સમજણ આપતો પ્રેમ Dipika rathod દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સમજણ આપતો પ્રેમ

પરી અને રાજકુમાર વનમાં ફરતા ને કુદરત ની આ  અનોખી અદ્ભૂત દુનિયા ધનુષિ ને ભોળી આંખો થી અંતરાત્મા થી નિહાળતા ને મન મન હરખાતાં,
ત્યાં, તો, અચાનક જ પરી ની  નજર એક સોડે કળા એ રૂપ નો સાગર ભરી મલકાતાં હરખાતાં ખીલતાં એક લાલ ગુલાબ પર પડી, )  ને જોતાં જ પરી

પરી : કેટલું મસ્ત ને સોહામણું છે આ  પ્રેમી રંગ થી  ભરિયુ આ લાલ ગુલાબ કેટલુંક  રૂપાળું છે? ને !? ને તેટલું'જ પ્રેમાળ પણ, છે? 
રાજકુમાર : હા, સાચે જ ઘણું !જ પ્યારું છે,
પરી : હું , ચૂંટી લવ?
રાજકુમાર : તારે, એ જોઈએ છે?
પરી : હા !
રાજકુમાર : તો, સારુ

( પરી, ચંચળતા ની ચાસણી માં ડુબેલાં મન ને મલકાવતાં ને પ્રેમ ભરી દિલ માં એ ખુશિઓ નો સાગર લઇ,  એ લાલ ગુલાબ ને ચૂંટવા ચાલી! હજું તો, કમળ ની કાયા નો એ કોમળ  હાથ તેને લંબાવ્યો જ હતો ત્યાં, તો અચાનક'જ એક કાંટો તેના એ કુમળાં હાથ માં જઈ ને વાગીયો,  !પરી ઓહ,,,,,,,, જોર થી  ચીસ પાડી ને રડી પડી અને ગુસ્સે થઇ લાલ પીળી થઇ જાણે આગ આંખે વહેતી હોઈ એમ ગુલાબ સામું જોઈને અપાર ઘૃણા થી તરતજ ગુલાબ ને  ફેંકી દીધું,

આ, બધું દ્રસ્ય નીહાળતો રાજકુમાર આવીને ગુલાબ ને જમીન પર થી ઉઠાવ્યું ને પોતાનાં કોમળ આંગળી ઓ ના સ્પર્શ થી પંપાળતા, સહજતાથી ને  પ્રેમાળ સ્વભાવ થી પરી ને સમજાવતા બોલ્યા !કે !

દેખો! પ્રિય, આ લાલ ગુલાબ ને તમે પસંદ કરો,છો ને?  હજું તો,  ક્ષણ વાર પહેલા જ તમે કેટલોક અપાર પ્રેમ વરસાવતા તા કેટલાંક લાળ થી લાગણી ની લહેરોં લહેરાવી અને  એક જ આ  કાંટા ના વાગવાથી તમે તેને તરત'જ, ફેંકી ધિક્કારી દીધું અને તમે તેને ધૃણા ની નયનો એ રાખ્યું ,,, પણ,શું !? ખરેખર ! તે, ધૃણા ને પાત્ર છે ખરું !? ભૂલ તો ગુલાબ ની ક્યાંય  છે, જ નહીં

કાંટા નો સ્વભાવ માં જ બીજાં ને  પીડા આપવી છે તેમાં ભોળાં આ  ગુલાબ ની કોઈ સબંધ છે જ નહીં તો,પછી  તમે આ માસુમ ગુલાબ સજા ને પાત્ર કેમ કરી થયું !

આ કેવો !તે, પ્રેમ, તમારો પ્રિય !

જે, સારા પળ માં પ્રેમ નો મીઠો વરસાદ ને દર્દ માં નફરત ની ફુફાળી ઉગરતી  આગ

તાતપર્ય :- જેને, આપણે ખુબ જ પ્રેમ કરતા હોય કે, જે આપણે, ખુબ પ્રેમ કરતા હોઈ તેને ક્યારેય જાણી કે અંજાણીયે પણ પીડા દુઃખ દર્દ  નહીં પહોંચાડવું  જોઈએ,,,,,,, જેને પ્રેમ કરતા હોઈએ તેને ક્યારેય કોઈપણ પરિસ્થિતિ ખીણ કે  મુશ્કેલી ના રસ્તા પર એકલી આંધી  માં ન છોડવું જોઈએ,

પ્રેમ, ઈશ્વર નું વરદાન છે, જેનાં વગર જિંદગી નું બધું જ એક નદી  નું વ્હેણ છે, કારણ કે વ્હેણ સમય આવતા વહી જાય  પણ, પ્રેમ તો સમય ને પણ વીતેલી હરેક પળ ને સ્મુતિ માં કેદ થઇ આપડી સંગ હંમેશા રહી  જાય છે

એટલેજ ! તો પ્રેમ ની ક્યાંય વ્યાખ્યા કે પૂર્ણ વિરામ., કોઈ શોધી કે આપી શક્યું નથી,
true love is life, જયારે પણ,તમને એ થાય કે  મળે તો એને ક્યારેય દેખાદેખી  કે બધુજ નાશ કરતો આપડો એ ગુસ્સો ની અંધકાર માં તેને  ઠુકરાવો નહીં, આ એવુ એક અમૃત છે, જેને પીવા  સમુદ્ર મન્થન થી દેવતાઓ ને પણ, નહીં મળ્યું.
એટલે'જ તો, પ્રેમ ના પાલનહાર કર્તાધર્તા

ભગવાન  શ્રી કૃષ્ણ એ પણ પ્રેમ ની પૂર્તિ ન કરી શક્યા
ન વ્યાખ્યા, ભાષા કે રીત આપી શક્યા,,,,,

પ્રેમ એ લાગણી થી પર
ગુસ્સા ધૃણા કે દેખાદેખી થી પર
પ્રમાણ ની પોથી થી પર
રીતભાત નાતજાત ભેદ થી પર
દુઃખ સુખઃ ની વ્યથા થી પર
પ્રેમ જીવન નહીં મૃત્યુ નો મારગ એ પણ પ્રેમ

પ્રેમ માં જ વસ્યો છે દીનદયાવન. Dipu rathod?