પ્રતીક ની શબ્દ સંજીવની Dp, pratik દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રતીક ની શબ્દ સંજીવની

1) માનવતા
લોક મારા સ્વભાવની અવગરણા કરે છે,
જોય વાતે વાતે ચહેરો મારો  ઘૃણા કરે છે.

નથી ફાવતું રાખી બોલી મીઠી છેતરવું,
માટે મારા શબ્દોની સૌ અવહેલના કરે છે.

રહું છું ખુશ મિજાજ હળી મળી સૌ સંગ,
તેમ છતાં પણ લોકો મુજથી ઈર્ષા કરે છે.

કરું શું એવું કે.  સહુ    થાય ફિદા મુજપર?
મને જ મારા ક્યારેક ખુદથી હળશેલા કરે છે.

જીવન છે હાસ્યાસ્પદ હસતું વયું જાય,
આવે આંસુ આંખે તો સહુ હસ્યાં કરે છે.

લાખ મળે છે સંબધ બાધવા દિલથી દિલના,
થાય કદીક જો ભૂલ તો ગાણા ગાયા કરે છે.

કરે શું એવું જાદુ"પ્રતીક"કે હૈયે વસી જાય?
આવનારા સૌ જાવા માં ઉતામણાં કરે છે.

Dp,"પ્રતીક"

2)#મુક્તક પ્રેમ

તમે માંથી તું થઈશ તો પ્રેમ જેવું લાગશે,
વધુ પડતા મળશું તો વ્હેમ જેવું લાગશે.
ચાલેછે તેમ ચાલવાદે વિના અપેક્ષા"પ્રતીક"
હું માંગુ તું આપે તો રહેમ    જેવું લાગશે.

Dp,"પ્રતીક"

3) કિસ્મત નું પાંદ
હા માંગી એ ચીજ,જે ભાગ્યમાં નથી હોતી,
કરી બેઠો એની જીદ,જે ભાગ્યમાં નથી હોતી.

હસ્તી છે નાની    મારી    કામ સાવ ખોટા,
તોય રાખી ઉમ્મીદ,જે ભાગ્યમાં નથી હોતી.

આ તરફ ખાઈ  ઊંડો    કૂવો સામે કોર,
ધારી એ મંજિલ,જે ભાગ્યમાં નથી હોતી.

કરવા કરમ  મોટા ક્યાં.  પડે છે પૈંડ પાછું,
ખીણમાં દાંટી મીણ,જે ભાગ્યમાં નથી હોતી. 

લઇ સથવારો શબ્દનો     ફરું ચારે કોર,
સમજે એની રીત,જે ભાગ્યમાં નથી હોતી.

હા કિસ્મતનું પાંદ    આવ્યું મારે હાથ,
ઘૂંટી બેઠો જીત,જે ભાગ્યમાં નથી હોતી.

જોડવાથી બે હાથ ઈશ્વર ક્યાં મળે"પ્રતીક"
માંગી હર એ વિષ,જે ભાગ્યમાં નથી હોતી.

Dp,"પ્રતીક"

4)એક દોસ્ત
મારા હૃદયનો ધબકાર,એ દોસ્ત છે મારી,
મીઠા સંબંધનો કંસાર,એ દોસ્ત છે મારી.

થાય મુંજવણ જો મન માં મારા કદી,
કરી આપે ઉકેલ,એ.  દોસ્ત છે મારી.

જયારે રહું હું એકલો ઉદાસીની પળ,
આવી થામે  હાથ, એ દોસ્ત છે મારી.

આવે આંસુ   આંખો    માં મારી જયારે,
લૂછે આંસુ બની રૂમાલ,એ દોસ્ત છે મારી.

સાચ્ચે હાસ્ય નો પીટારો ભર્યો એનામાં,
મને પણ હસાવે ખુબ,એ દોસ્ત છે મારી.

શું જોઈએ મારે ખુદ હું નથી જાણતો,
ગમતું આપી જાય, એ દોસ્ત છે મારી.

કરું શું તારીફ એની શબ્દો નથી મળતા,
ખરા જીવનો ક્ષાર,એ દોસ્ત    છે મારી.

આવા તો સંબંધ ભાગ્યે મળે"પ્રતીક"
મને મળી કિસ્મત,એ દોસ્ત છે મારી.

Dp,"પ્રતીક"



5)માઁ નો પ્રેમ
ખુશ્યો નો દન આજ છે,પરભવ નો સંગાથ છે,
આજ મને મારી મા એ દીકરો કહીને બોલાયો છે.

મા મને તારા,ચરણોમાં રહેવા દે,
સુખનો એ લાભ મને આજ લેવા દે.

તારા ચરણો માં તીરથ નું ધામ છે,
મારા હૈયા માં હરખ ન માંય છે.
મારા રુદયે પીડાનો કમ થયો એક ભાર છે.....ખુશ્યો.......

મા તું મારા થી હવે દૂર ના જાતિ,
વ્યોગ ની વેળા મને ના રે જીરવાતી.

તારા વ્યોગ થી જીવન બેહાલ છે,
મારા રૂદયા માં દુઃખડા અપાર છે.
મા તારા ખોળે મળ્યો આજ મને સંસાર છે....ખુશ્યો.......

માંગી'તી જે આશ,તે પુરી કરી ભગવાન,
મારી માડી નો મને ભેટો થયો છે આજ.

ભલે હવે મુજથી દુનિયા આ રૂઠે,
મા ની મમતા નો છેડલો ના છૂટે,
સર પર મારા જો આજ મેલ્યો માડી એ હાથ છે.

ખુશ્યો નો દન આજ છે,પરભવ નો સંગાથ છે,
આજ મને મારી મા એ દીકરો કહી ને બોલાયો છે.

Dp,"પ્રતીક"

6)શેર્
રોજ જતા વાટમાં એક દીઠે વટેમાર્ગુ,
જોઈ મારી સામે રોજ હસે વટેમાર્ગુ.

સાચ્ચે મારા શુભઅંક છે કે પ્રેમ મળે છે,
સદા મને મારા સ્નેહીયો થી હેત મળે છે.

કહેવી પડે વાત મારે ચોળી ચોળી શક્ય નથી,
થાય ધબકતું તારું હૃદય તો સમજી જા તું શાન માં.

7)સંબંધની વ્યાખ્યા
કોઈ કહે શું કામનું સંબંધ બાંધી ને,
એક દી'જવાનું અંગે કફન ઢાંકી ને.

મોહ માયા છે જગ તણી ઝહેરીલી,
ફુલ વિના શું કામ નું ચમન વાવી ને.

મેં કહ્યું શું કામ નું દોહીલું  જીવી ને,?
ખોટા ટાઢે ઠરવું ચાર પત્તા ઢાંકી ને.

મળે છે જગ માં     સંબંધ મજા ના,
શા માટે પછી   જીવવું હૈયું બાળી ને.

હૈયે હો'લાગણી તો હર કોઈ આપણા,
ના રહેવું ગૂંચવણમાં કદી ખોટું ધારી ને.

જન્મ મરણ તો સમય ના હાથમાં છે,
વચલા ચાર દાળા જીવ મોજ માણી ને.

માન્યું અહીં માનવ સરખા  નથી હોતા,
તું જીવીલે સહુની સંગ ભોળા માની ને.

આવ્યું છે પૂર  તારી  આંખે  જોરદાર,
ચાલ હસિલે થોડું'પ્રતીક'હૈયું ઠારી ને.

Dp,"પ્રતીક"

8)પરિવારની લાગણી
ભલે રહેવા  તો     ઘર મારે નાનું છે,
પણ હૃદય   સહુ નું    અહીં મોટું છે.

આવે છે દુઃખ  કદીક   રસ્તો પૂછીને,
છતાં   આંખોમાં ના    એક કતરું છે.

થાય છે થોડી  રકઝક  નાના મોટા માં,
પળમાં માની જાય મન સહુનું ભોળું છે.

વાર તહેવારે મનાવિયે ઉત્સવ બધા,
દીધું માવતરે ક્યાં કઈ જ ઓછું છે.

સદા સર્વદા રહે હાસ્ય અમ મુખ પર,
એવું ગજબ નું ઘર મારુ સહિયારું છે.

આવો મહેમાન ગતિ માણો"પ્રતીક"ની,
પડે ભૂલો ભગવાન એવું ઘર મારુ છે.

Dp,"પ્રતીક"

9)માણસની વ્યાખ્યા
જો માણસ ને મોહ માં રાખે ના માણસ,
તો કદી એ વ્યોગ માં  તડપે  ના  માણસ.

રાખી મન મક્કમ ચાલી શકે એકલો બસ,
હાથ છૂટ્યાને થામવા ફરી તરશે ના માણસ.

સંબંધો પ્રેમ તણા, બસ નિભાવતા જાવ,
હોય બધા સંગ તો બસ રખડે ના માણસ.

મન બધા ના એક જેવા સાચ્ચે નથી હોતા,
આપો સલાહ એવી,  કે ભટકે ના માણસ.

આપો એવો પ્રેમ કે એનું હૈયું ભરાઈ જાય, સંબંધ ના નામ થી કદી ભળકે ના માણસ.

ઘડ્યો છે ઘાટ સહુનો ઈશ્વરે એક સરખો,
ભેદ ભાવ ના ભ્રમ માં કદી રહે ના માણસ.

ઈચ્છા ઓ છે ઘણી પામવા સુખ જગ માં?
તો એક હાથે તાળી કદી વાગશે ના માણસ.

મેલી મથાણે મન મોટાવ હળી મળી રહો,
લાલચ હશે પ્રેમમાં તો મળશે ના માણસ.

છો તમે"પ્રતીક"જગમાં ઉદાર માણસ નું,
તમ વિના ના જગ ચાલે ચાલે ના માણસ.

Dp,"પ્રતીક"

10)વૃદ્ધ દંપતી
ચાલ ફરી જઈ  બાગ   માં,રમશું સંગાથે,
ફરી વાતો બાળપણ ની યાદ,કરશું સંગાથે.

એ બાગ બગીચાની જમીન લીલોત્રી માં,
ઉગ્યા જે   બપુષ્પ મળી   ચૂંટશું સંગાથે.

પ્રથમ   મિલન માં   નાદાન પ્રણય ની,
ફરી એકવાર સાખી    ભરશું સંગાથે.

યાદ છે હજુ મને માસૂમ મુસ્કાન તારી,
એની એ  ઝલક  ફરી  માણશું સંગાથે.

જયારે આવ્યું તુજ પર દિલ આ બુદ્ધુ,
એ ક્ષણે હસતા પાછા    જશું સંગાથે.

ભાગદોડમાં ઉંબરે કેદી આવ્યું છે ગઢપણ,
એ ભૂલી    નાદાન   ફરી    બનશું સંગાથે. 

દીધો   સહારો  જે પ્રકૃતિએ    પ્રેમમાં,
આભાર   એનો મળી.   માનશું સંગાથે.

ચાલ ફરી જઈ બાગ  માં,રમશું   સંગાથે,
ફરી વાતો બાળપણ ની યાદ કરશું સંગાથે.

દિનેશ,પરમાર"પ્રતીક"

11)શેર
આજે એ છોડી ચાલ્યા યાદો કિનારે કિનારે,
જેમના મેં નામ કોત્રી રાખ્યા મીનારે મીનારે.

Dp,"પ્રતીક"

કિસ્મત ને દાવ પર આજ લગાવી બેઠો છું,
હવે હાર થાય કે જીત બાજી રમી બેઠો છું.

Dp,"પ્રતીક"

મને મારી ભૂલની કોઈ સજા તો આપો,
કે ના રહું ફરી ભ્રમમાં એવી દવા તો આપો.

Dp,"પ્રતીક"

થઇ શકે તો મીઠાસ થોડી ભેળવી દે પ્રતીક,
કે શબ્દો તારા સહુ ને હવે તીખા લાગે છે.

Dp,"પ્રતીક"

12)પ્રેમ ગીત
સોળ વરસ નું જોબન તારું, જયારે જોલા ખાતું,
જોઈ આ મારા દિલમાં ત્યારે, સાજણ કઈ કઈ થાતું.

ઘેલો થઈ ને દર દર ભટકું,કરું શું ના સમજાતું,
બંધ આંખો એ સમણાંમાં મને, મુખ તારું દેખાતું.

હોઠ ગુલાબી આખો રાતી,કેળ તારી કમખાતી,
ચાલ ચટકતી ચાલે તું,મારી ધડકન થંભી જાતી.

યાદ કરું એ દિવસો જયારે, મન મારુ મલકાતું,
વનરાવન ની કલીયો પણ,ફુલ બની મહેકાતું.

પીતા તારા ઇશ્ક નો પ્યાલો, ભાન ભૂલી જવાતું,
ના રહેવું મારે હોશ માં,ફરી પીવા નું મન થાતું.

ચાલ ફરી એ પળ માં જઈએ, કરશું પ્રેમ ની વાતું,
હું તારા 'ને,તું મારા   ના  રંગમાં ડૂબી જાશું.

Dp,"પ્રતીક"