લવ, લાઈફ અને ફન્ફ્યુઝન 8 Megha gokani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લવ, લાઈફ અને ફન્ફ્યુઝન 8

કનેક્શન

"મમ્મી હું જઉં છું." માહિર સીડીઓ ઉતરતા બોલ્યો.
"પણ આટલી સવારે આટલી ઉતાવળ માં ક્યાં જાય છે? આરામ થી બેસી અને નાસ્તો કરી લે ." મમ્મી કિચન ની બહાર આવતા બોલ્યા. 
"રહેવા દે અરુણા આ રાજકુંવર ક્યાં કોઈ ની સાંભળે છે , હમણાં કહેશે હાલ મોડું થાય છે કોલેજ ના કેન્ટીન માં નાસ્તો કરી લઈશ." પાપા એ ન્યૂઝપેપર ટેબલ પર રાખ્યું ઉભા થયા માહિર તરફ ચાલતા બોલ્યા , "દરરોજ કેમ મોડું જ થતું હોય છે તને ? તારી મા દરરોજ તારી માટે આટલા પ્રેમ થી નાસ્તો બનાવે છે , રાત્રે દરરોજ ડાઇનિંગ ટેબલ પર 10 વાગ્યા સુધી તારી રાહ જુએ છે અને તું તારા રૂમ માં બેઠા બેઠા પિઝા મંગાવી ને ખાય છે. થોડી તો કદર કર તારી મા ના પ્રેમ ની."

"એમના પ્રેમ ની કદર કરવા વાળા તમે તો છો જ અને એમના હાથે બનાવેલ નાસ્તો અને ડિનર એમનો પતિ અને એમનો દીકરો ખાઈ લે છે આટલું બસ છે." આટલું કહી કોઈ સામે નજર મેળવ્યા વિના માહિર ત્યાં થી ચાલતો થઈ પડ્યો. 


***

"મમ્મી ઉઠી ગઈ તમારી લાડલી જુઓ." રિમા ને સીડી ઉતરતા જોઈ દિયા બોલી.

"એ ડ્રામા ક્વીન કેમ સ્કૂલ માટે રેડી નથી થઈ હજુ ?" બગાસું ખાતા રિમા બોલી.

"હેતલ આવવા ની છે આજે." મમ્મી કિચન માંથી ડોકિયું બહાર કાઢી બોલ્યા.

"અને માસી આવવા ના છે એટલે સ્કૂલે જવા માં આરામ. જલ્સા છે હો બાકી ...." બોલતા રિમા કિચન માં મમ્મી પાસે પહોંચી. રોજમરોજ ના કામ માં મમ્મી ને મદદ કરાવવા લાગી.  નાસ્તા બાદ રિમા તૈયાર થઈ કોલેજે જવા નીકળતી હતી ત્યાં અટકી અને ખુરશી માં બેઠા બેઠા છાપું વાંચતા પાપા પાસે પહોંચી," પાપા મારી સ્ટડી કમ્પ્લીટ થયા બાદ હું જ્યાં પણ જોબ કરીશ ને ત્યાં તમારી જેમ ઈમાનદારી પૂર્વક જ કામ કરીશ. મને ગર્વ છે કે હું તમારા જેવા ઈમાનદાર બાપ ની દીકરી છું."

પાપા ઉભા થયા અને રિમા ના માથા પર હાથ મુકતા બોલ્યા , "મને ગર્વ એ વાત નો છે કે તું મારી દીકરી છે."

રિમા તો કોલેજ માટે રવાના થઈ પણ તેના પાપા ના ચહેરા પર એક સ્માઇલ છોડતી ગઈ. રિમા જાણતી હતી કે એ વાત સાંભળી તેના પાપા કેટલા ખુશ થયા હશે. પણ રિમા ની એ વાતે પાપા ને રિમા ના વિચાર કરતા બમણી ખુશી આપી હતી.

**********


"નતાશા શું કરે છે ? ચાલ ને થોડો સમય કેન્ટીન માં બેસીએ." ક્લાસ ની બહાર નીકળતા રિમાએ નતાશા ને કોલ કર્યો.

"કેમ લેક્ચર બન્ક કરવા નો ઈરાદો છે ?"

"નહીં યાર , માલા મેમ આવ્યા નથી સો બે લેક્ચર ફ્રી છે, અને હું બોર થાઉં છું." રિમા લોબી માં લટાર મારતા બોલી.

"તારા લેક્ચર ફ્રી છે મારે વ્યાસ સર નો લેક્ચર અટેન્ડ કરવા નો છે. ગમે તે થાય એમનો લેક્ચર કોઈ મિસ ન કરે. સો તું કેન્ટીન માં બીજા ફ્રેન્ડસ જોડે જતી રે પછી મળ્યા." નતાશાએ કોલ કટ કરી નાખ્યો.

રિમાએ થોડું વિચાર્યું આજુબાજુ નજર ફેરવી. અને ત્યાર બાદ કેન્ટીન ને બદલે લાઈબ્રેરી જવા નું મન બનાવી લીધું. 

કેન્ટીન જેટલા શોરબકોર થી ગુંજી રહી હતી એટલી જ શાંતિ લાઈબ્રેરી માં હતી કારણકે ત્યાં  કોઈ સ્ટુડન્ટ દેખાતું જ નહતું. ત્યાં સુધી કે લાઈબ્રેરીયન પણ ક્યાંય નજરે નહતો ચઢતો.  પહેલી વખત કોલેજ ની લાઈબ્રેરી જોઈ રિમા થોડું આશ્ચર્ય પામી. આટલી બુક્સ, અઢળક લેખકો ની અગણિત કૃતિઓ. "ધન્ય છે લાઈબ્રેરીયને અને આને લખવા વાળાઓ ને." રિમા મન માં બોલી.
આગળ ચાલી દરેક બુકસેલ્સ ને નિહાળતી હતી પણ કન્ફ્યુઝ હતી કે કયા લેખક ની કૃતિ વાંચવી. અને ત્યાં જ તેની નજર ડાબી તરફ ખૂણા માં ટેબલ પર બૂક રાખી કંઈક લખતા માહિર પર પડી.
એક મિનિટ માટે નતાશા ને થયું કે તેનો વહેમ છે. તેને પોતાના હાથે જ પોતાને ચીમટો ભર્યો. પણ ના એ વહેમ નહતો માહિર સાચે ત્યાં જ બેઠો હતો. એ માહિર તરફ આગળ વધી.

"મને ફોલો કરે છે ?" માહિર ઊંચું જોયા વિના બોલ્યો.
"હા , કારણકે મને તારી સાથે પહેલી નજર નો પ્રેમ થઈ ગયો છે." રિમા તેના ટેબલ ની નજીક આવતા બોલી.
માહિરે તેની નજર રિમા ના ચહેરા તરફ કરી. રિમા હસવા લાગી અને બોલી , "મસ્તી કરું છું . બાય ધ વે અહીંયા શું કરે છે એકલો એકલો ?"

"તારી રાહ જોતો હતો." માહિરે ટેબલ પર પડેલ બુક વચ્ચે પેન રાખી બંધ કરી. 
"શું લખતો હતો ?" રિમા નો હાથ તે બુક પાસે પહોંચે એ પહેલાં માહિરે તેનો હાથ પકડ્યો ," અરે શું કરે છે તું ?"

માહિરે પેહલી વખત રિમા ને સ્પર્શ કરી અને રિમાએ પણ માહિર ના એ પહેલાં સ્પર્શ ને મહેસૂસ કર્યો અને એ સ્પર્શથી જાણે તેના શરીર ના ધ્રુજારી આવી હોય એમ તેનો હાથ માહિર ના હાથ માંથી છોડાવ્યો. રિમા એ તેની આવી હરકત પર થોડી શરમ આવી અને "સોરી" બોલતા આંખો નીચી કરી લીધી. 

માહિરે રિમા ને કમ્ફર્ટેબલ ફિલ કરાવવા ટોપિક ચેન્જ કર્યો , "તો તું અહીંયા કેમ આવી એ તો કે ? 
એક્ચ્યુલી વેઇટ લેટ મી ગેસ , તને ફ્રી લેક્ચર મળ્યો હશે અને નતાશા ને વ્યાસ સર નો લેક્ચર અટેન્ડ કરવો હશે  ,તું બોર થતી હોઈશ અને મારી યાદ આવી હશે , કારણકે અહીંયા તારા બીજા કોઈ ફ્રેન્ડસ નથી. તો મને ઢૂંઢતા તું લાઈબ્રેરી માં પહોંચી આવી. બરાબર ને ?"

" રાઇટર સાહેબ તમારી વિચારેલ અડધી કહાની જ સાચી છે. હા ફ્રી લેક્ચર , નતાશા , વ્યાસ સર અને હું બોર થતી હતી ત્યાં સુધી બધું સાચું. મારા કોઈ ફ્રેન્ડ્સ નથી અહીંયા એ પણ સાચું. લેકિન આપકો ઢૂંઢતે હુએ હમ યહાઁ નહીં આયે. " ફિલ્મી અંદાજ માં રિમા બોલી.
"હું તો મારી જાત સાથે થોડો સમય વિતાવવા આવી છું."  કાલે માહિર બોલ્યો હતો એ જ વાત રિમા એ રિપીટ કરી . અને બંને હસી પડ્યા.

"બાય ધ વે તારે કેમ વ્યાસ સર નો લેક્ચર અટેન્ડ નહીં કરવો ? નતાશા તો એમ કહેતી હતી કે વ્યાસ સર નો લેક્ચર કોઈ સ્ટુડન્ટ ક્યારેય બન્ક ન કરે." માહિર પાસે ખુરશી પર બેસતા રિમા બોલી.

"એવું કાંઈ નથી , આ નતાશા ને વ્યાસ સર પર ક્રશ હશે એટલે મિસ નહીં કરતી હોય , બાકી એમના લેક્ચર માં એવું કંઈ ખાસ હોતું નથી. હોતું હોય તો પણ મને ક્યારેય  કોઈ પ્રોફેસર ના લેક્ચર ઇન્ટરેસ્ટિંગ લાગ્યા જ નથી. બધા બોરિંગ ." માહિર બોલતો હતો ત્યાં રિમાએ એને અટકાવ્યો.
"વેઇટ , તારી બેકગ્રાઉન્ડ સ્ટોરી હું કહું. લેટ મી ગેસ , તારે લાઈફ માં 9 to 5 જોબ કરવા નો વિચાર છે જ નહીં ,તારે આર્ટિસ્ટ બનવું છે અને તારી ફેમિલી આ વાત ને લઈ તારી ખિલાફ હશે , અને એમનું દિલ રાખવા તે આ કોલેજ માં એડમિશન લીધું હશે. એટલા માટે તને અહીંયા ના દરેક પ્રોફેસર ના લેક્ચર બોરિંગ લાગે છે. 
બરાબર ને ?" 

માહિરનો ચહેરો થોડો કડક થઇ ગયો એને એક લાંબો શ્વાસ લીધો અને બોલ્યો , " રિમા તું આ બૉલીવુડ ફિલ્મો ઓછી જો યાર." કહેતા એ હસી પડ્યો.

રિમાએ પહેલા મોઢું ચઢાવ્યું પણ ત્યાર બાદ એ પણ હસી પડી. " ભલે મેં જે ગેસ કર્યું એ ખોટું હોય , પણ આ બૉલીવુડ ફિલ્મો જોઈ હું લોકો ની આંખો વાંચતા શીખી ગઈ છું , અને તારી આંખો માં મને એ દર્દ દેખાય છે. તારી કંઈક દુઃખ ભરી બેકગ્રાઉન્ડ સ્ટોરી હશે જ."

"એવું કંઈ જ નથી. તો ખોટા તુક્કા ન માર તું , અને મારી સ્ટોરી છોડ તારી સંભળાવ . મતલબ કે તારી ફેમિલી વિશે."

"મારી ફેમિલી ઈટ્સ લાઈક હમ સાથ સાથે હૈ ટાઈપ. એટલે કે અમે બધા એકબીજા ને હંમેશા સપોર્ટ કરતા રહીએ. પાપા ની સરકારી નોકરી , મમ્મી હાઉસવાઈફ અને મારી એક નાની બહેન અને ભાઈ. ધેટ્સ ઇટ. દર મહિને એક નાની પીકનીક અને દર વર્ષે ક્યાંક દૂર એક ફેમિલી ટ્રીપ. બધા સાથે અને ખુશ હોય એના થી વધુ શું જોઈએ." રિમાએ પોતાની વાત પૂરી કરી .

"લકી ગર્લ , બધા ની ફેમિલી પરફેક્ટ નથી હોતી."માહિરે નિસાસો નાખ્યો.

"દુનિયા માં પરફેક્ટ કાંઈ હોતું જ નથી , આપણે એને પરફેક્ટ બનાવું પડે." 

"મને પરફેક્ટ વસ્તુઓ નથી ગમતી. જે દિવસે મારા પરફેક્ટ ફાધર કાર એક્સિડન્ટ માં મૃત્યુ પામ્યા અને એમના મૃત્યુ ના કંઈક બે વર્ષ માં મારી પરફેક્ટ મમ્મી એ બીજા લગ્ન કરી લીધા ને એ દિવસ થી પરફેક્ટ શબ્દ પ્રત્યે મને પ્રેમ નથી રહ્યો."વાત છેડતા જ માહિર ની આંખો થોડી ભીની થઇ ગઇ.

" માહિર તું કેટલા વર્ષ નો હતો જ્યારે તારા ડેડ ની ડેથ થઈ ત્યારે ?" રિમાએ પ્રશ્ન પૂછ્યો.

" 14 વર્ષ નો. અને હું જ્યારે 16 નો થયો ત્યારે મારે મારા પાપા નું ઘર છોડવું પડ્યું અને કિશન પ્રજાપતિ ના ઘર પર મારી મા સાથે જવું પડ્યું. ત્યારબાદ હું હોસ્ટેલ માં ચાલ્યો ગયો. અને હવે છેલ્લા બે વર્ષ થી હું ફરી કિશન પ્રજાપતિ ના ઘર માં રહું છું. બસ આ કોલેજ પૂરું થાય એટલે ઘર છોડી ચાલ્યો જઈશ."માહિર ને વચ્ચે અટકાવતા રિમા બોલી પડી , "ક્યાં ચાલ્યો જઈશ ?"

"ખબર નહીં , આટલી મોટી દુનિયા છે ક્યાંક ને ક્યાંક ફર્યા કરીશ , ગમે તે જોબ કરીશ , પૈસા કમાઈશ અને બીજી કન્ટ્રી માં જઈ અને ફરીશ."

"અને રાઇટિંગ ?" રિમાએ ટેબલ પર પડેલ બુક તરફ જોયું.

" લખવા માટે એક રાઇટર ના દિલ માં દર્દ જોઈએ , પ્રેમ જોઈએ , લાગણીઓ જોઈએ .  મારે ઇમોશનલ વ્યક્તિ બની ને આખું જીવન નથી વિતાવવું યાર.  રાઇટિંગ ને કરીઅર તરીકે ચુઝ કરી લઈશ તો એનો મતલબ એ થશે કે મેં જીવન વિતાવવા દુઃખ અને લાગણીઓ ને સિલેક્ટ કર્યા." માહિરે આંખ માં આવેલ આંસુ ને લૂછયા.

બે ક્ષણ રિમા એકીટશે માહિર સામે જોતી રહી અને ત્યાર બાદ ચુપ્પી તોડતા બોલી , "મને નથી ખબર કે આગળ શું વાત કરવી હવે , બસ આટલું કહીશ કે ઈમોશનલ બનવું એમાં કોઈ ખોટી નથી. લાગણીઓ સાથે જીવન વિતાવશો તો જિંદગી જીવવા માં મજા આવશે."

" લાગણીઓ માણસ ને કમજોર બનાવે રિમા. હવે હું કમજોર બની ને નથી જીવવા માંગતો." માહિર આટલું બોલી ચૂપ થઈ ગયો.

થોડા સમય પહેલા લાઈબ્રેરી બે વ્યક્તિ ની વાતો થી ગુંજતી હતી એ શાંત પડી ગઈ. થોડો સમય બંને ચૂપ બેઠા રહ્યા. ત્યાર બાદ રિમાએ માહિર નો હાથ પકડ્યો અને ઉભી થતા બોલી , "ચાલ આજે આપણે દોસ્ત બન્યા એ ખુશી માં હું તને નાસ્તો કરાવવું."

માહિર હસ્યો અને તેનો હાથ પકડી ઉભો થયો. બંને કેન્ટીન તરફ આગળ વધ્યા.

નાસ્તો કર્યા બાદ રિમા એ એક ટીસ્યુપેપર પર પોતાના નંબર લખી અને માહિર ને આપ્યા સાથે બોલી , " વ્હોટ્સએપ કરી આપજે તારા બ્લોગ ની લિંક. અને હા ઇન્સ્ટા પર મને ફોલો બેક કરજે. "આંખ મારતા રિમા ત્યાં થી ચાલતી થઈ પડી.
અને નંબર લખેલ ટીસ્યુ ને જોઈ ખુશ થતો માહિર ત્યાં જ બેઠો રહ્યો.


શું આ લવસ્ટોરી ની શરૂઆત છે ? જો હા તો કેવી બનશે આ  બંને ની લવસ્ટોરી ?  એક વર્ષ બાદ માહિર બધું છોડી ને ચાલ્યો જશે એ જાણી ને પણ રિમા માહિર ના પ્રેમ પડશે ? તમને શું લાગે છે ?