ધરબાયેલી સંવેદના - ભાગ ૨ Chaudhari sandhya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધરબાયેલી સંવેદના - ભાગ ૨

પૃથ્વી તૈયાર થઈને હોર્ન પર હોર્ન વગાડે છે. મેઘા ઝડપથી આવીને કારમાં ગોઠવાય છે.
પૃથ્વીએ કાર સ્ટાર્ટ કરી. બંન્ને સ્કૂલમાં પહોંચે છે.
પૃથ્વી કાર પાર્ક કરે છે. 

પૃથ્વી:- "ચકુ તારો આશિક જો તો મને કેવી રીતના જોઈ રહ્યો છે. જાણે કે મને ખાઈ જવાનો હોય."

મેઘા:- "મેં તને કેટલીવાર કહ્યું છે કે મને સ્કૂલમાં ચકુ નહીં કહેવાની. મારી પર્સનાલીટીને શૂટ નથી થતું યાર. અને એમ પણ હું તારા કરતા એક વર્ષ મોટી છું અને તું નાનો છે."

પૃથ્વી:- "આ શું નાનુ મોટું લગાવી રાખ્યું છે. છીએ તો આપણે CLASSMATE જ ને.!! ને એમ પણ તું ક્યા ક્યારેય મોટી જ થઈ છે. હજી પણ એવી જ છે...નાના છોકરાં જેવી જીદી."

મેઘા:- "Ok ok..."

પૃથ્વી:- "Ok હું જાઉં છું. તું જા. તારા બોયફ્રેન્ડ પાસે. Bye."

રોહન:- "Hi મેઘા." 

મેઘા:- ''Hi રોહન.''

રોહન:- "આજે પાર્ટીમાં જઈશું ને? રીતુ અને મયુરે પાર્ટી રાખી છે. આજના દિવસે બંન્નેએ એકબીજાને પ્રપોઝ કર્યું હતું."

મેઘા:- "Ok જઈશું."

સાંજે તૈયાર થઈ રોહનની રાહ જોતી મેઘા ઉભી હતી. એટલામાં જ પૃથ્વી આવે છે. 

પૃથ્વી:- "ચાલ હું પણ રીતુ અને મયુરની પાર્ટીમાં જ જાઉં છું."

મેઘા:- "I hope કે આ પાર્ટીમાં તને તારી Dream girl મળી જાય. તું જા. હું તને ત્યાં મળીશ. રોહન આવે છે મને લેવા."

પૃથ્વી:- "Ok તું રોહન સાથે આવજે."

પૃથ્વી ત્યાં જ ઉભો હતો.

મેઘા:- "જા હું આવી જઈશ રોહન સાથે. એવું ન બને કે તું અહીં મારી સાથે આમ જ ઉભો રહીશ અને પાર્ટીમાંથી ક્યાંક તારી dream girl જતી ન રહે."

પૃથ્વી:- "રોહન આવે ત્યાં સુધી તો ઉભો રહેવા દે."

પૃથ્વી મેઘાને જોય છે.

પૃથ્વી:- "રોહન તને કંઈ કહેતો નથી."

મેઘા:- "શું કહેતો નથી?"

પૃથ્વી:- "બકા શ્વાસ લેવાય છે તને?"

મેઘા:- "હા કેમ?"

પૃથ્વી:- "આ ટીશર્ટ કંઈક વધારે Tied છે અને આ સ્કર્ટ કંઈક વધારે પડતું જ ટૂંકુ છે. તારે કંઈક કમ્ફરટેબલ કપડા પહેરવા જોઈતા હતા."

મેઘા:- "ઑ પ્લીઝ પૃથ્વી. આ ટૂંકા કપડાને લીધે દર વખતની જેમ સલાહ આપવા ન લાગતો. તને તો મારા બધા જ કપડાં ટૂંકા દેખાય છે." 

પૃથ્વી:- "ચકુ હું તો તારી ભલાઈ માટે કહું છું."

મેઘા:- "Ok પણ મને આવું જ પહેરવાનું ગમે છે."

પૃથ્વી:- "તને ગમે છે કે રોહનને..!!"

એટલામાં રોહન આવે છે. મેઘા રોહન સાથે જતી રહે છે. પૃથ્વી અને પૃથ્વીના ફ્રેન્ડસ પણ રોહનની કાર પાછળ જાય છે.

બધા પાર્ટીમાં ડાન્સ કરતા હોય છે. થોડીવાર રહી બધા કોલ્ડડ્રીંક લે છે. કોલ્ડડ્રીંક લઈ બધા ફરી ડાન્સ કરે છે. પણ મેઘા બેસી જ રહે છે.

રોહન:- " તું બેસી કેમ ગઈ? ચાલ ડાન્સ કરવા જઈએ."

મેઘા:- "તું જા. હું થોડીવાર પછી આવું છું. થોડી થાકી ગઈ છું."

રોહન:- "Ok તું બેસ. હું જાઉં છું."

થોડીવાર બેસી મેઘા ડાન્સ કરવા ઉભી થાય છે. એક છોકરાએ મેઘાને જોઈને Comment કરી અને એ છોકરાએ મેઘાનો હાથ પકડ્યો. મેઘાએ તે છોકરાને એક થપ્પડ મારી દીધી. 

મેઘા:- "How dare you? તારી હિમંત જ કેમ થઈ મને આ રીતે પકડવાની?"

એટલામાં જ રોહન અને પૃથ્વી ત્યાં આવે છે અને બધુ સંભાળી લે છે. પેલો છોકરો ત્યાંથી જતો રહે છે. 

મેઘા:- "ચાલો ડાન્સ કરીએ. એને લીધે આપણે આપણો મૂડ તો ખરાબ ન જ કરીએ. COME ON GUYS."

બધા ડાન્સ કરવા લાગી જાય છે.

મેઘા:- "ચાલો રાત બહુ થઈ ગઈ છે. હવે જઈએ."

રોહન:- "પૃથ્વી બહુ રાત થઈ ગઈ છે. તું મેઘાને લઈ જઈશ?"

પૃથ્વી:- "OK હું લઈ જઈશ. તું ચિંતા ન કર."

રોહન:- "THANK YOU...BYE મેઘા."

મેઘા:- "BYE...GOOD NIGHT"

રોહન ત્યાંથી જતો રહે છે.

મેઘા અને પૃથ્વી કારમાં ગોઠવાય છે. પૃથ્વી કાર સ્ટાર્ટ કરે છે. 

પૃથ્વી ચહેરા પર કટાક્ષભર્યું સ્મિત ઉપસી આવે છે. 

મેઘા:- "WHAT? કેમ આમ હસે છે?"

પૃથ્વી:- "તમે બંન્ને એકબીજાને પ્રેમ કરો છો ને?"

મેઘા:- "હા."

પૃથ્વી:- "રોહન તને ઘરે સુધી મુકવા પણ ન આવ્યો. I MEAN કે એણે તને લઈ જવાનો અને ઘરે સુધી મૂકવા આવવાનો વાયદો કર્યો હતો RIGHT? આમ અધવચ્ચે તો ન છોડાય ને..!!"

મેઘા:- "OH GOD પૃથ્વી. તને હંમેશા રોહનમાં કેમ ખામીઓ જ દેખાય છે. થાકી ગયો હશે. ઘરે જઈને ઊંઘવું હશે. હું જોઉં છું ને તું તારી Grilfriend ને કેવી રીતના રાખે છે તે. એકવાર તારી dream girl મળી જાય. પછી જોજે હું પણ તારી મજાક ઉડાવા."

પૃથ્વી:- "મારી dream girlને એટલો પ્રેમ કરીશ કે એની આંખોમાંથી એક પણ આંસું નહિ પડવા દઉં. એના મનની વાત જાણી લઈશ. એની જીંદગીમાં ખુશી જ ખુશી લાવી દઈશ. એની વેદના આંખોથી જ વાંચી લઈશ. એ સહેજ પણ દુ:ખી થશે તો હું કંઈક એવું કરીશ કે એ પોતાનું દુ:ખ ભૂલી જશે."

મેઘા:- "Wow પૃથ્વી. એ છોકરી બહુ Lucky હશે. જેને તું મળીશ."

પૃથ્વી:- "Lucky તો એ હશે જ અને હું પણ Lucky હોઈશ. મતલબ કે તારા રોહન જેવો તો હું નથી જ."

મેઘા:- "રહેવા દે. મારો રોહન તો મને ખૂબ જ પ્રેમ કરે છે."

પૃથ્વી:- "Really?"

મેઘા:- "થઈ ગયું તારું." 

મેઘા અને પૃથ્વી ઘરે પહોંચે છે. મેઘાને ઊંઘ નહોતી આવતી એટલે બાલ્કનીમાં ઉભી રહી આકાશના નજારાને માણી રહી હતી. 

બાજુની બાલ્કનીમાં પૃથ્વી કૉફી ના ધીમે ધીમે ઘૂંટડા ભરતો ઉભો હતો. 

"લે તારી સ્પેશ્યલ ચા." એમ કહી બાલ્કનીમાંથી હાથ લંબાવી ચા નો મગ આપે છે.

મેઘા:- "મારી ઈચ્છા હતી જ કે ચા પીવ. તને કેમ કેમ ખબર પડી જાય છે કે મને અત્યારે ઊંઘ નથી આવવાની. અને ચા જોઈએ છે."

પૃથ્વી:- "17 વર્ષની દોસ્તી છે. તો એટલું તો ખબર હોવી જ જોઈએ. Right?"

મેઘા:- "હા સાચી વાત. મેં Silly question પૂછી લીધો. Sorry આદત સે મજબૂર. પણ મને કેમ તારા વિશે આટલી ખબર નથી. તારી પસંદ નાપસંદ. હું તને કેમ આટલી સારી રીતે જાણી શકતી નથી? Sorry actually આ સવાલ મારે પોતાની જાતને પૂછવો જોઈએ. તને પૂછાઈ ગયો."

પૃથ્વી:- "કેમ કે તું રોહનને ખૂબ ચાહે છે. હંમેશા રોહન વિશે જ વિચાર્યાં કરતી હોય છે. તું તારી દુનિયામાં લીન રહે છે. તારી કાલ્પનિક દુનિયામાં...તારી અને રોહનની દુનિયામાં..."

મેઘા:- "મને છે ને ક્યારેક તારાથી ડર લાગે છે. મારા મનની વાત કેટલી આસાનીથી 
તને ખબર પડી ગઈ. કેવી રીતે? How is this possible?"

પૃથ્વી:- "માત્ર રોહન જ તારી દુનિયા નથી. અમે બધા પણ છીએ. થોડું અમારા તરફ પણ ધ્યાન આપજે." 

મેઘા પૃથ્વીને જોઈ રહી.
પૃથ્વી મેઘાની સામે ચપટી વગાડતા કહે છે
"ઑ હેલો મેડમ ક્યાં ખોવાઈ ગયા?" 

મેઘા:- "તારી વાત સાચી છે. Sorry પૃથ્વી. હવે હું મારા બેસ્ટ ફ્રેન્ડ પ્રત્યે પણ ધ્યાન આપીશ. તારી બધી જ ઈચ્છા પુરી કરીશ."

પૃથ્વી:- "મારી બધી જ ઈચ્છા પુરી કરીશ. પ્રોમિસ?"

મેઘા:- "પ્રોમિસ. એની શરૂઆત આપણે તારી dream girl શોધવાથી કરીશું.Ok..?"

પૃથ્વી:- ok..બાય ધ વે..તારે મને Sorry બોલવાની જરૂર નથી. હું તારો ફ્રેન્ડ છું અને તને Sorry બોલાવડાવવું. એ તો સારું ન કહેવાય."

મેઘા:- "પૃથ્વી તું તારી ફ્રેન્ડનું આટલું ધ્યાન રાખે છે તો તું તારી dream girlનું કેટલું ધ્યાન રાખીશ. હું તો કલ્પના પણ નથી કરી શકતી. કેટલી Lucky હશે એ છોકરી..!! તારા કરતા તો મને હવે એ Dream girl ને જોવાની એક્સાઈમેન્ટ છે."

પૃથ્વી:- "સારું હવે ચાલ બહુ વાતો કરી. ઊંઘી જઈએ."

મેઘા:- "Good night and sweet dream."

પૃથ્વી:- "Sweet dream dear."

ક્રમશઃ