દીકરી દિવ્ય વારસો ભાગ 3 Shah Nidhi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દીકરી દિવ્ય વારસો ભાગ 3

દીકરી દિવ્ય વારસો ભાગ 3

( આગળ જોયું એ પ્રમાણે દીકરી જન્મ ને બોજ ગણતો મલય નિત્યા અને માતા પિતા નાં મૃત્યુ પછી વીર ને અનાથ આશ્રમ માં મૂકી આવે છે. ત્યાં ફાધર ડે ના દિવસે દીકરી વીર દ્વારા લખાયેલો પપ્પા ને પત્ર રજૂ કરવામાં આવે છે . હવે આગળ.....)
ટ્રી ન.... ટ્રી ન.... ટ્રી ન...! ફોન ની રીંગ વાગે છે. મલય અચાનક જાગી ફોન ઉપાડે છે. " હેલ્લો સર, આજે તમારે 10 વાગે મીટીંગ છે તો વહેલા આવવું પડશે" ઓફિસે થી સેક્રેટરી રિયા નો ફોન છે. " હાં હમણાં આવું છુ...". એમ કહી ફોન મૂકી મલય ઘડિયાળ માં જુએ છે તો 9 વાગી ગયા છે. મલય ફટાફટ તૈયાર થઈ ચા ઓફિસ માં જ પીવાનું વિચારી ઓફિસ પહોંચે છે. ઓફિસ પહોંચ્યા બાદ ખબર પડે છે કે મીટીંગ માં થોડું મોડું થવાનું છે" ખબર નથી પડતી...તને બરાબર ટાઈમ જાણતી હોય તો. ... બધા કામ. માં બેદરકાર થઈ ગયા છે... કોઈને કંઈ પડી. જ નથી કંપની ની..." મલય રિયા પર ખૂબ. જ ગુસ્સો કરી ચાલ્યો જાય છે.
                   નિત્યા અને પરિવાર નાં ગયા પછી મલય પોતાની જાતને ઓફિસ નાં કામ મા જ વ્યસ્ત રાખે છે. મલય નો સ્વભાવ સાવ બદલાઈ ગયો છે. ચિડિયા સ્વભાવ અને વારે વારે ગુસ્સો કરવાના કારણે કોઈ તેની સાથે મિત્રતા કરવા પણ તૈયાર નથી.  સિવાય એક  એ છે તેનો મિત્ર અજય. અજય ને મલય નાં ભવિષ્ય ની ચિંતા થતી હોવાથી તે મલય નાં સગા સંબંધીઓ સાથે વાત કરી મલય નાં બીજા લગ્ન કરાવવા નું નક્કી કરે છે. મલય ને પણ થોડીક હા ના કર્યા પછી અજય ની વાત માનવી જ પડે છે. બે દિવસ પછી રવિવાર નાં દિવસે અજય નાં ઘરે મુલાકાત ગોઠવાય છે. 

                 "નમસ્કાર મહેશભાઈ,. આવો આવો ." અજય મહેશભાઈ  અને સાથે આવેલા સૌને આવકારે છે. નાની ઉંમર માં કાળ ની થપાટ ખાઈ વિધવા બનેલી માનસી પોતાના એક ના એક પુત્ર સ્મિત સાથે નવો સંસાર ચાલુ કરવા આવી હતી.  પુત્ર ની તીવ્ર ઝંખના વાળો મલય સ્મિત સાથે માનસી. ને સ્વીકારવા માટે તૈયાર થઈ જાય છે.
                    વસંત પંચમી નાં શુભ મુહૂર્ત એ કોર્ટ મેરેજ કરી મલય અને માનસી લગ્ન નાં બંધન માં બંધાઈ જાય છે.ધીમે ધીમે મલય પણ નિત્યા ને ભૂલી માનસી અને સ્મિત સાથે સમય વિતાવે છે. ફરીવાર મલય નાં મુખ પર હાસ્ય પાછું આવે છે.
                    વર્ષો પસાર થતાં જાય છે. ધોરણ 12 માં 92% લાવી આગળ નાં અભ્યાસ માટે સ્મિત બોર્ડિંગ સ્કૂલમાં જાય છે...  

                    આ તરફ ભણવામાં હોંશિયાર એવી વીર નું ધોરણ 12નું પરિણામ 90% આવતા . અનાથ આશ્રમ માં આનંદ નું વાતાવરણ સર્જાય છે. ભૂરી બા ની ઉંમર થઈ હોવાથી પથારી માં પડ્યા પડ્યા પણ દીકરી વીર ને આશીર્વાદ આપે છે. અનાથ આશ્રમ ના ટ્રસ્ટી ને વીર ની સફળતા ની જાણ થતાં તે વીર ને આગળ નાં અભ્યાસ માટે બોર્ડિંગ સ્કૂલમાં મોકલે છે.  ડોક્ટર બનવાની તીવ્ર ઈચ્છા સાથે વીર બોર્ડિંગ સ્કૂલમાં જાય છે. પણ કુદરત નું કરવું આ એ. જ બોર્ડિંગ સ્કૂલ છે જ્યાં મલય એ સ્મિત ને ભણવા મૂક્યો  હોય છે.

મલય પણ પુત્ર સ્મિત ની એડમિશન પ્રોસેસ પૂરી કરવા ત્યાં આવ્યો હોય છે." અંકલ, તમે મને તમારી પેન આપશો?" અવાજ સાંભળી મલય પાછળ ફરી ખૂબ જ તેજસ્વી મુખ વાળી છોકરી ને જોવે છે. " હા બેટા લે ને" કહી મલય પેન આપે છે. આજ પહેલા કોઈ દિવસ મલય એ આવું નથી અનુભવ્યું જેવું  એ આજે અનુભવે છે. ખબર નહીં કેમ પણ એને એ છોકરી પ્રત્યે અપાર લાગણીઓ થાય છે.  " Where are your parents?" ટેબલ પરથી પ્રશ્ન આવતા. જ વીર મૌન થઈ જાય છે.  અને પોતે અનાથ હોવાની વાત જણાવે છે.  વીર ની વાત સાંભળતા જ મલય ને પોતાની દીકરી વીર યાદ આવી જાય છે.  અંદર માં ઊંડે ઊંડે રહેલો પોતાનો પ્રેમ જાગી જાય છે. પરંતુ ત્યાં જ સ્મિત મલય ને બોલાવી  લે છે . સ્મિત ને મૂકી મલય ઘરે આવે છે.
           પેલી છોકરીનો ચહેરા આંખ સામેથી દૂર નથી થતો . આજે જીવન માં પહેલી વાર મલય કોઈ દીકરી પ્રત્યે આટલો લાગણી શીલ બને છે.  મલય નું ધ્યાન કયાંય લાગતું નથી.  બસ આખો દિવસ  એ છોકરી ના જ વિચાર આવે છે. મન માં પોતાની ભૂલ નો પણ થોડો થોડો અહેસાસ થાય છે... ફરી પાછો પોતાના નિત્ય ક્રમ માં વ્યસ્ત બની જાય છે. .... By-  Nidhi Shah

( કુદરતે કરાવેલા આ પિતા પુત્રી નું આ મિલન કઇ રીતે આગળ વધે છે તે જોઈશું દીકરી દિવ્ય વારસો ભાગ 4 માં) 
ક્રમશ: