમે હમણાં જ અહીંથી ચાલ્યા જાઓ.’

‘મારું નામ આનંદ છે...!’ યુવાન બોલ્યો. ‘આનંદ તેજા...!’

‘તો હું શું કરું?’

‘તમારા શેઠની પુત્રીને મારું નામ જણાવીને કહો કે હું તેને મળવા માગું છું.’

‘આપ... આપ...’જાણે સહસા કંઈક યાદ આવ્યું હોય તેમ ચમકીને સેલ્સગર્લે કહ્યું, ‘આપ એ જ આનંદ તેજા છો કે જેમની સાથે સાધના મેમસા’બની સગાઈ છે!’

‘હા, હું એ જ છું.’

‘ઓહ... હું દિલગીર છું.’સેલ્સગર્લના ચહેરા પર ભોઠપના હાવભાવ છવાઈ ગયા, ‘હું આપને નહોતી ઓળખી શકી.’

‘કંઈક વાંધો નહીં. હવે તમે અંદર જઈને સાધનાને મારો સંદેશો આપી દો. હું એને તેના પિતાની સામે મળવા નથી માગતો. હું તેની કારમાં જ બઠો છું.’કહીને આનંદ સ્મિત ફરકાવતો બહાર નીકળી ગયો.

સેલ્સગર્લ અંદરના ભાગ તરફ આગળ વધી ગઈ.

આનંદ વિશાળગઢનાં જાણીતા સમાજસેવક કાશીનાથ તેજાનો પુત્ર હતો.

આનંદ અને સાધના એકબીજાને ચાહતા હતા અને આ વાત શો રૂમના દરેક કર્મચારીઓ જાણતા હતા. સાધનાના પિતાજી લખપતિદાસને પણ આનંદ ગમતો હતો. પરંતુ તેમ છતાંય જે આનંદ તેની ઓફિસમાં નહોતો ગયો. એણે સાધનાનો મૂડ જોઈ લીધો હતો. સાધના લખપતિદાસ સાથે ઝઘડો કરવા માટે જ આવી હતી એ વાત તરત જ સમજી ગયો હતો.

લખપતિદાસ પોતાની યુવાન પુત્રીની પરવાહ કર્યાં વગર લગ્ન કરવા માગતો હતો અને આ વાતથી સાધના તથા આનંદ એકદમ નારાજ હતા. લોકો મોઢામોઢ તો નહીં, પણ પાછળથી લખપતિદાસની ટીકા કરતાં હતાં. સમાજમાં તેની આબરૂ હલકી પડી ગઈ હતી.

અને આ અપમાનના મહેમાં સાધનાએ પોતાના મિત્રો અને કોલેજના વાતાવરણમાં પણ સહન કર્યાં હતાં. એને પોતાના પિતા પ્રત્યે ખૂબ જ લાગણી હતી. પરંતુ લખપતિદાસની આ હરકતથી તેને ખૂબ જ ગુસ્સો ચડ્યો હતો અને તેનો ક્રોધ જોઈને જ આનંદે તેને નહોતી અટકાવી.

તે રની પાછલી સીટ પર બેસી ગયો. પછી એક સિગારેટ સળગાવીને ધીમે ધીમે તેના કસ ખેંચવા લાગ્યો. એની નજર શોરૂમનાં દરવાજા સામે જ જડાયેલી હતી. તે સાધનાનાં બહાર આવવાની રાહ જોતો હતો.

એને વધુ રાહ ન જોવી પડી.

સાધના શોરૂમમાંથી બહાર નીકળી. એના ચહેરા પર પહેલાં કરતાં પણ વધુ ક્રોધ છવાયેલો હતો.

એ એક આંચકે બારણું ઉઘાડીને કારમાં ગોઠવાઈ. પછી એણે જોરથી બારણું બંધ કર્યું. બરબાદ અચાનક જ સિગારેટનાં ધુમાડાની ગંધ પારખીને એણે પાછળ જોયું.

આનંદ તેની સામે જોઈને સ્મિત ફરકાવતો હતો. આનંદને જોઈને સાધનાનાં ચહેરા પર પળભર માટે સ્મિત ફરકી ગયું.

આનંદ કૂદીને આગલી સીટ પર આવી ગયો.

‘ક્યાં જવું છે?’સાધનાએ પૂછયું.

‘ચોપાટીએ જ જઈએ.’આનંદે જવાબ આપ્યો.

સાધનાએ કાર સ્ટાર્ટ કરીને આગળ દોડાવી મૂકી.

‘અંકલને મળી લીધું?’આનંદે પૂછયું. તે સાધનાના પિતાજીને અંકલ કહીને જ બોલાવતો હતો.

‘હા, મળ્યા...!’સાધનાએ ચીડાયેલા અવાજે જવાબ આપ્યો, ‘આવતી કાલે તેઓ વરરાજા બનવાના છે.’

‘એ તો હું જાણું છું.’આનંદનો અવાજ ગંભીર હતો, ‘પણ અંકલને આ બધું નથી શોભતું!’

‘હું પણ જાણું છું. પરંતુ તેમનો નિર્મય અફર છે. તેમને બદનામી ગમે છે તો બીજું શું થાય?’

‘પરંતુ આપણને નથી ગમતું એનું શું? આશા, કે જે તારી મા બનવાની ચે, તે તારા જેવડી જ છે.’

‘આનંદ...!’સાધના ક્રોધથી તમતમતા અવાજે બોલી,

‘ગુસ્સો કરવાની જરૃર નથી. જે હકીકત છે એનો તું વિરોધ કરી શકે તેમ નથી. એ તારી માનું સ્થાન લેશે. ઉંમરમાં એ તારાથી માત્ર ત્રણ વર્ષ જ મોટી છે. તારે તેને મમ્મી કહીને બોલાવવી પડશે.’

આનંદની વાત સાંભળીને સાધનાની આંખોમાં આંસુ ધસી આવ્યાં.

‘અરે... તું રડે છે? આ તો ઘણું ખોટું કહેવાય!’આનંદ તેનાં આંસુ લૂછતાં બોલ્યો.

‘હું તેને મમ્મી કહીને બોલાવી શકું તેમ નથી.’

‘પણ છતાં ય તારે એમ કહીને જ બોલાવવી પડશે.’

‘પ્લીઝ.... આનંદ....!’સાધનાએ પીડાભર્યા અવાજે કહ્યું, ‘મારું ચાલે તો હું એ ચુડેલને ગોળી ઝીંકી દઉં!’

‘એમાં તેનો શું વાંક’

‘તો પછી કોનો વાંક છે? એ ચુડેલે પિતાજીને મોહપાસમાં ફસાવ્યા છે.’

‘પરંતુ’અંકલે એને ફસાવી છે એવું મેં તો સાંભળ્યું છે.’

સાધનાએ મુંઝવણભરી નજરે આનંદ સામે જોયું.

‘હું આજે સ્લમ ક્વાર્ટર્સમાં જ્યાં આશા પોતાના કાકા સાથે રહે છે, ત્યાં ચક્કર મારી આવ્યો છું. કિશોર નામનો એક ટેક્સી ડ્રાયવર આશાનો પ્રેમી પણ છે. અલબત્ત, તેની સાથે મુલાકાત નથી થઇ શકી. પરંતુ આશા નામની આ યુવતી અંકલની જાળમાં અર્થાત્ તેમના વૈભવની જાળમાં ફસાઇ છે એવું જ મને બધેથી સાંભળવા મળ્યું છે. હું આશાના કાકા પ્રભુદાસને પણ મળ્યો હતો. એ બિચારો એકદમ લાચાર છે. પોતાની ભત્રીજી એટલે કે આશા અંકલની પત્નિ બને એમ તે નથી ઇચ્છતો. એના કહેવા મુજબ આશા જ અંકલ પાછળ ગાંડી થઇ ગઇ છે.’કહીને આનંદ ચૂપ થઇ ગયો.

વીસેક મિનિટ પછી તેઓ ચોપાટી પર પહોંચી ગયા.

બંને એક સ્થળે રેતી પર બેસી ગયાં. સાધના ઉદાસ નજરે દરિયા તરફ જોતી હતી.

આમ ને આમ પાંચ મિનિટ પસાર થઇ ગઇ.

‘આમ ક્યાં સુધી ચૂપચાપ બેસી રહીશ ?’આનંદે સાધનાનો ચહેરો પોતાની તરફ ફેરવતાં પૂછ્યું, ‘જ્યારે એક વૃદ્ધ બાપ પોતાની દિકરી જેટલી જ ઉંમરની સ્ત્રીને પરણીને તેને ઘરમાં લઇ આવે ત્યારે તેની દિકરીની શું હાલત થાય તે હું બરાબર સમજું છું.’

સાધનાએ આનંદના ખોળામાં માથું મૂકી દીધું, એની આંખોમાંથી ફરીથી આંસુ વહેવા લાગ્યાં. તે રૂંધાયેલા અવાજે બોલી, ‘આનંદ...પિતાજીને આવું ન કરવું જોઇએ...હું મારું દુ:ખ કહી શકું તેમ નથી.’

‘બરાબર છે અંકલે આવું ન કરવું જોઇએ પણ તેમ છતાં ય તેઓ કરે છે. અને હવે માત્ર તારે જ નહીં, મારે પણ આશાને મમ્મી કહીને બોલાવવી પડશે.’

‘ના...કદીયે નહીં...! હું એ ડાકણને મારી નાંખીશ.’

‘તારું માથું તો નથી ભમી ગયું ને ?’

‘હું સાચું જ કહું છુ. આનંદ ! કાં તો હું મરી જઇશ અથવા તો પછી તેને મારી નાંખીશ.’

‘તું તારા આનંદને છોડીને મરી શકીશ ખરી ?’આનંદે સ્નેહથી તેના માથાં પર હાથ ફેરવતાં પૂછ્યું.

‘તો હું શું કરું આનંદ ? બોલ, હું શું કરું ?’

‘શું તું તારી જાતને તૈયાર કરી શકે તેમ નથી ?’

‘ના...એ ઝૂંપડપટ્ટીમાં રહેતી, મારા જેટલી ઉંમર ધરાવતી છોકરીને હું કેવી રીતે મમ્મી કહું ? ના...મારાથી એ થઇ શકે તેમ નથી. હું તેનું મોં પણ જોવા નથી માંગતી. હું ઘર છોડી દઇશ.’

‘તારો આ વિચાર એકદમ ખોટો છે.’આનંદનો અવાજ ગંભીર હતો, ‘તારે શા માટે ઘર છોડવું જોઇએ ? આપણે આ મુશ્કેલીનો કોઇક ઉપાય વિચારવો પડશે.’

‘કેવી રીતે ?’

‘આશાને સ્વધામ પહોંચાડીને...! અંકલના લગ્ન થઇ જવા દે ! આપણે આશાને ઠેકાણે પાડી દેશું. તેનું ખૂન કરી નાંખીશું,’

‘શું...?’

‘હા...’

‘આ તું શું કહે છે આનંદ...?’

‘હું સાચું કહું છું સાધના...!’આનંદ બોલ્યો, ‘સંજોગો સામે ઘૂંટણીયે પડીને માથું કપાવવાનું મારા સિદ્ધાંત વિરૂદ્ધ છે. આપણે આશાનું ખૂન કરાવી નાંખીશું.’

‘પણ કેવી રીતે ?’

‘સાધના...પૈસામાં બહુ મોટી તાકાત છે. આજના જમાનામાં તો માણસ પાંચ રૂપિયા માટે પણ ખૂન કરતાં નથી અચકાતો. દસ-વીસ હજાર રૂપિયા લઇને જરૂરીયાતવાળો કોઇ પણ માણસ સહેલાઇથી આ કામ કરવા તૈયાર થઇ જશે.’

‘પણ તે આપણે માટે જોખમરૂપ પણ નીવડી શકે તેમ છે. જો પોલીસને ખબર પડી જશે કે આપણે જ આશાનું ખૂન કરાવી નાંખ્યું છે તો?’

‘એવું કંઇ જ નથી થવાનું ! તારે પોલીસ કે કાયદાથી કશી યે ફિકર કરવાની જરૂર નથી આજે તો કાયદો પણ રમત બની ગયો છે. પૈસા પાસે ભલભલા કડક ર્ઓફિસરો નરમ ધેંસ જેવા થઇ જાય છે. અવ્વલ તો, આશાના ખૂન પાછળ આપણો હાથ છે તેની પોલીસને ગંધ પણ નહીં આવે’

‘પણ...ખૂનનો આરોપ તો...’

‘ખૂનનો આરોપ આપણા પર નહીં આવે ! આશાનું ખૂન આપણે કરાવ્યું છે એની કોઇનેય ખબર નહીં પડે.’

‘પણ એવું કેવી રીતે બનશે ?’સાધના ગંભીર થઇ ને બેસી ગઇ, ‘હું મારા સગા હાથેથી એ ચુડેલને મારી શકું તેમ છુ. પણ ખૂનનો આરોપ આપણને બરબાદ કરી નાંખશે. ખતમ કરી નાંખશે.’

‘બરાબર છે...પણ ખૂનનો આરોપ આપણા પર આવશે તો ને ?

ખૂનનો આરોપ આપણા પર નહીં આવે.’

‘કેમ...?’

‘આશાના ખૂનના આરોપમાં તો કોઇક બીજું જ પડકાશે.’

‘કોણ પકડાશે ?’

‘કિશોર...!’

‘કિશોર...?’

‘હા...આશાનો પ્રેમી કિશોર...! આ કિશોર, આશાની દગાબાજીથી એકદમ વીફરેલો છે. એણે જ પોતાની દગાબાજ પ્રેમિકાનું ખૂન કરી નાંખ્યુ છે એમ સૌ કોઇ માનશે. બધાની-પોલીસની નજર પણ માત્ર કિશોર પર જ જશે. તારા પ્રત્યે કોઇનું ય ધ્યાન નહીં જાય. તું એકદમ સલામત રહીશ.’

આનંદની વાત સાંભળીને સાધનના ચહેરા પર ભય અને ગભરાટના હાવભાવ છવાઇ ગયા.

‘તો શું મારે તેનું ખૂન કરવાનું છે ?’એણે થોથવાતા અવાજે પૂછ્યું.

‘કેમ...? હમણાં તો તું બહુ બહાદુરી બતાવતી હતી ને ? તારા સગા હાથેથી આશાનું ખૂન કરવાનું કહેતી હતી ને ?’

‘પણ...પણ...હું...’

સાધનાને થોથવાયેલી જોઇને આનંદ જોરથી હસી પડ્યો.

‘તું હસે છે શા માટે...?’સાધનાએ રડમસ અવાજે પૂછ્યું.

‘તારો ચહેરો જોઇને...!’આનંદે જવાબ આપ્યો, ‘મારી વાત સાંભળીને, જાણે મેં તને ફાંસીના માંચડે લટકી જવાનો હુકમ કર્યો હોય એવો તારો ચહેરો થઇ ગયો છે. અરે ગાડી...હું તો માત્ર મજાક જ કરતો હતો. તારા આ હાથ કોઇના લોહીથી ખરડાવા માટે નહીં પણ આપણાં લગ્ન થાય ત્યારે મહેંદી મૂકવા માટે જ બન્યા છે સમજી? આશાને મારવાનું કામ તો હું કરીશ.’

‘ના...હું તને પણ એનું ખૂન નહીં કરવા દઉં !’

‘ઓ.કે...હું નહીં કરું બસ ને ? આ કામ હું ભાડૂતી ખૂની પાસે કરાવીશ.’

‘છતાં પણ...’

‘તારે કશીયે ફિકર કરવાની જરૂર નથી.’કહીને આનંદે તેને પોતાના બાહુપાસમાં જકડી લીધી.

સાધાનાના ચહેરા પર રાહતના હાવભાવ છવાઇ ગયા હતા.

***

રેટ કરો અને રિવ્યુ આપો

Amit Shah

Amit Shah 3 માસ પહેલા

Hina Thakkar

Hina Thakkar 3 માસ પહેલા

Ranjan Patel

Ranjan Patel 3 માસ પહેલા

અમિત

અમિત 4 માસ પહેલા

Smitaben Gohil

Smitaben Gohil 9 માસ પહેલા