bell of god books and stories free download online pdf in Gujarati

પરમાત્માની ઘંટી

પરમાત્મા, ઈશ્વર, ખ઼ુદા , જીસસ બધા એકજ છે અને દુનિયામા તેમનાં હોવાના હજારો પુરાવા મળ્યા છે.  કોઈ કહે છે તે મંદિરે છે, કોઈ કહે છે મસ્જિદ માં રહે છે, કોઈ કહે છે ચર્ચ કે બીજા ધર્મ ના દેવસ્થાને ત્યારે કોઈ કહે છે આપણી ભીતર જ ઈશ્વર નો વાસ થયેલ છે. કોઈ વિજ્ઞાની અથવા કોઈ નાસ્તિક કદાચ ઈશ્વરમાં ના માનતા હોય તો પણ સ્વીકારવું જ રહ્યું કે એક પરમાત્મા ની શક્તિ છે જેનાથી દુનિયા ચાલે છે,  કંઈક તો પરમાત્મા ની તેવી ગોઠવણ છે જેનાથી નાનામાં નાની કીડી થી લઇ ને મહાકાય હાથી સુધી ના પશુપક્ષીઓ પણ ક્યારેય ભૂખ્યા રહેતા નથી સાથે પરમાત્મા ના તેવા હજારો પુરાવા છે કે માણસ જ્યારે બધીજ આશા છોડી દે છે ત્યારે ઈશ્વર નવો રસ્તો ચોક્કસ બતાવે છે.પરમાત્મા પર વિશ્વાસ કરવો કોઈ પક્ષી પાસે થી શીખે આખો દિવસ બહાર વિહાર કરીને જ્યારે સાંજે તે પોતાના માળા માં પાછુ આવે છે ત્યારે તેની ચાંચ માં કોઈ દાણો નથી લાવતુ. કુદરતની બનાવેલ આ દુનિયામાં તેને અતૂટ શ્રદ્ધા છે કે મને બનાવવા વાળો મારું કાલનું ધ્યાન પણ ચોક્કસ રાખશે. ઈશ્વર ની ઘંટી વાગે છે તે આસ્તિક હોય કે નાસ્તિક માનવું જ રહ્યું. ઈશ્વરે એવુ કોઈ તાળું નથી બનાવ્યું જેની ચાવી ના હોય.

સવાર પડતા કુદરતની આકાશ માં જુદા જુદા રંગો ની રંગોળી, સુરજ નું કેસરી કલર નું સાહી આગમન સાથે નવી ઉર્જા ની સવારી, પક્ષીઓ ના કુદરતે મુકેલ કલર અને તેમનો કલરવ, પહાડો ની નિરાળી દુનિયા તો સમુદ્ર ની દરિયાઈ સૃષ્ટિ ની અનમોલ ભેટ, વૃક્ષોના નાના મોટા પાંદડા અને તેમનાં ફળ, નદીઓ નો ખડ ખડ વહેતો પાણી, તો ફૂલો ની મહેક તેમનાં રંગ અને તેમાં કુદરત નું છાંટેલ અત્તર કુદરત નું અસ્તિત્વ નથી તો શુ છે પણ આપણે પથ્થરો ના જંગલો માંથી અને મોબાઇલ ના નેટવર્ક બહાર નીકળીએ તો પ્રકૃતિ ની સુંદરતાને સમજી શકીયે, પ્રકૃતિ એ એક એવુ માધ્યમ છે જે આપણને ઈશ્વર ની સમીપ લઇ જઈ શકે . આપણે સવાર પડતા જ જવાબદારી થી બધા બંધાયેલાં પોતાના કામ માં અને રોજિંદી જિંદગી માં એટલા બધા વ્યસ્ત થઇ જઇયે છીએ કે પરમાત્મા ના હોવાનો અહેસાસ, એક શક્તિ જે કુદરત ની અનમોલ ભેટ છે તેનો વિચાર સુંધ્યા પણ નથી કરતા 21મી સદી ના માણસો રૂબરૂ નથી તેવી વાત માનવાની મનાઈ કરે છે  અને મેડિકલ સાયન્સ અને પુરાવા હોવાને સાચું માને છે ત્યારે ક્યારેક પ્રકૃતિ ની આપેલ અનમોલ ભેટની ઉપેક્ષા કરતા જોવા મળે છે.

એક સત્ય પ્રયોગ જે દુનિયામાં બહુ બધાએ અનુભવ્યો જ હશે આપણે જ્યારે ઉંઘીયે બીજા દિવસ નું આયોજન વિચારીને કાલે કેટલા વાગ્યે ઉઠવું  છે તે નક્કી કરીયે મોબાઈલ માં કે અલાર્મ ઘડિયાર માં સમય મુકીયે છીએ અને નવાણું ટકા એવુ બને કે અલાર્મ પહેલા જ ઉઠી ગયા હોઈએ. નિંદ્રિત અવસ્થામાં માં તેવું તો કયું સિગ્નલ આપણા મગજ ને મળે છે અને તે કોણ આપે છે તેનો જવાબ મેડિકલ સાયન્સ  પણ નથી શોધી શક્યા.અબજો રૂપિયા રિસેર્ચ પાછળ દુનિયા ભર માં નાખયા હશે અને અંતે તો ત્યાંજ આવીને અટકે કે એક એવી શક્તિ નો સ્ત્રોત બધું કામ કરે છે. પણ ભાગદોડ ભરી જિંદગી માં પરમાત્મા કરતા અલાર્મ પર વિશ્વાસ મુકવામાં આવે છે તે હકીકત છે.પણ ક્યારેક વિચારીયે તો અહેસાસ થાય કે અલાર્મ પહેલા ઉઠાડવા વાળી આ દરરોજ સંભળાતી પરમાત્મા ની ઘંટી નથી તો બીજું શુ છે. 

આપણા કોઈ અંગત નો અકસ્માત થયો હોય,  ઘરના,  મિત્રો અને સર્વે ચિંતા માં હોય, જીવન અને મરણ વચ્ચે આપણા સ્નેહી હોય ત્યારે ઘણી બધી વાર ચમત્કાર આપણે જોયેલા છે, ક્યારેક તીવ્રગતિ માં જાતું આપણું વાહન સાવ થોડા અંતર થી અકસ્માત થી બચી જાય છે અને ત્યારે આપણે પણ આંખ બંધ કરીને આપણી જાત ને ઈશ્વરને સોંપી દેતા હોઈએ છીએ,નોકરિયાત કે બિઝનેસસમેન તો ખાસ અનુભવ્યું હશે કે મંદી ના સમય માં ઈશ્વર ના દૂત સમો નવો ઓર્ડર કે ટેન્ડર લાગતું હોઈ છે અને શ્વાસમાં શ્વાસ આવે છે, ક્યારેક કોઈ અણધારી જગ્યાએ અચાનક આવી પડેલ સંકટ સમયે અજાણ્યા અને ક્યારેય ના વિચાર્યું હોય તેવા માણસ ની મદદ મળે છે, કપરી દરેક પરિસ્થિતિ માં ઈશ્વર તેના હોવાની ઘંટી  વગાડે છે અહેસાસ દેવડાવે છે કે હુ તમારી સાથે જ છું તમે તમારું કાર્ય ચાલુ રાખો,  પણ માણસ તેના હોવાનો અહેસાસ સુધા ક્યાંથી કરે કારણ કે તેને પોતાના મગજ ને સ્વકેન્દ્રિત કરી નાખ્યું  છે,  કરોડોની વસ્તીમાં તેને માત્ર પોતાનીજ પડી  છે સાથે સાથે મોબાઇલ,  ઈન્ટરનેટ,  ટેલિવિઝન, અને સતત વધતા સોશ્યિલ મીડિયા ની ટેવ થી માણસ પ્રકૃતિ,  કુદરત સાથેનો તાલમેલ ક્યાંક ખોઈ બેઠો છે.

ઈશ્વર તો બંને હાથ ફેલાવી ને ફક્ત દેવા જ બેઠો છે અને તમે જેટલું માંગશો તેટલું મળશે પણ શુ આપણે ઈશ્વરીય શક્તિ નો અહેસાસ કરવા સક્ષમ છીએ,  તે પ્રશ્ન દરેક વ્યક્તિ એ પોતાની જાત ને પૂછવો જોઈએ, ભગવાનનો સાથે છે તેવો સંકેત હંમેશા આપણને પ્રકૃતિ ના માધ્યમ થી મળે જ છે, જેમ આપણે કોઈ અજાણી જગ્યા એ જઇયે અને પોતાના ઓળખીતા મળી જાય તો મજા આવે તેમ પરમાત્મા ની બનાવેલ દુનિયામાં તેમનાં માં શ્રદ્ધા, વિશ્વાશ રાખીશું તો જીવનમાં પણ મજા જ મજા રહેશે અને  પરમાત્માની ઘંટી વાગશે ત્યારે આપણે પણ ચોક્કસ સાંભળી શકીશુ.

આ તર્ક ને મિર્જા ગાલિબ પણ બહુ સરસ રીતે વ્યક્ત કરેલ છે.

ન થા કુછ તો ખ઼ુદા થા કુછ ન હોતા તો ખ઼ુદા હોતા
ડુબોયા મુઝ કો હોને ને ન હોતા મૈં તો ક્યા હોતા

પૂર્તિ ત્રિવેદી
purtitrivedi@yahoo.in

બીજા રસપ્રદ વિકલ્પો