અજૂગતો પ્રેમ 2 ravi gujarati દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અજૂગતો પ્રેમ 2

"રવિ ક્યાં ભાગ્યો જાય છે?"  બોલતો બોલતો કુમાર રવિ પાછળ આવતો હતો. ત્યાં શિવમ્ દોડી અને રવિ ને પકડી લીધો.  "ભાગી ને ક્યાં જવું હતું તારે"  આવું બોલતા કુમાર પણ ત્યાં આવ્યો.  "વિનીત ને વાત ની ખબર નહોતી એટલે તે બોલ્યો, જવાદે ગુસ્સો ના કર"  શિવમ્ રવિ ને સમજાવતા બોલ્યો.  રવિ એ આસુ લૂછ્યા અને કહ્યું  "મને ગુસ્સો નથી આવતો બાકી.. તને ખબર જ છે."  કુમારે રવિ ના ખભા પર હાથ મૂક્યો અને ધીમેથી કહ્યું  "ચાલ હવે સૂઈ જા કાલે ફરવા જવાનું છે, થકી જઈશ".  રવિ થોડું હસ્યો અને બોલ્યો  "હાલત છે, તેના કરતાં પણ વધારે?"  શિવમ્ બોલ્યો  "આને નહિ પહોંચાય બોલવા માં" 

આટલું બોલી શિવમ્ અને કુમાર બંને અંદર જતા રહ્યા. રવિ ચેતક સાથે  આંખો મિલાવી અને તેને માથે હાથ ફેરવતો હતો. જાણે બંને એકબીજા સાથે કોઈ વાત કરતા હોય તેમ ઉભા હતા. ઘણીવાર તેમજ ઉભા રહ્યા અને પછી રવિ ચેતક પર સવાર થઈ ગયો, અને નીકળ્યો થોડે દૂર સુથી એક ચક્કર લગાવ્યો, અને પછી ચેતક ને તેની જગ્યા પર બાંધી અને પછી તેની જગ્યા પર જઈ અને હીંચકા ખાવા લાગ્યો. જેમ જેમ હિંચકો હિલોળા લેતો હતો, તેમ તેમ તેનો ઇતિહાસ તેને દેખાતો હતો. જાણે હમણાં જ બન્યું હોય તેમ તેને લાગ્યું. 

બધા અંદર ગયા અને સૂઈ ગયા, પણ શ્વેતા અને તેનો પતિ વિનીત જાગતા હતા. અને હોલમાં બેસી અને વાતો કરતા હતા.  "મેં રવિ ને ખોટો સવાલ તો નથી કરી દિધો? મને ચિંતા થાય છે." મૂંઝાતા વીનીતે શ્વેતાને પૂછ્યું. શ્વેતા બોલી "તેનો સ્વભાવ એવોજ છે. થોડું થાય તો ત્યાંથી ચાલ્યો જાય"
થોડી ચીંતા માં હોય તેમ વિનીત બોલ્યો "પણ તેની આંખમાં જળજળિયા આવી ગયાં હતાં એટલે મેં પૂછ્યું."
આવી રીતે વાત કરતા હતા ત્યાજ શિવમ્ આવી ગયો. ત્યાજ વિનીત બોલી ઉઠ્યો "શું વાત છે, શિવમ્ રવિ ને શું થઈ ગયું?"
"કંઈ નહિ, એતો આવી વાત આવી એટલે થોડું જૂનું યાદ આવી ગયું, થોડી વાર જવા દો બરાબર થઈ જશે."  શિવમ્ થોડો ઊંડો શ્વાસ લઈ બોલ્યો.
"કેમ વળી એવું તો શું બન્યું છે. કે આવું વર્તન કરે છે?"  ઉત્સુકતા થી શ્વેતા એ પૂછ્યું.
શિવમ્ મુંજાય ગયો હોય તેમ બોલ્યો "આ વાત હું નહિ કહી શકું અને આવી હિંમત પણ મારા માં નથી" આટલી વાતો કરી શિવમ્ ત્યાંથી ચાલ્યો ગયો.

શિવમ્ પહેલા બહાર ગયો, ચેતક તેની જગ્યા પર જ હતો. તેથી ઉપર ગયો ત્યાં રવિ હીંચકા પર મસ્ત હિચક્તો હતો. શિવમ્ હળવેથી રવિ ની બાજુમાં બેઠો, અને પછી હળવેથી બોલ્યો. "જે થયું તે જવા દે, ખોટું ધ્યાન માં ના લઈશ"
"હું તો બધી વાત જતી કરીજ દઉં છું પણ યાદ એ ભૂલ્યું ભૂલાય તેમ નથી તેનું શું કરીશું."  રવિ ધીમા અવાજે બોલ્યો.
શિવમ્ થોડો મુંજાય ગયો હોય તેમ ધીમા અવાજે બોલ્યો  "શ્વેતા અને વિનીત તારી વિશે પૂછતાં હતાં, કે કેમ ત્યાંથી ચાલ્યો ગયો, અને પહેલા શું થયું છે તારી સાથે તે પણ પૂછતાં હતા"
"તો પછી કહી દેવું હતું, છુપાવ્યું કેમ" રવિ દબાયેલા અવાજે બોલ્યો
"મારી હિંમત ન થઈ તેને કહેવાની" શિવમ્ બોલ્યો
રવિ સમજાવતો હોય તેમ શિવમ્ ના ખભા પર હાથ મૂકી અને કહ્યું "તારા કે મારા કહેવાથી હકીકત તો બદલાતી નથી ને, તો પછી શું ફાયદો વાત છૂપાવી ને"

આટલી વાત કરતા હતા ત્યાં નિશા આવી, તેની પાછળ પાછળ કુમાર અને દિશા પણ આવ્યા. હિંચકા ની સામે પડેલી ખુરશી પર બેઠા. થોડી વાર બધા ચૂપ રહ્યા  "કંઈ વાત ચાલતી હતી બંને મિત્રો વચ્ચે?"  કુમાર અચાનક મૌન તોડતા બોલ્યો. "તે આમારી વાત હતી, એકદમ ખાનગી" રવિ મજાક કરતા બોલ્યો.
"કેવી ખાનગી ને તે પછી તને કહું"  કુમાર પણ મજાક કરતો હોય તેમ બોલ્યો
"તમે લોકો હજુ સૂતા નથી?" શિવમ્ થી પુછાઇ ગયું
"આટલા વહેલા કોને નીંદર આવે, સમય તો જો પહેલા"  કુમાર શિવમ્ ની ટીખળ કરતો હોય તેમ બોલી પડ્યો.
રવિ એ ઘડીયાળ માં જોયું અને ચોંકી ગયો હોય તેમ બોલ્યો "બસ હજુ દસ જ વાગ્યા છે."
પછી બધા વાતો માં મશગૂલ થઈ ગયા અને પછી ધીમે ધીમે પહેલા કુમાર ગયો અને પછી ધીરે ધીરે બધા સૂઈ ગયા, બસ રવિ અને શિવમ્ બેઠા હતા. ત્યાં થોડો ઠંડો પવન લહેરાયો, જાણે બને ને કૈક કહેતો હોય તેમ લહેરાઈ અને ચાલ્યો ગયો. આખરે મૌન તોડતા બોલ્યો.
"ચાલ આપડે એક થોડે દૂર લટાર મારી આવીએ."
"ચાલ ને ભાઈ મને પણ ઈચ્છા થઈ છે." રવિ બોલ્યો

બંને ઉભા થયા અને ચાલવા લાગ્યા જેવા બહાર નીકળ્યા અને તબેલા તરફ જવા લાગ્યાં ત્યાં જ નેહા આવી અને કહ્યું "ક્યાં નીકળ્યા આટલી રાત્રે"
"કેમ આમારે નીકળવા તારી પરમિશન લેવી પડે?" મશ્કરી કરતા રવિ બોલ્યો
"રવિ તને બધી વાતો ઊંઘી જ કેમ લાગે છે?" નેહા બોલી
"કારણ કે તે ઊંધો જ છે, એટલે તેને એવું લાગે છે." શિવમ્ મસ્તી કરતા બોલી પડ્યો.
"એકલા મૂકી જતા શરમ નથી આવતી" મસ્તી કરતા, કુમાર પાછળથી આવ્યો.
આટલી વાત કર્યા બાદ બધા ઘોડા પર સવાર થઈ ગયા. ધીમે ધીમે ઘોડા ના ડાબલા વાગતા હતા અને ધીમો ધીમો ઠંડો પવન લહેરાતો હતો. બધા વાતો કરવા માં મશગૂલ હતા, આગળ ક્યાં સુધી ગયા તેનો અંદાજો પણ ન રહ્યો.

થોડી દૂર પહોંચ્યા ત્યાં અચાનક કુમાર ને યાદ આવ્યું અને બોલી પડ્યો "યાર, ચિરાગ પણ આવવા નો હતો, તે ક્યાં રહી ગયો."
"વાહ, તને અત્યારે યાદ આવે છે" મશ્કરી કરતા રવિ બોલ્યો.
"ભુલાઈ ગયું તેમાં શું થયું, અત્યારે યાદ આવ્યું"  કુમાર હસતા બોલ્યો.
પછી રવિએ ફોન લગાવ્યો "ચિરાગ ક્યારે પહોંચીશ અહીંયા ભાઈ"
"પહોંચવા જ આવ્યો, તું ક્યાં છે."
" બધા લટાર મારવા નીકળ્યા"
આટલી વાત કરી અને રવિએ ફોન મૂક્યો અને આગળ ચાલવા લાગ્યા, ત્યાં આગળ એક મકાન હતું તેમાં લોક લાગેલો હતો અને ઘર પર નામ રવિ લખ્યું હતું તો નેહાથી રહેવાયું નહિ એટલે પૂછી લીધું
"આ, ખાલી ઘર કોનું છે અને બંધ કેમ છે?"
"રવિ નું જ ઘર છે, પણ છેલ્લા ત્રણ વર્ષથી બંધ છે?" શિવમ્ જવાબ દેતા બોલ્યો.
"બંધ કેમ પડ્યું છે?" નેહા એ તરત પૂછ્યું.
"તે ઘરમાં ભાઈ ની જૂની યાદો પડેલી છે, એટલે તે બંધ છે" કુમારે જવાબ આપ્યો.
"જૂની યાદો હોય તો તેને સાંભળી ને રાખવી જોઈએ, આવી રીતે બંધ કરી અને ઘરમાં તો ના રખાય." નેહા બોલી પડી
"મેં પણ આ ઘર નથી જોયું, ચાલો જોઈએ અંદર શું છે" શિવમ્ અંદર જવાની તૈયારી કરતા બોલી પડ્યો.
"ના, અંદર કોઈને પણ જવાની જરૂર નથી, અને તારે જવું હોય તો કાલે કુમાર આવશે બંને જઈ આવજો" રવિ નારાજ થતા બોલ્યો.
"ક્યાં સુધી આવી રીતે રઈશ, ચાલ કંઈ નહિ થાય" કુમાર રવિ સામે જોઈ બોલ્યો
"તમારે જવું હોય તો જાઓ પણ હું પાછો જઉં છું, તમે આવી જજો" આવું કહી ચેતક ની લગામ ખેંચી, પણ ચેતક ચાલ્યો નહિ ચેતક પાછળ ને બદલે તે બંધ પડેલા ઘર તરફ ચાલ્યો. "ચેતક મારી હિંમત નથી ત્યાં જવાની તું ચાલ મારી મુસીબત ના વધાર"
પણ આજે ચેતક ને કંઇક અલગ જ જોઈતું હતું તે આગળ વધ્યો
કુમારે આગળ જઈ અને દરવાજો ખોલ્યો. આગળ ના દરવાજા પર ફિંગર પ્રીન્ટ લોક હતો. આગળ આવ આમ કહી અને કુમારે રવિ નો હાથ મૂક્યો ત્યાં અને દરવાજો ખૂલ્યો.
અંદર બધે ધૂળ જામી ગઈ હતી. ત્યાં ખૂણા માં એક ટેબલ હતું ત્યાં ધૂળ હતી નેહા તે તરફ ગઈ

ધૂળ ચડી ગયેલું ટેબલ અને તેના પર થોડા પુસ્તકો અને જમણી તરફ એક ડાયરી અને તેના પર પડેલી પેન, અને તે ટેબલ પર નેમ પ્લેટ પર નામ વંચાતું નહોતું એટલે તે નેહાએ હાથ માં લઇ અને હાથ વડે સાફ કરી વાંચ્યું તો તેના પર 'આર. જી. સ્વાતિ' લખ્યું હતું. "આ વળી કોનું ટેબલ, અને તે પણ અહીંયા શરૂવાત માં જ પછી તે આગળ ગઈ ત્યાં લેબ હતી અને ખૂણા માં એક ખાલી પડેલી પાંજરા ની પેટી હતી જેમાં ટેસ્ટ માટે ઉંદર રાખેલા હોય, અને લેબ મસ્ત રીતે બનાવેલી પણ ખાલી પડેલી હતી અને ધૂળ ચડી ગઈ હતી.

રવિ ચૂપચાપ અંદર આવ્યો. પહેલા ટેબલ પાસે ગયો અને ત્યાં પડેલી ડાયરી હાથમાં લીધી, ત્યાર બાદ તેને હાથ ફેરવ્યો અને ધૂળ સાફ કરી, પછી તે ડાયરી ને ખોલી અને અંદર ના પાને જ્યાં લખ્યું હતું ત્યાં હાથ ફેરવ્યો, ત્યાં પાછળથી શિવમ્ બોલ્યો "એક શાયરી તો સંભળાવ ઘણા સમય થી શાયરી નથી સાંભળી" આટલું બોલતા તે પણ ગળગળો થઈ ગયો.

રૂઠતે નહિ આજ સે, ડરતે નહિ કલ સે.
જો હોગા અચ્છા હી હોગા, વરના બુરે કી તો હમે આદત હૈ.

"ઘણા સમય બાદ એક શાયરી સાંભળી" શિવમ્ આંખો બંધ કરતા બોલ્યો.
આટલું થયું ત્યાં ચિરાગ નો કોલ આવ્યો રવિએ ખિચ્ચા માંથી ફોન કાઢ્યો "હા, બોલને ભાઈ"
"તે, મને બોલાવી અને પોતે ક્યાં ભાગી ગયો." મશ્કરી કરતા ચિરાગે પૂછ્યું
"હા, બસ ત્યાં જ આવ્યા" આમ કહી રવિ એ ફોન કટ કરી નાખ્યો.
"આ શાયરી કોણે લખી હતી" નેહા એ ઉત્સુકતાથી પૂછ્યું
રવિએ ઊંડો શ્વાસ લઈ બોલ્યો "સ્વાતિ એ લખી હતી"
"આ સ્વાતિ કોણ છે વળી" નેહાએ ફરીથી સવાલ કર્યો.
રવિ કંઈ પણ બોલ્યો નહિ અને ડાયરી માં જોવા લાગ્યો અને છેલ્લા પાના પર જે ફોટો પડ્યો હતો, તે ખીચામાં મૂક્યો.
થોડીવાર ત્યાં બધું જોયું ત્યાં છેલ્લા જ્યાં મિક્રોસ્કોપ હતું ત્યાં એક ફોટોગ્રાફ હતો, નેહાએ તે હાથમાં લીધો તે ફોટોગ્રાફ માં રવિ સાથે એક સ્ત્રી અને એક નાનકડી બાળકી પણ હતી, નેહા ને કંઈ સમજાયું નહિ.
અને શિવમ્ પાસે ગઈ તેને પૂછ્યું પણ તેણે કઈ જવાબ ના આપ્યો. તો તેણે કુમાર ને પૂછ્યું, તેણે પણ જવાબ ના આપ્યો.
બધા ત્યાંથી પછી પાછા જવા નીકળ્યા. ફોટોગ્રાફ નેહા એ તેની પાસે જ રાખ્યો હતો.
ધીમે ધીમે ઘોડા આગળ વધવા લાગ્યા અને પહોંચી ગયા ચિરાગ આવી ગયો હતો.

"કેમ, કંઈ તકલીફ તો નથી પડી ને?" તરતજ રવિએ પૂછ્યું
"ના, ભાઈ કંઈ તકલીફ નથી પડી" ચિરાગે જવાબ વાળ્યો
"સારું કહેવાય, બાકી તારે તો તકલીફ સાથે દોસ્તી છે" મસ્તી કરતા કુમાર બોલ્યો
"ના, એવું નથી જ્યારથી તારી સાથે દોસ્તી થઈ છે, ત્યારથી તકલીફ સાથે પણ દોસ્તી થઈ ગઈ છે" મસ્તી કરતા ચિરાગે કહ્યું
"તો પછી દોસ્તી કેમ કરી મારી સાથે" કુમારે મસ્તી કરતા કહ્યું
"દોસ્તી થઈ ગઈ બાકી કોઈ જાણી જોઈ ખાડા માં પડે ?" ચિરાગે જવાબ વળતાં કહ્યું
"રહેવા દે કુમાર તું કંઈ પણ કરી અને ચિરાગ ને નહિ પહોંચી શકે" રવિ મસ્તી કરતા બોલ્યો.
પછી બધા મસ્તી કરતા હતા. રવિ ત્યાંથી જઈ અને પોતાના રૂમમાં ગયો

રવિ ના ગયા પછી નેહાએ પેલો ફોટોગ્રાફ બતાવ્યો અને પૂછ્યું રવિ સાથે આ ફોટો માં કોણ છે. મને કોઈક તો જવાબ આપો આટલું કહ્યું ત્યાં પાછળથી શ્વેતા અને વિનીત પણ આવી ગયા
"કોનો ફોટોગ્રાફ છે." શ્વેતાએ પૂછ્યું
નેહાએ ફ્રેમ શ્વેતા ને આપી, તેણે જોઈ અને વિનીત ને આપી.
"આ, રવિ સાથે કોણ છે?" વિનીત બોલી પડ્યો.
"હું, પણ ક્યારની તેજ પૂછતી હતી પણ કોઈ જવાબ નથી આપી રહ્યું" નેહા એ કહ્યું
"તે રવિ ની પત્ની છે." શિવમ્ દબાતા અવાજે બોલ્યો.
" પત્ની! "  ચોંકી ગયા હોય તેમ નેહા અને શ્વેતા બંને બોલી પડ્યા.
"રવિ ના લગ્ન થઈ ગયા છે ? " વિનીત થી પુછાઇ ગયું.
"હા, થઈ ગયા છે લગ્ન" કુમારે કહ્યું
"ત્રણ વર્ષ પહેલાં થઈ ગયા છે, લગ્ન" અટકેલી વાત આગળ વધારતા શિવમ્ બોલ્યો
"ત્યાં અંદર ઘરમાં નેમ પ્લેટ હતી તે, ભાભી ની જ હતી" કુમારે અધૂરી વાત પૂરી કરી
"તે નેમ પ્લેટ પર 'આર. જી. સ્વાતિ' લખ્યું હતું" નેહા બોલી પડી
"તે જ ટેબલ સ્વાતિ ભાભી નું હતું, ત્યાં બેસી અને તે શાયરી લખતા અને રવિ ત્યાં લેબ માં પ્રયોગ કરતો" શિવમ્ ધીમા અવાજે બોલ્યો.
"તો પછી, તેની પત્ની ક્યાં છે?" વિનીત નવાઈ પામ્યો હોય તેમ પૂછ્યું.
"હવે તે વાત ને મૂકો, કાલે કહીશ" આટલું કહી અને કુમાર અંદર ચાલ્યો ગયો.


**વધુ થોડા સમય બાદ..