Ajanyo prem - 2 books and stories free download online pdf in Gujarati

અજાણ્યો પ્રેમ - પાર્ટ 2

આપડે જોયુ કે ખુશી ની ફ્રેન્ડ દિયા ની સગાઈ માં ખુશી ની મુલાકાત ક્રિશ સાથે થાઈ છે અને ક્રિશ ખુશી સાથે વાત કરવાનો મોકો ગોતે છે અને આ માટે તે પોતા ના ફ્રેન્ડ વિશાલ ને વાત કરે છે 

દિયા ખુશી ના સવાલ નો જવાબ  આપતાંં કહે છે તારું 
Facebook ચેક કરી લે  વિશાલ ના ફ્રેન્ડ ક્રિશ નો 
મેંસેજ હશે એટલે ખુશી કહે છે કે હું તો મજાક 
કરતી હતી.પછી ખુશી દિયા સાથે થોડી વાત ચીત કરી ઘરે જવા માટે નીકળી જાય છે
આ બાજુ વિશાલ ક્રિશ ને કહે છે કે દિયા આ ખુશી ને તારા મેસેજ ની વાત કરી છે એટલે ક્રિશ તો મોબાઈલ હાથ માં લઈ ને બેસી જાય છે અને રાહ જોવે છે ખુશી ના reply ની
પણ બીજી બાજુ ખુશી વાત ને સમજીયા વગર પોતાના કામ માં busy રહે છે અને facebook જોતી નથી.આ રાત્રે ક્રિશ ગુસ્સા માં અને રાહ જોતા જોતા સુઈ જાઈ છે.
બીજે દિવસે ખુશી એના રૂટીન મુજબ ક્લાસ પર વહેલા પોચી જાઈ છે
થોડો ટાઇમ ફ્રિ હોવા થી એને દિયા ની વાત યાદ આવતા facbook ચેક કરે છે તો ક્રિશ નો મેસેજ જોવે છે ન થોડુ 
વિચારી ને Hi Good morning નો મેસેજ કરે છે.
તરત જ ક્રિશ પણ ટોન્ટ રિપ્લાય આપે છે બોવ વહેલા રિપ્લાય આપીયો નઈ?
ખુશી: સોરી મને ખબર ના હતી તમે મેસેજ કરેલો છે એ એટલે ..
ક્રિશ:ઓહ એઉ એમ...સારું ચાલો અમારા નસીબ કે તમે વાત કરી.【મજાક માં 】
ખુશી:ચાલો bye મારે ક્લાસ છે ફ્રી થઈ ને વાત કરીશ.
ક્રિશ: ઓક bye હું રાહ જોઇશ.
પછી ખુશી તેના ક્લાસ માં busy થઈ જાય છે પણ ક્રિશ ની તો સવાર સુધરી જાય છે એ તો ખુશી ના વિચારો માં જ ખોવાઈ જાય છે
હવે તો ખુશી ને પણ સવાર માં કરેલી વાત યાદ આવતા ચેહરા પર એક  મુસ્કાન આવી  જાય છે 
હવે તો ખુશી પણ ક્રિશ માટે વિચારવા લગે છે અને ફ્રી પડતા જ  ક્રિશ ને મેસેજ કરે છે 
ક્રિશ તો બધું કામ મૂકી ને ખુશી માં ખોવાઈ જાય છે.
તો બીજી બાજુ દિયા અને વિશાલ પણ પોતાની લાઇફ માં ખુશ હોઈ છે.
ક્રિશ એક દિવસ હિમ્મત કરી ને ખુશી નો મોબાઈલ નંબર માંગે છે અને ખુશી પણ ઈચ્છતી હોઈ છે કે વાત આગળ વધે એટલે ક્રિશ ના માગવા થી ખુશી તરત નંબર આપે છે
Facebook પર થતી વાતો હવે whats app પર થવા લાગે છે.
બન્ને એક બીજા ના પરિવાર વિશે ની વાતો ગમતા ના ગમતા કામ અને વસ્તુ ની વાતો ભવિષ્ય ના આયોજન ની વાતો કરે છે.
ક્રિશ ખુશી ને પસંદ કરે છે એ વાત દિયા અને વિશાલ ને તો ખબર જ હોઈ છે પણ ખુશી તો મનોમન ક્રિશ ને ચાહવા લાગે છે.
હા શરૂવાત ક્રિશ થી થઈ હતી પણ કેહવાઈ છે ને કે પ્રેમ તો એક નજર મા જ થઈ જાય છે તેમ ખુશી ને ક્રિશ ની વાતો થી પ્રેમ થઈ જાય છે પણ ક્રિશ નકકી કરી શકતો નથી કે તે ખુશી ને માત્ર પસંદ કરે છે કે પ્રેમ પણ કરે છે.
દિયા વિશાલ ક્રિશ અને ખુશી ની લાઈફ થોડા સમાગ સૂધી નોર્મલ ચાલે છે .
ધીમે ધીમે દિયા અને વિશાલ વચ્ચે નાની નાની વાતો ને લઈ ને ઝગડા થવા માંડે છે.
વિશાલ દિયા પર વધતું પડતાં હક જાતાવવા લાગે છે.શરૂઆત માં તો વિશાલ નોર્મલ રહેતો પણ પછી થી દિયા ને કોની સાથે વાતકરવાની કોને ફ્રેન્ડ રાખવા ના આ બધું વિશાલ નક્કી કરવા લાગીઓ એટલે દિયા ખુશી ને પોતાના ઘરે બોલવે છે.

દિયા અને વિશાલ ના સંબંધ નું શુ થશે?? દિયા ખુશી ને વિશાલ વિશે શું કહેશે? દિયા અને વિશાલ ના ઝગડા ની અસર ખુશી અને ક્રિશ ના સંબંધ પર પડશે કે નઈ???


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED