Featured Books
શ્રેણી
શેયર કરો

સાહિત્યને સથવારે પ્રીતની શરૂઆત - ૫

            અર્ઝાન પોતાના કામ માંથી થોડો ફ્રી થઈને હોલમાં બેઠા બેઠા ટી.વી. જોઈ રહ્યો હતો. પોતાની ઇન્ડિયામાં લાસ્ટ વિઝીટને યાદ કરી રહ્યો હતો. ઘણા સમય પછી એને આવો સુખદ અનુભવ માણવા મળ્યો હતો. કરિશ્મા અને યુવિકા સાથે એને પોતીકાપણાંનો અનુભવ થયો હતો. યુવિકા તો એની ફેમિલી ફ્રેન્ડ હતી પણ કરિશ્માને એ પહેલીવાર ઇન્ડિયામાં જઈને મળ્યો હતો. કરિશ્માને ડ્રોપ કરવા જતી વખતે એની સાથે થયેલા સંવાદોમાં કરિશ્માનું વર્તન એને ખુબ જ ગમ્યું હતું. ઘણાં દિવસથી એને કરિશ્મા સાથે વાત કરવી હતી પણ જરાય નવરાસ એને મળતી નહોતી. આજે ફુરસ્તના સમયમાં એને કરિશ્માને કોલ કરવાનું વિચાર્યું. મોબાઈલ હાથમાં લઈને કરિશ્માનો નંબર ડાયલ કર્યો. રિંગ વાગી રહી હતી. થોડા સમય પછી કરિશ્માએ ફોન ઉઠાવ્યો.

"હેલ્લો.."

"હાય, કરિશ્મા અર્ઝાન હિઅર..."

"હાય અર્ઝાન, કેમ છે.. બહુ સમય પછી"

"અરે કરિશ્મા આપણે ઇન્ડિયા મળ્યા એ પછી અહીં આવીને બહુ કામ હતું એટલે આજે જ નવરાસ મળી. થયું લાવ તારી સાથે વાત કરી લઉં.."

"સારું કર્યું. કે શું ચાલે છે" કરિશ્માના અવાજમાં થોડી ઉદાસી વર્તાતી હતી.

"બસ એ જ રૂટીન લાઈફ ચાલે છે. તું ઉદાસ લાગે છે?"

"ના, ના એવું કઈ નથી.."

"અરે! તારો અવાજ મેં બહુ ધ્યાનથી સાંભળ્યો છે. તારા અવાજમાં મને ઉદાસી વર્તાઈ રહી છે."

"ના, અર્ઝાન એવું નથી. બસ થોડો મૂડ ઓફ છે થોડા દિવસ થી"

"તને વાંધો ન હોય તો હું મૂડ ઓફ હોવાનું કારણ જાણી સકુ?"

"ના, ના અર્ઝાન એ વાત છોડ. મારે તારી પાસે થોડી માહિતી જોઈએ. તું આપી સકિસ?"

"અરે! કેવી વાત કરે છે યાર. તું પૂછ બિન્દાસ મારાથી થઇ શકતું હશે તો ચોક્કસ કઈશ."

"તારા કઝીન સહલને ઓળખે છે?"

"ઓહ સહલ! હા ઓળખું તો છું. મારા કાકાનો દીકરો છે. પણ અમે ઘણાં વર્ષોથી અહીં રહીએ છીએ એટલે મુલાકાત ક્યારેક જ થાય. કોઈ લગ્નપ્રસંગ કે એવું કંઈક હોય તો જ. પણ તું સહલને કઈ રીતે ઓળખે?"

            કરિશ્મા અર્ઝાનના આ સવાલથી થોડી વિચારમાં પડી. એની સાથે જે બન્યું એ અર્ઝાનને આ સમયે જણાવવું યોગ્ય છે કે નહીં એ એના મગજમાં ચાલઈ રહ્યું હતું. જો એ વાત અર્ઝાનને કહે તો અર્ઝાન યુવિકાને કોલ કરે અને વાતનું વતેસર થાય એટલે હવે અર્ઝાનને શું કહેવું એ વિચારવા એને મગજ દોડાવ્યું.

"અરે શું થયું? આટલું કેમ વિચારે છે કોઈ પ્રોબ્લેમ?" કરિશ્માના છેડેથી કોઈ અવાજ ન સંભળાતા અર્ઝાન બોલ્યો. અર્ઝાનનો અવાજ આવતા જ કરિશ્મા વિચારો માંથી એકદમ બહાર આવી.

"અરે ના ના , આ'તો હું તારું ફેસબુક પ્રોફાઇલ ગઈકાલે જોતી હતી ત્યાં સહલ તારા લિસ્ટમાં બતાવતું હતું. એટલે જસ્ટ એમ જ પૂછ્યું."

"ઓકે ઓકે, તો એમાં આટલું બધું વિચાવાનું શું.." અર્ઝાન બોલતા બોલતાં હસી પડ્યો. કરિશ્મા પણ વાત પલટાવવા માંગતી હતી એટલે એ પણ હસી પડી.

"અરે આજકાલ દુબઇ ઇવેન્ટનું લોડ છે એટલે યાદ કરવું પડે કે ક્યાં કઈ વસ્તુ જોઈ હતી.."

"હમ્મ, સારું સારું કઈ પણ કામ હોય કે સમસ્યા હોય તો તું મને બિન્દાસ કહી જ શકે.."

"હા જાણું છું અર્ઝાન. જયારે પણ જરૂર લાગશે તને પાક્કું કહીશ."

"હમ્મ, તો ક્યારે કરો છો દુબઇમાં ઇવેન્ટસ?"

"બસ, યુવિકા જોરશોરથી તૈયારીમાં લાગી છે. જોઈએ ઇન્સાઅલ્લાહ બહુ જલ્દી ઇવેન્ટસ થશે.."

"હમ્મ.. ઇન્સાઅલ્લાહ, મને એકાદ અઠવાડિયા પહેલા કહેજો. આમ'તો યુવિકા મને ફોન કરશે જ."

"હા, સ્યોર. ચાલ તો અર્ઝાન હવે રાખુ છું. મારે થોડું કામ છે પછી શાંતિથી વાતો કરીશું."

"હા સ્યોર કરિશ્મા. અલ્લાહ હાફિઝ.."

"અલ્લાહ હાફિઝ અર્ઝાન.. ઘરે બધાને સલામ કહેજે.."

***

યુવિકા પોતાના ઇવેન્ટ સ્પોન્સરને મળવા જઈ રહી હતી. ત્યાં એના પર સહલનો ફોન આવયો. યુવિકાએ પોતાની ગાડી બાજુમાં પાર્ક કરી અને સહલનો કોલ રિસીવ કરતાં બોલી.

"હાય સહલ.. બોલ.."

"હાય યુવિકા, તું ક્યાં છે?"

"બસ હમણાં એક મોટા સ્પોન્સર સાથે મીટીંગ છે એમને જ મળવા જઈ રહી છું. બોલ શું કે છે?"

"તું ફ્રી થા તો કેજે મળવું છે..."

"હમ્મ, આ એક સ્પોન્સરની મીટીંગ પતાવ્યા પછી થોડી ફ્રી હોઈશ. તું કે ક્યાં મળીશું?"

"હું હાલ પરીમલ ગાર્ડન પાસે છું. તું કે ત્યાં મળીએ.."

"હું પણ નવરંગપુરા બાજુ જ જઈ રહી છું. તું એક કામ કરજે હું કોલ કરું ત્યારે મ્યુન્સિપલ માર્કેટ , સી.જી. રોડ આવી જજે.."

"હા ઓકે. તું ફ્રી થઈને કોલ કરજે.."

"સ્યોર, ચલ બાય પછી કોલ કરું.."

યુવિકા ફોન મૂકીને કાર લઈને પોતાના એક સ્પોન્સરને ત્યાં પહોંચી. સ્પોન્સર કંપનીના માર્કેટિંગ મેનેજર અને સેલ્સ ટિમના અમુક લોકો ત્યાં મીટીંગ હોલમાં ઉપસ્થિત હતા. યુવિકાએ દુબઇમાં ઇવેન્ટસ વિશે પુરો ઇવેન્ટ પ્લાન ડિસ્કસ કર્યો. સ્પોન્સર્સને પ્લાન પસંદ આવ્યો અને એમણે હામાં હામી ભરી. યુવિકા ખુશખુશાલ હતી. આજની મીટીંગની સફળતાબાદ ઇવેન્ટ સક્સેસફુલ થવાના ચાન્સીસ વધી ગયા હતા. મીટીંગ પુરી કરીને યુવિકા રજા લઈને બહાર આવી. ખુશીમાં પાગલ યુવિકાએ કરિશ્માને ફટ દઈને ફોન લગાવ્યો.

"હાય કરિશ્મા.."

"હાય યુવિકા.. બોલ.." કરિશ્માના અવાજમાં હજી પણ એ જ ઉદાસી હતી. યુવિકાને સહલ સાથે થયેલી મુલાકાત યાદ આવી. થોડી ચહેરા પર ખુશીની ચમક ઓછી થઇ અને બોલી.

"કરિશ્મા હજી પણ તું ઉદાસ છે?"

"ના ના બસ થોડો મૂડ ઓફ છે. એ સમય જતાં સારો થઇ જશે. બોલ શું થયું?"

"કરિશ્મા સોરી યાર.. બટ મારા કારણે જ તારી આ ઉદાસી આવી ગઈ.."

"અરે! એ બધું છોડ તું.. મને એ કહે તે કોલ કર્યો ત્યારે બહુ ખુશ લાગતી હતી, વાત શું છે?"

"ખુશીના સમાચાર તો છે કરિશ્મા. આપના મેઈન સ્પોન્સર ઇવેન્ટ માટે રાજી થઇ ગયા છે. હવે આપણી ઇવેન્ટ થઇને જ રહેશે.."

"ઓહ વાવ.. કોન્ગો..."

"કોન્ગો .. કોન્ગો.. તને પણ. બસ હવે આપણી ઇવેન્ટ માટે દુબઇ જવાનું બહુ જલ્દી થશે તો તું રેડી રહેજે."

"સ્યોર યુવિકા.. તું કે ત્યારે જઈશું. આઈ એમ ઓલવેઝ રેડી.." કરિશ્માની ઉદાસી પણ આ વાત સાંભળીને થોડી ઓછી થઇ ગઈ.

કરિશ્મા સાથે વાત પતાવીને યુવિકાએ સહલને કોલ કર્યો અને એને મ્યુન્સિપલ માર્કેટ આવવા કહ્યું. સહલ ત્યાં પહોંચ્યો અને યુવિકા પણ પહોંચી. બંને પોતાની કાર પાર્ક કરીને ત્યાં આવેલા એક ફાસ્ટફૂડની સ્ટોલ પર જઈને બેઠા.

"શું કે છે સહલ. હજી હમણાં તો આપણે મળ્યા છીએ. તો આજે મળવા બોલાવવાનું કારણ?"

"અરે! ફ્રેન્ડ્સ છીએ મળવા બોલાવીએ એમાં આવા સવાલો આવશે એવું મેં એટ્લીસ્ટ તારી પાસેથી તો એક્સપેક્ટ નહોતું કર્યું."

"અરે, જસ્ટ કિડિંગ યાર. બોલને શું વાત છે."

"વાતમાં તો કઈ ખાસ નથી. પેલા દિવસે ડિનર પછી આપણે નીકળી ગયા. કરિશ્માએ પણ કઈ જ જવાબ નહોતો આપ્યો એટલે થયું કે આજે તને પૂછી જોઉં કે એને કોઈ વાત કરી કે નહીં?"

"સહલ સાચું કહું તો મેં એને હજી એ વિષે કઈ પૂછ્યું જ નથી. એ બહુ ઉદાસ હતી અમે ઘરે જતાં હતા ત્યારે. એ પછી એ મારા ઘરે પણ નથી આવી. આજે મેં એને ખુશીના સમાચાર આપવા કોલ કર્યો તો એ થોડી ઉદાસ લાગતી હતી. હાલ થોડું ઇવેન્ટના કામમાં ફ્રી સમય નથી મળતો. તું એક કામ કર એને થોડો સમય લેવા દે.પછી હું એને પૂછીશ."

"પણ યુવિકા મને એ વાત નથી સમજાતી કે ના એ કોઈ જવાબ આપીને ગઈ કે ના એ ખુશ દેખાતી હતી. તો શું એને હું પસંદ નઈ હોઉં?"

"ના ના એવું નથી સહલ. એના પેરેન્ટ્સ નથી. એટલે કઈ પણ સ્ટેપ લેતા પહેલા એને ખુબ વિચારવું પડે છે. આજ દિવસ સુધી મેં નથી સાંભળ્યું એને મોઢે કે એને કોઈ છોકરો પસંદ છે એમ. અને આ બધું જલ્દી બન્યું એને માટે એટલે થોડો સમય આપ."

"ઓકે સ્યોર. પણ મને અપડેટ આપતી રહેજે."

"હા સ્યોર કઈ પણ જવાબ મળશે તને જરૂર જણાવીશ."

"સારું યુવિકા તો બોલ શું ખાઈશ?"

"હું તો કઈ નઈ ખાઉં. તું મંગાવી લે.."

"કંઈક તો લેવું પડે. એમ ના ચાલે.."

"ઓકે તો મારી એક દાબેલી મંગાવી લે.."

સહલે બે દાબેલી મંગાવી અને બંને દાબેલી ખાઈ રહ્યા હતા. ત્યાં જ યુવિકા બોલી.

"અરે સહલ એક ગુડ ન્યુઝ છે. અમે દુબઇ ઇવેન્ટ કરવાના હતા એ સ્પોન્સર સાથે ડીલ ફાઇનલ થઇ ગઈ. હું તો કહેવાનું જ ભૂલી ગઈ."

"ઓહ.. ગ્રેટ યાર. કોંગો.."

"થેંક્યું. તું આવજે મજા આવશે.."

"હા સ્યોર આવીશ. મને એક વીક પહેલા કહેજે.."

"હા સ્યોર.."

યુવિકા અને સહલ વાતો કરતાં કરતાં દાબેલી ખાઈને પછી એકબીજાને બાય કહીને છુટા પડ્યા.