ખટપટીયો...ભાગ..(2) રામભાઇ બી ભાદરકા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ખટપટીયો...ભાગ..(2)

હશે.સૌ દેવો પોત પોતાના ઘરે જતા રહ્યા પછી આપણા ખટપટીયા ઇન્દ્રદેવ એકાંત મા મહેમાન હારે વાત કરે છે કે તમારે શુ કરવા નુ છે બોલો મારી વાત ધ્યાન થી સાંભળો કે મહાદેવ ધમકી દઇ ને ગયા છે અને હા મહાદેવ ખોટી ધમકી આપે નહી એટલે યુધ્ધ તો જાણે થવાનુ જ એટલે કાલથી જ તમારે કામે લાગવાનુ છે જુવો મને ખટપટ વિના કાઇ આવડતુ નથી હુ તો અંગુઠા છાપ છુ કલમ ખટારા નો એકેય અક્ષર હરામ બરાબર ઓળખતો નથી એતો તમે જાણો છો નિશાળ મા ગડદી હતી એટલે ભણવા ગયો જ નથી પણ હવે મને તમારો સથવારો મળ્યો છે એટલે મુંજાવા ની જરૂર નથી તમે બધા એ તો જાતજાત ની ડીગ્રીઓ લિધેલી છે કોઇ એન્જીનિયરો છો કોઇ વિજ્ઞાની ઓ છો તો આપણે

મહાદેવ સામે ટકીરહેવા માટે બોંબ...અણુબોંબ..પરમાણુબોબ..ને મિસાઇલો..બનાવી ને દેવો ને બતાવી દઇશુ કે હમભી દેવોસે કમ નહી હૈ.અને હા આ બધા આપણી તરફેણ કરતા દેવોનેય આપણે હથીયારો બનાવિયેા છીયે એનો ખ્યાલ ન આવ્વો ન જોઇએ કારણ કે તે અંતે તો દેવો જ છે ને એનો ભરોસો નહી હા અને એક મહત્વ ની વાત કે હુ તમારે આધારે ને તમે મારા આધારે માનો કે જો યુધ્ધ થયુ ને આપણો પરાજય થયો તો આપણી અધોગતી સમજી લેજો એટલે કાલ થી જ કામે લાગી જાવ જે જોઇએ તે દેવો પાસે મંગાવી લેવાનુ કારણ કે એ લોકો ને તો એમ જ લાગવુ જોઇએ કે આપણે સ્વર્ગ ની સુવિધા માટે યંત્રો બનાવી રહ્યા છીયે બરાબર હવેકરો સુખરાત સવાર મા વહેલા જાગી જાજો ને કામે લાગી જવાનુ છે સમજ્યા નહીતર પાછા મરી ગયા સમજો

                                 સવાર થતા ની સાથે જ ઇન્દ્રદેવે સભા ભરી દેવો નો ડાયરો આવી ગયો છે એક બાજુ મહેમાનો બેઠા છે એ વખતે ઇન્દ્રદેવ કહે છે કે મારા માનવંતા મહેમાનો તમારે આજ થી એટલે કે અત્યારે નેે અત્યારે જ કામે લાગી જાવ સમજ્યા ચુટણી પેલા મે જે વચન આપેલુ છે એ વચન નો મારા પર એટલો બધો ભાર વધી ગયો છે કે મારા થી ઉપડ્યો નથી ઉપડતો એટલે કહુ છુ કે તમે આજ થી જ જેટલા જુવે એટલા યંત્રો બનાવ્વા મંડો ને જે વસ્તુ જોઇએ એ તમે અમને કહેજો પણ કીમ એકદમ પુરુ થવુ જોઇએ..ત્યા તો દેવો કહેવા લાગ્યા કે ભૈઇ એટલી બધી શુ ઉતાવળ છે મહેમાનો બિચારા નવા નવા આવ્યા છે વળી નરક ની યાત્ના વેઠી વેઠી ને આવ્યા છે...કહેવાશે નહી પણ યમદુતો ના માર ખાઇ ખાઇ ને બિચારા ના વાહા કળતા હશે બે પાચ દિવસ આરામ કરવા દો..ઇન્દ્ર કહે કે આજ થી આરામ હરામ છે મારે તો તમને દેવો ને સુખી કરવા છે તમારી સેવા કરવી છે ભલે માથે આભાર ફાટી પડે..મહેમાનો સામે જોઇ ને કહે છે કે શુ કહેવુ છે તમારા બધાનુ...મહેમાનોનેય નરક નજર સામે દેખીતુ'તુ કે જો આ ખટપટીયો નો પરજય થયો એટલે નરક ભેળા થવા ના એટલે તાલ મા તાલ પુરાવી દેતા કહ્યુ કે હા...હા...કોઇ નુ ભલુ કરવા મા થાક શુ કહેવાય એ એ અમે જાણતા જ નથી અમેતો કોઇ નુ ભલુ કરવા વાળા જીવડા કહેવાઇ..દેવા ની સામે જોઇ ને કહે કે અમે મૃત્યુ લોકમા ભલુ કરી કરી ને આવ્યા છીયે હવે સ્વર્ગ નુ કરી નાખવુ છે અને જો યુધ્ધ થાય ને આપણા ઇન્દ્ર નો વિજય થાય તો તો સ્વર્ગ નુ સાવ જ ભલુ કરી નાખશુ શુ તમારૂ કહેવુ છે ઇન્દ્રદેવ....?તમારી વાત સાચી છે આ લોકો નુ આપણે એટલુ બધુ ભલુ કરી નાખવુ છે કે સાત સાત પેઢી યાદ રહી જાય...પછી દેવોને કહે છે કે જુવો હુ ઇન્દ્ર હોવા સતા પણ આપને હાથ જોડીને કહુ છુ કે આપણા મહેમાનો તો બિચારા અજાણ્યા છે એટલે એ લોકો ને જે જોઇએ તે તરત જ લાવી દેજો જેથી આપણા કામ મા ખલેલ ન પડે ને તાત્કાલી સ્વર્ગ મા સુવિધા થવા મંડે ને તમે લોકો સુખી જીવન ને પામી શકો

                                   દેવોતો બધા ગગળા થઇ ગયા ને ધણા ની આખો ના ખુણાય ભિંજાય ગયા ને અંદરો અંદર વાતુ કરવા લાગ્યા કે આ નવાઇન્દ્રદેવ કેવા દયાળુ ને માયાળુ છે અને આ આપણા મહેમાનો પણ કેવા સેવાભાવી કે જેને આરામ કરવા ના બદલે જેને આપણી દેવતાય કોમ ને આરામ આપવા માટે એ લોકો કેટલા ઉતાવળા થઇ ગયા છે..અત્યાર સુધી આપણા જુના ઇન્દ્રદેવેતો આપણ ને માનવી ની ખોટે ખોટી ખરાબ  વાતુ કરી ને માનવ તરફ વેરભાવ થી જોતા કરી દિધા હતો હવે સમજાયુ ને કે માનવ કેટલા દયાળુ ને માયાળુ હોય છે એટલે આપણ ને જે કામ મળે એ કામ કરવા ની બિલકુલ આળશ ન કરવી..આવી રીતે દેવો પણ માનવી ને મદદ કરવા તૈયાર થઇ ગયા ત્યાર બાદ જગ્યા નક્કી કરવા મા આવી ને ઇન્દ્રદેવ ને વિનંતી કરી કે અમે જે જગ્યા એ કામ કરી કહ્યા છીયે ત્યા તમારા શિવાય બિજા એ અમારા કામ મા ખલેલ ન પાડવી અમારી સાથે મુખ્ય મુખ્ય બુધ્ધીશાળી દેવો જ અમારી સાથે રહેશે બાકી બિજા કોઇ અમને હરાન ન કરે એટલે ઘણુ અમારે એકાંત ની જરૂર હોય છે બરાબર 

                                   જે જગ્યા નક્કી કરી હતી ત્યા બધી ગોઠવણી થવા મંડી ને મેમાનો તો ધિમે ધિમે વસ્તુ બનાવે છે મનમા વિચાર કરે છે કે આવી રીતે કયારે કામ પુરૂ થશે એટલે એણે દેવો ને કહ્યુ કે તમારી પાસે દૈવી શક્તી ખરી કે નહી અમે મૃત્યુ કોક મા બહુ સાંભળેલુ કે દેવો મા એવી શક્તિ હોય છે કે જેવી વસ્તુ નજરે જુવે એવી વસ્તુ એ દૈવી શક્તી થી અંખઝળીયુ છાંટી ને બનાવી દેય છે એ વાત સાચી દેવો કહે કે હા...હા....એ સાચુ છે કે અમે જેવુ જોઇએ એવુ પલવાર મા બનાવી દઇએ મેમાનો કહે કે તો તો એલા કામ થઇ જાય હો.,.મેમાનો મા ધણા ને ચિત્રો બનાવતા આવડતા હતા એમણે એક બંદુક નુ ચિત્ર બનાવી ને કહ્યુ કે આવા જેટલા માનવ ને દેવો છે એટલા નંગ બની જવા જોઇએ...એક દેવ આગળ આવી ને કહ્યુ કે આ કામ હુ કરી આપુ છુ મન મા સંકલ્પ કરી ને પાણી ની અંજળી ભરી ને છાંટીયુ ત્યા તો બંધુક નો ખડકલો થઇ ગયો વાહ...પછી તો માનવ ની બુધ્ધી ને દેવોની દૈવી શક્તિ કામે લાગી ગઇ..પછી શક્તિશાળી બોંબ ના ચિતો બનાવ્યા તો ખટારા ના ખટારા ભરાય એટલા બોંબ બની ગયા ને બધા મેમાનો હરખ ધેલા થઇ ને નાચવા મંડીયા ને મન મા હરખાવા મંડીયા અને મન મા બબડવા લાગ્યા કે આ દેવો કેવા ગાંડીયા છે કે સ્વર્ગ માથે હળ હાકવા ઉભા થયા અને અંતે મિશાઇલ નુ ચિત્ર બનાવ્યુ તો જોવે એટલી મિસાઇલુ પણ તૈયાર થઇ ગઇ ને પણ ત્યા તો મેમાનો એ માજમા આવી ને કિકિયારી ઓ કરી ને દેકેરો બોલાવ્યો ને ઇન્દ્ર દેવ સાંભળી ગયા ને દોડી ને આવ્યા આવીને નજર કરે છે તો મિસાયલ સહિત જાત જાત ના હથીયારો જોઇ ને એને પણ હરખ નો પાર ન રહ્યો ને મેમાન હારે એ પણ નીચવા મંડાય ગયા ને હારો હાર દેવો પણ સ્વર્ગ માટે સુવિધાના યંત્રો તૈયાર થઇ ગયા એ વાત ને લઇ ને નાચવા મંડીયા ત્યારે મેમાનો ને ઇન્દ્રદેવ અંદરો અંદર વાતુ કરે છે કે એલા આપણે તો બરાબર નાચીયે છીયે પણ આ બુધ્ધીના બરદાન દેવો શુ કામ નાચતા હશે...!એલા નાચવા દો એને....નાચો ભાઇ નાચો...આજે તો રૂડો અવસર આવ્યો...આમ નાચગાન કરતા કરતા સૌ નં આનંદ થયો ને ઇન્દ્રદેવ ને નિરાંત થઇ કે હવે મુજવણ મટી ગઇ અને સૌ ઇન્દ્રદેવ ની સભામા આવ્યા ને આજ તો બધા ઉમંગ મા આવી ને ડાહી ડાહી વાતુ કરવા બેઠા ઇન્દ્રદેવ કહે કે આ બધા યંત્રો તમને જયા જરુર લાગે ત્યા મહત્વ મહત્વ ની જગ્યા એ ગોઠવી દો જેથી સ્વર્ગ મા સુવિધા વધી જાય એ કામ એકદમ પુરૂ થઇ જવુ જોઇએ હુ કોઇ પણ કીમ તાતકાળી જોવા માંગુ છુ

                                દેવતાઓ રાજી રાજી થઇ ગયા કે હવે તો સ્વર્ગ મા બસ મોજ...મોજ...ને મોજ આપણા જુના ઇન્દ્રદેવે સ્વર્ગમા કોઇ જત ની સુવિધા જ નહોતી કરી આ આપણા ભાગ્યનો ઉદય કરનારા નવા ઇન્દ્રદેવે રાજકારભાર સંભાળતા ની સાથે જ કેવી રીતે કામગીરી સરૂ કરી દિધી રાત નથી જોતા કે દિવસ બસ એને તો સ્વર્ગ ના દેવતાઓ કેમ કરી ને સુખી થાય એ જ કાળજી છે....અને હા ભોળાનાથ મહાદેવે કેવી ધમકી આપી સતા પણ એને તો બસ આપણા જીવન ની જ ચિંતા છે........

પણ હવે ભોળાનાથ ને કોણ સમજાવે તમે જોજો ને એક જ મહીના મા ભોળાનાથ યુધ્ધના નગારા વગાડવાના જ છે આ ભોળાનાથ ને શુ ખબર આ આપણા ઇન્દ્રદેવ હારે શુ વેર છે એજ નથી સમજાતુ''ઇન્દ્રદેવ ઉચા સિહાસને બેઠા બેઠા આ બધુ આડીનજરે જોઇ રહ્યા છે ને અનુભવી રહ્યા છે કે દેવો ને મારા પર ગળા સુધી વિશ્વાસ બેસી ગયો છે.પણ સુરજદેવ..ચંદ્રદેવ..વરૂણદેવ.થોડા થોડા ત્રાહા હાલે છે પણ આ બિજો દેવતાનો આખો સમુહ મારી તરફેણ મા ઉભો છે તો એ બે ચાર દેવતાનુ શુ હાલી જવાનુ છે આમ વિચારી ને ઇન્દ્રદેવ બોલ્યા કે મારા વહાલા દેવતાગણો હુ જાણુ છુ કે બ્રહ્મા વિષ્ણુ મહેશ ની મારા સામે લાલઆંખ મારા તરફ ફરી રહી છે પણ મને એવી જરાય ચિન્તા નથી કારણ કે જીવન મા જે કઇ થવાનુ છે થવાનુ છે જીવન મા જે જે ઘટના ઘટવાની છે તે મિથ્યા થવા ની નથી તો જે અનિવાર્ય છે તેને નિવારવા મા સમય બરબાદ ન કરવો જોઇ એ અને મારો જીવન મંત્ર તો આપને સુખી કરવા નો છે ભલે જે થવાનુ હોય તે થાય ભલે બ્રહ્મા વિષ્ણુ મહેશ યુધ્ધ કરે ને મારો પરાજય થાય એની મને ચિંતા નથી મારે તો સ્વર્ગમા દરેક જાત ની સુવિધા કરવા ની છે એ મારૂ કામ પુરુ થઇ ગયા પછી ભલે મારો પરાજ્ય થાય મારી મનની ભાવના તો એજ છે કે મારા ગયા પછી પણ મને દેવતાઓ યાદ કરવા જોઇએ એવુ કામ મારે કરવુ છે પણ ત્યા સુધી મારે મહાદેવ સામે લડતુ રહેવુ જોશે ત્યા તો ચારે બાજુ થી ઇન્દ્રમહારાજ નો જૈં...જૈં.....કાર થવા લાગ્યો 

                               દેવો ગયા પછી વળી એકાત મા ફરી વાત સરૂ થઇ કે હવે પછીની ગોઠવણી કરવા ની બાકી છે કે આ સામે નો વખંભર પર્વત દેખાય છે તે પર્વતની ચારેબાજુ બોંબ ગોઠવી દો અને રીમોંટના બટન દબાવો કે બોંબ ફાટે ને પર્વત આખો ફાટી ને નાબુદ થઇ જાય અને સ્વર્ગ ના દરીયામા એવા પરમાણુ બોંબ ગોઠવી દો કે રીમોટનુ બટન દબાવો કે ઉચળી ને આકાશને અડીજાય...બધા કહે કે પણ દરીયા એ ને ડુગરાએ આપણુ શુ બગાડ્યુ...?એ તમને ખબર ન પડે છોકરડોવ હુ કહુ તેમ કરતા જાવ સ્વર્ગમા રહેવુ હોય તો હુ કહુ તેમ કરો નક્કર ખબર છે ને...!નરક મા જાવુ પડશે...?અને પાખંડી સાધુડા ઓને કહ્યુ કે તમે જે મૃત્યુ લોક મા મોટા માોટા પ્રવશનો આપતા એ યાદ છે કે નરકમા માર ખાઇ ખાઇ ને ભુલી ગયા છો..?હવે તમારૂ કામ સરૂ થાય છે તમારે કાલ થી પ્રવસનો આપવાનુ સરૂ કરવાનુ છે અને હા...અને હો તમે માયક ના હરાડા છો ને તો અમે ચુટણી નુ ભાષણ આપવા લાવેલા એ નવા નકોર હજી પડીયા છે એ માયક ગોઠવી દો અને એવા સાચા ખોટા પણ દેવોને રસલાગે એવા પ્રવસનો આપી ને દેવોને ધર્મસભા એટલેકે પ્રવસન સભામા થી દાખલ થયા પછી ઉભા ન થવા જોઇએ એટલે આપણા માણસોને ગોઠવણી કરવામા સરળતા રહે..જાવ હવે ખાંડી ખાડીને ખાઇને ઘોટાઇ (સુઇ)જાવ ને પાછા વહેલા જાગી જાંજો ને કામે લાગી જાંજો જાવ...ઇન્દ્રદેવ ને એના સાથીઓ જમી જમી ને પોતપોતાના સયન ખંડ મા જઇને નાખોડા બોલાવતા સુઇ ગયા

                            સવાર મા વહેલા ઉભા થઇ ને ઇન્દ્રદેવે બધાના ગોદડા તાણી તાણી ઉભા કર્યા અને મોઢાબોઢા ધોઇ ને સભાખંડ મા દાખલ થયા ત્યા ચા પાણી ને કટકબટક કરવા નુ આવી ગયુ અને કહુંબા ની રમજટ બોલી ને કેફ ચડ્યો ને બધા મોટી વાતુએ ચડીયા ઇન્દ્ર ને થયુ કે આ બધી ભામ કયાક કેફ મા ને કેફ મા કયાક ભુલી જાય નહી કે સ્વર્ગ છીયે એટલે ઇન્દ્ર બોલ્યા કે હ...હ...હ...ધિરા ધિરા...તમે તો બહુ વાતુડા આ દેવતાઓ બેઠા છે ને આપણે બહુ ન બોલાય આપણે આ દેવતાઓ ની વાતુ સંભળાય''દેવતાઓ કહે તેં એમા શુ થઇ ગયુ અમને તમારી વાતુ સાંભળવાની મજા આવે છે તમતમારે વાતુ કરો અમવે બહુ ગમે છે.''દેવો આટલે ઇન્દ્ર ને દોડવુ'થુ ને ઢાળ જડીયો ને બોલ્યો''તો એમ કરો આ અમારા સાધુ સંતો મૃત્યુ લોકમા રહ્યા ત્યા સુધી બિજુ કઇ કામ જ નથી કર્યુ બસ પ્રવસનો જ આપ્યા છે તો આજ મને વિચાર આવે છે તમે એક કામ કરો તમે આ લોકો ને મંડપ ઉભો કરવામા મદદ કરો તો અમારા આ સંતો કે'દુ ના સાનામાના બેઠા છે એને આપ જેવા મહાનુભાવો ને પ્રવસન આપવાનો મોકો મળે અને હા અમારા સંતા નુ પ્રવસન સાંભળી ને તમે પાવન નહી થાવ પણ અમારા સંતો નુ પ્રવસન પાવન થઇ જશે એટલે મારૂ કહેવાનુ એવુ છે કે આપણા નગરની બાજુમા સારી જગ્યા હોય ત્યા ધર્મસભાનુ આયોજન કરો એ મારો આદેશ નથી પણ વિનંતી છે.ત્યાતો દેવો ને મોજ આવી ગઇ કે આ ઇન્દ્રદેવ આપણને કેવી રીતે માન આપે છે.દેવતાઓ તો ભાઇ ખડાપગે સેવામા લાગી ગયો મોટા મોટા મંડપ નાખવાની સરૂઆત કરી દીધી ને અંદર માયક ગોઠવાઇ ગયા ને સરસ રીતે મંડપ ને સણગારીને તૈયાર કરી દિધો અંદર ને બહાર જાતજાત ની રંગબેરંગી સિરીજ ગોઠવી દિધી ને ધામધુમથી આપણા કહેવાતા નરકવાસી બાવા ઓની ધર્મસભામા પધરામણી કરાવી ને દેવોએ ધન્યતા અનુભવી અને પ્રવસન નો દોર સરૂ થવા ની અણી પર આવી ગયો દેવો હરખ ઘેલા બન્યા

                                  ધર્મસભા મા દવેતાય લોકોનો દેવતાયમહેરામણ ઉભરાવા લાગ્યો ને પ્રવસન નો દોર સરૂ થયો સુર અને સંગીત સાથે પ્રવસન સરૂ થયુ દેવો ના અંતરમન ને ગમે અવા ભેળસેળીયા પ્રવસન થી દેવો ના દિલ જીતવા મા આપણા સાધુડા માહીર નિક્ળ્યા એ બાપલા સભાખંડ મા તો મિઠ્ઠા મધુરા સરબત વહેચાય છે ને આગખો દિવસ સારેબાજુ થી જય જયકાર ગુજી રહ્યો છે કોઇ દેવ ઉભા થઇ બહાર ડોકુ દેખાડવા પણ જતા બસ ધાર્મિક પ્રવસન મા બધા મસગુલ બન્યા છે..ગોકુળ ના કનૈયા ની બાળ લિલા..કંસના વધની કથા સોનાની દ્વારકાની કથા અંતે મહાભારત ના યુધ્ધ ની કથા દેવતા તો મૃત્યુ લોક ની આવી કથા સાંભળી ને મોજ મા આવી ગયા...એમા વળી ભગવાન રામની બાળલીલા...સીતા સ્વયંવર ની ધનુષ્યભંગ ની ને પરસુરીમ ના ક્રોધની કથા..રામવનવાસ ની કથા અને અંતે રાવણ વધ ની કથા સાંભળી ને દેવો તો કથા ના હેવાયા થઇ ગયા રોજ રોજ આમને આમ ચાલ્યા કરે અને અહી ખટપટીયા ના કહેવા પ્રમાણે બધી ગોઠવણી થઇ રહી છે અને લગભગ પુરી પણ થવા જઇ રહી હતી બસ હવે પુરી તૈયારી થઇ સુકી છે કેમ કે ખટપટીયા ને ખબર છે કે યુધ્ધ નો શંખ ફુકાવાનો જ છે પણ હવે ચિન્તા નથી પણ મનમા બીક તો છેજ કે હુ કઇ દેવો સામે ટકી તો નહી જ શકુ પણ લડી લેવુ જ છે એ નક્કી

                               આમને આમ ધણા દિવસ વયાગયા અને મહાદેવની ધમકી પુરી થવા આવી રહી હતી ને આપણા ખટપટીયા ભાઇ ના મનમા ચિંતા ના અંકુર ફુટવાની તૈયારી થવા મંડી કે હવે શુ કરવુ જો ભોળાનાથ ક્રોધાયમાન થયા ને ત્રિજુ નેત્ર ખોલી નાખ્યુ એટલે હુ તો બળીને ભષ્મ થઇ જવાનો હુતો કામા થી ગયો પણ હુ કોણ....!?હુ ખટપટીયો હવે એક જ ઉપાય જો કોઇ દેવ પાસે છાંટો અમૃત મળી જાય તો કામ થઇ જાય હવે જોવ છુ કે દેવતાઓ મને અમૃત આપે છે કે નહી...હવે તો દેવતાઓ ને મારે મળવુ પડશે કેમ કે હમણા થી એ લોકો ધર્મસભામા પ્રવશન સાંભળવા જાય છે હવે તો મારે ધર્મ સભામા પાવન થવાના બહાને જવુ પડશે અને હુ જઇશ એટલે મને બે શબ્દો બોલવાનુ તો કહેશે જ.બિજા દિવસે ઇન્દ્રદેવ કોઇના કહેવાની રાહ જોયા વિના પહોચી ગયા..ઇન્દ્રદેવનુ તો ભવ્યસ્વાગત થયુ ચાર ચાર જણા ઉપાડી શકે એવો હાર પહેરાવી ને સન્માનિત કર્યા પછી ઇન્દ્રદેવ સિહાસન પર ગોઠવાયા અને પ્રવસન સરૂ થયુ દેવોસાથે ઇન્દ્રદેવ પણ મંત્રમુગ્ધ થઇ ને આંખો બંધ કરી ને પ્રવસન નુ રસપાન કરી રહ્યા છે બધા દેવતાઓ ઇન્દ્રદેવની પાવનકારી મુખ મુદ્રા નિહાળી રહ્યા છે સમય જતા પ્રવસનનો દોર પુરો થયો એટલે એક હોસીયાર દેવ સ્ટેજ પર જઇ ને માઇક્રોફોન હાથમા લઇ ને ઇન્દ્રદેવ ને બિર્દાવતા કહ્યુ કે.આજે આપણી ધર્મસભા મા મહાપ્રતાપી..સ્વર્ગને ઉજાળનાર મહામાનવ..માનનીય...અને પરમવંદનિય એવા આપણા ઇન્દ્રદેવ પધાર્યા છે ત્યારે સૌં દેવો ની એવી ઇશ્શા છે કે ઇન્દ્રદેવ સ્ટેજ પર પધારે ને અમૃત જેવા બે શબ્દો નુ સૌં દેવતાગણ ને શબ્દામૃત નુ પાન કરાવે ધન્યવાદ

                            ઇન્દ્રદેવ તો જેમ આપણા રાજનેતા ઉભા થાય એમ દેવતાયવાઘા સરખ કરતા કરતા પહોચી ગયા જઇ ને મોઇક્રોફોન ને આગળી થી ટક..ટક .ટક.. કર્યુ અને ધિરેક થી બે ત્રણવાર હેલો...હેલો...કરી જોયુ  ને દેવતાઓ એ તાળીઓના ગડગડાટ કરી ને ઇન્દ્રદેવ ના મુખ થી બે શબ્દો સાંભળવા ની આતુરતા દર્સાવી પછી બધુ બરાબર લાગ્યુ એટલે ઇન્દ્રદેવે સરુઆત કરી કે મારા વહાલા વૃધ...યુવાન..અને...દેવબાળગણો..ત્થા માતાઓ અને બહેનો પ્રથમતો મારા પ્રણામ સ્વીકાર કરશો અને હા તમે લોકો એ મને બહુ સહકાર આપ્યો છે મને સ્વર્ગ નો રાજા બનવાનુ સદ ભાગ્ય તમેજ આપ્યુ છે નહીતર અહી સ્વર્ગ મા મારૂ કોણ હોય તમેજ મારા સર્વસ્વ છો હવે મારો આત્મો બહુ મુંજાય છે કારણ કે જેનુ મારે ભલુ કરવુ છે તેનુ ભલુ કરુ તે પહેલા મારૂ આયખુ આવી ગયુ એવુ મને લાગી રહ્યુ છે કેમ કે ભોળા મહાદેવ ને તો તમે જાણો જ છો કે જે એકવાર બોલી જાય એટલે વાત પુરી એ બસ હવે મને અહી થી નિકળી જવાનુ કહેણ ગમે તેની સાથે મોકલશે જ અને હુ તમારૂ ભલુ કરીનાખ્યા વિના તો જવાનોજ નથી અને હુ જવાની ના પાડીશ એટલે શિવજી ને ક્રોધ આવવા નો અને ક્રોધ આવશે એટલે મહાદેવ ત્રિજુ નેત્ર ખોલવાના ને ત્રિજુ નેત્ર ખોલશે એટલે મહાઅગ્ની પ્રગટ થવાનો અને  મહાઅગ્ની પ્રગટ થશે એટલુ હુ બળીને ભષ્મ થવાનો જ એમા બે મત નથી કારણ કે હુતો મૃત્યુલોક નો માનવી અમારી જેમ અમે થોડાકઇ અમર છીયે.પણ હમણા જ ભાઇએ મને રજુ કરતી વખતે જે શબ્દ નો ઉપયોગ કર્યો કે ઇન્દ્રદેવ આવેને શબ્દામૃત નુ પાન કરાવે એ શબ્દો સાંભ્ળ્યા ત્યા મારા મન મા એક આશાનુ કિરણ પ્રગટ્યુ અને મનમા વિચાર આવ્યો કે તમેતો દેવતાઓ છો વળી મારી તરફેણમા છો તો મારી વિનંતી છે કે તમારા કોઇના ઘરમા થોડુ ઘણુ લુચણ પુચણ અમૃત પડીયુ હોય ને એકાદ ઘુટડો જો મને જેમ મા પોતાના બાળકોને ઓહડીયા પાતી હોય એમ પાય દો તો મહાદેવની ક્રોધાગ્ની થી હુ બચી શકુ બાકી તો આપણે ગયા હુ મરી જાવ એનો મને વાંધો નથી પણ તમારૂ ભલુ કર્યાવિના મરીશ તો હુ ભુત સર્જીશ ને વનવન ભટકીશ મારા મનને કયાય શાન્તિ નહી મળે.ઇન્દ્રદેવ ના આવા વાલપ ભરેલા વેણ સાંભળી ને દોવોની આંખોના ખુણા ભિંજાણા ત્યાતો આપણી જેવા દસ દેવો ઉભા થયા કે અરે પીવા ની કયા વાત કરોશો તમે કહો તો આખે આખા નવડાવી નાખીયે તમને અમારૂ ભલુ કરવા નુ આવડુ મોટુ સ્વપનુ હોયતો અમે અમારા બાળક ને ગળથુથી મા પાવા અમૃત રાખીયે જ છીયે એમા થી થોડુ થોડુ લાવશુ બિજુ શુ પણ તમને નહી મુંજાવા દઇએ 

                                 બિજા જ દિવસે આ અભાગ્યા ને અમૃત પાયને ભાગ્યવાન બનાવી દિધો આ બાજુ બાજુ ત્રણે દેવોએ નારદજી ને ખટપટીયા ને સમજાવ્વા મોકલ્યા કે જાવ નારદજી જઇ ને કહો કે તારા ઉચાળા બાંધીને નિકળ નહીતર હવે તારી ખેર નથી માળો નાલાયક અહી આવી ને તોફાન કરે છે એટલે એના મનમા સમજે છે શુ.....!નારદજી કહે જુવો હુ તમને પહેલા જ કહુ છુ કે મારી મથરાવટી પહેલે જ મેલી છે એટલે હુ જઇને મારી રીતે સમજાવીશ અને જો નહી સમજે તો કાલ મને ન કહેતા કે નારદજીએ યુધ્ધ જોવા સારુ થઇ ને ખટપટીયા ને જેવો તેવો સમજાવ્યો હશે એટલે જ નહી સમજ્યો હોય...હા.....!તમને ખબર છે ને એ અવળો તો જાણે બહુ જ છે એટલે હુ અત્યાર થી જ કહુ છુ કે એ સમજવાનો નથી જ સતા તમે કહેતા હોવતો હુ તો જાવ....વિષ્ણુભગવાન કહે કે જાવુ હોયતો જોઇ વિચારી ને જાજોં નારદજી કેમકે આપણા સ્વર્ગલોક મા દુત ને કોઇ મારતુ નથી પણ ચેતતા રહેજો મૃત્યુલોક ના ખટપટીયા તો દુતનેય મારે.....હા...!નારદ કહે મને ડરાવો નહી હુ ભલભલા રાક્ષસો ની સભામા જઇ આવેલો છુ એટલે હુ ડરૂ એમ નથી પણ વિચાર કરજો કે જો યુધ્ધ થયુ તો એ તમનેય ભારે પડે ખરો

                               અને નારદજી ઇન્દ્રલોક તરફ પ્રયાણ કરે છે પણ જ્યા દરવાજે આવ્યા ત્યા દ્વારપાળે અટલાવ્યા ઉભા રહો હુ જાવને ઇન્દ્રદેવ ની અનુમતી લઇ આવુ પછી જ અંદર જઇ શકશો દ્વારપાળ ગયો ને ઇન્દ્રદેવને વાત કરી કે નારદજી આપને મળવા માંગે છે એટલે તરતજ કહ્યુ કે જાવ તાતકાલી લઇ આવો.નારદ તો બિતા બિતા અંદર ગયા વિચાર કરતા'તા કે માળો આ સંસ્કાર વિનાનો ઇન્દ્ર થયો એટલે જોખમ લિધા જેવુ તો ખરૂ હો,,,ભાઇ.નારદજી તો ઇન્દ્ર સામે જઇ ને ઉભા રહ્યા ઇન્દ્રે તો નારદજી ને પ્રણામ કર્યા ને આસન ગ્રહણ કરવા કહ્યુ.નારદ એક ખાલી પડેલા સોને મઢેલી બેઠક પર બેઠા ઇન્દ્ર કહે હુ જાણુ છુ કે તમે કેમ આવ્યા છો સતા તમારા મોઢે થી સાંભળવા માંગુ છુ બોલો કેમ પધારવાનુ થયુ બોલો... આપ બોલી શકો છો.નારદ કહે સાંભળ ઇન્દ્ર મને ખબર છે કે તે ઇન્દ્રાસન તારી ખટપટ થી હાંસલ કર્યુ છે અને અસલી ઇન્દ્ર ને તે રખડતો કરી દિધો એટલે હવે તારે સ્વર્ગનો મોહ છોડી ને જતુ રહેવુ જોઇએ..પણ નારદે જવાનુ કહ્યુ કે તારે જતુ રહેવુ જોઇએ ત્યા આપણા ખટપટીયાદેવ ને માથે થી પગે ઉતરી ગઇ ને ખારો થયો કે તમે મોટા ઉપાડે ઇન્દ્રને મારૂ સરનામુ આપીને ઇન્દ્રએ યમરાજ ને મોકલીને મને ઉપડાવી લિધો ને હવે તમે એમ કહો છો કે તુ જતો રહે....!નહી...નારદ નહી...!હવે હુ કયાય નહી જાવ...અને હા એક વાત કહુ કે એલા મે કોઇ નુ બગાડ્યુ છે કે આમ મારી વાહે પડી ગયા છો સરમ નથી આવતી તમને શુ કામ જાવ..?શુ નડુ છુ તમને બધાને...?  એજ નથી સમજાતુ મને અને હા તમે દેવતાઓ ને તો મળો કોઇ દવ એમ નહી કહે કે હુ જતો રહુ અને એક પણ દેવ કહે કે હુ જતો રહુ તો હુ જતો રહુ...નારદ કહે કે દેવતાઓ બિચારા ભોળા છે અને તે ખોટે ખોટી વાતુ કરીને બિચારાને ભરમાવી દિધા હશે જ હુ તને ને તારી આખી ખટપટીયા કોમ ને ઓળખુ છુ તમે લોકો લાગ જોઇને લાકડુ ભાંગવાનુ શુક્તો નથી એ તે અહી પણ કરી બતાવી દિધુ...ઇન્દ્ર કહે કે એ માટે તો મને અહી લાવ્વામા આવ્યો છે એ કેમ ભુલી ગયા છો.

નારદ કહે તુ ભલો થઇ ને સમજીજા તને ખબર છે...?''શુ થયુ કહો તો ખબર પડે ને'' ''નારદ કહે કે ઓલ્યા ભોળાનાથ લાલઘુમ થયા છે એનુ પરીણામ તારા માટે બહુ ખરાબ આવશે અને હવે તારે જોવુ જ હોય તો જોઇલે પરીણામ...!!!ઇન્દ્ર કહે નારદ તમે મને સમજાવ્વા આવ્યા છો તો ધિરે ધિરે બોલો અને તમે એ ન ભુલો કે તમે તમે ઇન્દ્રના દરબારમા છવો એટલે ક્રુપા કરી ને આપનુ અપમાન કરવા મને મજબુર ન કરો તો આપનો ખુબ ખુબ આભાર..નારદ કહે ભાઇ તુ માની જા અને જે જે સમજાવ્યા નથી સમજ્યા એ અંતે અધોગતી ની ઉંડી ખાઇમા પડીયા છે અને એ ખાઇ માથી કયારેય બહાર નિકળી નથી નિકળી શક્યા..ઇન્દ્ર કહે કે નારદજી જી પહેલા તો એક વાત કરી દઉ કે મને ખબરજ છે કે મે સારા કર્મ તો કર્યા જ નથી એટલે મને અધોગતીની ખાઇ મા પડવાની બીક જ ન હોય હવે તો દેવતાલોક ને શાન્તિ થી રહેવુ હોયતો મને બહુ સંતાપવો નહી હુ કોણ ખટપટીયો અને બચવામાટે માનવી ગમે તે પગલુ ભરે છે તે તો જાણે છે કે ને...?આમ વાતુ કરે છે ત્યા દેવો ધિરે ધિરે સભામા આવ્વા લાગ્યા એટલે ખટપટીયો નમ્રભાવે પ્રેમના કુંડા મા બોળી બોળી ને પ્રેમ નિતરતા શબ્દો બોલવા લાગ્યો કે જાવ નારદજી જાવ કહેજો મહાદેવજી ને કે મારા પર કૃપા કરવી હોય તો કૃપા વરસાવે ને ક્રોધ વરસાવવો હોય તો ક્રોધ બિજુ છુ  આવા શબ્દો સાંભળીને દેવો બધા ભયભિત થયા કે હવે કઇક નવાજુની થશે...ઇન્દ્રે દેવોને કહ્યુ કે તમે શુકામ દુખી થાવ છો તમારે દુખી થવાની કોઇ જરૂર નથી તમારો ને મારો આટલો જ મેળાપ લખ્યો હશે પણ હજી તો અહી જ છુ મારા અહી આવેલા મહેમાનો તમારા માટે જે સુવિધાનુ કાર્ય કરી રહ્યા છે તે કામતો સરૂજ રહેશે આપણે યુધ્ધની તૈયારી કરવા મા સમય નથી બગાડવો એ બધુ તો હાલ્યા કરે..મહેમાનો સામે જોઇ ને કહે તમારે અહી કોઇ જાતનો રસ લેવાનો નથી તમારેતો દેવતાઓ ની ભલાઇ સુખસુવિધાનુ કામ સરૂ રાખવાનુ છે  ભગવાન કરેને યુધ્ધ થાય ને મારો પરજ્ય ન થાય ત્યા સુધીમા દેવો માટે સુવિધાની બધી કામગીરી પુરી થઇ જાય બસ આટલુ થઇ જાય એટલે ગંગા નહાયા..નારદજી તો બેઠબેઠા વિચાર કરે છે કે આ ખટપટીયા એ આ બિચારા ભોળાભટ્ટ જેવા સૌ દેવો ને એની ખટપટી માયા જાળમા એવા ઘુચવી દિધા કે હવે બહાર નિકળી શકે તેમ નથી એ નક્કી દેવોમા ખટપટનો છાંટો જ નથી...સમુદ્રમંથન થયુ ત્યારે ઝેર..અમૃત..મંદિરા..નિકળ્યુ તુ એની હારે ખટપટના ઘડાય નિકળ્યા'તા ત્યારે મે કહ્યુ હતુ કે એકાદ ઘડો રાખો કયારેક કામ લાગશે પણ મારુ માન્યા નહી ને બધુય મૃત્યુલોક પર ઢોળીઆવ્યા આજે દેવોને જરૂર છે ખટપટીયા સામે ખટપટ વાપરવા ની પણ હવે શુ થાય..આમ વિચાર'તા નારદ ઉભા થયા ને ઇન્દ્ર ને કહે કે હુ જાવ છુ..ઇન્દ્રદેવ તો સિહાસન થી ઉભો થઇ ને નારદ સામે આવે છે અને ભેટી પડે છે અને કાનમા કહ્યુ કે કેહેજો એ ત્રેણેય દેવોને હુ કાઇ ડરતો નથી..પછી બધા સાંભળે એમ બોલ્યો કે હુ તો મહાદેવ ના સરણ ની રજ છુ કહેજો થઇ શકે તો મારા પર કૃપા વરસાવી ને દયા કરે અને ધિમે થી કહ્યુ નહીતર ફાવે તે કરે તે કરી લેય

                             નારદ તો વિણા વગાડતો વગાડતા નારાયણ..નારાયણ..કરતા જતા રહ્યા અને સ્વર્ગ મા સન્નાટો છવાઇ ગયો ઇન્દ્રદેવ કહે કે કેમ બધા સુનમુન થઇ ને બેહી ગયા અરે....વાલા મોજ કરો મોજ આવુ બધુ તો હાલ્યા જ કરો અમારા મૃત્યુલોક મા એક કહેવત છે કે''જીવવુ તો ડરવુ નહી ને ડરવુ તો જીવવુ નહી''અને એ મારો જીવન મંત્ર છે અને રહે છે....!અને મહેમાને પાસે થી બધી માહીતી માંગી કે તમારી કામ ગીરી કયા સુધી પહોચી આપણી જે યોજના છે તેમા ફેર ન પડવો જોઇએ સમજ્યા અને પ્રવશન આપવારા મારા સંતો નારદજી ના આવ્યા પછી પ્રવશન મા કોઇ જાત ની ખામી ન આવવી જોઇએ આપણે છીયે ત્યા સુધી તો કલ્યાણ કરીયે ન્હાયા સુધી પુણ્ય બિજુ શુ પછી આ દેવતાઓ નુ બિચારા નુ શુ થશે એતો ભગવાન જાણે જો આપણો પરજય થયો તો આપણને સહાય કરનારા દેવો પર માછલા ધોવાશે એની મને ચિંતા છે આપણને મદદ કરનાર પર આપણા ગયા પછી અત્યાચાર થશે એ મારાથી જોયુ નહી જાય...હા''હવે તમે બધા જાવ તમારે પ્રવશન નો સમય થઇ ગયો છે જાવ ધર્મના કામમા સમય ન શુકવો જોઇએ અને હા ચિન્તા કરવાની જ નથી સંતો સાથે દેવો જતા રહ્યા પછી બોંબની ગોઠવણી કરનારા ઓને કહે છે કે બોલો કામ કયા સુધી પહોચીયુ છે બધુ બરાબર ચાલે છે ને..''હા મા'રાજ હા બધુ બરાબરજ ચાલે છે જુવો પેલા પહાડ પર સારેબાજુ અસંખ્ય બોંમ્બ ગોઠવીદિધા છે સ્વર્ગની દેવતારણી નદીમા ગોઠવી દિધો અને સ્વર્ગ ના આખા નગર મા ઘરે ઘરે ગોઠવી દિધા આ પ્રવશને અમારૂ કામ એકદમ આસાન કરી દિધુ કેમ કે આખા નગર મા કોઇ કાગડોય જોવા મળતો નથી જેથી કોઇને ખબરજ નથી પડી કે શુ કાવાદાવા કર્યા છે

                              આ બાજુ નારદજી ત્રણેય દેવપાસે જાય છે નારદજીને પુછે છે બોલો નારદજી શુ સમાચાર લાવ્યા..''નારદ કહે સમાચાર તો બિજા શુ હોય એ વટલેલ કોઇનુ માને એમ નથી હવેતો એને ધોકાવી નાખવામા જ ભલાય છે માળો ખરોખટપટીયો નિક્ળ્યો બધા દેવતા ઓને એના તરફ એવા વાળી લિધા કે એની વાત પુછોમા મને જે જે મળ્યા એ બધા બે મોઢે વખાણ કરવાથી ધરાતાજ નથી ને....!મહાદેવ કહે કે ઇતો બધા જાશુ એટલે સમજી જાશે અને જો નહી સમજે ગુડી નાખવો જોશે ઇ ત્યા વળી દેવતાઓ ની જેમ અમરપટ્ટો લખાવીને આવ્યો છે કે જીવતો રહેશે મારશુ એટલે ટપકી જાશે બિજુ શુ કાલે જોઇએ છીયે કે એ કેવોક ટક્કર જીલ્લે છે હાલોત્યારે અત્યારે સુટ્ટા પડીયે કાલે પાસા આવજો બધા સુટ્ટા પડીયો...''અહી સ્વર્ગ મા બધી તૈયારી પુરી થઇ ગઇ અને રિમોટ ઇન્દ્ર ના હાથ મા આવી ગયુ બસ હવે તો ભડાકા કરે એટલી જ વાર છે બસ હવે તો ખટપટીયો ત્રિદેવ ની વાટ જોઇ ને બેઠો છે કે હવે કયારે એ આવે ને હુ મારી શક્તિ બતાવી દઉ....''આ બાજુ બ્રહ્મા વિષ્ણુ ને મહેશ ભેળા નારદજી અને જુના ઇન્દ્રદવ પણ સાથે તૈયાર થઇ ને સ્વર્ગ તરફ પ્રયાણ કર્યુ સ્વર્ગ મા આવ્યા એટલે સ્વાગત કરવા ઇન્દ્રદેવ સામે હાલ્યા અને બોલ્યા કે પધારો ત્રિદેવો ત્થા નારદજી સ્વર્ગ મા આપનુ સ્વાગત છે બધાને પ્રણામ કર્યા અને સોના ના સિહાસન પર બેસાડીયા અને જુના ઇન્દ્રદેવને ઇન્દ્રાસન પર બેસાડ્વા આપણો ખટપટીયો લઇ જાય છે પણ બરાબર બેસવાની તૈયારી કરે છે ત્યા પગ લપચે છે ને ઇન્દ્રદેવ દડદડતા હેઠા પડીયા ત્યા તો ઇન્દ્રાણી દોડીયા કે કેમ શુ થયુ ઇન્દ્રદેવ કેમ ઢોલિયે થી પડી ગયા શુ થયુ શુ થયુ....ઇન્દ્રદેવ તો બધુ જોતાજ રહ્યા ઇન્દ્રાણી કહે કે શુ આમ ગાંડા ની જેમ સારેબાજુ જુવો છો કેમ કાઇ નબળુ સપનુ જોયુ કે શુ ઇન્દ્રદેવ કહે કે ઇન્દ્રાણી એ વાત જવા દો આમ વાત કરે છે ત્યા નારદજી નારાયણ.....નારાયણ...કરતા આવી ગયા આવીને કહે કેમ ઇન્દ્ર દેવ શુ થયુ ઇન્દ્રદેવ ખડખડ હશી પડીયા કે નારદજી બધુ સારૂ પણ ખટપટીયા ન સારા....હો...નારદજી કહે ઇન્દ્ર દેવ તમે મને ખટપટીયા ને લાવ્વાનુ કહ્યુ હતુ એટલે મે તમને સપના મા ખટપટીયા ની તાકાત બતાવી ઇતો સારૂ થયુ કે તમે જાગી ગયા નહીતર ખબર પડત...પણ તમે જાગી ગયા અટલે એની આગળ શુ યોજના હતી એ જાણવા મળત....ઇન્દ્ર કહે કે મારે એની યોજન નથી જાણવી હવે કયારેય આવી લીલા ન બતાવતા પછી ઇન્દ્ર ને નારદજી વાતુ એ વળગ્યા પણ વાતુ મા વચ્ચે વચ્ચે ઇન્દ્રદેવ આડા અવળુ જોતા જાય છે નારદ કહે ઇન્દ્રદેવ ઇ ખટપટીયો નહી આવે

નોધ...મારા હાસ્ય લેખ ને અહી પુરો કરૂ છુ હવે ઇન્દ્રદેવ ને વધુ દુખી નથી કરવા જેણે જેણે મારી વારતા ને માણી એ લોકો નો હુ દિલ થી આભાર માનુ છુ.અને આવી કોઇ નવી વાતો સાથે ફરી મળશુ ત્યા સુધી....જૈં મોરલીધર

             

                      લેખક...રામભાઇ આહીર