ખટપટીયો રામભાઇ બી ભાદરકા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ખટપટીયો

ઇન્દ્ર ની કઠણાય બેહવાની હશે ને તેં નારદ ને એકદિવસ પ્રશ્ન પુછી બેઠા કે હે નારદ આપણે સાંભળીયે છીયે ને કે''સ્વર્ગ થી સોહામણો માનવ ને મૃત્યુલોક''તો પછી મૃત્યુ લોક ના માનવ ના મન ને શાન્તી કેમ નથી.નારદ કહે કે ઇન્દ્રદેવ ઇ માનવ ની વાતુ મા ન પડો તો સારુ કેમ કે મૃત્યુ લોક મા ખટપટીયા આજે એટલા બધા વધી ગયા છે કે પૃથ્વી ની પથારી ફેરવી નાખી છે.ઇન્દ્ર કહે કે નારદજી ખટપટીયા બિચારા શુ કરે.નારદ કહે ઇન્દ્રદેવ તમને એમા બહુ ખબર ન પડે કેમ કે તમે સ્વર્ગ ની બહાર નિકળ્યા નથી એટલે તમને ખબર નથી કે ખટપટીયા શુ કરી શકે.હુ તો પૃથ્વી પર વારે વારે જાવ છુ એટલે મને ખબર છે કે મૃત્યુ લોક ના ખટપટીયા એટલે અશાંન્તી નુ ઘોડાપુર સમજી લો..અરે નારદજી મૃત્યુલોક ના માનવી સાવબુધ્ધી વગર ના હશે એવુ મને લાગે છે નહીતર ખટપટીયા બિચારા શુ કરે..ઇ ખટપટીયા આપણા સ્વર્ગ મા હોય તો શુ ફેર પડે નારદજી...નારદજી કહે ઇન્દ્રદેવ બહુ બડાઇ મારો નહી મૃત્યુલોક નો એક ખટપટીયો સ્વર્ગ મા ઘુસી ગયો હોયને તો સ્વર્ગ ની શાન્તી ને સાત મા પાતાળે પહોચાડી દે એટલી તાકાત હોય છે એક ખટપટીયા ની..ઇન્દ્રદેવ કહે તો તો મારે ઇ તાકાત જોવી પડશે. નારદ કહે રે'વા દો મા'રાજ શાન્તી થી સ્વર્ગ નુ રાજ કરો ને ખાઇ પીય ને મોજ કરો એ ખટપટીયા હારે ચિંગડા માંડવા સારા નથી પણ આપણી કહેવત છે ને કે''રાજા વાજા ને વાંદરા'' સમજાવ્યા થોડા સમજે.નારદજી ને કહી દિધુ કે જાવ મૃત્યુલોક માથી ભારે મા ભારે ઉચ્ચા માં ઉચ્ચો જેની રગેરગ મા બસ ખટપટ ભરેલી હોય એવો ખટપટીયો પસંદ કરી આવો જાવ મારે જોવુ છે કે ખટપટીયા શુ કરે છે નારદ કહે મા'રાજ ચેલ્લીવાર કહુ છુ વિચાર કરી લેજો પછી કહેતા નહી કે નારદે મને હેરાન હેરાન કરી દીધો..નાના નાના હવે તમે મોડુ ન કરો જલદી જાવ.
નારદજી તો સ્વર્ગ માથી નિકળીતો ગયા પણ વિચારે ચડ્યા કે આ ઇન્દ્ર ને કોણ સમજાવે પણ મેતો સમજાવ્યો પણ માન્યો નહી માળો મુંઢ મરવા નો થયો બિજુ શુ આમ વિચાર કરતા કરતા ફરતા ફરતા એક ગામ મા આવ્યા જોયુ તો આખા ગામ મા જયા જુવો ત્યા અબોલા જોયા પણ આ અબોલા કરાવનાર ખટપટીયા ને શોધવો કેવી રીતે એમા સામે થી એક માણસ હાલ્યો આવતો'તો ને સૌ નો આવકારો જીલતો જોયો એ માણસ હારે બધા બોલતા હતો બધા આવકોરો આપતા હતા નારદજી એ નક્કી કરી લિધુ કે બસ આ એજ છે કે હુ જેની શોધ મા છુ આણે જ ગામ આખા ને અલગ પાડી ને ખટપટ થી વેંરવિખેર કર્યુ છે..નારદજી એ એ માણસ નુ નામ ઠામ ગામ નુ નામ લખી ને સ્વર્ગ મા આવ્યા ને ઇન્દ્ર દેવ ને કહ્યુ કે તમારા કહેવા પ્રમાણે ખટપટીયો શોધ્યો છે ફલાણુ ગામ ફલાણો તાલુકો ને ફલાણુ ફલાણુ નામ હવે એને કેવી રીતે અહી લાવવો એ તમારા હાથ મા છે પણ હુ હજી કહુ છુ કે મુકોને પંચાત પણ ઇન્દ્ર સમજે...! એણે તરત જ જમરાજા ને દેવદુત મોકલી ને કહેણ મોકલ્યુ કે સ્વર્ગ મા તત્કાળ પધારે જાણ્ય થતા જ પાડો લઇ ને જમરાજા પધાર્યા પાડા ને ખિલે બાંધી ને ઇન્દ્ર મા'રાજ ને નારદ બેઠા હતા ત્યા આવ્યા ઇન્દ્રદેવે સરનામુ આપ્યુ કે આ માણસ નુ બટન દબાવ્વા નુ છે અત્યારે ને અત્યારે જ અને સ્વર્ગ મા લઇ આવવા નો છે જમરાજા કહે મને ચોપડો ખોલી ને વાંચવા દો કે એની આયુષ પુરી થઇ છે...? અને એ સ્વર્ગ ને લાયક છે કે નહી.ઇન્દ્ર કહે કે એની આયુષ હોય કે ન હોય સ્વર્ગ ને લાયક હોય કે ન હોય પણ એ માણસ મારે જોઇએ એટલે જોઇએ.. જમરાજા કહે કે એમ થોડુ હોલતુ હશે તમે કહો એમ થોડુ થતુ હશે .ઇન્દ્ર કહે હુ તમારો રાજા કે તમે મારો રાજા હુ કહુ તેમ કરો જાવ નહીતર મજા નહી રહે
જમરાજા એ તો બટન દબાવ્યુ એટલે ડફદઇ ને હેઠો...!બધા દોડીયા કે ભાઇ પડી ગયા ભાઇ પડી ગયા એલા કોઇ 108 ને ફોન કરો 108આવી ત્યા તો જમના દુત જીવ લઇ ને જતા રહ્યા હતા એતો જમ ના દુત ને કહેતો જાય છે કેમ ભાઇ મને આટલો બધો વહેલો ઉપાડી લિધો...?એ બધુ ત્યા જઇ ને કહેજે અમારે તો હુકમ ઉપર હાલવા નુ હોય બિજુ કાઇ અમે ન જાણીયે સાનો માનો પાડા ગાડી મા બેઠો'રે મન મા ને મન મા બબડતો જાય છે કે માળે ભારે કરી માંડ માંડ જીવ્વા ની મજા આવી હતી ને બધી બાજી બગાડી નાખી હમણા રે'વા દિધો હોત તો ઓલ્યા બે ઘર ના અબોલા બાકી હતા એ ઝપટ મા આવી જાત ભારે કરી આમ વિચાર કરતો હતો ત્યા રસ્તા ની ચોક્ડી આવી પાટીયા પર એરા મારેલા હતા કે આ રસ્તો નરક તરફ ને આ રસ્તો સ્વર્ગ તરફ એટલે પાડા ગાડી સ્વર્ગ તરફ વાળી પણ માંડ માંડ વાળી હો કેમ કે પાડા નરક ના હેવાયા થઇ ગયેલા એટલે માંડ માંડ સ્વર્ગ તરફ વાળ્યા એટલે આ ખટપટીયા ને નવાય લાગી કે આ લોકો નરક ને બદલે સ્વર્ગ તરફ કેમ જતા હશે મને ખબર છે કે આપણે તો નરકે જ જવા ના છીયે આ લોકો ભુલ તો કરેજ છે ધડીક સાનોમાનો બેઠો સતા રહેવાયુ નહી એટલે બોલ્યો કેમ એલ્યા કાયદા ફરી ગયા કે શુ....?જમ ના દુતો કહે કે અમને કાયદાબાયદા ની ખબર હોય નહી અમને તો તને સ્વર્ગ ભેળો કરવા નો હુકમ છે પછી આ બિચારો સાનોમાનો સુઇ ગયો.મને સ્વર્ગ આવે ત્યારે જગાડજો થોડો સમય ગયો ત્યા સ્વર્ગ આવ્યુ નારદજી ને ઇન્દ્રદેવ સ્વર્ગ ના દરવાજા સુધી ભાઇ ને લેવા આવ્યા આદરસાથે સ્વર્ગ ના મહેલો મા લઇ ગયા
મોઘેરા મે'માન આવ્યા હોય એમ સ્વાગત કર્યુ ઇન્દ્રદેવે સિહાસન પર પોતાની બાજુ મા બેસાડ્યો આ વાત ની ખબર આખા સ્વર્ગ લોક મા ફેલાય ગઇ કે પૃથ્વી લોક મા થી મહેમાન આવ્યા છે આખા સ્વર્ગ માથી દેવતાઓ ઉમટી પડ્યા વરુણ દેવ...ચંદ્રદેવ...પવનદેવ...અગ્નીદેવ..સુર્યદેવ હાજર ન હતા એટલે ન આવી શક્યા આમ આખા સ્વર્ગ માથી નાના મોટા દેવતા અને દેવીઓ નો મેળાવડો જામ્યો હાથ મિલાવી મિલાવી ને દેવતા ઓ આદર સાથે ભાવ થી મળ્યા અને મૃત્યુલોક ના ખબર અંતર પુછ્યા બધા ને આ ખટપટીયા દેવે હસમુખ મુખ મુદ્રા સાથે સારા સમાચાર આપ્યા અને બધા બેઠા ઇન્દ્રદેવી આ ભાઇ ની બધા ને ઓળખાણ કરાવી ને વિશેષ મા કહ્યુ કે મહેમાન ને જયાસુધી ગમે ત્યા સુધી અહી જ રહેવા ના છે એટલે અત્યારે આટલી મુલાકાત બસ અને હા બિચારા ઠેઠ મૃત્યુ લોક મા થી લાબો પંથ કાપી ને આવ્યા છે એટલે ભુખ્યા થયા હશે અને થાકી પણ ગયા હશે એટલે પહેલા મારી સાથે ભોજન લેશે ને પછી આરામ કરશે આપ લોકો પોત પોતાના ઘરે જઇ શકો છો અને મહેમાન સૌ ને પોતાની અનુકુળતા એ મળતા રહેશે કેમ મહેમાન...?હા હા કેમ નહી મળવા માટે તો અહી આવ્યો છુ આવો રૂડો જવાબ સાંભળી ને બધા દવતા ઓ પોત પોતા ના ઘરે જતા રહ્યા ને નારદજી સાથે મહેમાન ને લઇ ને ઇન્દ્રદેવ પોતાના મહેલ મા દાખલ થયા એટલે ઇન્દ્રાણીજી એ મહેમાન ને મિઠા આવકારા સાથે માનભેર આવકાર્યા અને પછી પથરણા પથરાયા ને મે'માન ને ઇન્દ્રદેવે મારા સમ ને તારા સમ દઇ દઇ ને ખાંડી ખાંડી ને ખવરાવ્યુ....પણ આપણા ખટપટીયા હજી વિશ્વાસ નથી બેહતો કે આ બધુ હુ શુ જોઇ રહ્યો છુ આ બધુ હકીકત છે સપનુ છે એ ખાત્રી કરવા કોઇ ને ખબર ન પડે એમ પોતાના જ પંડે ચિટીયા ભરી ને ખરાય તપાસે છે વળી પાછો બબડે કે બરાબર છે હકીકત જ છે પણ માળુ આમ કેમ હુ અહી તો ન જ હોવો જોઇએ પણ શુ કામ મને અહી લાવ્વા મા આવ્યો એજ નથી સમજાતુ,.....મહેમાન ને જમાડી ને સરસ મજા નો ઓરડો આપી દિધો જેમા તમામ પ્રકાર ની સુવિધા હતી અને કહ્યુ કે હવે આપ આરામ ફરમાવો આપશ્રી થાકી ગયા હશો અને જયારે નિંદર માથી જાગો ત્યારે અમારી પાસે આવી જજો આવી ભળમણ કરી ને ઇન્દ્ર અને નારદ જતા રહ્યા ને ખટપટીયા દેવ વિચાર કરતા કરતા થાકી ગયેલા એટલે નિદ્રાદેવી ને આધીન થઇ ગયા
સમય વિત્યા પછી ઇન્દ્રદેવ ની રાજસભા મા તમામ દેવાયત પોત પોતાનુ કામ પતાવી ને ઇન્દ્રદેવ ને આખા દિવસ નો હિસાબ આપવા માટે બધા હાજર થઇ ગયા છે આ બાજુ મહેમાન ની ઉંઘ પુરી થઇ એટલે મોઢુ બોઢુ વિચળી ને રૂમાલ થી લુચતા લુચતા રાજસભા મા પધાર્યા કે તાળી ઓ ના ગડગડાટ સાથે સૌ એ વધાવ્યા અને મહેમાને જઇ ને ઇન્દ્રદેવ ની બાજુ મા પડલી ખુરસી પર આસન લિધુ પછી ઇન્દ્રદેવે દેવતા ઓ ની પ્રશ્નોતરી સરુ કરી કે બોલો સુર્યદેવ આજે તમે કેટલી ઉર્જાવાપરી સુર્યદેવે પોતાનુ ઉર્જાબિલ રજુ કર્યુ ઇન્દ્રદેવે હિસાબ કરી ને કહ્યુ કે કેમ સુર્યદેવ હમણા હમણા તમે જરુર કરતા વધારે ઉર્જા વાપરી ને આવો છો એવુ તમને નથી લાગતુ આજે હુ ઉર્જા નો જથ્થો તપાસવા ગયો હતો હવે થોડોક જ જથ્થા ઓરડા ના ખુણા મા પડ્યો છે તમે આમ જ વાપર્શો તો ટુક સમય મા પુરો થઇ જશે પછી શુ કરશુ એ વાત મને અકળાવી રહી છે સુર્યદેવ કહે કે મહારાજ હુ પણ એજ વિચારી રહ્યો છુ કે કોણ જાણે કેમ પણ કોઇ મારી ઉર્જા ખેસી રહ્યુ હોય એવુ મને પણ લાગી રહ્યુ છે એટલે આપણો ખટપટીયો કહે કે મહારાજ આપ નો હુકમ હોય તો હુ બે શબ્દ સુર્ય પાસે થી ખેસાતી ઉર્જા વિશે બોલુ હુ જાણુ છુ કે ઉર્જા કોણ ખેસી રહ્યુ છે..અરે બોલો મહેમાન બોલો મહેમાન કહે કે અમારા મૃત્યુ લોક ના માનવીયો એ એવા યંત્રો ગોઠવ્યા છે કે એ યંત્રો ઉર્જા ખેસે છે ને સુર્ય ઉર્જા થી જાત જાત ના યંત્રો ચલાવી રહ્યા છે અમારા માનવીયો એમા સુર્યદેવ નો કોઇ વાંક નથી ઇન્દ્રદેવ ટાઢા પડીયા ને સુર્યદેવ નુ કામ પુરુ કરી ને...મેઘરાજા તરફ મોઢુ ફેરવી ને કહ્યુ કે કહો વરુણદેવ તમે કેટલુ પાણી વાપરીયુ વરુણદેવે જેયલુ પાણી પૃથ્વી પર વરસાવ્યુ એનુ બિલ રજુ કર્યુ ઇન્દ્રદેવે હિસાબ કરી ને કહ્યુ કે વરુણ દેવ તમે પણ વહુ જ પાણી નો બગાડ કરો છો હમણા હમણા શુ થઇ ગયુ છે તમને બધાને મને એજ નથી સમજાતુ...વળી મે'માન દેવો ની વાતુ મા વચ્ચે પડ્યા કે ઇન્દ્રદેવ એમા મેઘરાજા નો કોઇ વાંક નથી અમારા મૃત્યુલોક મા એટલુબધુ પ્રદુષણ વધી ગયુ છે કે જેના કારણે આકાશ મા વાદળા જરુર થી વધારે પિગળી જાય છે ને પાણી નો જથ્થો એકહારે ઢોળાય જાય છે ને મેઘરાજા નુ પાણી પર અંકુશ રહેતુ નથી....કેમ મેઘરાજ આવુજ છે ને...?હા હા ભાઇ હા તમારી વાત એકદમ સાચી છે આવુ જ થાય છે...આવી રીતે તમામ દેવો ને ઇન્દ્ર મહારાજે કોઇ ને કોઇ રીતે વાંક મા લઇ ને આકરા શબ્દો મા ઠપકો આપ્યો ને મહેમાને બધા દેવો માથે થી વાંક ના પોટલા ઉતારી ને હળવા ફુલ જેવા કરી ને દેવો ના રદય મા ભાવના થી તરબોળ સ્થાન મેળવી લિધુ બસ પછી તો કોઇ પણ વાત મા મેમાન દેવતા ની તરફેણ કરવા નુ ઉધડુ રાખી લિધુ ને દેવતા નો આધાર બની ને ડાહ્યોડમરો થઇ ને સ્વર્ગ મા આનંદ થી દિવસો વિતાવે છે કપટ બધુ બંધ કરી દિધુ જોકે મન મા તો તૈયારી ચાલી જ રહી છે કે કયારે મારો સમય આવે ને મારી લિલા ફેલાવી ને પૃથ્વી વાળુ કામ અહી પણ સરુ કરુ પણ અહી ઉતાવળ કરવા જેવુ હતુ નહી કેમ કે સ્વર્ગ એકદમ અજાણ્યો મલક કહેવાય ન કરે નારાયણ ને બાજી અવળી પડે તો સ્વર્ગ છોડી ને નરકે જવુ પડે એ બિક થી એ પોતા ની પાપ લિલા સંકેલી ને એકદમ નિખાલસ થઇ ને રહેવા લાગ્યો
એક દિવસ તો નારદજી ને બોલાવી ને ઇન્દ્રદેવે કહી દિધુ કે નારદજી તમે કહેતા'તા ને કે મૃત્યુ લોક નો એક ખટપટીયો સ્વર્ગ આવી જાય ને તો સ્વર્ગ ની શાન્તી ને સાત મા પાતાળે પહોચાડી દેય એવી તાકાત હોય છે ખટપટીયા ની.....?તમે એક કામ કરો હજી પાછા જાવ ને પંદર વિસ આવા બિજા ખટપટીયા ને લઇ આવો નારદ કહે મહારાજ ઉતાવળ ન કરો આંબો પાકતા વાર લાગે છે...સમય આવ્વા દો એ નક્કી એનુ સ્વરૂપ બતાવશે જ મને વિશ્વાસ છે નારદ નુ કામ કદી નકામુ હોતુ નથી તમે જાણો જ છો કે મારા વાવેલા બિજ કયારેય ઉગ્યા વિના કે ફળ આપ્યા વિના રહેતા નથી મારા પર વિશ્વાસ રાખો ને સમય ને સમય નુ કામ કરવા દો અને મને વિશ્વાસ છે કે તમે જરૂર ઝપટ મા આવી જ જવાના છો અને એ ઝપટ માથી મારે જ તમને બહાર લાવવા પડશે એટલે મારી સાથે ઝઘડો કરશો નહી....હા...કહી દવુ છુ....નારાયણ...નારાયણ
એક દિવસ ઇન્દ્રદેવે બધા દેવ ને કારણ વિનાના ઘઘલાવી નાખ્યા ને દેવોતો સાનામાના પોતપોતાના ઘરે જતા રહ્યા અને ખટપટીયા દેવે પોતાની ખટપટલિલા ના શ્રીગણેશ કરવા નુ વિચારી લીધુ કે આજ લાગ છે...લાગ કાઇ કાયમ નથી આવતો....!દેવો બધા ભેળા થઇ ને એક અગાશી પર ભેળાથયા એ બધા એટલા માટે ભેળા થયા કે આજે આપણે કયા વાંક મા આવી ગયા કે ઇન્દ્રજી એ આપણ ને કેમ આટલુ બધુ સંભળાવી દિધુ તો એ કયુ કારણ અને એ કારણ નુ નિરાકરણ કરી ને ફરી કયારેય વાંક મા ન આવિયે ને ઇન્દ્રદેવ નો ઠપકો સાંભળ્વો ન પડે એ હેતુ થી બધા દેવો ભેળા થયેલા એમા ભાગલેવા આપણા ભાઇ ત્યા પહોચી ગયા પણ જઇ ને જોયુ તો બધા પોતપોતા ની જ ભુલ શોધતા હતા કે આપણા મા કયા ભુલ થઇ છે કે ઇન્દ્રદેવ ને આમ ગરમ થવુ પડીયુ એટલે આપણા ખટપટીયા દેવ ને શ્રી ગણેશ કરવા નુ બંધ રાખવુ પડીયુ ને તેણે પણ ઇન્દ્રદેવ બાજુ ઢોલકી વગાડવા નુ શરુ કરી દિધુ ને મન મા વિચાર કર્યો કે આ દેવો ને મિઠુ મિઠુ ઝેર પાવા ની જરૂર છે ઉતાવળ કરવા થી અવળુ થઇ ને ઉભુ રહેશે તો ભારે થશે એટલે દેવો ને કહે કે બિચારા ઇન્દ્રદેવ ના ઉપર કેવડો મોટો બોજો છે એટલે ગરમ ન થવુ હોય તોય થવાય જવાય છે ભાઇ પણ જે થઇ ગયુ તે થઇ ગયુ હવે આપણે ખ્યાલ રાખવો કે મા'રાજ ને ખોટુ લાગે એવુ આપણે કઇ કામ ન કરવુ જોઇએ પછી હળવે હળવે ઝેર રેડવા નુ મસીન સરૂ કર્યુ ને વાત આગળ વધારી કે અમારા મૃત્યુ લોક મા તમારા લોક ની જેમ રાજા બહુ માથુ ન મારે અમારે પૃથ્વી લોક મા રાજા નેે વડાપ્રધાન કહે છે એનુ આખુ મંત્રી મંડળ બનાવ્વા મા આવે છે દરેક મંત્રી ને ખાતા આપી દેવા મા આવે છે પછી વડાપ્રધાન ને મંત્રી ઓ સાથે કોઇ માથાકુટ કરવા ની જ નહી હા..પાણી પુરવઠા મંત્રી...નાણા મંત્રી...ખાણ ખનિજ મંત્રી....ઉર્જા મંત્રી...આવા જાત જાત ના ખાતા અપવા મા આવે છે અને ખાતા આપ્યા પછી વડાપ્રધાન ને નિરાતે બસ મોજ જ કરવા ની દેશ પરદેશ મા ભમવા નુ મિત્રતા બાંધવા ની બસ વાત પુરી દેશ નુ રાજ જેતે ખાતા ના મંત્રી ઓના ભરોશે ચાલ્યા કરે ને દેશ ના લોકો ને વડાપ્રધાન ન ગમે તો દર પાસ વરસે બદલાવી શકે છે...દેવતા ઓ ને જરાક રસ લાગ્યો એટલે વચ્ચે એક દેવ થી બોલાય ગયુ કે એ કઇ રીતે બળજબરી થી કે સમજણ થી...મહેમાન કહે કે બળજબરી કહો તો બળજબરી ને સમજણ કહો તો સમજણ...તમે ધ્યાન દઇ ને સાંભળો હુ તમને પૃથ્વી પુરાણ સંભળાવુ સાંભળો દેવતાઓ અમારા લોક મા દર પાચ વરસે ચુટણી થાય છે એ ચુટણી મા જે ઉમેદવાર ને વધારે મત મળે તે જીતે ને રાજ સંભાળે..દેવતા ઓ કહે ચુટણી એટલે શુ...ઉમેદવાર એટલે શુ...ને મત એટલે શુ..એ જરા સમજાવશો.....હા...હા...કેમ નહી સાંભળો ઉમેદવાર એટલે સામ સામા ઉભા રહેલા બે રાજ સંભાળવા માટે તૈયાર થયેલા મહારથી ઓ અને મત એટલે દેશ ની જેટલી વસ્તી એટલા મત માનવા ના એમા વધારે મત મળે એ રાજ કારભાર સંભાળે વળી પાચ વરસે ફરી પાછી ચુટણી આવે આવુ સતત સરૂ જ રહે છે...આ હતુ મારુ પૃથ્વી પુરાણ આમ વાતુ મા દેવતા ઓ ને વાળી ને ખટપટ ના ધરાર શ્રીગણેશ કરી દિધા ને દવતા ઓ ને ઇન્દ્રદેવ વિરૂધ્ધ વિચારતા કરી ને મે'માન મંડીયા બગાહા ખાવા દેવતા ઓ કહે કે મે'માન ને ઉંઘ આવતી લાગે છે તો ચાલો કરીયે શુભરાત્રી આમ વિચારી ને બધા છુટા પડ્યા મહેમાન હરખાતા હરખાતા શયનખંડ તરફ જતા રહ્યા દેવો વિચાર કરતા કરતા સૌ સૌ ના ભવન તરફ જતા રહ્યા
બિજા દિવસે સવાર મા ઇન્દ્ર મહારાજે સભાભરી તમામ દેવા હાજર થયા પણ આજ દેવતા ઓ ઇન્દ્રદેવ ને જરાક શામળા મોઢા સાથે નજરે પડ્યા એટલે ઇન્દ્રદેવે નારદ સામે જોયુ નારદજી એ ઇશારા થી ઇન્દ્રદેવ ને કહ્યુ કે ખટપટદેવ ના ખટપટ ની સરૂઆત થઇ સુકી છે ઇન્દ્રદેવે તો રોજ ની જેમ જ સૌ ને કામ આપી ને સભા પુરી કરી મહેમાન સહીત દેવો બધા જતા રહ્યા ને નારદજી એ કહ્યુ કે કેમ ઇન્દ્રદેવ મહેમાને દેવો ના મોઢા પર કાળી મેસ ના પ્યાલા રેડી દિધા ને...?અબ દેખિયે આગે આગે ક્યા હોતા હૈ..વાહ ખટપટીયા દેવ તારી માયાઝાળ ઇન્દ્રદેવ કહે કે નારદજી એ બિચારો એકલો અહી શુ કરી શક્શે અરે.....ઇન્દ્રદેવ તમે કેટલા ભોળા છો વિચાર કરો પહેલી જ વાર મા જો દેવો ના મોઢા કાળા મેશ જેવા જો પરલોક મા કરી દેતો હોય એ માણસ મા કેટલી શક્તિ હશે એ પણ વિચાર કર્યા જેવી વાત તો ખરી જ ને...?હા...નારદજી તમારી વાત આમ તો જાણે સાચી છે મારા દેવતા ઓ કયારેય મને આવી મુખ મુદ્રા મા જોવા મા નથી આવ્યા નવાય ની વાત તો કહેવાય જ પણ હવે પરીક્ષા કરવી જ છે તો પાછુ થોડુ પડાશે...તમને ખબર છે ને કે મૃત્યુ લોક ના ભક્તો ની પરીક્ષા આપણે કેટલીય વાર કરી ને આપણે હાર જ અનુભવી તો આ વખતે આ ખટપટીયા ની કશોટી કરવી છે હવે જોઇએ છીયે કે આપણે હારીયે છીયે કે જીતીયે છીયે નારદજી જોજો હો આપણી આ વાત ની જાણ્ય કોઇ ને થાય નહી નારદ ને ઇન્દ્રદેવ સુટ્ટા પડીયા
પછી તો આપણા ખટપટીયાદેવ બસ ધરતી પર ની પરંપરા થી દેવતા ઓ ને જાણેતા કરી ને ઇન્દ્ર તરફ ગમે તેમ કરી ને વેર ભાવ જાગે એવા એવા દેવો ને ખટપટ ની જરા પણ ભનક ન લાગે એવી કાળજી રાખી ને ઇન્દ્રદેવ તરફ દેવતા ઓ ને કેમ કરી ને કંટાળો આવે તેવી વાત દેવ ના મગજ મા ઘુસાડવી તેનો વિચાર કરી કરી ને દેવો ને પોતાના જ રાજા પર ક્રોધ ને વેર ભાવ ઉભો કરવા આપણા આ ખટપટીયા ભાઇ ઉભા થયા....એક દિવસ બધા દેવો આપણા ભાઇ સાથે વાતુ એ વળગ્યા છે બધા દેવો કાન દઇ ને વાતુ સાંભળે છે ને આ ખટપટીયો મૃત્યુલોક પુરાણ નુ મન ઘડન પઠન દેવતા ઓ ને સંભળાવે છે એમા પરીવર્તન ની વાત આવી એટલે ગીતા પર આ માણસે ભાર મુક્યો કે ગીતાજી મા વિષ્ણુ અવતાર એવા ભગવાન શ્રી કૃષ્ણચંન્દ્ર મહારાજે કહ્યુ કે પરીવર્તન એ સંસાર નો નિયમ છે આ સૃષ્ટી ની માનવ ની સાથો સાથ દેવતાય સંસાર ને પણ લાગુ પડે છે....એમા એક દેવ બોલ્યા પણ દેવલોક મા પરીવર્તન લાવવુ બહુ કઠીન છે..ત્યારે એ મુજવણ નો જવાબ આપતા આપણા ખટપટીયા દેવે જવાબ આપ્યો કે પરીવર્તન લાવ્વા માટે એકતા ની જરૂર હોય છે એકતા સામે કોઇ પણ ને નમતુ જોખવુ પડે છે સાંભળી લો દેવતા ઓ આજ સમય ની માંગ છે એકતા અને હા મુશ્કેલ મા મુશ્કેલ કામ એકતા સામે ઝુકી જાય છે..તમારા ઇન્દ્રદેન ની સાચી તાકાત કોણ છે એ તમે જાણો છો.....?ઇન્દ્રદેવ ની પ્રસંડ તાકાત તમે છો તમારી તાકાત થી તો એ ઇન્દ્રરાજા છે નહીતર એકલા ઇન્દ્ર દેવ શુ કરવા ના છે...જુવા આ સુર્યદેવ કરોડો વર્ષો થી સવાર થી સાજ સુધી ત્રણેય લોક ને પ્રકાસ આપી રહ્યા છે....પવન દેવ પુરા સંસાર ને સ્વાચ્છ થી માંડી ને ત્રણેય લોક ને હવા પુરી પાડી રહ્યા છે....અગ્નીદેવ ત્રણેય લોક ને અગ્ની પુરી પાડે છે....ચંન્દ્રદેવ ત્રણેયલોક ને શિતળતા પ્રદાન કરે છે....વરુણ દેવ માનવ દાનવ ને દેવલોક ને વરસાદ પુરો પડીને અન્ન પાણી ની વ્યવસ્થા પુરી પાડે છે...હવે તમે જ વિચાર કરો કે જો આ તાકાત ઇન્દ્રદેવ પાસે થી દુર થઇ જાય તો એટલે કે તમે દેવો જો ઇન્દ્ર દેવ થી અલગ થઇ જાવ તો ઇન્દ્ર દેવ વાકા વળી જાય કે નહી..આમ વાત કરી ને દેવતા ઓના માનસ મા આ ખટપટીયા એ પોતાની પાસે ની શક્તિ ના અહંકાર નુ ઝેર રેડી દેવા ની સફળતા મેળવી લિધી અને આનંદ થયો
દેવતા ઓ ની આ આપણા ચતુર માણસે ચાલ જ ફેરવી નાખી કોઇ દી જોર થી ન હાલનાર દેવો ને અભિમાન મા ઉચા થઇ થઇ ને હાલતા કરી દિધા કોઇ દિવસ જોર થી ન બોલનાર દેવતા ઓ ને વડકા કરતા કરી દિધા...ઇન્દ્ર મહારાજ ની સભા મા દેવતા ઓ ને ઘમંડ મા ઉચ્ચા થઇ ને બેસતા કરી દિધા આવી રીતે દેવો વધારે ને વધારે ઘમંડી ને સતા લાલચુ થવા લાગ્યા ને મન ફાવે તેમ ઇન્દ્રદેવ ને જવાબ આપવા લાગ્યા ત્યારે આપણા ખટપટીયાદેવ ને એવુ લાગ્યુ કે દેવતાઓ જો ઉતાવળા થઇ ને કોઇ ઉતાવળુ પગલુ ભરશે તો ઇન્દ્ર પણ જાગ્રુત થઇ ને ચેતી જશે ને બિજા તેત્રીસ કરોડ દેવો ને પોતાના તરફ વાળી લેશે તો અવળુ થઇ ને ઉભુ રહેશે ને મારૂ ષડયંત્ર ખુલ્લુ પડી જશે એનુ ખરાબ પરીણામ મારે જ ભોગવ્વુ પડશે એટલે તાતકાલી દેવો ની મિટીંગ બોલાવી ને ચોખ્ખુ ફુલ કહી દિધુ કે તમે બધા દેવો બુધ્ધિ વિનાના છો એ મે જાણી લિધુ મહેરબાની કરી ને શાન્તી જાળવો અને હુ ન કહુ ત્યા સુધી તમારે જે રીતે પહેલા હતો એવો જ વહેવાર ઇન્દ્ર સાથે રાખવા નો છે આપણે જે કામ ઉપાડ્યુ છે તે કામ આમ એકલા થી થઇ ન શકે મે એવુ સાંભળ્યુ છે કે તેત્રીસ કરોડ દેવતા ઓ સ્વર્ગ મા વસે છે એતો તમે જાણો છો ને આપણુ આ કામ પાર પાડવા માટે એ તમામ દેવો ને આપણા તરફ વાળવા જોશે નહીતર આપણી કરેલી મહેનત પર પાણી ફરશે એ તમે નથી જાણતા....?આપણે તમારા સ્વર્ગ ના ગામડા ફરવા જવા નુ સરૂ કરવુ પડશે એ દેવતા ઓ ને આપણા તરફ વાળવા માટે આપણે લોભામણા ભાષણો આપવા પડશે ને મે તમને જે ચુટણી ની વાતુ સમજાવ્વી તે વાત બિજા દેવો ને પણ સમજાવ્વી પડશે તો જ આપણુ કાર્ય વિના વિધ્ને પાર પડશે એટલે તમે ઉચ્ચા ઉચ્ચા હાલવા નુ રહેવા દો ને શાન્તિ થી ઇન્દ્રદેવ જે કામ આપે તેને પહેલા ની જેમ જ પુરૂ કરો ને જો ઇન્દ્ર દેવ ખિજાય તો સહન કરી લેવા નુ હુ તમને વચન આપુ છુ કે હવે તમને જાજો સમય દુખી નહી થવા દઉ તમારો ઉધ્ધાર કરવા જ હુ અહી આવ્યો છુ પણ મહેરબાની કરી ને હમણા શાન્તી જાળવો એટલે સફળતા આપણી મુઠ્ઠિ મા જ આવી ગઇ સમજો આવી....અને હા દેવતો ઓ મને એક નવો વિચાર આવ્યો છે જેમા મારે તમારી મદદ ની જરૂર છે મારા વહાલા દેવતા ઓ આપણે ધરતી પર જવુ પડશે પછી જુવો જમાવટ લાગી જાય તમને ખબર પણ નહી હોય કે ધરતી પર કેવા કેવા યંત્રો વિક્સાવ્યા છે આપણે એક દુર દુર ના દર્શન કરાવતા યંત્ર ની જરૂર છે જને ત્યા ના લોકો ટી.વી.એટલે કે દુરદર્શન કરાવતુ યંત્ર જે આપણ ને અહી સ્વર્ગ મા બેઠા બેઠા ધરતી પર શુ થઇ રહ્યુ છે તે જોવા મળે સાંભળ્વા મળે સાંભળ્વા મળે પછી જુવો તમને ખબર પડે કે ચુટણી કેવી રીતે થાય છે મતદારો ને કેવા કેવા લોભામણા વાયદા ઓ અપાય છે..દેવતા ઓ કહે એમા વળી અમારી શુ જરૂર છે...?તમારે મને પૃથ્વી પર ઉતારવા ની વ્યવસ્થા કરી દવી જોઇ એ ને...?દેવો કહે હા ઇ સાચુ પણ કેવી રીતે તમને ઉતારવા....!ત્યા ખટપટીયા દેવ બોલ્યા કે તમારા થી વિમાન ની વ્યવસ્થા થઇ શકે ખરી...?દેવો વિચાર કરે છે કે વિમાન ની વ્યવસ્થા કેવી રીતે થાય આપણા સ્વર્ગ લોક મા એક જ વિમાન છે જે ઇન્દ્રદેવ પાસે છે પણ એ થાડા આપણ ને આપે....હા ઉડતી પાડા ગાડી યમરાજ પાસે છે પણ એ આપણી મંડળી સાથે બહુ બેસવા તો આવતા નથી...?અને એને પાડા ગાડી ની વારે વારે જરૂર પડે એને કયારે કોક ને ઉઠાવ્વા જવા નુ હોય એટલે એની ગાડી નો તો મેળ ખાય જ નહી.....!ખટપટીયો કહે કે એક કામ કરો આપણા સુર્ય દેવ ને કહો કે એનો ઉડતો રથ લઇ ને હારે આવે સુર્યદેવ કહે ભૈ મારે વહેલા જાગવા નુ હોય એટલે હુ તો આવી જ શકુ નહી....ચંન્દ્રદેવ તમે એક કામ કરો તમે જ જાવ આમે આજે અમાસ છે એટલે તમારે કયાય જવા નુ નથી તમતારે દિવસ આખો સુતા રહેજો ને...ચદ્રદેવ કહે ભૈઇ મને ઇ અજાણ્યો મલક પડે એનુ શુ...પણ હુ સાથે છુ પછી તમારે કયા માથાકુટ કરવા ની છે હુ કહુ ત્યા તમારા વાહન ને ઉતારવા નુ કામ પુરૂ થાય એટલે પાછા...હા...હા..જલદી કરો વખત ખોટો બગાડો નહી ખોટે ખોટી રાત બગડે છે બધા દેવતા ઓ એ સુર મા સુર પુરાવ્યો...ખટપટીયો કહે કે હવે એક કામ કરો સુર્યદેવ ને જો ઉજાગરો થતો હોય તો આપણે એનો રથ લઇ લઇએ તો આપણે એક જ ફેરા મા બધી વસ્તુ લઇ શક્યે સુર્યદેવ કહે પણ ઘોડા બિચારા થાકી જાય એનુ શુ ...ખટપટીયો કહે કે તમારી પાસે બિજા ઘોડા છે તે લઇ જશુ હવે ચાલો બોલો ચદ્રદેવ સિવાય બિજુ કોણ આવે છે અમારી સાથે એકાદ દેવ અમારી સાથે આવો તો એ યંત્રો હેરવેફેરવે સરળ બને...સાથે પવનદેવ ને લિધા અને હરણીયા ને જોડી ને હરણગાડી સુર્ય દેવ નો રથ ને ઉપાડી ફરરરર ફટ કરતી ફરતા ફરતા મુંબઇ ઉપર આવ્યા એટલે આપડા ભાઇ ના કહેવા પ્રમાણે મોટા મા મોટી કંપ્યુટર નો શો રૂમ હતો ત્યા હરણગાડી ને ફરરરરરર ફટ કરતી ઉતારી ને પવન દેવ ને કહ્યુ કે તમને સાથે લેવા નુ કારણ તમે જાણો છો તમને સાથે લેવા નુ કારણ કે તમારે તમારી શક્તિ થી તાળા તોડવા ના છે...પવનદેવે તાળાતોડી ને દરવાજા ઉઘાડ્યા ને ત્રણેય અંદર ગયા ખટપટીયા ભાઇ એ મોટા મા મોટી એલ.સી.ડી.પસંદ કરી ને જેટલી સમાય એટલી એલ સી ડી એટલી ઠાસી ઠાસી ને હરણગાડી મા ભરી દિધી એક કોમ્પ્યુટર લિધુ ને સુર્ય ઉર્જા થી રિચાર્જ થાય એવી જેટલી ટી વી એટલી બેટરી લઇ લિધી ને મેમરીકાર્ડ ના ખિસ્સા ભરી લિધા અને માયક ના વિસ પચ્ચીસ સેટ રથ મા ભરી લિધા કેમ કે ચુટણી મા પ્રચાર કરવા જેની જરૂર પડવા ની હતી ને બિજી ધણી બધી જોઇતી વસ્તુ પણ ભરી લિધી મન મા આપણો ખટપટીયોદેવ રાજી થયો કે હાશ હવે નિરાત થઇ હવે હુ આ કોમ્પ્યુટર ની મદદ થી આ મેમરી ઓ મા ચુટણી પ્રચર ના પ્રોગ્રામો ડાઉન્લોડ કરી કરી ને દેવતા ઓ ના નગરો મા એનો પ્રચાર કરી ને દેવતા ઓ ના મગજ ફેરવી નાખીશ મન મા બબડ્યો વાહ ખટપટીયાદેવ વાહ...ચદ્રદેવ કહે શુ વિચાર કરો છો ચાલો હવે જટ નિકળી જઇ એ.....હા હાલો હવે કામ પુરૂ થયુ ત્રણે જણ નિકળી પડીયા અને આવી ગયા સ્વર્ગ લોક મા ને હરણગાડી ને રથ ને ચંદ્રદેવ ના વાડા મા છોડી હરણીયા ને ત્થા ઘોડા ને નિરણ નાખી ને નિરાત નો સ્વાચ્છ લઇ ને નિરાતે સુઇ ગયા
સવાર મા બધા જાગી ને એક બિજા ને મળ્યા ત્યારે આપણા ખટપટીયા એ કહ્યુ કે આજે મારે બહુ કામ છે એટલે તમે તમારા કામે જાવ હુ મારા કામે જાવ બધા સુટા પડીયા ખટપટીયો તો જયા ટી.વી. ને કોમ્પ્યુટર ઉતાર્યા હતા ત્યા જઇ ને એક માટા ઓરડા મા બરાબર ગોઠવ્યા ને કોમ્પ્યુટર સરૂ કરી ને ચુટણી ના પ્રોગ્રામો ડાઉન્લોડ કરવા મંડીગયો ટી વી ના પ્રમાણ મા મેમરી ઓ તૈયાર કરી નાખી ને તૈયારી પુરી કરી નાખી હવે તો સાજે દેવો આવે એની રાહ જોઇ ને ઇન્દ્ર ની સાથે ઉપરડોળ નુ મલકતુ મોઢુ રાખી ને વાતુ કરે છે આમ આખો દિવસ પસાર થયો સાજે બધા દેવો ઇન્દ્ર મહારાજ ની સભા મા હાજરી આપવા પહોચી ગયા ઇન્દ્ર દેવે બધા નો બિચાબ કિતાબ કરી ને સુટા કર્યા અને સાજે વાળુ પાણી કરી ને નક્કિ કરેલી જગ્યા એ બધા ભેળા થયા અને આગળ ના કાર્યક્રમ ની રૂપરેખા સંભળાવી ને કહ્યુ કે ચાલો આજે તમારા નગરો મા ફરવા જવુ છે અને આગળ પડતા દેવો ને મળી ને આપણી યોજના મા ભાગ લેવા માટે લોભ મા નાખવા પડશે ને.....?ચાલો ત્યારે બધા ઉપડ્યા ને ડેલા ખખડાવી ખખડાવી ને નગરો ના મુખીયા ઓ ને જગાડી જગાડી ને વાત કરી કે કરોડો વર્ષો થી આપણા ઇન્દ્રદેવ રાજ કરી કરી ને હવે ગરઢા થઇ ગયા છે થાકી ગયા છે અને આપણા માટે કોઇ જાત ની સુખ સુવિધા તો એણે કરી જ નથી તો હવે પરીવર્તન થવુ જોઇએ અને પરીવર્તન એ સમય ની માંગ છે એટલા માટે અમે અહી આપ ની મુલાકાતે આવ્યા છીયે આ ભાઇ મૃત્યુલોક મા થી આવ્યા છે અને હા એ ઇન્દ્રદેવ ના અતિથી છે સતા પણ આપણી પરીસ્થિતી જોઇ ને ને એનો આત્મો કકળી ગઇ છે ને આપણો ઉધ્ધાર કરવા કમર કચી છે એને આપણે માત્ર ચુટણી જીતાડવા ની મત આપી ને મદદ કરવા ની છે...મુખીયા ઓ કહે કે ચુટણી એટલે વળી શુ...દેવો કહે કે ચુટણી ની માહીતી તમને થોડા જ સમય મા મળી જશે અમે ધરતી પર થી દુરદર્શી યંત્રો લાવી નાખ્યા છે બનતા સુધી તો કાલ સાજે પહોચાડી દઇશુ તેમા તમામ માહીતી સાથે પૃથ્વી પર કેવી રીતે ચુટણી થાય છે તે તમારી જ આંખો થી જોઇ શક્શો અને ધરતી પર કેવી કેવી સુખ સુવિધા ઓ છે એ પણ જોઇ શક્શો આવી વાત કરી ને મુખ્યા ઓ ને અમે કાલે યંત્રો પહોચાડવા નુ વાયક લઇ આવ્યા બસ હવે ટી વી યંત્રો સ્વર્ગ ના નગરો ના ચોક મા ગોઠવાય જાય ને દેવ લોકો ને ધરતી પર ની સુવિધા આંખ ને ગમી જાય એટલે ગંગા નહાયા
બિજા દિવસે બધા ઉપડીયા બધી વસ્તુ રથ મા ભરી ને નગરો ના ચોક મા મોટા પડદાળાળી ટી વી ઓ ગોઠવી દધી અને યુવાન દેવો ને યંત્ર ને સરૂ બંધ કરવા ની તાલિમ આપી દિધી અને નગરે નગર મા ટી વી ઓ સરૂ કરી દિધી પૃથ્વી પર ની જાહોજલાલી ના દર્શન કરવા માટે નાના બાળકો થી માંડી ને વૃધ્ધો દેવતા ઓ ને દેવી ઓ નો મેળાવડો ઉમટી પડીયો કદી જે યંત્ર જોયુ ન હતુ એ યંત્ર જોઇ ને બધા નવાય પામી રહ્યા છે ને પૃથ્વી પર નાજંગલો...પર્વતો...નદીયો...મહેલો...રાજ માર્ગો ને રાજ મારગો પર હાલતા વાહનો અને વાહનો મા બેસી ને મોજ થી મુસાફરી કરી રહેલા માનવી આ બધુ જોઇ ને દેવો ને આવી સુખ સુવિધા સ્વર્ગ મા થાય એવી ઇશ્શા અને તાલાવેલી જાગી
પછી તો રોજ રોજ પૃથ્વી પુરાણ જોવા ની દેવતાલોક મા ટેવ પડી ગઇ રોજ સાજ સવાર બસ બધા કામ કાજ પતાવી ને ચોક મા આવી ને ઉભા રહે ને હોશે હોશે એમા વળી સાધુ સંતો દ્વારા પ્રવચનો ના પ્રોગ્રામો લાખો ની જનમેદની ભેળા કરી ને સાધુસંતો પ્રવચનો મા દેવતા ઓ ની વાતુ કરી ને દેવતા ની આપણા ખટપટીયાદેવ તરફ રદય મા પ્રેમ નુ ઝરણુ પ્રગટ થતુ અને ધરતી પર ની જાહોજલાલી ને સુખસુવિધા ને માનવી ને દેવો પ્રત્યે ની ભાવના ની એકાબિજા દેવો વાતુ કરી ને આપણા ખટપટીયા ભાઇ શ્રી ને જે કહે તે મદદ કરવા ની ભાવના દર્શાવી
અરે ભાઇ આપડા મૃત્યુ લોક ના માનવી ની તો બોલબાલા વધી ગઇ હાલતા ચાલતા બેસતા ઉઠતા બસ આપણા ભાઇ શ્રી ની જ બધા કરી રહ્યા છે..દેવીઓ પણ નદી કાઠે પાણી ભરવા જતી ત્યારે બધી ભેળી થઇ ને વાતુ કરતી કે,એલી બાઇ પૃથ્વી પુરાણ નો પહેલો આધ્યાય જોવા ની મજા પડી કાં ત્યા બિજી કહે કે મૃત્યુ લોક ની શુ વાત કરવી કેવા મજા ના ઘેર નળ યત્ર થી પાણી આવે કેવા મજા ના યંત્ર થી દળણા દળાય જાય એલી આપણા મલક મા આવી સુવિધા કયારે થશે...ત્યા તો બિજી દેવી કહે કે તમારા ભાઇ તો કઇક ચુટણી ની વાત કરતા'તા કે ચુટણી કોઇ બિજુ જીતી જાય ને ઇન્દ્રરાજા નવા થાય તો આવુ બધુ થઇ શકે...!તેં....હેં...આ ચુટણી એટલે વળી શુ...?બિજી દેવી એ પ્રશ્ન પુછયો...એમા મને કઇ ખબર ન પડે અને આ બધુ બિજો આધ્યાય દુરદર્શી યંત્ર મા દેખાડશે એવુ કેતા'તા એમા ચુટણી નુ જાણવા મળશે...
દેવલોક ના યુવાનો તો થનગની રહ્યા છે કે કયારે ચુટણી બારા ની જાણકારી મળે ને માનવલોક ના ભાઇ ને મદદ કરી ને સ્વર્ગ લોક ને ધરતી ની માફક સુખ સુવિધા થી ધબકતો કરીયે પણ વૃધ્ધદેવો તો એવુ કહેતા કે આપણા ઇન્દ્રદેવ બરાબર છે નવા મા મજા નહી આવે વિચાર કરી લેજો છોકરાવો મોટા ઉપાડે અવળુ પગલુ ભરી ન બેસતા...યુવાનો કહે કે તમારી બુધ્ધી પણ ઉમર ની સાથે સાથે ગરઢી થઇ ગઇ છે એટલે તમે હરી ભજન કરો શુ તમારે સ્વર્ગ લોક ને પૃથ્વી પર ની સુવિધા જેવી સુવિધા મેળવી ને સુખી નથી થવાદેવો..શુ ઇન્દ્રદેવ ની સુવિધા ની સામે જોઇ ને બસી રહેવા નુ...આપણી જીદગી પર આપણો કઇ હક હશે કે નહી...?અને તમે જ વિચાર કરો કે ઇન્દ્રદેવ ને ફરવા માટે ઐરાવત હાથી છે વિમાન છે અને માંદા પડે તો ધનવંતરી વૈધ છે આપણી પાસે શુ છે...?કઇ જ નહી માંદા પડીયે ત્યારે જંગલ માથી થી કોઇ ઔષધી નો જાણકાર હોય તો પાંનડા ને મુળીયા લાવી ને સારવાર કરે બાકી તો રીબાઇ રીબાઇ ને દિવસો કાઢવા ના આવુ જીવન તમને ગમતુ હોય તો ભલે અમે જયા સુધી આવુ બધુ નો'તા જાણતા ત્યા સુધી તો ઠિક પણ હવે જાણી ગયા છીયે ને આપણ ને માણસ પણ મળી ગયો છે તો સુકામ સુવિધા થી વંસીત રહેવુ જોઇ એ ...ત્યા તો નાના નાના દેવબાળ આવી ને કહે છે દાદા દાદા અમને યંત્ર મા બતાવતા એવા મેળા ના ગોળ ગોળ ફરતા ચકડોળ મા કયારે ફરવા લઇ જશો દાદા શુ બોલે એકદમ ચુપ
ત્યા ગામ મા દેકેરો બોલ્યો કે પૃથ્વી પુરાણ નો બિજો આધ્યાય લઇ ને ખટપટીયા ભાઇ આવી ગયા બધા રાજી રજી થઇ ગયા ને સૌ સૌ ની જગ્યા એ આવી આવી ને ગોઠવાવા મંડીયા આપણા ભાઇ તો અભિમાન મા ઉચા થતા થતા યંત્ર પાસે આવી ને મેમરી બદલાવી ને કહે કે બધા ને આવી જવા દો પછી જ સરૂ કરવા મા આવશે ત્યા તો વધારે રસ વાળા હતા ઇ ઉતાવળા થવા મંડીયા ને બબડવા લાગ્યા કે માળા આળસુડા ઘેર તો શુ કામ હશે કે હજી નથી આવતા જાવ જાવ એલ્યા ઘેર ઘેર જઇ ને જલ્દી બોલાવી લાવો તો એકદમ યંત્ર સરૂ થાય બે પાસ જણા ગયા ને બધા ને બોલાવી લાવ્યા ને દુરદર્શન યંત્ર સરૂ થયુ અવે આજે માનવી લોક મા ચુટણી કેવી રીતે થાય એ આધ્યાય ની મેમરી ભરી ને આ ભાઇ લાવ્યા હતા બધા હોશે હોશે જુવે છે આપણા લોક ના નેતા ના ભાષણ નો દોર સરૂ થયો ને બધા ને રસ પડીયો ને જેમ જેમ જોતા જાય છે એમ અેમ ચુટણી કરવા ના મનસુબા ના એકડા દેવો ના મન મા ઘુટાઇ રહ્યા છે અંતે સૌ ને ચુટણી કેવા રીતે કરવી કેવી રીતે મત આપવા જવુ ને કેવી રીતે મત આપવો એ બધુ બરાબર સમજાય ગયુ ને આધ્યાય પુરો થયો કે બધા કહેવા લાગ્યા કે હવે જટ કરો ચુટણી અમે તમારી સાથે છીયે ખટપટીયાદેવ કહે ભૈં તમે ઉતાવળ ન કરો ઉતાવળ કરવા થી ધાર્યુ પરીણામ મળતુ નથી સમય નેસમય નુ કામ કરવા દો વખત આવશે ત્યારે હુ તમને સુતા હશો ત્યા થી ઉભા કરીશ હમણા ધિરજ રાખો
આ બાજુ આપણો ખટપટીયો દેવો ને કહે કે હવે મને વિશ્વાસ બેસી ગયો છે કે આ તમામ દેવો આપણ ને જ મત આપશે એમા કોઇ શંકા નથી પણ હવે ઇન્દ્રદેવ ને કહેવા કોણ જાય કે સ્વર્ગ લોક મા ચુટણી કરવી છે અને ઇન્દ્ર સામે કોણ ઉભુ રહે ઇ પણ એક પ્રશ્ન છે બોલો તમારા માથી કોણ ઇન્દ્ર સામે ઉભુ રહે છે દેવતા ઓ મંડીયા ફિફા ખાંડવા કે નહી હો ભાઇ ઇ અમારુ કામ નહી ઇન્દ્રસામે કોણ વેર બાંધે બધા મુંજાણા કે હવે શુ કરવુ ઇન્દ્ર દેવ ને કોણ કહી શકે...!ખટપટીયો કહે કે ગમે તેમ કરી ને પહેલ તો આપણે જ કરવી પડશે મને તમારા ઇન્દ્રદેવ પર આટલો બધો ક્રોધ આવે છે કે શુ વાત કરુ બિચારા ગરીબડા દેવો ને સુખ સુવિધા થી વંચીંત રાખ્યા અને બિજી વાત તમે જાણો છો આપ સૌ એ દુરદર્શન યંત્ર મા જોયુ હશે કે અમારા મૃત્યુ લોક ના કેવા મહાન સંતો જેનુ મહાનગરો મા આગમન થતા ની સાથે લાખો માનવ ની જન મેઁદની ભેળી થઇ ને ગાડી થઇ ને એ બાબા ની સામે નાચતી તમે જોઇ ને...?એ મહાન સંતો ને આ તમારા ઇન્દ્રદેવે નરક મા નાખ્યા ને નાની નાની ઝુપડીયુ મા એકલા એકલા બેસી ને પોતાના જ આત્મા ના આનંદ ખાતર ભજન કરતા નાના નાના સાધુડા ઓને વળી સ્વર્ગ મા રાખ્યા ને મારા જેવા બુધ્ધીશાળી વકીલો ને પણ નરક મા નાખ્યા... અરે તમે જોયુ ને કેવા પરદુખ ભંજન એવા ડોકટરો વૈધો જે એક ના શરીર મા થી વસ્તુ કાઢી ને બિજા ના શરીર મા ફિટ કરનારા વૈધો ને નરક મા નાખ્યા એ બધા જીવો ને મારે નરક માથી બહાર કાઢવા છે આવા ભગીરથ કાર્ય માટે આપણે કહેવુ તો પડશે જ 
હવે એક કામ કરો તમામ નગરો ના નગરજનો ને વાયક આપી દો કે કાલે જ અહી બધા એ ભેળા થવા નુ છે અને અત્યાર થી જ મંડપ ને માયક બધુ ગોઠવ્વા નુ સરૂ કરી દો ધરમ ના કામ મા ઢીલ ન હોવી જોઇએ
નગર ના યુવા નો કામે લાગી ગયા કોઇ આમંત્રણ આપવા પહોચી ગયા તો કાઇ તો કોઇ મંડપ ને માયક અને રોશની પાથરવા સિરીજી ગોઠવ્વા મા લાગી ગયા કોઇ રસોઇ ના કામ મા વ્યસ્થ થયા આવી રીતે તડામાર તૈયારી નો આરંભ થઇ ગયો...આ વાત ની નારદજી જાણ્ય થઇ એટલે એ ઇન્દ્ર પાસે આવ્યા અને કહ્યુ કે ઇન્દ્રદેવ તમે કહેતા'તા ને કે મૃત્યુ લોક ના ખટપટીયા સુ કરી શકે હવે જુવા એની જમાવટ. ઇન્દ્રદેવ કહે કે શુ જમાવટ કરવા નો છે ઇ મૃત્યુ લોક નો અબુધ્ધ માનવી..?નારદ કહે કે ઇતો કાલ ખબર પડશે આપણા બાજુ ના નગર મા કાલ બધા દેવો ભેળા થવા ના છે અને ચુટણી લડવા માટે તમને આમંત્રણ આપવા ના છે...પણ નારદજી આ ચુટણી વળી શુ બલા છે...નારદ ઇન્દ્ર દેવ ને ચુટણી ની સંપુર્ણ માહીતી આપે છે ...ઇન્દ્રદેવ કહે અરે...તો'તો ચુટણી લડવા ની મજા આવશો...નારદ કહે રહેવા દો મા'રાજ બહુ બડાઇ ન મારો ઇ મૃત્યુ લોક ના માનવી ના લાહી મા ચુટણી લડવા ના સંસ્કાર ભળી ગયેલા છે ને તમે નવા નવા છો તમારુ કામ નહી...નહી નારદજી તમે કાલે એ લોકો ભેળા થાય ત્યારે જજો ને મને ચુટણી ની વાત મંજુર છે એવુ રાજી ખુશી થી કહી દેજો મને પણ ચુટણી લડવા ની તાલાવેલી જાગી છે આમે મે ધણા વરસો થી યુધ્ધ ન લડીયુ એટલે કયાય ગમતુ નથી તો ચુટણી તો ચુટણી પણ લડવી છે જોઉ છુ કે મને કોણ હરાવે છે...નારદજી કહે કે તમે રહેવા દો આ કઇ યુધ્ધ નથી લડવા નુ ચુટણી મા ચતુરબુધ્ધી ની જરુર પડે છે હુ તો પૃથ્વી પર વારે વારે જાવ છુ એટલે મને ખબર છે કે ચુટણી મા કેવી રચાકસી હોય છે...ઇન્દ્રદેવ કહે નારદજી અમે કઇ બુધ્ધી વિના ના તો નથી જ અમારી પાસે પણ બુધ્ધિ જેવુ કઇક તો છે જ નહીતર સ્વર્ગ ના રાજા કઇ એમનામ નથી થયા જાવ ને કહે જો કે જેને ચુટણી લડવી હોય તે મારી સામે હાલ્યુ આવે...!નારદ કહે તમે નહી માનો હવે તો જંગના મેદાન મા ખરી બુધ્ધિ ની ખાતરી થશે....નારાયણ....નારાયણ...
બધી તૈયારી પુરી થઇ ગઇ ને દેવતા ઓ ના ટોળે ટોળા આવ્વા લાગ્યા ને જોત જોતા મા દેવો ના સમુદાય નો ઘુઘવતો મહાસાગર ખડકાઇ ગયો ને આપણા ખટપટીયાદેવ ને બિજા આગળ પડતા દેવો સ્ટેજ પર ગોઠવાઇ ગયા ત્યા નારદજી ની પધરામણી થઇ જેને બધા એ આવકાર્યા ને સ્ટેજ પર બોલાવ્યા અને દિપપ્રાગટ્ય નારદજી ના હાથે થયુ કેમ કે નારદજી ખટપટ ના મહાદેવ માનવા મા આવે છે...ત્યાર બાદ કાર્યક્રમ ની સરૂઆત થઇ પ્રથમ આપણા ખટપટીયા ભાઇ એ સ્ટેજ નુ સંચાલન હાથ મા લિધુ ને એક પછી એક આગેવાન દેવતા ના વિચારો જાણવા ની કોશીસ થઇ ને પછી નક્કી થયુ કે ચુટણી એજ સ્વર્ગ નો ઉધ્ધાર છે...અને એક નવુ સુત્ર પણ ઘડાયુ કે''વિના ચુટણી નહી ઉધ્ધાર''પણ મુજવણ હજી હતી જ કે ઇન્દ્રદેવ ને કહવા કોણ જાય ત્યા દેવો ની સભા માથી એક નવલોહીયો યુવાન ઉભો થઇ ને કહે કે શુ કોણ જાય કહેવા કોણ જાય ઇન્દ્ર દેવ કાઇ સાવજ દિપડો નથી કે કરડી જાશે હુ જઇશ....નારદજી કહે કોઇ ને જવા ની જરૂર નથી મને ઇન્દ્ર દેવે અહી મોકલ્યો છે અને કહીયુ છે કે ચુટણી લડવી જ હોય તો હુ તૈયાર છુ ને કઇ પણ જરૂર હોય તે રાજી ખુશી થી માંગી શકે છે અને મારી સામે જેને ઉભુ રહેવુ હોય તે ઉભુ રહે મને નારદજી એ ચુટણી બાબત માહીતી આપી તે મને બરાબર સમજાય ગઇ છે હુ બરાબર તૈયાર છુ આજ થી પંદર મા દિવસે મતદાન કરી શુ જોઇએ છીયે કે જંગ કોણ જીતે છે
બિજા દિવસે આગેવાન દવતા ઓ ભેળા થઇ નેનક્કી કરે છે કે હવે ઉમેદવાર તરીકે ઉભુ કોણ રહેશે કોઇ દેવ ત્યાર નથી થતુ પછી બધા એ ખટપટીયાદેવ ને કહ્યુ કે ચુટણી જુવાળ તમે જ ઉભો કર્યો એટલે હવે ઉમેદવાર તમે જ બનો અમે તમને હારવા નહી દઇ એ અમે તમને વચન આપીયે છીયે આમ કરી ને આપણા ભાઇ પર ગુલાલ નાખી દિધા ને જોર જોર થી બોલવા લાગ્યા કે માનવદેવ તુમ આગે બઢો હમ તુમ્હારી સાથ હૈ...આને તો આટલુ જ જોઇતુ હતુ થઇ ગયા ઉમેદવાર ઇન્દ્રદેવે તો મહેમાન ને ભેળા ભોજનલેવા આમંત્રણ આપ્યુ ને મહેમાન ગયા પણ ખરા જમતા જમતા મહેમાન કહે કે ઇન્દ્રદેવ મારે તમારી હારે હાથ મિલાવી ને ચુટણી લડવી છે એટલે સાચી સલાહ આપુ કે કાલ થી જ તમારા થી જેટલા વળે એટલા મીત્રો દાતા વાળવા ની કોશીસ સરૂ કરી દેજો ને એકાદ બે માયક ના સેટ લઇ જજો તો તમને પ્રચાર કરવા મા સરળતા રહે...ઇન્દ્ર કહે કે તમારે પણ જે જોઇએ તે લઇજઇ શકો છો ખટપટીયો કહે કે અમારા અહી આવેલા અમારા મૃત્યુ લોક ના કલાકારો અહી સ્વર્ગ મા આવ્યા છે તે કયા છે તે જણાવશો...?ઇન્દ્ર દેવે બધા કલાકારો ના સરનામા આપ્યા એટલે ખટપટીયા ભાઇ કહે કે હુ મારા પ્રચાર મા લઇ જઇ શકુ ને...?ઇન્દ્ર કહે હા....હા...જરૂર જરૂર...વાળુ પાણી કરી ને મોડી રાત સુધી બેઠા ને પછી બન્ને સુટા પડે છે
પ્રચાર ની તૈયારી થવા લાગી નગરો ને સણગારવા મા આવ્યા નગર રોશની થી ઝગમગવા લાગ્યા ને પ્રસંડ ધ્વની રેલાવતા સાઉંડો સરૂ થયા નગરો ના ચોક માં ઝાડો ની ડાળો એ માયક ના ભુંગળા બાંધ્યા જેથી આખા નગર મા ભાષણ સંભળાય ને...? ખટપટીયો આખો દિવસ પ્રચાર મા લાગી ગયો ને મોઢે આવે એવા વચનો આપવા નુ સરૂ કર્યુ...પ્રથમ તો હુ આપ સૌ દેવભુમિ નો અને દેવલોકો નો આભાર માનુ છુ કારણ કે દેવભુમી એ મને આશરો આપ્યો ને દેવ લોકો એ મને મદદ કરી ને દેવલોક ની સેવા કરવા નો મને મોકો મળ્યો અને હા ઇન્દ્રદેવે એનુ નિશાન ઐરાવત હાથી રાખ્યુ છે અને આપણે તો સ્વર્ગ મા સુખ શાન્તિ ને સુવિધા નો ઉદય કરવો છે એટલે આપણે આપણુ નિશાન ઉગતો સુર્ય રાખવુ છે તો ઉગતા સુર્ય વાળુ બટન દબાવી ને આપનો કિમતી ને પવિત્ર મત ઉગતા સુર્ય ને જ આપો....મારા વહાલા દેવતા ઓ હુ જાણુ છુ કે આપ વરસો થી સુવિધા થી વંસીત રહ્યા છો મને ખેદ છે કે મારે વરસો પહેલા આવ્વુ જોઇતુ'તુ પણ સંજોગો વસાત હુ આવી ન શક્યો અને કેવી રીતે આવી શકુ છુ પણ હવે આવી ગયો છુ તો હવે એકવાર હુ જીતી જાવ ને સ્વર્ગ નો રાજા બની જાવ એટલે સ્વર્ગ થી મૃત્યુ લોક સુધી મંત્ર તંત્ર ને યંત્ર ની મદદ થી રોડ બનાવ્વા નુ કામ પહેલા જ ઉપાડવુ છે જેથી જેને મૃત્યુલોક મા બસ મા માટર મા બેસી ને ફરવા જઇ શકે મૃત્યુ લોક ને સ્વર્ગ ને મારે એક કરી બતાવ્વો છે પણ એના માટે તમારે માત્ર ને માત્ર મને મત આપવો પડશે તો એ કામ થતા વાર નહી લાગે...અને મારી સ્વર્ગ ની બહેનો ને હેલારા લઇ લઇ ને નદીયુ એ જતી જોવ છુ ને ત્યારે મારુ કાળજું કપી કપાય છે ને મન મા એવુ થયા કરે છે કે કયાકે હુ જીતી જાવ ને ઘેર ઘેર નળ ગોઠવી ને મારી બહેનો ના માથે થી પાણી નો ભાર ઉતારી નાખુ....અરે...રે..સવાર સવાર મા વહેલા ઉઠ્ઠી ને ભુખ્યા પેટે દળણા દળવા પડે એ મારા થી જોયુ નથી જતુ એના માટે મારે ઘેર ઘેર ઘર ઘંટી આપી ને મારી બહેનો ને દળવા મા થી મુક્ત કરવી છે બસ તમારે માત્ર મને મત આપવા નો છે બિજુ બધુ મારા પર છોડી દો..અને હા ગરમી ના દિવસો મા કાળા તડકા મા અકળાતા મારા સ્વર્ગવાસી ને મારે ઘરે ઘરે પવન ફેકતા પંખા મંડાવી ને ગરમી થી મુક્ત કરવા છે અને મૃત્યુલોક થી સ્વર્ગ સુધી દોરડા નાખી ને ઝગમગતા દિવડા કરી ને અંધારી રાત મા સ્વર્ગ ને અંજવાળવુ છે આવા આવા વચન આપી આપી દેવતા ઓ ને વાળવા મા આપણા ખટપટીયા ભાઇ ને વાર ન લાગી....અને રાતે આપણા મૃત્યુ લોક ના કલાકારો ને આમંત્રણ આપી ને સંતવાણી ના કાર્યક્રમો...લોકસાહિત્ય ના કાર્યક્રમો...લોકગીતો ના કાર્યક્રમો...લોકવારતો ઓ ના કાર્યક્રમો....નાટકો ના કાર્યક્મો....રાખી રાખી ને દેવો ના માનસ પર ભાઇ સુવર્ણ અક્ષરે અંકાઇ ગયા ને આમ કરતા કરતા જે દિવસ ની રાહ જોવાય રહી હતી તે દિવસ આવી ગયો
સવાર ના પહોર થી મતદાન ની ગોઠવણી થઇ ગઇ નગરે નગર એ વી એમ મસીન મુકાય ગયા ને મતદાન દેવા માટે દેવલોકો મત દેવા પહોચી ગયો ને આખો દિવસ મત દઇ દઇ ને કોઇ ઘરે જતા રહ્યા ને કોઇ નગરો મા આમ થી તેમ ઘુમી રહ્યા છે આનંદ થી ઝુમી રહ્યા છે આમ આખો દિવસ વિતી ગયો ને બિજા દિવસે મત ગણત્રી થવા ની હતી રાત તો માડ માડ કાઢી સવાર થી જ જયા ગણત્રી થવા નુ સ્થળ નક્કી કરલુ હતુ ત્યા બધા ભળા થયા ને ગણત્રી સરૂ થઇ આમ કરતા કરતા પરીણામ જાહેર થયુ ને આપણા ભાઇ નો જબરી બહુમતી થી વિજય થયો બધા દેવો નાચી ઉઠ્યા અબીલ ગુલાલ આવી ગયા ને ભાઇ ના સામૈયા માટે ઢોલ નગારા ને શરણાયુ ને આવી ગયુ અને ભાઇ નુ સામૈયુ સ્વર્ગ ના પાટનગર ની શેરી એ અબીલ ગુલાલ ઉડાડતા ને ઢોલ નગારા ના તાલે બધા નાચતા નાચતા કોઇ વળી નવા ખટપટીયા ઇન્દ્રદેવ ખંભે બેસાડી ને નાચી રહ્યા છે આમ વાંજતે ગાંજતે સ્વર્ગ ના રાજ ભવન મા લઇ આવે છે પેલા ભુતપુર્વ ઇન્દ્ર દેવ બિચારા કયાય દેખાત નથી અહી ખુશાલી ખુશાલી છે
બસ હવે નવા નકોર ઇન્દ્રદેવ નો રાજ્યાભિષેક ની તૈયારી ચાલી રહી છે ભુતપુર્વ ઇન્દ્ર દેવ ને પણ રાજ્યાભિષેક મા હાજરી આપવા આમંત્રણ અપાયુ અને આવ્યા પણ ખરા પણ નારદજી કયાય દેખાતા નથી બધા વિચારે છે કે દેવલોક ના પત્રકાર કેમ દેખાતા નથી ખેર ઇતો આવી જશે....પવિત્ર બ્રાહ્મણો દ્વારા મંત્રોઉત્સાર થી વાતાવરણ ગુંજી રહ્યુ છે નવા ઇન્દ્રદેવ ના વધામણા થી આજ ચારેબાજુ આનંદ આનંદ છવાઇ રહ્યો છે અને સારૂ ચોઘડીયુ જોઇ ને મુગુટ પહેરાવ્વા મા આવે છે ને સ્વર્ગ નુ ભલુ કરશો એવા સપથ લેવડાવે છે અને રાજ્યાભિષેક નુ કાર્ય પુરૂ થયા પછી ઉભા થઇ ને સૌ દેવતા ઓ નો નવા ઇન્દ્રદેવ આભાર વ્યક્ત કરતા કહે છે કે હુ મારા દેવબંધુ નો આભારી છુ મારુ સપનુ આજ પુરૂ થાય છે એટલા માટે હુ સૌ ભાઇ ઓ નો આભાર માનુ છુ ને હુ સ્વર્ગ ની સેવા કરીશ એવુ વચન આપુ છુ...આમ બોલે છે ત્યા બ્રહ્મા વિષ્ણુ ને મહેશજી નારદજી સાથે આવે છે અને આ બધુ જાઇ ને નારદજી ને કહ છે કે નારદજી અમે આ શુ જાઇ રહ્યા છીયે...નારદજી કહે કે ઇન્દ્રદેવ ના કરતુતો મે ના પડી હતી કે જીદ છોડો પણ માન્યા નહી ને સ્વર્ગ ગુમાવ્વા નો વારો આવ્યો નારદજી એ બધી વાત કરી...પછી વિષ્ણુ ભગવાને ખટપટીયા દેવ ને ખુબ સમજાવ્યા કે આપ જે કરી રહ્યા છો તે સ્વર્ગ ના નિયમ ની વિરૂધ્ધ છે ત્યારે ખટપટીયો કહે કે મને સ્વર્ગ મા લાવ્વા મા આવ્યો તે પણ સ્વર્ગ ના કાયદા ની વિરૂધ્ધ જ હતુ તો એ વખતે તમે બધા કયા ગયા હતા અને સાંભળો વિષ્ણુ ભગવાન હુ કઇ ઇન્દ્ર પાસે ચોરી ને રાજ નથી લિધુ મને સૌ દેવતા ઓ એ રાજી ખુસી થી ઇન્દ્રરાજા બનાવ્યો છે એટલે આપને નમ્ર અપીલ છે કે આપ આપના ધામ મા પધારો સ્વર્ગ ના કામકાજ મા ડખલગીરી ન કરો....વિષ્ણુભગવાન શુ બોલે વાંક જ ઇન્દ્રમહારાજ નો જ હતો...આગળ કહ્યુ કે હુ માનુ છુ કે ઇન્દ્રે ભુલ કરી છે પણ એ ભુલ હવે આપણે સુધારવી પડશે સ્વર્ગ ના સાચા ઇન્દ્ર ને કઇ દુખી નહી થવા દેવાય સમજ્યો...ખટપટીયા ઇન્દ્ર દેવ કહે કે તમારે સમજાવ્વો'તો આ ઇન્દ્રદેવ ને સમજાવ્વો'તો એના થી મને અહી કેમ લાવ્યો ને હવે તમારૂ કઇ જ નહી ચાલે સમજી ગયા...?અહી સ્વર્ગ મા આજ થી મારૂ રાજ છે સ્વર્ગ નો રાજા આજ થી હુ છુ એટલે અહી મારો હુકમ ચાલશે સમજી જાવ નક્કર મારે બળજબરી કરવી પડશે...વિષ્ણુભગવાન કહે કે સમજવા નુ તો તારે છે નહીતર તારે ભોગવ્વુ પડશે અમારે તને અહી થી બળ પુર્વક કાઢવો પડશે સમજ્યો...?અરે વિષ્ણુ દેવ તમે શુ બળજબરી કરી શક્વા ના કેમ કે તમામ દેવો મારે આધીન છે અને સ્વર્ગ ના નિયમ પ્રમાણે ઇન્દ્રલોક મા તમામ દેવો ને ઇન્દ્ર ના હુકમ નુ પાલન કરવુ એ એનો ધર્મ છે અને જે દેવ એનો ધર્મ ભુલશે એને આ ઇન્દ્ર નરક મા નાખશે ને કોઇ કઇ જ નહી કરી શકે....હા.....!ત્યા ભોળાનાથ કહે એ ઇન્દ્ર માપ મા રહેજે નહીતર બાળી ને ભષ્મ કરી દઇશ મારૂ ત્રિજુ નેત્ર ખુલવુ ખુલવુ થઇ રહ્યુ છે એટલે તુ અહી થી નિકળી જા સમજ્યો..ખટપટાયો કહે કે તમે મને જવા નુ કહો છો પણ હવે હુ કયા જાવ તમે જ સમજાવો કારણ કે હવે મૃત્યુલોક મા હુ પાછો તો ન જઇ શકુ અને હજી તો મારૂ આયુષ પુરૂ નો'તુ પુરૂ થયુ ત્યા આ તમારા ઇન્દ્રે મને અહી બોલાવી લિધો આ ષડયંત્ર મા યમરાજ નારદ અને ઇન્દ્ર ત્રણેય સામેલ છે અત્યારે તો મારૂ ખોળીયુએ કે'દુ નુ બાળીદિધુ હશે અને હવે તમે કદાચ બિજુ ખોળીયુ આપો ને હુ મૃત્યુલોક મા જાવ તો ગામઆખુ ધોકા લઇ ને દોડે કે એલા આને તો આપણે કે'દુ નો બાળી દિધો આ ભુત થઇ ને આવ્યો લાગે છે....!તમે યમરાજ ને પુછો ને મે રસ્તે યમરાજ ને કહ્યુ જ હતુ કે શુ સ્વર્ગ ના કાયદા ફરી ગયા છે તે મને નરક ના બદલે સ્વર્ગ મા લઇ જાવ છો....?પણ યમરાજે મને બોલતો બંધ કરી દિધો ને અંતે આ પરીણામ આવ્યુ..મારો જીવ જ ઉતાપી છે મને માળુ સાનુમાનુ બેહવુ ગોઠતુ જ નથી મારે જે કામ મૃત્યુ લોક મા પુરૂ કરવા નુ હતુ તે અહી કરી નાખ્યુ...અને તમને બધા ને મારી હારે શુ વેર છે તે જ મને સમજાતુ નથી આ જુના ઇન્દ્ર દેવ ના બદલા મા હુ ઇન્દ્ર થયો એમા તમારે વાંધો શુ છે એજ મને નથી સમજાતુ હુ તમારૂ કઇ જ ખરાબ કરવા નો નથી હુ તો બ્રહ્મા વિષ્ણુ અને મહેશ નો આદર કરૂ છુ અને કરતો રહીશ પણ કૃપા કરી ને અમારા સ્વર્ગ લોકમા ડખલ ગીરી ન કરવા મારી વિનંતી છે ને એ વિનંતી ને તમારે સ્વીકારવા ની છે તમને ગમે કે ન ગમે પણ આ મારી વિનંતી છે પછી તો તમારી મરજી બાકી હુ ઇન્દ્ર બની ગયો છુ એટલે હવે બિજુ તો કઇ થઇ શકે તેમ તો થઇ શકે તેમ તો છે નહી હવે તમારા બધા ધમપચાડા ખોટા છે ને ખોટી વસ્તુ ને છોડવી એ સાચા માનવ નુ કર્તવ્ય છે
                              બ્રહ્મા વિષ્ણુ મહેશ નારદજી હારે યમરાજ ને ઇન્દ્રદેવ એક બાજુ ના ખુણા મા જઇ ને વાતુ કરે છે કે હવે આને કાઢવો કેમ કારણ કે આતો માળો કાયદા મા રહીનેજ વાત કરે છે આમતો એની વાત સાચી જ છે ને કે એને સ્વર્ગ મા લાવ્યા એજ સ્વર્ગના કાયદા વિરૂધનુ કૃત્ય છે એવુ તમને નથી લાગતુ...?પણ નારદજી આમા તમારી જ ભુલ છે ઇન્દ્ર તો કિધા કરે પણ તમારા થી આવુ પગલુ ભરાય જ કેમ અને યમરાજ ને શુ કહેવુ તમને આ ખટપટીયા ને સ્વર્ગમા લાવવા નુ કહ્યુ પણ તમારા થી કાયદા ને વિરૂધ થય ને એને સ્વર્ગ મા લઇ જવાયજ કઇ રીતે અને ઇન્દ્રદેવ નો'તા માનતા'તો તમારે અમને વાત કરવી'તી ને....!આતો કોઇ ને કિધા કારવાં વગર ના ફટ દઇ ને સ્વર્ગ મા પુગાડી દિધો અને ઇન્દ્રદેવ તમે કેવી ભુલ કરી આવુ કરાતા હશે તમે મૃત્યુલોક ના માનવી ને......?
                         બ્રહ્માજી કહે કે હવે બિજીબધી વાતુ જવા દો જાજીવાતના ગાડા ભરે હવે કોઇ ઉપાય શોધો કે આ અભાગ્યા ને અહી થી કેમ કરી ને કાઢવો....!વિષ્ણુભગવાન કહે કે હુ એજ વિચાર કરુ છુ..ઇન્દ્રદેવ સામે ડોળા કાઢી ને કહે આ ઇન્દ્રદેવે તો પથારી ફેરવી એલા વારે વારે ભુલ કરવા ની જુવો ને એકવાર ભોળાનાથ ની વાહે પડી ગયો તો ને વારે વારે કે'તો તો કે કાં'મારી હારે યુધ્ધ કરો ને કાં યુધ્ધ કરવા વાળો આપો આ ઇન્દ્રદેવનેય સાનુમાનુ બેહવુ ગોઠતુ નથી પછી જુવો ને તમને ખબર છે ને કે ભોળાનાથે જળપુત્ર જાલંધર ને ઉત્પન કરેલો તે'દી કેટલી બધી મહેનત કરવી પડેલી ઇ યાદ છે ને બધા ને...?આવી તો કેટલીય વાર ભુલ કરેલી પેલા તો મોટા ઉપાડે ગમે તે કામ કરી નાખે છે પછી પાછુ કઇ થઇ શકતુ તો નથી...અને એનો રસ્તો આપણે જ કરવો પડે છે જુવો ને આ વખતે મૃત્યુલોક માથી મુશિબત હોરી લાવ્યો...!આમ વાર્તાલાપ કરે છે ત્યા ખટપટીયા દેવ બોલ્યા કે એલા તમે શુ કાનમા મોઢા ભરાવી ભરાવી વાતુ કરો છો તમારે જે કહેવુ હોય તે ખુલ્લેઆમ જ કહી દો ને એકલા એકલા વાતુ કરવા થી કઇજ થવા નુ નથી..''વિષ્ણુભગવાને ખટપટીયા ને સમજાવતા કહ્યુ કે ભૈઇ તુ તારા લોક મા જા અહી તારુ કામ નથી તને મે'માન તરીકે લાવ્યા હતા તો મે'માન તરીકે તારે હવે જતુ રહેવુ જોઇએ...ખટપટીયો કહે હુ તમને પ્રણામ કરૂ છુ કે અને મને બહુ દુખ થાય છે કે તમે તમારે ત્યા આવેલા મહેમાન નુ અપમાન કરી રહ્યા છો એવુ તમને નથી લાગતુ મેમાનગતી જોવી હોય તો આવો કયારેક મૃત્યુલોક મા તો ખબર પડે કે કેવી રીતે મેમાનોનુ સ્વાગત થાય છે જયારે તમે મારા જેવા ભોળામેમાન ને જાકારો આપો છો મહાદેવ કહે પણ તુ મે'માન નથી પણ સ્વર્ગ ની પનોતી છો એટલે તુ સમજી ને અહી થી ચાલ્યો જા નહીતર હવે યુધ્ધ એજ કલ્યાણ સમજ્યો એકાદ મહીનામા જો તુ નહી જાય તો તુ અમારી સાથે યુધ્ધ કરવા તૈયાર રહેજે...ભોળાનાથ ધમકી દઇ ને ત્રણેય દેવ ઇન્દ્રદેવ ને લઇ ને ત્યા થી નિકળી જાય છે....નારદજી સામે જોઇ ને ખટપટીયો કહે કે નારદજી તમે પણ જઇ શકો છો કેમ કે મારે પત્રકાર ની કોઇ જરૂર નથી અને આજ પછી કયાકેય પણ રજા સિવાય અંદર આવ્વુ નહી આપ જઇ શકો છો નારદજી અને યમરાજ ત્યા થી નિકળી જાય છે આ બાજુ સુર્યદેવ અગ્નીદેવ ચંદ્રદેવ ને પસ્તાવો થાય છે કે માળુ આતો બહુ ખોટુ થઇ રહ્યુ છે પણ હવે આ ઇન્દ્ર ની વિરૂધ્ધ મા બોલવુ એટલે સિધ્ધા નરક ભેળા થવાનુ સમજવુ એટલે બધા દેવો સદાશિવ ના ભરોસે બધુ છોડી ને તમાસો જોઇ રહ્યા છે....ત્યા ઇન્દ્રદેવ શંકરભગવાન ની ધમકી ને ગંભિરતા થી લેતા હોય એમ આદેશ કર્યો કે જાવ મારા ઐરાવત ને તૈયાર કરો મારે નરકે તપાસ કરવા જવુ છે બધા વિચારે છે ને આને નરકે શુ કામ જવુ હશે એજ નથી સમજાતુ પણ કોઇ કઇ બોલતુ નથી સાનામાના ઐરાવત ને સણગારી ને હાજર કર્યો આ ભાઇતો ઐરાવત પર સ્વાર થઇ ને નરકભણી નિકળે છે આગળ આગળ દેવતા ને પાછળ આપણો વરરાજો આવ્યા બધા નરક ના દરવાજે નવા ઇન્દ્રદેવ ને કોઇ પણ જાણ્ય કર્યા વિના આવેલા જોઇ ને દ્વારપાળ થી માંડી ને બધાજ હોદેદારો થરથર થર થર ધ્રુજવા મંડીયા ને ઇન્દ્રદેવ ને નમન કરવા લાગ્યા
                           દેવો વિચાર કરે છે કે આ ઇન્દ્રને થયુ છે શુ કે અહી નરક મા તપાસ કરવા આવ્યા.''ઇન્દ્ર તો ધિરે ધિરે એક પછી એક નરક ના ખાડા જોવા લાગ્યા જે ખાડા ઓ મા મૃત્યુલોક ના અનેક વકિલો જોયા જેણે અનેક નિર્દોશો ને સજા અપાવ્વા નુ કામ કરેલુ...અનેક જજો જોયા..અનેક એન્જીનિયરો જોયા જેણે મૃત્યુલોક મા દેશ વિરૂધ્ધ કામ કરેલુ..અનેક વિજ્ઞાનિકો જોયા જેણે માનવ ને હાનિકર્તી કરતી વસ્તુ નુ સર્જન કરેલુ અને દેશ વિરૂધ્ધ ખતરનાક કહેવાતા હથીયારો બનાવી ને પોતાના દેશ ને હાનિપહોચાડેલી અને અંતે નરકે ગયેલા...અનેક આપણા મૃત્યુલોક મા એકજ ઇશારે લાખો માનવી ઓ ને નચાવનારા પાખંડી બાવા ઓ જોયા..ખટપટીયા ને તો બસ ભોળાનાથ ની ધમકી જ મનમા ઘુમી રહી હતી કે દેવા સાચા હોય છે એ કદી ખોટી ધમકી આપે જ નહી એટલે ટુક સમય મા મને અહી થી કાઢવા માટે યુધ્ધ નો શંખ ફુકવાના જ એટલે એનો સામનો કરવા મારે તૈયાર રહેવુ જ પડશે હુ પણ ખટપટીયોદેવ મારી ખટપટ થી એ લોકો ને બતાવી દઇશ અને અહી આવ્યા પછી મારા મન ને શાન્તી થઇ કેમ કે અહી તમામ લોકો મારા માટે કામના છે અને આ લોકો ને દેવો પર કેટલી બધી દાઝ હશે કે વરસો થી દેવો દુખ દઇ રહ્યા છે અને હુ આ લોકો ને આવી અધોગતી માથી બહાર કાઢીશ એટલે આ બધા મારી તરફેણ મા જ હશે ને...?આવો મફત નો મોકો મને બિજીવાર કયાર મળશે આવો વિચાર કરી ને તરત જ યમરાજ ને હુકમ કર્યો કે આ તમામ નરક મા હેરાન થતા મારા મૃત્યુલોક ના બંધુ ઓ ને આજે ને આજે બહાર કાઢો ને નવડાવી ધોવડાવી ડાઢીયુ કરાવી ને નવા નકોર દેવતાઇ વાઘા ધારણ કરાવી ને મારા દરબાર મા હાજર કરો...યમરાજ કહે મહારાજ હુ તમારી વાત ને ઠુકરાવતો નથી પણ આપ અન્યાય કરી રહ્યા છો આ લોકો ના ચોપડા ની તમે તપાસ કરો આ લોકોએ ઘોર પાપ કર્યા છે આ લોકો ને બહાર કાઢવા એ નિતી વિરૂધ્ધ નુ પગલુ છે..ખટપટીયો કહે કે તમે ડહાપણ વઘારોં મા હુ કહુ તેમ કરો અને તમે પણ જાણો છો કે સ્વર્ગ ના કાયદા મા સુધારો વધારો કરવો એ ઇન્દ્રના હાથ મા હોય છે એટલે હુ કહુ એનો અત્યારે ને અત્યારે જ અમલ થવો જોઇએ અને હા તમે કાયદા ની વાત કરો છો તો જયારે તમે મને સ્વર્ગ મા લઇ જતા હતા ત્યારે મે જ તમને કહ્યુ હતુ કે મને સ્વર્ગ મા લઇ જવો એ સ્વર્ગ ના કાયદા વિરૂધ્ધ છે તે'દી તો તમે મને કહ્યુ હતુ કે ઇન્દ્ર નો હુકમ છે આવુ કહી ને સાનોમાનો કરી દિધો હતો અને આજ તમે કાયદા ની વાતુ કરો છો..કાયદા ની વાતુ જવાદો ને મારા હુકમ નો અમલ કરો.આવુ સાંભળી ને આપણા નરક ભોગવી રહેલા મહાનુભાવો રાજી રાજી થઇ ગયા ને ઠકડા મારવા મંડીયા અને નરક આખુ ઇન્દ્ર દેવ ના જયજયકાર થી ગુંજી ઉઠીયુ...આપણા નવા ઇન્દ્રદેવ કહે કે હવે તમારે કોઇ થી ડરવા ની જરૂર નથી હુ આવી ગયો છુ તમારા ઉધ્ધાર માટે હમાણા જ તમને નરકમાથી મુક્તિ મળશે ને સ્વર્ગ મા નિવાસ મળશે અને ઘણાખરા ને દેવલોક ના મંત્રીમંડળમા સ્થાન પણ મળશે તમામ જુનાજુના ને કાઢી નાખવાના છે ને નવાનવાની નિમ્ણુક કરવાની છે હવે એ બધા ની મતી ની સાવ ધિમીગતી થઇ ગઇ છે એટલે બધાને સુટ્ટા કરી દેવા છે એને હવે આરામ કરવાનો મોકો આપીદેવો છે,...યમરાજ ની સામે જોઇ ને કહે છે કે યમરાજ મારા ગયા પછી તરતજ આ તમામ લોકોને બહાર કાઢી ને મે કહ્યુ એ પ્રમાણે તૈયાર કરી ને મોકલી દેજો...હા....હવે જરાય હેરાન ન કરશો નક્કર ખબર છે ને....?મજા નહી આવે 
                       આટલુ કહીને ઇન્દ્રદેવ ઐરાવત લઇ ને પદડુક...પદડુક...કરતા જતા રહ્યા..આ બાજુ યમરાજ લમણે હાથ દઇને વિચાર બેઠા પણ ત્યા તો જે ખટપટીયા ના મૃત્યુ લોકમાથી જ ભાઇબંધો હતા એ ઉતાવળા થવા મંડીયા ને યમરાજ ની સામે જોઇ ને કહે કે એય જમરાજભાઇ હવે વિચાર પછી કરજો એમારા થી આ ઉકળતા તેલમા રે'વાતુ નથી અમને જલદી બહાર કાઢો વાર લાગશે તો ઇન્દ્ર મા'રાજ પાછા આવશે તો પાછુ તોફાન થાહે અમને ખબર છે અમે તો એના જુના ભાઇબંધ છિયે મગજ ના બહુ તપીગયેલા જ રહે છે સિધ્ધો ઘા જ કરી લેય છે તો શુ કામ હાથે કરીને ને આબરૂ ના કાકરા કરવા જોઇએ તમેતો બહુ સમજુ માણસ છવો.યમરાજ વિચારી રહ્યા છે કે હવે વિચાર કરવાથી કઇજ લાભ થવાનો ન હતો આતો ઇન્દ્રનો હુકમ વિલંબ તો કરાય નહી એટલે જે પ્રમાણે કહ્યુ એ પ્રમાણે તૈયાર કરી ને મોકલી આપ્યા 
                          સ્વર્ગ ના દરવાજે તો આવનાર મેમાનો નુ સ્વાગત કરવા માટે ઢોલ નગારા ને શરણાયુ ના સુર ની જમાવટ કરવા આપણા નવાઇન્દ્રદેવ તૈયારી કરી ને ઉભા છે મહેનયમાનો આવ્યા એટલે ઢોલ નગરા ને શરણાય ના સુર થી સ્વર્ગ શુભસુર થી નિતરતુ થઇ ગયુ છે અને વાજતે ગાજતે મહેમાનો ને સ્વર્ગ મા પ્રવેશ કરાવે છે ને રાજભવન મા સોના રૂપા ના સિહાસનો પર દરેક મહેમાનો ને માન થી બસાડે છે પછી ઇન્દ્ર દેવ ગળગળા સ્વરે કહે છે કે મારા મૃત્યુલોક ના મોઘામુલા રત્નો ની આવી કપરી દશા જોઇ ને મને બહુ દુખ થયુ અને મને અહી આવ્વા મા બહુ જ મોડુ થયુ એ માટે હુ આપ સૌની માફી માંગુ છુ મને માફ કરો મારા પ્રિયજનો પણ હવે મુજાવાનુ નથી હવે હુ આવી ગયો છુ હવે દુખ ના દહાડા ગયા ને સુખનો સુરજ ઉગ્યો અને હા એ આપણી પરફેણ કરનારા આ પ્રતાપી દેવતાઇ લોકો નો આ બધો પ્રતાપ છે દેવોનેય ચડે એટલા ફુલ ચડાવી દિધા આપણા ખટપટીયા દેવે.ત્યા જ સેવકે આવી ને કહ્યુ કે મહારાની જૈં હો જમવા પધારો સૌ ડાયરો જમવા ઉભો થયો ને ઇન્દ્ર દેવે સૌ મહેમાનો ને મારા સમ ને તારા સમ દઇ દઇ ને ભવથી જમાડીયા પછી સૌ પાછા રાજસભા મા ગોઠવાયા અને સ્વર્ગ ની અધોગતી વિષે વાતુ કરી ને વિશેષ મા ઇન્દ્રદેવે કહ્યુ કે હવે આપણા હાથ મા સ્વર્ગ નુ રાજ આવ્યુ છે તો આપણે મૃત્યુ લોક જેવી સુવિધા કરવી છે મે આ લોકો ને વચન આપ્યુ છે કે હુ તમારા સ્વર્ગ ને મૃત્યુ લોક જેવુ બનાવી દઇશુ એમા હવેતો તમે બધા આવી ગયા એટલે પછી શુ ઘટે સ્વર્ગ ને મૃત્યુ લોક કરતાય બહેતર બનાવિશુ બરાબર ને..દેવો તો બધા રાજી થઇ ગયા કે હવે આપણા ભાગ્ય જાગી ગયા''...ઇન્દ્રદેવ કહે તો સાંભળો તમારા અમારા આ બધા મહેમાનો ને એ જે કહે તેવી મદદ કરવા ની છે તમે બધા તૈયાર છો ને...ત્યા તો આખો સભાખંડ હા...હા...ના નારા સાથે ગુંજી ઉઠીયો ઇન્દ્રદેવ ને નિરાંત થઇ ને પછી બોલ્યા કે હવે તમે પોત પોતાના નિવાસસ્થાને પધારો આ આપણા મહેમાનો થાકી ગયા