૨૨ સિંગલ -૨૫ Shah Jay દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

૨૨ સિંગલ -૨૫

૨૨ સિંગલ

ભાગ – ૨૫

૨૨ સિંગલ એ એપીસોડીક હાસ્યકથા છે. જે ૨૨ વર્ષના હર્ષ નામના એક છોકરાને કેન્દ્રસ્થાને લઈને લખાયેલી છે. હર્ષ એન્જીનીયરીંગ કરીને ઘર થી દુર બીજા શહેરમાં એકલો રહીને જોબ કરે છે. એનું અલમસ્ત શરીર અને છોકરી સાથે વાત કરવાની અણઆવડત ને કારણે હજી સુધી સિંગલ છે. મિંગલ થવાના બહુ પ્રયત્ન કરે છે. પણ નસીબ જ વાંકું પડે છે. મિંગલ થવાના એના દરેક પ્રયત્નો વાંચક નુખ પર સ્મિત લાવી દે એવા હોય છે. અક્ષત અને અનુ એના મિત્રો છે અને એ બંને છેલ્લા પાંચ વર્ષથી રીલેશનશીપ માં છે.

વાંચકમિત્રો, તમે ૨૪ ભાગ ના વાંચ્યા હોય અને આજે સીધો ૨૫ મો ભાગ વાંચો છતા તમને સ્ટોરીમાં સમજાય એ પ્રયત્ન કર્યો છે. તો વાંચો આ ‘૨૨ સિંગલ’ ના ૨૫ માં ભાગમાં હર્ષનું એક નવું કાંડ.......

“અરે,ક્યાં બાત હૈ. આજે મારો છોકરો બહુ જલ્દી ઉઠી ગયો? સુ સુ લાગ્યું? કે પછી પથારી જ બગાડી?” મમ્મી એ સવાર ના સાત વાગ્યામાં જ હર્ષને ઉઠેલો જોઇને મશ્કરી કરતા પૂછ્યું.

હર્ષ : “જાવ ને યાર, કઈ કર્યું નથી. પણ હવે કરવાનો છું. આજથી દરરોજ સવારે જોગીંગ કરવા જઈશ. થોડું બોડી ઉતારવું છે.”

મમ્મી : “તો જીમ માં જા ને. ત્યાં છોકરીઓ પણ આવતી હોય છે. કોઈક કદાચ તારા ફેમિલી પેક જોઇને તારા પર મોહી પડે.”

હર્ષ : “સવાર સવાર તમે તો શરૂ થઇ ગયા. મારી મશ્કરી ના કરો કોઈ દિવસ મસ્ત છોકરી લાવીને તમારી વહુ બનાવી દઈશ ને પછી તમે તમારા છોકરા માટે લડજો એની સાથે.”

મમ્મી : “ઓ ખ્વાબોના રાજા, તમે પથારીમાંથી ઉઠી ગયા છો. સપના ના જુઓ. હું તારા માટે તારી વહુ સાથે લડુ એવો વખત જ નહી આવે. એને તો હું મારી દીકરી બનાવીને રાખીશ.”

એટલી વારમાં હર્ષના ફોન ની રીંગ વાગી.

મમ્મી : “જા ફોન ઉઠાવ. અક્ષત જ હશે આ સમયે તો ગુડ મોર્નિંગ ની ગાળ દેવા. બાકી હજી ક્યાં મારા નસીબ કે વહુરાણી નો સાદ સવાર માં સંભળાય.”

હર્ષ ગુસ્સાભરી નજરે જોતા ફોન ઉઠાવ્યો. સામે છેડે અક્ષત જ હતો.

અક્ષત : “ઉઠી ગયો?”

હર્ષ : “હા બસ હમણાં જ. બોલ, તારે શું છે સવાર સવારમાં?”

અક્ષત : “જલ્દી બાઈક લઈને મારા ઘરે આવ. મારી બાઈક માંથી રાતે કોઈ પેટ્રોલ કાઢી ગયું લાગે છે. અને મારે ઓફિસે જવાનું પણ મોડું થાય છે.”

હર્ષ : “હું હજી ઉઠ્યો જ છું. તું મારા ઘરે આવીને બાઈક લઇ જા. મારે આજે એમ પણ કઈ કામ નથી.”

અક્ષત : “પણ હજી મારે ચા-નાસ્તો કરવાનો બાકી છે. ત્યાં સુધીમાં તું ઘરે આવી જઈશ.”

હર્ષ : “મારા ઘરે ચા પી લેજે. એમ પણ તને મારા મમ્મી ની હાથની ચા બહુ ભાવે છે. સાથે બાઈક પણ લેતો જજે.”

અક્ષત : “ત્રાસ છે સાલા તારો તો. સારું ચલ આવ છું. આંટીને કહી દેજે ચા તૈયાર રાખે.”

હર્ષ : “હા, તારી આન્ટી બાજુ માં ઉભી ઉભી બધું સાંભળે જ છે. આવી જા તું.”

ફોન મુકીને હર્ષ બ્રશ કરીને ટોઇલેટમાં ભરાયો ત્યાં અક્ષત ફોર્મલ કપડામાં આવી પહોચ્યો.

અક્ષત : “જયશ્રીકૃષ્ણ આન્ટી.”

હર્ષ : “બહુ ભક્ત ના બન. તારા મોં પર ભગવાન નું નામ નથી શોભતું.”

મમ્મી : “લે અક્ષત આ ચા અને તારા ભાવતા બિસ્કીટ. બધા બિસ્કીટ ખાઈ જજે અને વધે તો કંપની પર લઇ જજે. આજથી હર્ષે ફાસ્ટફૂડ નહી ખાવાનો નિર્ણય કર્યો છે.”

અક્ષત : “શું વાત કરો છો આન્ટી, તો તો અડધા લારી વાળા ભૂખે મરશે અને પેલી બાજુની હિમાલય બેકરી તો બંધ જ થઇ જશે.”

હર્ષ : “ભાઈ, બોલી લે. પણ મારા જેવી બોડી બનાવીને બતાવે તો તને માનું.”

અક્ષત : “ચલ ચલ હવે, બોડી વધારવાનું સરળ છે, પણ ઘટાડવામાં જ આંટા આવી જાય. તું મારી જેવી બોડી બનાવીને બતાવ.”

મમ્મી : “અક્ષત, એ તો હર્ષ આમ ચપટી માં કરી દે.”

અક્ષત : “કેવી રીતે આન્ટી?”

મમ્મી : “જો ને, હમણાં એનું Xender ચાલુ કરશે અને એની અડધી ચરબી તને આપી દેશે.”

અક્ષત (હસતા હસતા) : “સાચી વાત આન્ટી, થોડી અનુને પણ આપી દઈશ.”

હર્ષ : “ચલ ઠુંસી લીધું હોય તો આ મૂકી બાઈક ની ચાવી. પેટ્રોલ ચેક કરી લેજે.”

અક્ષત : “તું મુકવા નથી આવતો? “

હર્ષ : “ના, હું જોગીંગ કરવા જાવ છું. તું સાંજે બાઈક ઘરે મૂકી જજે.”

અક્ષત : “શું બોલ્યો? તું અને જોગીંગ? જો જો ને આન્ટી પેલા સૌરાષ્ટ્રના ગાંઠિયા ઝાપટીને આવશે.”

હર્ષ : “ઓ ડાહપણ, જતી હોય તો જા ને. નહી તો આ બાઈક ની ચાવી લઈને હું જતો રહીશ પછી જજે રીક્ષા માં કંપની.”

મમ્મી : “તું ચિંતાના કર અક્ષત, બાઈક ની બીજી ચાવી છે ઘરે.”

હર્ષ : “યાર મમ્મી તમે અક્ષતનો જ પક્ષ દર વખતે કેમ લો છો? મારા મમ્મી છો કે એના?”

મમ્મી : “મમ્મી તો તારી જ છું બસ આ તો તારી સાથે બે ઘડી ગમ્મત. તને હસાવવો પડે ને.”

અક્ષત : “ના આન્ટી, આ સવારે મોડા સુધી સુઈ રહે ને એમાં જ ભલાઈ છે. નહી તો સવારે અડધી પૃથ્વી નો ઓક્સીજન આ જ ખેંચી લેશે.”

હર્ષ : “હેરાન કરવાનું પૂરું થયું હોય તો બહાર નીકળ હવે. પછી મોડું થશે તો પણ મારો જ વાંક કાઢશે.”

મમ્મી : “શું કરે બેટા, જ્યાં સુધી તને હેરાન ના કરું ને ત્યાં સુધી મને ગમતું નથી.આમ કઈ ખૂટતું હોય ને એવું લાગે.”

અક્ષત : “બસ આન્ટી મને પણ એવું જ, જાડ્યા ને હેરાન તો કરવો જ પડે. ખબર આન્ટી, હર્ષ ગુસ્સો કરે ને ત્યારે એનું મોઢું ‘મદનિયા’ જેવું લાગે.”

મમ્મી : “ચલ ભાગ તું, હર્ષને મદનિયું કહીને મને ‘હાથણી’ સમજે છે પાછો.”

અક્ષત : “હા બસ નિકળ્યો, પણ હર્ષ કોઈ મસ્ત સ્પ્રે હોય તો આપ ને.”

હર્ષ : “અબે આટલી ઠંડી માં સ્પ્રે ની શી જરૂર પડી તને?”

અક્ષત : “યાર, આજે એક નવી છોકરી આવવાની છે. ઇમ્પ્રેશન તો પડવી પડશે ને!!!”

હર્ષ : “સાલું અમારા ડીપાર્ટમેન્ટ માં તો બજરંગ દળ જ. છોકરી જોવા જવું હોય તો એડમીન માં જવું પડે.”

મમ્મી : “હા અને આટલી મોટી ફાંદ લઇ જતા તો તને શરમ લાગતી હશે.”

હર્ષ : “ના, કામ હોય તો જાવ જ. પણ હવે નથી જતો.”

મમ્મી(મઝાકમાં) : “કેમ? તને જોઇને હસી પડી હતી કે શું?”

હર્ષ : “શું મમ્મી બધામાં મઝાક. એ તો થોડીક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઇ ગઈ હતી.”

અક્ષત : “તું બોલ શું થયું હતું એ. અમે નક્કી કરીશું કે એ શું હતું?”

હર્ષ : “અરે કઈ નહી, હું પ્લાન્ટમાંથી મેનેજર નો ફોન આવ્યો કે એડમીન માં આવ. એટલે હું ત્યાં ગયો. પ્લાન્ટમાંથી સીધો જ ગયો હતો એટલે બહુ જ જોરથી બાથરૂમ લાગી હતી. એટલે હું એડમીન માં જઈને સીધો બાથરૂમમાં ભરાયો.”

મમ્મી : “પણ એમાં તારી બાથરૂમ વચ્ચે ક્યાંથી આવી?”

હર્ષ : “હું ભૂલથી લેડીઝ ટોયલેટ માં જતો રહ્યો હતો. અને પેલી છોકરી અંદર જ હતી.”

મમ્મી : “શું? મેં તને આવા દિવસો જોવા માટે મોટો કર્યો છે?”

હર્ષ : “બસ મમ્મી, ફિલ્મી ડાયલોગ નહી. ભૂલ માં જ ગયો હતો. એક તો અમારા પ્લાન્ટમાં અમે બધા બજરંગ દળ જ હોઈએ એટલે કોઈ લેડીઝ ટોયલેટ છે જ નહી. માત્ર એડમીન માં જ લેડીઝ છે એટલે ત્યાં લેડીઝ ટોયલેટ છે. બાથરૂમ બહુ લાગી હતી એટલે ધ્યાન માં ના રહ્યું અને સીધો અંદર ભરાઈ ગયો.”

અક્ષત : “કઈ જોવા મળ્યું કે પછી?”

હર્ષ : “શું તંબુરો? એ તો ઉભી ઉભી વોશબેસીન માં હાથ ધોતી હતી. મારી સામે જોઇને હસી પણ કઈ બોલી નહી. મને એટલુ બધું પ્રેસર હતું કે હું તો ત્યાં જ અંદર પતાવી આવ્યો.”

મમ્મી : “જોયું. ખબર હોવા છતાં લેડીઝ ટોયલેટમાં જઈ આવ્યો. શું કહેવું અક્ષત મારે આને? તમે લોકો એ કઈ શીખવાડ્યું નથી. સાંજે તું અને અનુ ઘરે જમવા આવજો. મારે થોડી વાત કરવી છે.”

હર્ષ : “શું?”

મમ્મી : “ એ સાંજે કરીશ. તું હજી ઉભો શું છે, જોગીંગ કરવા જા ને. અને આવે ત્યારે ગાંઠિયા લેતો આવજે. મારે ખાવા છે.”

હર્ષ : “સારું મમ્મી, બાય.”


સાંજે હર્ષની મમ્મી ના કહેવા પ્રમાણે અક્ષત અને અનુ હર્ષ ના ઘરે જમવા આવ્યા. બધા જમવા બેઠા અને હર્ષની મમ્મી એ મુદ્દાની વાત છેડી.

મમ્મી : “હર્ષ, કોઈ છોકરીને ઘરે લાવવી હોય તો તું પગભર હોવો જોઈએ. તારી આટલી સેલેરીમાંથી કઈ ના થાય.”

હર્ષ : “મારી પાસે છે.”

મમ્મી : “બેટા, ૧૦-૧૫ હજાર રૂપિયાથી કઈ ના થાય.”

હર્ષ : “પણ એંસી હજાર જેટલા હોય તો?”

મમ્મી, અનુ અને અક્ષત હાથમાં લીધેલો કોળીયો છોડીને હર્ષ સામે જોયું.

મમ્મી : “કેટલા બોલ્યો?”

હર્ષ : “કઈ નહી મમ્મી, આ અતો બસ જે મન માં આવ્યો એ ફિગર બોલી ગયો.”

મમ્મી એ સ્ટ્રોંગ લુક આપ્યો એટલે હર્ષની જીબ થથરવા લાગી.

હર્ષ : “મમ્મી, કોઈ ખોટી રીતે નથી કમાયો.મારા જ બચાવેલા પૈસા છે.”

મમ્મી : “હર્ષ, આજ દિન સુધી મેં કે તારા પપ્પા એ કોઈ દિવસ તારી પાસેથી હિસાબ નથી માંગ્યો. તું કેટલા રૂપિયા, ક્યાં, કોની પાછળ ખર્ચે છે એ અમે નથી પૂછ્યું. આજે હું પૂછવા માંગું છું.”

હર્ષ : “મમ્મી, શાંત થાવ. તમ નાહકની ચિંતા કરો છો. હું મારી સેલેરીમાંથી દર મહીને ૩૦૦૦ રૂપિયા અલગ એક એકાઉન્ટ માં જમા કરવ છું. એના જ અત્યારે ૮૦ હજાર ની આસપાસ છે.”

મમ્મી : “કઈ બેંકમાં? મને તો કઈ ખબર નથી.”

અક્ષત : “અમને પણ નથી ખબર.”

હર્ષ : “પેટીએમ માં જ છે. ઓનલાઈન પૈસા હું ટ્રાન્સફર કરી દેતો.”

મમ્મી : “કોના નામ થી?”

હર્ષ (મનમાં બોલતો હોય એમ ધીરેથી) : “મારી ફ્યુચર જીવનસાથી માટે.”

મમ્મી : “હે ભગવાન, હજી છોકરી નથી આવી. ત્યાં તો એના નામે ભલભલું કરી નાખ્યું તે તો. મને તો હવે ચિંતા થાય છે કે તારી બૈરી આવ્યા પછી મારી તો કોઈ વેલ્યુ જ નહી રહે.”

અક્ષત : “સાચી વાત આન્ટી, અત્યાર થી જ આ આવું કરે છે તો લગ્ન પછી તો તમારે અમારી સાથે જ રહેવા આવી જવું પડશે.”

અનુ : “હર્ષ, તું ઉપવાસ પણ કરે છે?”

હર્ષ (અચાનક પૂછેલા સવાલથી ગભરાઈને) : “ના, ના, તને કોને કીધું?”

મમ્મી : “સાચું બોલ તો હર્ષ!!!”

હર્ષ : “હા એટલે કરતો હતો.”

અનુ : “શું?”

હર્ષ : “અગિયાર સોમવાર કર્યા.”

અનુ : “અને કરવાચોથ પણ કરી એ કોણ કહેશે.”

હર્ષ : “તને કેવી રીતે ખબર?”

અનુ : “મને ખબર છે.”

મમ્મી : “બાપ રે, તને તો છોકરી નું જબરું ભૂત વળગ્યું છે. ભાઈ, મળશે તને છોકરી. શાંતિ રાખ. હજી સારી રીતે સેટલ થઇ જા, પછી ધામધુમથી તારા લગ્ન કરાવીશું.”

અનુ : “સોમવાર છોકરી સારો વર મળે એટલે કરે એવું સાંભળ્યું છે. આજે હર્ષ કૈક નવું જ લાવ્યો.”

મમ્મી : “હા બેટા, મારે કોખે એવો પુત્ર જન્મ્યો છે જે સ્ત્રી સશક્તીકરણ સાથે પુરૂષ સશક્તિકરણ માં પણ માને છે. પુરૂષો જે કરે એ આજે સ્ત્રીઓ કરે છે એમ જે માત્ર સ્ત્રીઓ કરે છે એ પુરૂષ પણ કરી શકે એવું હર્ષ સાબિત કરવા માંગે છે.”

અક્ષત (હસતા હસતા) : “મને તો શંકા છે કે લગ્ન પછી હર્ષ એની પત્ની ને કહેશે કે તું રહેવા દે છોકરા ને જન્મ તો હું જ આપીશ. તું એકલી શું કામ દર્દ સહન કરે.”

અનુ : “અક્ષત, હર્ષ ની મઝાક ના ઉડાવ. એની કોઈ ગર્લફ્રેન્ડ નથી છતા એ કેટલું વિચારે છે. અત્યારથી એને પૈસા પણ ઇન્વેસ્ટ કરવા માંડ્યા. તારી ગર્લફ્રેન્ડ તો સામે બેઠી છે છતા તે હજી સુધી કઈ નથી કર્યું.”

અક્ષત : “હા તો, દર અઠવાડિયે તને અલગ અલગ જમવા લઇ જાવ, વર્ષમાં ચાર-પાંચ ગીફ્ટ આપુ, રીચાર્જ કરાવ, એમાં જ બધા પૈસા ઉડી જાય છે. હર્ષના તો આ બધા બચે છે એટલે.”

અનુ : “અલા પણ હર્ષ, તને સોમવાર કરવાનું કીધું કોણે?”

અક્ષત : “મહેરબાની કરીને કોઈ બાબા માં ફરી નથી પડ્યો ને?”

હર્ષ : “ના, મેં એક બુકમાં વાંચ્યું.”

અક્ષત : “બરાબર, હવે તને પણ કોઈ સારો મુરતિયો જ મળશે. અગિયાર સોમવાર કરે એ કોઈ દિવસ ખાલી ના જાય.”

હર્ષ (ઉશ્કેરાટમાં) : “એ પણ ચાલશે....”

અક્ષત (આ સાંભળીને જ હર્ષની બાજુમાંથી જ ઉભો થઇ જતા) : “આન્ટી, આ તો હાથમાંથી ગયો. આનો તો ટેસ્ટ જ બદલાઈ ગયો. ગવર્મેન્ટની ૩૭૭ મી કલમ નો ઉપયોગ આ પાક્કું કરશે.”

મમ્મી : “મારે તો હસવું કે રડવું એ જ સમજ નથી પડતી. હર્ષ મેં તને આવો નહોતો ધાર્યો.”

અક્ષત : “આન્ટી તમે મને જમવાનું પેક કરી આપો. હું ઘરે જઈને જમી લઈશ. આની બાજુમાં હવે ના બેસાય. મને કઈ કરી મુકે તો.”

હર્ષ : “જા ને તને જોઇને ગાળ દેવા સિવાય કઈ કરવાની ઈચ્છા પણ ના થાય. મારા મમ્મી ના હાથ નું ખાઈને એમના જ છોકરા વિષે આવું બોલે.”

અક્ષત : “પણ તને આવું કરતા શરમ ના આવી?”

હર્ષ : “મેં એવું કઈ કર્યું જ નથી. તું ચાલવા માંડ ઘર ની બહાર. નહી તો હમણાં તારા મમ્મી ને ફોન કરીને તારા અને અનુ વિશે બધું કહી દઉં છું. જો પછી ઘરે તારી શું હાલત થાય છે.”

અનુ : “હા, હર્ષ કહી દે. એનામાં હિમ્મત જ નથી.”

અક્ષત : “ભાઈ સાષ્ટાંગ પ્રણામ કરું. ભૂલ થઇ ગઈ. આજ પછી તને હેરાન નહી કરું.”

હર્ષ (હાથ ઉંચો કરીને આશીર્વાદ આપતો હોય એ રીતે): “અનુ ભવ.”

અનુ અને હર્ષના મમ્મી આ બંનેના નાટક જોઇને ખડખડાટ હસતા રહ્યા.