વિદેશ Hiren Sodham દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • દાદા ભિષ્મ

    પૌરાણિક દ્રષ્ટાંત કથા –                      પિતામહ ભીષ્મની...

  • અધુરો પ્રેમ

    જિગ્નાસુ ખુબ જ સરળ અને શાંત છોકરી.... પરીવાર મા વડિલ અને નાન...

  • વહુના આંસુ

    સવીતા રસોડામાં રસોઈ કરતી હોય છે,  ત્યાં જ છાંયા બહેન જોરથી ચ...

  • ભાગવત રહસ્ય - 164

    ભાગવત રહસ્ય-૧૬૪   પિતાજી નામદેવને કહે છે- કે “સવારે વહેલા જા...

  • ભિષ્મ પિતામહ

    पितामह भीष्म अने मकरसंक्राती   રાત્રી નો બીજો પહોર છે... આરત...

શ્રેણી
શેયર કરો

વિદેશ

વિદેશ| આ શબ્દ હવે સાંભડવા મા કે બોલવા મા સાયદ નાનકડું પડી જાય પરંતુ આ શબ્દ મા એટલી બધી કહાનીઓ દફ્ન છે કે પુસ્તકો ના પુસ્તક લખાઇ જાય .
આજે હું એવી જ એક કહાની તમારી સમખ્સ રજુ કરવા જઈ રહ્યો છું......
આ કહાની છે એવા ગરીબ મજદુર ઘર ના એક શભ્ય રાજુ(કાલ્પનીક નામ)ની જેણે પરીવાર ની આર્થીક પરીસ્થિતી જાડવવા વિદેશ જવા નુ નક્કી કર્યું 
પેહલાં તો પાસપોર્ટ પાછડ દોડખામ ,પૈસા ની ઊધારી જેવી અનેક તકલીફ પાર કરી આખરે રાજુ નો પાસપોર્ટ બન્યો.
બે ત્રણ દિવસ બાદ વિદેશ નૌકરી માટે ઈન્ટરવ્યુ લેવાયો .રાજુ પણ બાયોડેટો અને પાસપોર્ટ સાથે પહોંચી ગયો ઇન્ટરવ્યૂ હાૅલ મા ...એક પછી એક ના ઈન્ટરવ્યુ લેવાતા ગયા બાદ રાજુ નો નંબર આવ્યો 
રાજે ને કામ વિશે પુછવા મા આવ્યુ .રાજુએ કડીયા કામ કરેલુ હોઇ તેણે તે કામ વિશે જણાવ્યુ .રાજુ ની તે કામ નો અનુભવ થોડુક ઓછો છે એમ જાણતા રાજુ ને c grade(categry)સાથે અેને 20.000રુ્ મહીને વેતન જણાવી ફાૅર્મ ભરવા કહ્યૂ.
રાજુએ ફાૅર્મ ભર્યૂં .તેને વિઝા,ઈમીગ્રેસન,ટિકીટ,મેડીકલ વિગેરે ની ફી (50.000રુ્)બે દિવસ મા ભરવા જણાવ્યૂ
રાજુ ઘરે પાછો આવ્યો. મન મા ચિંતા છે કે હવે આવડી મોટી રકમ કયાંથી લાવવી પણ કેહવાય છે ને કે સંતાન નો ચેહરો જોઈને માં ને ખબર પડી જાય કે તેને શું તકલીફ છે.
માં એ સ્નેહ ભર્યા શબ્દો માં પુછ્યું -શું વાત છે દિકરા ?આજે તુ ઉદાસ શું કામ છે...વિદેશ જવા માટે પૈસા ની જરુર પડે તો મારી પાસે ઘરેણા છે ! સાયદ સાઇઠ સિત્તેર હજાર ના થઈ જાશે.
આવો નિસ્વાર્થ પ્રેમ જોઈ ને રાજુ ની આંખ ના અસરુ એ જનની ના દર્શને દોડ્યા .
બીજો કંઈ ઉપાય ન હોતાં તેણે તે ઘરેણાં વહેંચવા પડ્યાં .બીજે દિવસે પૈસા જમા કરાવ્યાં .
બે ત્રણ મહીના બાદ રાજુ ને ફોન આવ્યો -તમને મુંબઇ જાવુ પડશે ત્યાં એરપોર્ટ પર તમને વિઝા ,પાસપોર્ટ તથા ટિકીટ મલી રહેશે અને તમે બે ત્રણ કલાક વહેલાં પહોંચશો તો સારુ રહેશે.
આ વાત સાંભડી ને ઘડીકભર થયો બાદ માં પિતાજી ને વાત કરી બન્ને ઓ ખુશ થયા પણ એકના એક જ દિકરો હવે બહુ જ દુર જાશે એ વાત મન મા અટકી રહી.આજે આખરે વિદાય નો સમય આવી ગયો સહુ ની આંખો ભિની છે.દિકરા ની આ વિદાય અશ્રુભરી છે કારણ કે સાયદ બે વર્ષ બાદ દિકરા નો ચેહરો જોવાનુ નસીબ થાશે .આવા અશ્રુભર્યા વિદાય સમયે મને એક પંક્તિ યાદ આવે છે કે "ખાલી દિકરી ને જ ક્યાં છોડવુ પડે છે ઘર માં બાપ નુ,કમાવા ને પૈસા દિકરા પણ જાય છે ઘર ખુણે હૈયું છોડી આપ નુ""
થોડીક સહેજતા ધરી બસ તરફ આગડ વધ્યો..એક દિવસ ના સફર બાદ રાજુ આખરે વિદેશ પહોંચ્યો.કંપની ના કર્મચારી દ્વારા જમવા કેન્ટીન અને રેહવા રુમ બતાવવા મા આવ્યો સાથે સવાર ના છ વાગ્યે ઑફ્ફિસ મા આવવા નુ કહ્યું.
વહેલી સવારે રાજુ અને તેની સાથે આવેલા વર્કર્સ ઑફ્ફિસે પહોંચ્યા .બધાને નિયમો સમજાવ્યાં, કામ વિશે જણાવ્યુ,બધી ફાૅર્માલિટી પુરી થયા બાદ પાછા રુમ પર આવ્યા.
બીજા દિવસે કામ પર પહોંચ્યા બધાને જે બ્લોક(પથ્થર)ચૌથા ફ્લોર પર મુકવા કહ્યું.
ત્યાં નો વાતાવરણ કંઇક જુદુ જ હતુ.બહુ જ ગરમી એવી ગરમી કે ઉભા ઉભા પરસેવા થી શરીર ભિંજાઇ જાય.કામ કરવુ મુશકેલ ઘણું હતુ.કામ કરતાં કરતાં બપૌર થયાં બધાં જમવા બેઠા .
લંચ બોક્સ ખોલયો તો જોયું કે દાલ અને શાક બગડી ગયેલા.ઘણી ભુખ લાગ્યાં ના કારને જે હતૂ તે જમ્યા..હવે તો રોજ નુ થયુ દાલ થી વધારે પાણી ને શાક શેનુ છે ઇ તો બનાવવા વાડા નેય ખબર ન પડે .ભાત જાણે પાણી ની બનાવેલી ખીર ને વડી રોટલી જાણે કાચો લોટ.પણ રાજુ ખુશી થી ખાયી લેતો .
જેમ તેમ દિવસો વિતવા લાગ્યાં .દસ દિવસ થયાં એણે એના પડોશી ના ઘરે ફોન કરી તેના માં પિતાજી ને બોલાવવા કહ્યું.દિકરા નો ફોન આવ્યો છે તેમ જાણ થતા માં ના ચેહરા પર સ્મિત રેડાયું.મલકતું હૈયું ને ભિની આંખો.ફોન પર રાજુ કંઇક બોલે તે પેહલાં માં એ સવાલો ની સાંકડ બનાવી દીધી -દિકરા ! તને કેમ છે ,જમવા નું કેવુ મલે છે,સારું તો છે ને ,કામ તો સારું મલ્યૂ ને ??? મન ના લાગતું હોય તો પાછો આવી જાજે .
રાજુ ની આંખો છલકાઇ ગયી સ્મિત પણે કહ્યું-ના માં ! હું બરોબર છું ! કામ તો મને એવો તે મલ્યો છે ને (ખુશી જતાવતાં કહ્યું)કે છાંયડા મા બેસી ને ખાલી લખાણ નો કામ કરું છું.અને જમવા નુ તો હોટલ જેવુ છે ..બધી રીતે બરોબર છે.બસ ! તમારી યાદ કયારેક કયારેક આવી જાય..આટલું સાંભડતા માં ખુશ થઇ ગઇ .એવી અનેક મુશ્કેલીઓ વેઠી ને આખરે રાજુ ને બે વર્ષ થવા આવ્યા .(કહાની ઘણી લાંબી હોવા ના કારણે ટુંક મા લખું છું)છુટ્ટી માટે ફાૅર્મ ભરવા મા આવ્યૂં.રાજુ એ ફોન કરી માં ને આ ખબર આપી .રાજુ ની સગાઇ પણ નક્કી થઇ માં બસ રાહ જુવે છે કે રાજુ આવે એટલે સગાઇ સાથે લગ્ન પણ થઇ જાય.
રાજુ જે સાઇટ પર કામ કરતો તે સાઇટ પર તેનો ફોરમેન બહુ સ્ટ્રિક્ટ હતો.તે દિવસ રાજુ થાકી ગયેલો હતો તો સાયદ તે થોડીકવાર માટે વિશ્રામ કરવા બેઠેલો પણ દુર થી તે ફોરમેન નો સાદ સાંભડ્યો અને ઉભો થવા ગ્યો ત્યાં તો તેનો પગ લપસ્યો .છેક સાતમા ફ્લોર પર થી ગ્રાઉંડ ફ્લોર પર પડ્યો! પણ આ શું?જેની રાહ જોતી છેલ્લા બે વર્ષ થી એ માંવલડી ની આંખ નો તારો આસમાન મા જ ક્યાંક ખોવાઇ ગયો .
બે દિવસ પછી રાજુ ના દેહ ને વતન મોકલાવ્યો .
માં આ જોઇ સ્તબ્ધ થઇ ગઇ.બસ આટલુ જ બોલી કે-મારા દિકરા ની હજુ તો સગાઇ કરવાની હતી.
આંખો પાણી નથી એ દરીયો સુકાઇ ગયો હોય એવુ લાગે છે..આખો દિ દિકરા ના વખાણ કરતા એ હોછ ચુપ છે.સ્મિતમહિ ચેહરો સુકવા લાગયો ..અરેરેરે....આ શું? જે રાજુ નવા સુરજ ની નવી સવાર પાછડ દોડ્યો તો એ પાછો આવ્યો ત્યારે એનો આખો સંસાર અંધકારમય ?????
ખરેખર.! આ વિદેશ ન મોહ કેવો?એના કરતાં તો સુકી રોટલી ને ડુંગડી સાથે નો સબંધ સારો હતો..




             (સમાપ્ત)







      લે : હિરેન સોધમ