કેદાર કંઠા ટ્રેકિંગ કેમ્પ દિવસ 2 Ashok Beladiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કેદાર કંઠા ટ્રેકિંગ કેમ્પ દિવસ 2

કેદારકંઠા ટ્રેકિંગ કેમ્પ 
દિવસ  2.....28/12/17
    દિવસ પહેલા થી આગળ.......
                સવારે 6.15 થયા હશે ને રજની અમને જગાડવા આવિયા તેના કહેવા અનુસાર દેહરાદૂન આવી ગયું હતું....પણ અમે હજી સરખા નરખા થઈએ ત્યાં તો સ્ટેશન આવી ગયું...સારું હતું કે તે છેલ્લું સ્ટેશન હતું માટે શાંતિ થી સામાન ઉતારીયા..અને પ્લેટ ફોમ પર એક જગ્યાએ ભેગા થઈ ને રેલ્વે સ્ટેશનની બહાર નિકળિયા...સવારના 6.30 થાય હશે...હવે અમારે આગળની મુસાફરી બસમાં કરવાની હતી અને જવાનું હતું મસૂરી...  ત્યાં અમારું  કેમ્પ માટે રિપોટીંગ કરવાનું હતું ...રિપોટીંગ કરિયા બાદ અમને આપવામાં આવેલ રૂમમાં સામાન મૂકીને નાસ્તો ત્યાર હોવાથી અમે નાસ્તો લીધો ...મેગી અને સેવૈયા નું દૂધ તથા ચા હતી...સારો હતો નાસ્તો...અને ત્યાર બાદ થોડો સમય રિલેક્સ માટે આપીયો હતો તો તેમાં અમારી ટીમ મસૂરી લોકલ સીન માટે મસૂરી પહોંચી સવારે 10.30 આજુબાજુ...આમ પણ જવું પડે તેમ હતું કારણ બે હતા એક કે અમુક મિત્રોના  જરૂરી કાગળોની પ્રિન્ટ કઢાવી પડે તેમ હતી....અને બીજું કારણ   ટ્રેકિંગ માટે જે મિત્રોને ઘટતો હતો તે સામાન  તે લેવાનો હતો...આમ તેમ જોતા જોતા માર્કેટમાં ફરિયા .....અને ત્યાર બાદ જમવા માટે ગુજરાતના રાજકોટવાળાની હોટેલમાં જમવા ગયા...આમ તો અમારે રિપોટીંગ કેમ્પ પર બપોર નું જમવાનું હતું પણ મસૂરી થી જમવા માટે 20 કિમી અંતર કાપીને આવવું જરૂરી ન લાગતા અમે ત્યાં  ગુજરાતી હોટેલમાં જમીયા ...ખૂબ સરસ જમવાનું બનાવેલ..ખરેખર ગુજરાતના લોકો અને તેની રસોઈ બધા કરતા અલગ જ હોય..ત્યાં થોડી વાર આરામ કરિયા બાદ અમે એક સાઈડ સીન જોવા ગયા જે થોડિક  ઉંચાઈ પર હોવાથી સમય સારો એવો ગયો...અને મસૂરીમાં અત્યારે ફૂડ ફેસ્ટિવલ ચાલતો હોવાથી પણ અમે થોડો વધારે સમય લીધો...પણ અમારે સાંજે  7 વાગે રિપોટીંગ કેમ્પ પર ફરજીયાત પોહચવા નું હતું...અંતે ટેક્સી સ્ટેન્ડ પર પહોંચીયા અને ટેક્સીવાળા ને આવા કહેતા તેને 500 રૂપિયા ભાડું કીધું...20 કિમિ નું આટલું બધુ ભાડું થોડું ન અપાય તેમ વિચારી ને અમે અંતે  પગપાળા  ચાલવા લાગીયા ...આમ પણ અમે સાચા હતા કારણ કે આવતી વખતે એક વ્યક્તિદીઠ 15 રૂપિયા જ આપીયા હતા..પણ પછી ચાલતા ચાલતા 2 કિમિ ઉપર જેવું ચાલીયા પછી કોઈ વાહન ન મળતા એમ થયું કે 500 આપી દીધા હોત તો સારું થાત પણ આપણે ગુજરાતી ભાવ કરાવીયા વગર કેમ ચાલે....અંતે 2 કિમિ  ચાલીયા બાદ એક છોટા હાથી ( મીની ટેમ્પો શાકભાજીનો ) વાળા ભાઈને અમારી કદાચ દયા આવી હશે તે ઉભો રાખીયો...અને અમે કાંઈ પણ પુછીયા વગર બેસી જ ગયા...બેઠા બેઠા વિચાર કરિયાઓ કે કાલે પ્લેન માં હતા રાત્રે ટ્રેન માં હતા ..સવારે ટેક્સીમાં હતા અને અત્યારે ટેમ્પામાં ....પણ તોઇ આનંદ હતો ...એ નથી ખબર કે કેનો હતો?....થાકનો હતો? કે રાત્રે કોઈ પણ વાહન મળવાનો હતો? પણ આનંદ તો હતો...ટેમ્પામાં પણ મજા આવતી હતી ....ઠંડો પવન પણ સારો હતો કારણકે તાપમાન 7 ડિગ્રી જેવું હતું...ઠંડી પણ સારી એવી લાગતી હતી....અંતે અમે રિપોટીંગ કેમ્પ પર પોહચિયા અને પેલા ટેમ્પા વાળા ભાઈ 120 કીધા અમે હસ્તે  મોંએ આપીયા...અને કેમ્પ જઇને જે લોકોના આઈડી પુફ જમા કરાવવાના હતા તે જમા કરાવી ને અમારી રૂમ નંબર 202માં ગયા અને થોડી વાર માટે મજાક મસ્તી કરી ત્યાં જમવાનું કહેવા માં આવતા અમે લોકો જમવા ગયા પણ આખા દિવસમાં કંઈને કઇ ખાવા થી જમવાની બહુ ઈચ્છા ન હતી પણ...છતાં દરેક મિત્રો ડાઇનિંગ હોલમાં ભેગા થયા ... અમુક મિત્રોએ જમવાનું  લીધું અને અમૂકે માત્ર ખીર હતી તે લીધી...જમવાનું પૂરું કરી ને અમારી મિટિંગ હતી જે અમારા  રિપોટીંગ લીડરે લિધીને કાલ માટેની અને કેમ્પ માટે ની જરૂરી સૂચનો આપી તથા  શિસ્ત અને  સાવધાની માટેના સૂચનો કરિયા ટ્રેક ની ગંભીરતા પણ સમજાવી...અમારી ટીમનું નામ આપવામાં આવ્યુ KK 14 ...અને તેમાં અમે કુલ 47 મેમ્બરો હતા ...સુરતના અમે 11 તેમજ અમુક મિત્રો ગુજરાતના અલગ અલગ વિસ્તારના પણ હતા તે ઉપરાંત ભારતના અલગ અલગ રાજ્યના પણ હતા...જેમાં કોઈ પહેલી વાર ટ્રેકિંગ કરતું હતું અને કોઈ જુના પણ હતા...અંતે અમે દરેકે બધાની વચ્ચે એક પછી એકે ઉભા થઇ ને પોતાના નામ, રહેઠાણ, વ્યવસાય, શોખ અને ટ્રેકિંગ વિષે જાણકારી આપી...અને ત્યાર બાદ દરેક મિત્રો પોતાની રૂમમાં ગયા ...થોડી વાર બાદ બોનવિટા આપવામાં આવ્યુ ...ટ્રેકિંગ માટે જમવા કરતા મહત્વનું છે લિકવિડ જેટલું લેવામાં આવે તે સારું ગણવામાં આવે છે..માટે બોનવિટા ની વ્યવસ્થા આપવામાં આવી હતી...  કાલે સવારે વહેલા  સવારે 4.30 કલાકે જાગીને ત્યાર થઇ નાસ્તો કરીને  6.00 વાગે પેક લંચ સાથે અને સામન સાથે બેઝ કેમ્પ પોહચવા નું હોવાથી અમુક મિત્રોએ નક્કી કરીયું કે સવારે એવી ઠંડીમાં નાહવું તેના કરતાં તો અત્યારે નાહવું સારું...અત્યારેય ઠંડી તો ખૂબ હતી જ પણ સવાર કરતા ઓછી હશે તેવું માનીને અત્યારે નહાવાનું નક્કી કરીયું...એમાં હું પણ હતો....બેઝ કેમ્પ અહીં થી 190 કિમિ દૂર હોવાથી વહેલા નીકળવાનું નક્કી કરવામાં આવ્યુ હતુ અને તેમ છતાં અમે કાલે સાંજે 6 કે 7 વાગ્યે પહોંચી છું એવું કહેવામાં આવ્યુ હતુ...પહાડી વિસ્તાર હોવાથી કદાચ સમય જાય પણ ખરો....અંતે મજાક કરતા કરતા બધા જ સુઈ ગયા છે અને હું એકલો આજના દિવસની વાત ટાઈપ કરતો હતો....મને થયું ચાલો આજે મિત્રો સાથે આજની આખા દિવસની વાત શેર કરું....આમ પણ કાલથી કદાચ મોબાઈલ નેટવર્ક નહીં આવે તેવો વિસ્તારમાં જવાના છીએ...અને આજે તો લાઈટ પણ છે માટે મોબાઈલ અને પવાર બેન્ક ચાર્જ થાય તેટલી કરી લઈએ છીએ ....પણ પછી થી નહીં લાઈટ હોય કે નહીં મોબાઈલ નેટવર્ક મળશે....આજના દિવસની વાત અહીં પૂરી થઈ પછી સમય મળશે તો બીજા દિવસનો અનુભવ લખીશ....અને ફોટા પણ મુકેલા છે અમુક અમુક ....સારું તો  દરેક મિત્રોને   મારા અને KK 14 ટીમના  વંદે માતરમ....