apeksha ni aag books and stories free download online pdf in Gujarati

અપેક્ષાની આગ


'જબ કોઇ બાત બિગડ જાયે, જબ કોઇ મુશ્કિલ પડ જાયે તુમ દેના સાથ મેરા ઓ હમનવાઝ'

સુનિતા ની કાર રસ્તા પર પુરઝડપે દોડી રહી હતી,કાર માં ધીમા સુર માં જુર્મ ફિલ્મ નું ગીત વાગી રહ્યું હતું.ગીત ના શબ્દો સાંભળતા જ સુનિતા નું મન વધારે બેચેન બની રહયું હતું.સૌમિલ એ પણ કોઈક વખત પોતાની સાથે આવું જ પ્રોમિશ કર્યું હતું ને પણ શું થયું આજે બધા પ્રોમિસ જાણે ધુમાડો બની આકાશ માં ઓગળી ગયા છે.સૌમિલ નું નામ દિમાગ માં આવતા જ એના મન માં કડવાશ આવી ગઈ.આંખો માં આંસુ ઉભરાય આવ્યા.આજે સવાર માં સૌમિલ સાથે થયેલો ઝગડો યાદ આવી ગયો.આમ તો ઝગડો થવો કાઈ નવાઈ ની વાત ન હતી,આ તો રોજનું જ હતું.એક દિવસ પણ ઝગડો ના થયો હોય એવું બન્યું ન હતું.કોઈક વખત તો કારણ વગર પણ તકરાર થઈ જતી.

સુનિતા અને સૌમિલ એ લવમેરેજ કર્યા હતા.લગ્ન પહેલા તો બન્ને વચ્ચે ખૂબ જ પ્રેમ હતો.બન્ને ની જ્ઞાતિ પણ એક હતી.બન્ને વેલ એજ્યુકેટેડ હોવાથી માં બાપ એ પણ લગ્ન પર સંમતિ ની મહોર મારી દીધી હતી.આજે લગ્ન ને બે વર્ષ પુરા થઈ ગયા હતા.લગ્ન પછી સૌમિલ એ સુનિતા ની નોકરી છોડાય દીધી હતી.તેના કેહવા મુજબ પોતે કમાઈ છે પછી સુનિતા એ નોકરી કરવાની શુ જરૂર.સુનિતા પણ ખુશી થી ઘર સંભાળવા લાગી હતી.સૌમિલ આખો દિવસ કામ પર જતો રાતે ઘરે આવતો.સુનિતા એ ઘર ની બધી જવાબદારી ઉપાડી લીધી હતી.ઘર ના બધા કામ જાતે જ કરતી.સૌમિલ આખો દિવસ કામ થઈ થાકેલો ઘરે આવે એને રોજ પ્રેમ થી જમાડતી,માથું દબાઈ આપે,પગ દબાઈ આપે.બન્ને ના પ્રેમ રૂપી જીવન નો રથ સંતોષરૂપી પૈદા પર ખુશી થી વહ્યે જતો હતો.પરંતુ કોને ખબર હતી કે આ સંતોષ ના પૈદા પર અપેક્ષા નો કાટ જલ્દી જ લાગવાનો હતો.
સુનિતા ના મકાન ની સામે ના મકાન માં રિયા અને રિષભ રહેવા આવ્યા હતા.બન્ને પણ સુનિતા સૌમિલ ની જેમ ખૂબ જ ખુશમિજાજ પતિ પત્ની હતા.રિષભ ને પોતાનો બિઝનેસ હતો અને રિયા હાઉસવાઈફ હતી.સુનિતા ને થોડાક જ દિવસ માં રિયા સાથે ખૂબ ફાવી ગયું હતું.બન્ને ખૂબ જ સારી મિત્ર બની ગઈ હતી.થોડા દિવસ માં જ સુનિતા એ જાણી લીધું કે રિયા અને રિષભ એક બીજા ને ખૂબ જ પ્રેમ કરે છે.રિષભ તો જાણે રિયા પાછળ ગાંડો જ હતો.બન્ને પોતાના વ્યસ્ત જીવનમાં પણ એકબીજા માટે સમય કાઢી લેતા હતા.થોડા થોડા દિવસે અલગ અલગ જગ્યાએ ફરવા જવું,એકબીજા ને મોંઘી ગિફ્ટ આપવી,સરપ્રાઈઝ આપવી,એ બધું એમના જીવન માં જાણે સહજ બની ગયું હતું.સુનિતા ને ધીરે ધીરે રિયા ની ઈર્ષ્યા આવવા લાગી હતી.સૌમિલ ની ખાનગી કંપની માં જોબ હતી.એને જેમતેમ રજા મળે નહીં.માંડ રવિવાર મળે એમાં પણ આખા અઠવાડિયા નો થાકેલો સૌમિલ આરામ કરે.કેટલાક અધૂરા કામ પુરા કરવાના હોય.કોઈક વખત કોઈ સગા ના ત્યાં જવાનું હોય અને આવા માં જ રવિવાર પૂરો થઈ જાય.સુનિતા ઘણી વાર સૌમિલ ને કહેતી પણ ખરી કે કોઈક વખત બહાર ફરવા જઈએ પરંતુ સૌમિલ ને કઈ ને કઈ કામ આવી પડતું.હવે ઘર માં ઝઘડા થવા લાગ્યા હતા.સુનિતા નો સ્વાભાવ ચીડિયો બની ગયો હતો હવે તે નાની વાત માં પણ રિષભ પર ચિડાય જતી.સૌમિલ કોઈ વખત સુનિતા ની જીદ માની બહાર લઈ પણ જતો પણ સુનિતા ની અપેક્ષાઓ હવે વધવા લાગી હતી.રોજ રોજ સૌમિલ જોડે ઝઘડો કરતી

.'જેની પાસે ઓછું હોય એને કોઈ પણ સુખી કરી શકે છે,પરંતુ જેને ઓછું જ પડે એને ભગવાન પણ સુખી કરી શકતો નથી'

હવે સૌમિલ પણ રોજ ના ઝગડા થી ત્રાસી ગયો હતો.હવે તો એ ઓવરટાઈમ કરી રાતે પણ મોડો ઘરે આવતો.એ સુનિતા ને ખૂબ જ પ્રેમ કરતો હતો પણ એના રોજ ના આવા વ્યવહાર થી હવે એ સુનિતા થી દુર થવા લાગ્યો હતો.એ ઈચ્છે તો પણ એનું મન સુનિતા ની નજદીક જતા એને રોકતું,કેમકે સુનિતા પ્રેમ ની ક્ષણો ને પણ ઝગડા થી કડવી બનાવી દેતી.સૌમિલ હવે જાતે જ પોતાને
સુનિતા થી દુર રાખતો.હવે ઘરે પણ ફક્ત સુવા જ આવતો એ પણ કોઈ કોઈ વાર જ.સુનિતા હવે ખૂબ એકલી પડી ગઈ હતી.પોતાની એકલતા પાછળ તે પોતે જ જવાબદાર હતી.

'સબંધ ની ધરતી પર જ્યારે વિશ્વાસ વરસે

ત્યારે જ એમાંથી સ્નેહ ની સોડમ પ્રસરે છે,

અપેક્ષા ની આગ જ્યાં વધારે હોય છે,

એ વ્યક્તિ પ્રેમ ના વરસાદ માટે તરસે છે.'

સુનિતા ને હવે પોતાની ભૂલ સમજાઈ રહી હતી.બીજા નું સુખ જોઈ પોતે પોતાના સુખી સંસાર ને સળગાવ્યો હતો.હવે તો સૌમિલ પોતાની સાથે બરાબર બોલતો પણ ન હતો એના કારણે સુનિતા હવે દુઃખી રહેવા લાગી હતી.એ પણ હવે ચૂપ રહેવા લાગી હતી.બન્ને નું લગ્નજીવન ફક્ત નામ નું ટકી રહ્યું હતું.સુનિતા એ સૌમિલ ની નજીક જવાના ખૂબ પ્રયત્ન કરી જોયો પણ સૌમિલ તો જાણે હવે પથ્થર બની ગયો હતો.એ ઇચ્છીને પણ સુનિતા ને પેહલા ની જેમ દિલ થી બોલાવી શકતો ન હતો.એના મન માં ખૂબ જ કડવાશ ભરાય ગઈ હતી.બીજી બાજુ સુનિતા પણ ચિંતા માં રહેવા લાગી હતી.એને પોતાની જાત પર ગુસ્સો હતો.ચિંતા માં ને ચિંતામાં સુનિતા બીમાર પડી.તે દિવસ રાતે સૌમિલ ઘરે આવ્યો તો સુનિતા કિચન માં બેહોશ પડી હતી.એને જોયું તો સુનિતા નું શરીર તાવ થી ધખધખી રહ્યુ હતું.સૌમિલ ગભરાય ગયો.એને પોતાના અને સુનિતા ના લગ્ન પહેલા ના એ દિવસો યાદ આવવા લાગ્યા.પોતાની સુનિતા ને ગુમાવવા નો ડર એક એના મન માં સતાવવા લાગ્યો.એ તરત સુનિતા ને હોસ્પિટલ લઈ ગયો.સુનિતા ને એડમિટ કરવા માં આવી.હોસ્પિટલ માં પણ સૌમિલ સુનિતા ની ખૂબ જ કાળજી રાખતો હતો.સુનિતા જ્યારે હોશ માં આવી ત્યારે એને જોયું તો સૌમિલ એનો હાથ હાથ માં લઇ રડી રહ્યો હતો એને પ્રેમ થી સૌમિલ ના આંસુ લૂછયા,અને સૌમિલ ની માફી માંગી.સૌમિલ એ સુનિતા ના કપાળ ને પ્રેમ થી ચૂમી લીધું અને સુનિતા સૌમિલ ને વળગી પડી.બન્ને ની આંખ માં આંસુ હતા પરંતુ આજે આ આંસુ ખુશી ના હતા.કેટલાય સમય પછી આજે જાણે બન્ને ના હદય પર પ્રેમ ના અંકુર ફરી થી ફૂટ્યા હતા,અને બન્ને ના ચેહરા ખીલી ઉઠ્યા હતા.

'મિલન બની ગયું સપનું અમારું ને,

અમે બંધ ખોબા માં મળતા શીખી લીધું,

ના વરસ્યો ક્યારેય વરસાદ ધોધમાર તો,

અમે ટીપે ટીપે પલળતા શીખી લીધું.'


બીજા રસપ્રદ વિકલ્પો