વહેલી સવારે પૃથ્વી જોગિંગ માટે મેઘાને ઉઠાડવા આવ્યો. મીઠી નિદ્રામાં ઊંઘતી મેઘાને પૃથ્વી થોડી ક્ષણ તો જોઈ જ રહ્યો. પૃથ્વીનું ધ્યાન ટેબલ પર પડેલી ડાયરી પર જાય છે. પૃથ્વીને વિચાર આવ્યો કે "આ કોની ડાયરી છે? મેઘાની? એને ક્યારથી લખવાનો શોખ જાગ્યો?" પૃથ્વીએ ડાયરીના પાના ઉથલાવ્યા. મેઘાએ થોડી પંક્તિઓ લખી હતી.
એ જો મારો છે,
તો માત્ર મારો જ રહે......
એ જો મને પ્રેમ કરે છે તો,
સૌથી વધુ મને જ પ્રેમ કરે......
એ જો બધા નું વિચારે તો,
સૌથી પહેલા મારું વિચારે......
મારી દરેક પસંદ એને ખબર હોય,
એ મારું એક પ્રેમાળ નામ રાખે,
એ નામ એના મુખે થી સાંભળી ને હું ખુશ થઇ જાઉં.
એ દુનિયા નું વિચારે,
પણ જયારે મારા વિષે વિચારે તો દુનિયા ને ભૂલી જાય.......
એની દરેક ખુશી મારા વગર અધુરી રહે,
એને દુઃખ ની ક્ષણો માં પણ મારી જ જરૂરત રહે......
દરેક નયનરમ્ય સૌન્દર્ય જોઈ ને એને મારી કમી મહેસુસ થાય..
ભીડ માં મને સાચવીને કોઈ નો સ્પર્શ ના થવા દે..
બીમાર થાય તો દરેક ક્ષણ મારા જ નામ ની બુમો પાડે......
બહાર થી ખાઈ ને આવે તો પણ આવી ને કહે......કે ચલ તારા હાથ થી કૈક ખવડાવ
નહિતર ભૂખ્યો જ રહીશ......
એ મારી વાત એવી રીતે સાંભળે કે જાણે હું છેલ્લી વખત બોલતી હોઉં......
મારી સાથે દરેક ક્ષણ એવી રીતે વિતાવે કે આગળની ક્ષણ માં હું ના રહું......
હું ના દેખાઉં તો એ બેચેન થઇ ને શોધે......
જ્યારે તે દુનિયા ના દુઃખ થી દુઃખી હોય તો મારો ચહેરો જોઈ ને હસી જાય......
દુનિયા ની દરેક વ્યક્તિ ને ખબર હોઈ કે આ માત્ર મારો જ છે......
દરેક જણ ને ખબર હોઈ કે મારાથી વધુ દુનિયા માં એના માટે કશું જ નથી......
પૃથ્વી મેઘાની ડાયરી વાંચતો હોય છે એટલામાં જ મેઘા જાગે છે. પોતાની ડાયરીને પૃથ્વીના હાથમાં જોઈ મેઘા તરત જ ડાયરી લઈ લે છે અને કહે છે "પૃથ્વી હવે મને પૂછ્યા વગર મારી ડાયરી ન વાંચતો."
પૃથ્વી:- "કેમ? તું મારી ડાયરી તો વાંચે છે તો હું ન વાંચી શકુ?"
મેઘા:- "તારી ડાયરી વાંચવા માટે મેં તારી પરમિશન લીધી હતી અને તે કહ્યું પણ હતું કે તું મારી ડાયરી ગમે ત્યારે વાંચી શકે છે. જો તું ના પાડતે તો હું તારી ડાયરી ન વાંચતે. SORRY પૃથ્વી પણ હું નથી ઈચ્છતિ કે મારી મરજી વગર આ રીતે કોઈ મારી ડાયરી વાંચે."
પૃથ્વી:- "હવે હું ખાસ મિત્રમાંથી "કોઈ" થઈ ગયો એમ?"
મેઘા:- "પૃથ્વી મારી વાતનો એ મતલબ નહોતો. SORRY. આપણે ફ્રેન્ડ હતા... છીએ...અને હંમેશા રહીશું...Ok...પણ હું તને રીકવેસ્ટ કરું છું કે તું મારી ડાયરી ન વાંચતો."
પૃથ્વી:- "OK તારી મરજી વગર ડાયરી નહિ વાંચુ. હવે જોગિંગ કરવા જઈએ."
મેઘા:- "OK."
પૃથ્વી:- "આ ડાયરી ક્યારથી લખવા લાગી? મને નહોતી ખબર કે તું આટલું સરસ લખે છે."
"તારા સંગતની અસર છે." મેઘાએ સ્માઈલ આપી કહ્યું.
પૃથ્વી:- ઑહ રિયલી? મારા સંગતની અસર? જુઠું બોલે છે. એમ કેમ નથી કહેતી તારી ભીતર ની વેદનાને કાગળ ઉપર વાચા આપે છે. અને હા વધારે સ્માઈલ ન કર. સ્માઈલની પાછળ જે દર્દ છે તે ખબર પડે છે અને ખાસ કરીને મારી સામે તો આ દેખાવ કરતી જ નહિ. આ ખોટી સ્માઈલ તને શુટ નથી થતી. સમજી? ઘાયલ દિલ જ આટલું સરસ લખી શકે રાઈટ?
મેઘા:- "वो ईश्क़ ही क्या
जो आँखो से बरसे ना
पन्नों पर बिखरे ना।"
પૃથ્વી:- "खुबसूरत सा वो पल था, पर क्या करें वो कल था। મેઘા કરમાઈ ગયેલા ફૂલનો અફસોસ કરીને આપણે ઘણી વખત આજે ખીલેલા ફૂલને અન્યાય કરતા હોઈએ છીએ..."
સવારે પૃથ્વીએ કહેલી વાત મેઘાને વારંવાર યાદ આવતી. પૃથ્વીને કેવી રીતના ખબર કે મારી સ્માઈલની પાછળ દર્દ છે. તું પણ શું વિચારે છે મેઘા? પૃથ્વી તારો મિત્ર છે તો એને તો ખ્યાલ આવી જ જાય ને..!! મેઘાએ ડાયરી લીધી અને લખવા લાગી.
कदम थक गये हैं, दूर निकलना छोड़ दिया हैं
पर ऐसा नहीं की मैंनें चलना छोड़ दिया हैं
फासलें अक्सर मोहब्बत बढा देते हैं
पर ऐसा नहीं की मैंनें करीब आना छोड़ दिया हैं
मैनें चिरागों से रोशन की हैं अक्सर अपनी शाम
पर ऐसा नहीं की मैंनें दिल को जलाना छोड़ दिया हैं
हाँ दिख जाती है मायूसी, मेरे दोस्त को चेहरे पर मेरी
पर ऐसा नहीं की मैंनें मुस्कुराना छोड़ दिया हैं।
પંક્તિઓ ડાયરીમાં લખી ડાયરી ટેબલ પર મૂકી દીધી. પછી બાલ્કનીમાં હીંચકા પર બેસી ચાના ધીમે ધીમે ઘૂંટડા ભરતી વરસાદને જોઈ રહી. સાંજનો સમય હતો. મેઘા વિચારી રહી કે રોહને મારા આત્મસમ્માનને ઠેસ પહોંચાડી છે.
જે પ્રેમમાં આત્મસમ્માન (સેલ્ફરિસ્પેક્ટ) ઘવાતું હોય, દરેક વખત આત્મસમ્માન ને ઠેસ પહોંચતી હોય તો બની શકે એટલી વહેલી તકે એ વ્યક્તિ ને છોડી દેવા, કેમ કે જે તમારું સમ્માન નથી કરી શકતા, અને તમારા ખુદ ના આત્મસમ્માન ને કચડવા ની કોશિશ કરે છે એ તમને શું ધૂળ પ્રેમ કરવા ના....અને પ્રેમ માં સમ્માન હોય છે...જ્યાં સમ્માન નથી...પરવાહ નથી....ત્યાં પ્રેમ નથી...
वक़्त था, गुज़र गया
इंसान था, बदल गया
रिश्ता था, तूट गया
एहसास था, छूट गया
अब बस है
एक लम्हा
जो थम गया..!!
સફળ થયો ના પ્રેમ એ
યાદો બનીને રહી જાય છે...
લાગણીઓની આત્મહત્યાનો બસ
એક અંશ રહી જાય છે...
મન બિચારું ન્યાય માટે
યાદોના કટઘરામાં જાય છે...
સબૂતમાં સાથે સૂકાયેલા આંસુ અને
ઘવાયેલું હ્દય લેતો જાય છે...
પ્રેમ કરવાના આરોપમાં
ન જાણે કેમ
સજા કાટતો જાય છે..?
પણ ન્યાય મળવાની આશામાં
હજારો ધક્કા ખાય છે..!!
ન્યાય તો મળ્યો નહી
બસ યાદોની મુદતો વધતી જાય છે...
આખરે......
હારેલા મનને લઈને
હ્દય ત્યાંથી જાય છે...
બસ યાદોના કટઘરામાં
હંમેશની જેમ
સબૂતો એક તસ્વીર
બની રહી જાય છે...
સફળ થયો ના પ્રેમ એ
યાદો બનીને રહી જાય છે..!!
બાજુની બાલ્કનીમાં કોફીનો મગ લઈ પૃથ્વી આવ્યો.
પૃથ્વી:- "ઑય શું વિચારી રહી છે?"
મેઘા:- ''કંઈ નહિ. બસ એમજ.''
પૃથ્વી:- "તને ખબર છે મને મારી ડ્રીમગર્લ મળી ગઈ છે."
મેઘા:- "શું વાત કરે છે..? તો તો મારે મળવું જ પડશે. ક્યારે મળાવીશ?"
પૃથ્વી:- "આજે મળાવીશ. રાતના. તું બસ તૈયાર રહેજે."
મેઘા:- "Ok."
મેઘા વિચારી રહી હતી કે પૃથ્વીની ગર્લફ્રેન્ડ કેટલી નસીબદાર હશે. મિત્રતા તરીકે મારું જ આટલું ધ્યાન રાખે છે તો એની પ્રેમિકાનું કેટલું ધ્યાન રાખશે..!!
મેઘામાં ઘણું પરિવર્તન આવી ગયું હતું. શાંત શાંત અને વિચારોમાં ખોવાયેલી રહેતી. પોતાના મનના ભાવોને ડાયરીમાં લખતી રહેતી. ત્યારે એના મનને શાતા વળતી.
वक़्त के साथ साथ बहुत कुछ बदल जाता हैं
लोग भी
रास्ते भी
अहसास भी
और कभी कभी
हम खुद भी।।।
ક્રમશઃ