રોહિલના વિચાર દોસ્તાર કેને કહેવાય ( સત્ય ઘટના) Rohit Jadav દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રોહિલના વિચાર દોસ્તાર કેને કહેવાય ( સત્ય ઘટના)

વાત આ રાજકોટ શહેરની છે અમે ત્રણ મિત્રો હું કાળીયો અને ચંદુ ત્રણે રેસકોર્સ લવગાર્ડનમાં ફરવા ગયા હતા ચોમાસાની ઋતુ જામી હતી અમે બધા ગરીબી રેખા નીચે જીવતી પરિસ્થિતિમાં રહેતા હતા અમારી પાસે પૈસા ન હતા પરંતુ જીવન જીવવાનો અને આનંદ માણી લેવાનો ખૂબ જ મોટો જુસ્સો હતો અમે કોઇ પણ વાતમાં આનંદ માણી લેતા તે દિવસ વરસાદ આવવાને લીધે ભક્તિનગર રેલ્વે સ્ટેશનની બાજુમાં આવેલું લક્ષ્મી નગર નું ગરનાળુ પાણીથી છલોછલ ભરાઈ ગયું હતું જ્યાં હંમેશા રેલગાડી ઉપરથી જતી અને વાહન નીચેથી જતા રહેતા પરંતુ પાણી ફૂલ હોવાને કારણે અંદર પ્રવેશી શકાય તેવી પરિસ્થિતિ ન હતી અને તમને એક વાત કહેવાની રહી ગઈ કે મને પગે પોલીયો હોવાથી પગે થોડી તકલીફ હતી તેથી બધા મિત્રો મારું બહુ ધ્યાન રાખતા અમે જ્યારે રેસકોસ થી પાછા આવ્યા ત્યારે બધાએ જોયું કે નાલાની નીચેથી જવાય તેવી પરિસ્થિતિ છે નહીં તો કાળીયો કહે અરે યાર ભલેને ન જવાય આપણે તો નીચે પાણીમાં ચાલીને જશો પણ ઉપરથી તો નથી જ જવું બધાએ વાતમાં મજા લેવા માટે કહેવામાં આવે પણ કહ્યું આપણે નીચેથી જ જશુ અમે ત્રણે સાઇકલ થી નીચે ઉતરી અને પાણી ભરેલા છલોછલ નાળામાં ધીમે ધીમે ચાલવા લાગ્યા ચાલતા ચાલતા મેં કહ્યું ઊભા રહો મારાથી ચપ્પલ પહેરીને પાણીમાં ચલાસે નહી મે પગના બંનેચપ્પલ સાયકલ ના પાછલા કે રિયલમાં ભરાવી દવ જેથી હું પાણી માં અંદર ચાલી શકું ગળાડૂબ પાણીમાં બધા સાઈકલ અને ત્રણે મિત્રો ચાલવા લાગ્યા જોવાનો આનંદ એ હતો યાર ત્યારે પૈસા ન હતી પણ અમીરાત બહુ જ હતી ધીમે ધીમે ચાલી ને અમે ત્રણે નાલાની સામેની બાજુ નીકળી ગયા બધા વાતો કરતા કરતા સામે નીકળી ગયા અને ઉભા રહ્યા તો મેં જોયું કે મારા બે ચપ્પલ માથી એક ચપ્પલ તો સામાકાઠે જ નીકળી ગયું છે મેં તેમને કહ્યું સાલાઓ મેં તમને કહ્યું હતું હું આમાં નહીં ચાલી શકું હવે ચપ્પલ લેવા કોણ જાશે ત્યારે મારા મિત્રે કહ્યું તુ અહીંયા જ ઉભો રે અમે ફરી પાછા ચપ્પલ લેવા જશે મિત્રો અત્યારે ચપ્પલ ની કિંમત તો માત્ર દસ રૂપિયા હતી પણ જે ભાઈ બંધાઈ કિંમત હતી ને તે અત્યારના જમાનામાં કોઈની પાસે નથી હાલમાં પણ મારા બંને મિત્રો રાજકોટમાં જ છે તે ચપ્પલ લઇને પાછા આવ્યા અને અમે પછી સાયકલ ઉપર બેસીને પાછા ઘરે પહોંચ્યા ખુબ મજા આવી પણ એ કિસ્સો મારા મગજના એક ખૂણામાં એવો છપાઈ ગયો છે મને બહુ જ યાદ આવે છે મારા મિત્રો અને હું અમે પાછા ઘરે ફરવા લાગ્યા થોડે આગળ ગયા સાયકલ માં પંચર પડી ગયું હવે પંચમ ના પૈસા તો ન જ હોય પછી તો શું મજા ત્રણ જણા બે સાઇકલ અને એક સાયકલ માં પંચર ત્રણે ત્રણ હાલી ને ઘરે ગયા ચાલતા ચાલતા એ મજાની વાતો કરતા ગયા ઘરે પહોંચીને રાત્રે બધી ટોળકી ભેગી થઇ ત્યારે અમે આ વાત બધાને કરી બધા ખૂબ જ હસ્યા અને એકબીજાની પટકી લેવા મળ્યા ત્યારના શું દિવસો હતા કે રાત્રે અને ચોર પોલીસ રમવા પણ ભેગા થતા હતા ને કોડમાં સિટી અને તાળી પાડતા હતા કોઈ દિવસ ઘરે બોલાવવા આવવાનું નહીં અને દરવાજો ખખડાવવાન નહિ ત્યારે ચોર પોલીસ રમતા હતા ત્યારે જે ચોર બન્યા હોય તે સલાહ કરે છે ને સુઈ જતા અને પોલીસવાળા તો રાતના બારેક વાગ્યા સુધી ચોરને ગોતા જ રહેતા બીજે દિવસે જ્યારે ખબર પડે કે સાલા રાતે સુઈ ગયા હતા ત્યારે બહુ જ મારવાના પણ ક્યારેય પણ ઝઘડો ન થતો હતો એ દોસ્તી ની સાચી કદર હતી આ વાત સાથે અહીંયા હું સત્ય ઘટના સમાપ્ત કરું છું જય હિન્દ જય ભારત