ગ્લોબલ વોર્મિંગ અને આપણે Pankaj Dave દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ગ્લોબલ વોર્મિંગ અને આપણે

હું કોઈ લેખક નથી. હું આજે જે લખી રહ્યો છું તે મારો અંગત પ્રશ્ન પણ છે. આ વાત વિશે 2012 થી વિચારતો હતો ને ઘણીવાર બીજા વ્યક્તિઓ સાથે થોડી ચર્ચા પણ કરી છે. પણ આજે 26 જાન્યુઆરી ના દિવસે જ્યારે બધા દેશભક્તિ ના મેસેજ અને ફોટો મોકલી એકબીજાને અભિનંદન પાઠવી રહ્યા છેત્યારે મને આ વાત બધા સુધી પહોંચવી જોઈએ તેમ લાગ્યું.
આપણે બધા R.T.O.ના P.U.C. વિશે તો જાણીએ જ છીએ અને આપણા વાહન માટે તે કઢાવતા પણ હશું. વાયુ પ્રદૂષણ માટે વાહનોમાંથી  નીકળતો ધુમાડો ઘણો જવાબદાર છે. તે ઘટાડવા અને વાહન માંથી પ્રદુષણ ઓછું થાય તે માટે  આ P.U.C.( પોલ્યુશન અન્ડર કંટ્રોલ ) કાઢવામાં આવે છે. તે માટે  વાહનમાંથી નીકળતા ધુમાડા ને ચેક કરવામાં આવે છે અને જો તે નક્કી કરેલ માત્રા કરતા વધુ હોય તો વાહનમાં જમા થયેલ કાર્બન દુર કરવાની પ્રક્રિયા કરવામાં આવે છે.  પરંતુ મેં જ્યાં પણ જોયું છે ત્યાં બધે જ માત્ર વાહનની નંબર પ્લેટ નો ફોટો પાડીને અથવા કોઈ કોઈ જગ્યાએ માત્ર  ચેક કરી P.U.C.( પોલ્યુશન અન્ડર કંટ્રોલ ) આપવામાં આવે છે. જ્યાં ચેક કરે છે ત્યાં પણ ક્યારેય કાર્બન કાઢતા મેં જોયેલ નથી. આપણને થાય કે રૂ.૨૦ કે રૂ. ૬૦ ના P.U.C. માટે આપણે શું?  શું ફેર પડેઆપણે તો ટ્રાફિકવાળા ને બતાવવા નું જ છે! 

જરા મોટું મન રાખીને વિચારીએ તો રોજ કેટલા વાહનો ના P.U.C.આવી રીતે નીકળતા હશે. તે બધા વાહનો માંથી રોજ કેટલો છુમાડો નીકળતો હોય ને તેના દ્રારા કેટલું પ્રદુષણ થતું હોય. આ પ્રદુષણ ના કારણે આજની સૌથી મોટી સમસ્યા " ગ્લોબલ વોર્મિંગ " ઉદભવે છે. આ ગ્લોબલ વોર્મિંગના કારણે જ આપણી ઋતુઓ આડા-અવળી થઇ ગઈ છે. ગરમી વધી છે અને વરસાદ ઘટ્યો છે. ગ્લોબલ વોર્મિંગ ઘટાડવા આપણે કઈ કરી શકતા નથી પરંતુ જો P.U.C.પણ તેની સાચી રીતે કઢાવતા થયે તો ?????  

મારી પાસે ૨૦૧૨ માં વાહન આવ્યું ત્યાર બાદ જ P.U.C. કાઢવાની જરૂર પડી. પરંતુ P.U.C. ની સાચી પ્રોસેસ ક્યાય ના જોય. હું કાયદાઓ નું પાલન કરવામાં માનું છું માટે નજીક માં પણ જવું હોય તો પણ હેલ્મેટ જરૂર પહેરું છું. પરંતુ અણગમા   સાથે તે પણ સ્વીકારું છું કે હું ક્યારેય P.U.C. કઢાવતો નથી. P.U.C.ના કઢાવવા પાછળ રૂ. ૨૦  કે ૬૦ નો ચાર્જ નથી નડતોપરંતુ આવી ખોટી રીતે P.U.C. કઢાવીને મને હું ગ્લોબલ વોર્મિંગ માટે કારણભૂત હોવ તેવું લાગે છે. P.U.C. કાઢનાર એજન્સી ઓને પણ    મેં સાચી રીતે P.U.C. કાઢી આપવા કહ્યું પરંતુ ત્યાં તે માટેની વ્યવસ્થા જ હોતી નથી. ૨૦૧૨ થી આજ શુધી હેલ્મેટ પહેરેલ   હોવાથી માત્ર ૨ જ વાર પોલીશે રોકેલ અને P.U.C. માંગેલત્યારે તેમને  પણ   આ જ વાત કહી P.U.C. ના હોવાનું જણાવ્યું   મારી દલીલ નો તેમની પાસે પણ કઈ જવાબ ન હતો અને મને હવેથી P.U.C.કાઢવી લેજે  નહિ તો રૂ. ૩૦૦ નો દંડ થશે તેવો ઉતર આપેલ.

આજે આ P.U.C. વિષે લખવાનું એક જ કારણ છે કે આ વાંચનાર પણ બધાને P.U.C.ની સાચી પ્રક્રિયા સમજાવે અથવા કોઈ P.U.C. સાથે સંકળાયેલી વ્યક્તિ સુધી આ વાત પહોચે અને P.U.C. યોગ્ય રીને નીકળતું થાય તો આપણે બધા ગ્લોબલ વોર્મિંગ વધતું થોડુ અટકાવી શકીએ.ગ્લોબલ વોર્મિંગ ઘટાડવા માટે વૃક્ષો વાવવા અને તેનું જતન કરી તેમને ઉછેરવા તે આપણા બધા માટે કદાચ શક્ય ના હોય શકે, પરંતુ આટલું તો કરી જ શકીએ. નહીતર આજે જે પરિસ્થિતિ દિલ્લીની છે આવનારા થોડા જ વર્ષોમાં દરેક શહેરમાં તેવું જ વાયુ પ્રદુષણ જોવા મળશે. ભવિષ્ય માટે ગ્લોબલ વોર્મિંગની અસર થોડી પણ ઓછી કરવી હોય તો આપણે બધાયે તે માટે પ્રયત્નો કરવા જ પડશે. અને તેની શરૂઆત દરેક વ્યક્તિએ પોતાની નૈતિક ફરજ સમજીને પોતાના મનથી કરવી જોઈએ. સાચી રીતે P.U.C. પ્રોસેસ કરવી એ મારી દ્રષ્ટિએ ગ્લોબલ વોર્મિંગ વધતું અટકવા માટે પ્રથમ પગથીયું છે.

વિચાર મારો અંગત છે. કોઈને પરેશાન કરવાનો  મારો કોઈ ઈરાદો નથી. 

આભાર.