નહીં ભુલાય.... Savan M Dankhara દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નહીં ભુલાય....

આ એક લવ સ્ટોરી નથી પણ આજ કાલ માં ભારત નું યુવાધન અલગ દિશા માં જઇ રહ્યું છે . તેને અનુસરી ને એક નહીં પણ અનેક પ્રેમીઓ ના પ્રશ્નો ભેગા કરી એક રોમાંચક વાર્તા બનાવી છે.આ એક લવ સ્ટોરી છે,પ્રેમ કરવા વાળા એક બીજાના થવા માટે ઘણી મહેનત કરે છે છતાં એક થઈ જિંદગી ભર સાથે રહેવા નું સ્વપ્ન સાકાર કરી શકતા નથી . બનેના વિચારો અલગ હોવા છતાં એક થઈ જાય છે અને સંજય એક ગુડી નામની છોકરી ને પોતાના જીવન માં હદ કરતા વધારે મહત્વ આપે છે. 
25 તારીખ આવતા મન માં આનંદ ની પલ છવાય ગઈ કેમ કે આજે સંજય બહુ ખુશ હતો કે બાર માં ધોરણ માં 92% સાથે આખા ક્લાસ  માં પ્રથમ આવ્યો હતો . તે સ્ટડી માં પહેલેથી જ હોશિયાર હતો એવું તો કોઈ કહી જ ના શકે. અને એના 92% જોઈને આખી સ્કૂલમાં અચરજ પામી ગયા ખાલી સ્કૂલ જ નહીં પણ તેને ઓળખાતા હોય અને આજુબાજુ માં રહેતા હોય તેના સગાવાળા બધા જ નવાઈ પામી ગયા કે સંજય અને 92% ચમતકાર થયો હોય એવું લાગ્યું . 
 લોકો કહે પેપર ચેક કરવા વાળા નો વાંક કાંઠે તો કોઈક કહે તેની સ્કૂલ માં જ્યાં નંબર આવ્યો ત્યાં ચોરી કરાવી હશે, કાપલી લઇ ગયો હશે એમ પણ લોકો બીજા ની સફળતા પચાવી શકવા માટે તેનું પાચનતંત્ર બોવ નાનું હોય છે.લોકો ને બીજા સફળતા મેળવે તો તેની મહેનત ને નહીં તેના નસીબ ને વધારે મહત્વ આપે છે.
પણ સંજય બહુ ખુશ હતો. તેના ઘર માં પણ બધા ખુશ હતા . અને ખુશી કોને ના હોય તમે જ વિચાર કરો જેના છોકરા ને 12માં ધોરણ માં 92% આવે આજુ બાજુ ના મકાન માં રહેતા મીના માસી, શંભુદાદા બધા સામે મળ્યા હોય તો ભી સરખા બોલાવતા નહીં એ આજે બોલવા લાગ્યા. ઉપર રહેતા મનુ માસીની ગુલાબ સામે પણ જોવે તો કતરાતી એ આજે સામે ચાલી ને ફેસબુક માં પણ રિકવેસ્ટ મોકલી સામે થી hii નો મેસેજ આવવા લાગ્યા.
 સ્કૂલ માં ગાળો દેવાવાળી છોકરીઓ આજે સામે હાથ લાંબો કરી અભિનંદન આપી રહી હતી. ક્લાસ માં છેલ્લી પાટલી પર બેસવા વાળો અને 50%ની એવરેજ વાળો વિધાર્થી 92% સાથે શાળા માં પ્રથમ આવ્યો જાણે ઇવો એટમ બૉમ્બ ફૂટી ગયો હોય એમ દરેક શિક્ષકોને પણ લાગતું હતું.કાગડા ને પુરી મળી ગય.
 સંજય ને પણ મિત્રો ઘણી વાર મહેણાં તોણા મારતા પણ સંજય હસીને કાઠી નાખતો,તે બધાની વાતો માનતો નહીં.તે હંમેશા MASTER ના અનુભવો ની ડાયરી માંથી વાંચેલી એક કવિતાને હમેંશા મન મન માં રાખતો
 "ના કોઈ અપના, ના કોઈ સપના
     કરમ હે જબ સાથ અપના 
તબ ના કોઈ હૈ ચિંતા,
જિંદગી ભી હસ કર એક દિન
 યાદ કરને પર મજબૂર કર દેનગી 
કર્મ હી કરતે ચલો ,નેક ઇરાદે રખો 
કહે સાવન ભી સબકો ,
દિલ મેં રખો પ્યાર બીના સ્વાર્થ કા કર્મ કરતે ચલો દિલકો સાફ રખો બઠતે ચલો
જિંદગી માં પણ ઘણા રંગ હોય છે. ક્યારે શુ થાય છે એની કોઈને ક્યાં ખબર છે. ક્યારેક તે હસાવે છે,ક્યારેક એ રડાવે છે ક્યારેક કયારેક તો એમ થાય છે કે ભગવાને જીવન જ આપણને આપ્યું છે શું કામ? અમુક સમયે જિંદગી માં અવિરત પણે ખુશી આવે છે ત્યારે આપણે ભગવાનનો આભાર માનીયે છીએ તો ક્યારેક ભગવાનનો આભાર માનવાનો ભૂલી પણ જઈએ છીયે, ક્યારેક દુઃખ પડે તો ભગવાને દોષ આપી દઈએ છીયે તો ક્યારેક દરેક  ની પોટલી પોતે ઓઠી લઈએ છીએ. ક્યારેક ભગવાનને ફરિયાદ કરીયે છીએ ક્યારેક સાગવાલા ને દોષ દઈએ છીએ પરંતુ ક્યારેક શાંતિથી બેસી ને વિચાર કર્યો છે કે મારી જિંદગી માં કોઈ પણ સમસ્યા આવી છે તો શામાટે આવી છે. કઇ જગ્યાએ મારી ભૂલ  છે. મારા જીવન ની આ પરિસ્થિતિ માં કોણ જવાબદાર છે . આ પણ વાર્તા માંથી આપણ ને કઈ બોધ મળશે ઘણું બધું જાણવા મળશે તો વાંચતા રહો 
       અધૂરી વાર્તા આવતા અંક માં