દોસ્તી. Bhamar Solanki દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દોસ્તી.

"પપ્પા ને પૂછીને કહું" મેં કહ્યું હા, પણ તારા મનમાં શું છે? એણે પૂછ્યું હું નિ: શબ્દ બની રહ્યો. ફરીથી મારા ફોનમાંથી એ જ શબ્દો સંભળાયા તારા મનમાં શું છે? મેં કહ્યું હું પપ્પાને પૂછીને જ કહીશ આટલું કહીને મેં ફોન કાપી નાખ્યો.
હેતાંશી અને હું, બંને એક જ સ્કૂલમાં ભણતા હિમાંશી થોડી નટખટ, રમુજી અને વાચાળ સ્વભાવની હતી. હું થોડો શાંત હતો, ક્લાસમાં મોટાભાગે હું શૂન્યમનસ્ક થઈને બેસી રહેતો. અમારી સ્કૂલ પુરી થઇ ગઇ હતી.જો કે સ્કૂલમાં ક્યારેય અમે બંને એકબીજા સાથે વાત નહોતી કરી કોલેજમાં જતા બંનેની મુલાકાત સોશિયલ મીડિયા પર થઈ જ્યાં મને instagram પર એની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવેલી. અમે બંને જોકે અલગ-અલગ કોલેજમાં હતા પણ બંનેની વાતો થયા કરતી બંને હંમેશા સ્કૂલના દિવસોની વાતો કર્યા કરતા ક્યારેક એનો કોલ આવી જતો તો કલાકો સુધી વાતો થતી હું તો ફક્ત હા અને ના બસ આટલું જ બોલ્યા કરતો પરંતુ એની લાંબી વાતો પૂરી થવાની નામ જ ના લેતી.
   થોડા સમય બાદ અમે બંને એકબીજાનેે સારી રીતે ઓળખતા થયા, બંને એકબીજાને મળવા પણ લાગ્યા પરંતુ બંનેમાં એક વાત સામાન્ય હતી ના તો પ્રેમ જેવી લાગણી એનાા મનમાં ઉદ્ભવી કે ના તો મારા મનમાં, બંને બેસ્ટ ફ્રેન્ડ તરીકે બધી વાતો શેર કરતા.
એ થોડીક નટખટ અને રમૂજી હતી એને જીવનની દરેક ક્ષણ ને માણવી હતી એટલે એ ક્યારેક મને પાનના ગલ્લા પર ખેંચી જતી ત્યાં જઈને બંને જણા ચા પીતા ત્યારે એ હંમેશા કહેતી જ્યારે પણ હું ચા પીવું છું તો મને માતૃભૂમિ પ્રત્યે નો પ્રેમ વધી જાય છે ખબર નહિ લોકોને આ મોંઘીદાટ વિદેશી કોફી કેમ પસંદ હશે? એ કહેતી મને કે જ્યારે પણ હું કોઈ છોકરાને પસંદ કરીશ તો એ મારી બીજી પસંદગી હશે પણ પહેલી પસંદગી તો ચા જ હશે. એની એ સિગરેટ પીને ધુમાડા કાઢવાની સ્ટાઇલ મને પસંદ હતી, જોકે હું સિગરેટ પીતો ન હતો પરંતુ એની આદત એ મને પણ લત લગાડી દીધી હતી. હું હંમેશા એને કોપી કરવાનો પ્રયાસ કરતો પણ ના કરી શકતો, એ મારી નાકામ કોશિશ પર હસી પડતી એની એ જ દારૂ પીવાની આદત હંમેશા મને એના પ્રત્યે અણગમો પેદા કરતી પરંતુ એ ફક્ત અમે સાથે હોઈએ ત્યારે જ પીવાનો દાવો પણ કરતી. ક્યારેેક હું પણ એની સાથે એકાદ બે ઘુંટ પી લે તો.આમ કરતા કરતા કોલેજનો સમય પસાર થઈ ગયો અમેે ફક્ત શનિ રવિ જ મળતા બાકી કોલેજના સમયમાં મળવાનું ઓછું થતું પણ હવે કોલેજ પતી ગઈ એટલે એના ઘરે એના લગ્નની વાતો થવા માંડી હતી. એ મને કહેતી કે હું એવા છોકરા સાથે જ લગ્નન કરીશ કે જે મને એ જ રીતે સ્વીકારે જેવી હું છું. હું એને મારી બધી આદતો વિશે કહીશ પછી જો એ મને સ્વીકારશે ત્યારે જ હું એની સાથે લગ્ન કરીશ. હુંં એની આ વાતની હાંસી ઊડાડતો અને કહેતો તો તો તું કુવારી જ મરીશ અને અમે બંને જણા ખડખડાટ હસી પડતા.
એના માટે સારા સંબંધો આવવા મંડ્યા પરંતુ એના સાચા બોલવાની આદતના લીધે કોઈ છોકરાને એ પસંદ ના પડી, કારણકે એણે પોતાની આદત બદલવાની ના પાડી હતી. પાંચ છોકરાઓએ એની સાથેે લગ્ન કરવાની ના પાડી હતી. એના પપ્પા એના પર બહુ જ ગુસ્સે થયા અને એને એની આદતના લીધે ઘરમાંથી કાઢી મુકવાની ધમકી આપી.
અચાનક મારા પર એનો ફોન આવ્યો હું કાંઈ બોલું એ પહેલા જ એ બોલી મારી સાથેે લગ્ન કરીશ? હું એકદમ હેબતાઈ ગયો મેં પૂછ્યું શું થયું? એણે કહ્યું મને હા કે ના માં જવાબ આપ. મેં કહ્યું પપ્પા ને પૂછીને કહું, હા પણ તારા મનમાં શું છે? એણે પૂછ્યું મેં તરત ફોન કાપી નાખ્યો. થોડીક વાર વિચાર્યું કેમકે હું એને પ્રેમ નહોતો કરતો મારા મનમાંં એના માટે કોઈ પ્રેમ ભાવ જેવી લાગણી ન હતી એ પણ મને પ્રેમ નહોતી કરતી છતાં કેમ એણે મને લગ્ન માટે પૂછ્યું? મારા અને હેતાંશી બંનેનો પરિવાર એકબીજા ને બહુ સારી રીતે ઓળખતો હતો. પપ્પાને હેતાંશી ની બધી આદતો વિશે ખબર હતી જોકે પપ્પાને એ ગમતી ન હતી પણ એમણે મને ક્યારેય ના પણ નહોતી પાડી કે તું એની સાથે ના ફરીશ. મેં પપ્પા ને પૂછ્યું પપ્પા ગુસ્સે થઈ ગયા એમની રક્તવર્ણી આંખો જોઈને મને ડર લાગ્યો. તે કહેવા લાગ્યા તને ખબર છે એ છોકરી ની આદતો કેવી છે? કયો છોકરો એની સાથેે લગ્ન કરીને પોતાનું જીવન બગાડશે. મેં કહ્યું "પપ્પા તમારા છોકરા ની પણ આદતો  એના જેવી જ છે, તો કઈ સારી છોકરી એના સાથે લગ્ન કરીને પોતાનું જીવન બગાડશે? પપ્પાનો ગુસ્સો સાતમા આકાશે પહોંચી ગયો એમણે મને કહ્યું" કે છોકરાઓ  માં આ વસ્તુ સામાન્ય છે, તેઓ કરેે તો સમાજમાં કોઈ ફેર ના પડે પરંતુ છોકરીઓને ઘર ચલાવવાનું હોય છે એટલે એમણે સમાજના નીતિ-નિયમોને પાળવા પડે, તેઓ આવો મોજ શોખ ના કરી શકે. મેં ફક્ત સાદાઈથી મારો જવાબ વાળ્યો "પપ્પા સમાજ વિશે હું કશું જાણતો નથી અને મારે કશું જાણવું પણ નથી હું તમારી વાત ને માન આપીને હેતાંશી જોડે લગ્ન નહીં કરું પરંતુ જો હેતાંશી જોડેેે લગ્ન નહિ થાય તો હું બીજી કોઈ છોકરી જોડે લગ્ન નહી કરુ, હુંં પરિવારની ઇજ્જત અને માન આપવા માટે હેતાંશી જોડેે લગ્ન નહીં કરું તો અમારી ફ્રેન્ડશીપ ને માન આપવા હું બીજી કોઈ છોકરી સાથે લગ્ન નહીં કરું" આ કહીને હું ત્યાંથી નીકળી ગયો.
આ વાતને એક વર્ષ થઈ ગયું પપ્પાએ મને ઘણી વખત સમજાવવાનો પ્રયત્ન કર્યો કે તું લગ્નન કરી લે પરંતુ મેં એમની વાાત ન માની છેવટે એમણે હેતાંશી જોડે લગ્ન કરવાની પરવાનગી આપી દીધી.
મેં હેતાંશી ને લગભગ એક વર્ષના અંતરાલે ફોન કર્યો,વચ્ચે અમારી કોઈ વાતચીત કે મુલાકાત નહોતી થઈ. એણે ફોન ઉપાડ્યો મેં એનેે કહ્યું કે પપ્પા માની ગયા છે પરંતુ એના મનમાં ખુશીની ઝલક નહોતી, એ દુઃખી હતી એને એ વાતનું ખોટું લાગી ગયું હતું કે મેં એનો ફોન કાપી નાખ્યો હતો અને ત્યારબાદ ક્યારેય એને ફોન નહોતો કર્યો. મેં એને પપ્પા સાથે કરેલી બધી વાતો સંભળાવી. એ મારી વાતો સાંભળીને રડવા લાગી એણે રડતા રડતા મને પૂછ્યું શું તું મને પ્રેમ કરે છે ?મેંં એને કહ્યું "ના" હું તને પ્રેમ નથી કરતો.  તો તે શા માટે લગ્નની હા પાડી? તને તો કોઈ સંસ્કારી છોકરી મળી જાત? એણે કહ્યું, મેં કહ્યું મેં તારા માટે નહીં પણ આપણી દોસ્તી માટે કર્યું છે. હુંં તને એક દોસ્ત તરીકે હંમેશા સાથ આપવા માગુંં છું પછી ભલેે આપણી વચ્ચે ગમે તે સંબંધની સાંકળ કેમ ના બંધાઈ જાય? પણ હું તને છોડવા નથી માગતો, તારી આ પરિસ્થિતિમાં જ્યારે તને કોઈ સાથ આપવા ન હતું તૈયાર ત્યારે હું તને સાથ ના આપું તો આપણી મિત્રતા શું કામની? અને હા લગ્ન પછી પણ  આપણે બંને મિત્ર જ રહીશું આપણું એ જ પાગલપન, એ જ મસ્તી,   એ જ પાનનો ગલ્લો, એ જ  રહેશે. એક લગ્નના સંબંધના કારણે હું આપણી બહુમૂલ્ય મિત્રતા ને ઝાંખી  નથી પાડવા માંગતો.  જો તુ દારૂ પીશ તો હું પણ દારૂ પીને તને સાથ આપીશ. આપણે બંને લથડીયા ખાતાા ખાતા એકબીજા ને સંભાળીશું. હું એ જ તારી સિગરેટ પીવાની સ્ટાઇલને કોપી કરીશ અને તું એ જ રીતે મારી હાંસી ઉડાડજે, ફરી એ જ બધી વાતોમાં આપણી ગંદી કોમેન્ટ  હશે, બધું એ જ હશે એટલી હું તને ખાતરી આપું છું. આટલું સાંભળીને એ ખડખડાટ હસી પડી છેવટે મારા થી પુછાઈ ગયું શું તું મનેેે પ્રેમ કરે છે? એણે કહ્યું ના હું તને પ્રેમ નથી કરતી પણ હા હવે હું કોઈને પ્રેમ નહીં કરું કેમકે મારી પાસે એ પ્રેમના સંબંધ કરતાં પણ ઊંચો સંબંધ છે અને એ મારો દોસ્ત છે.
આજે અમારા લગ્નને બે વર્ષ થઇ ગયા, બધું ઠીક ચાલે છે બસ હેતાંશી મારી જોડે થી રસોઈ બનાવતા શીખી ગઈ છે.   બાકી બધુ એ જ છે. એ જ સિગારેટ, એ જ દારૂનો ગ્લાસ, એ જ પાનનો ગલ્લો અને એ જ એનો પહેલો પ્રેમ એની "ચા" 
By-એ"કાન્ત "