અજુગતો પ્રેમ 1 ravi gujarati દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અજુગતો પ્રેમ 1

સૂર્ય ધીમે ધીમે ઢળતો હતો, અજવાળું ધીમે ધીમે ઓછું થતું, અને અંધારું પથરાતું હતું વાતાવરણ માં અનોખી શાંતિ હતી. હળવે હળવે હિચકો ચાલતો હતો. આગળ મોટો બગીચો, મોટો બંગલો, જેમ મહારાણા પ્રતાપ ને ચેતક હતો તેવી રીતે મસ્ત ઘોડો પણ હતો. અને તેનું નામ પણ ચેતક, છતાં પણ કંઇક ઘટતું હતું. પણ શું તે નથી સમજાતું, દુઃખ તો કોના જીવન માં નથી.
હીંચકા પર બેસી અને ધીમે ધીમે હિલોળા લેતો હતો અને આરામ કરતો હતો, દરરોજ કામ કરવાનું પણ પછી દર શની - રવી આવી આરામ કરવા નો, આમ તેની જિંદગી ચાલતી હતી.

એક દિવસ તેવી જ રીતે આરામ કરતો હતો, ત્યાં મોબાઈલ પર રીંગ વાગી સ્ક્રીન પર જોયું તો ચોંકી ગયો, શિવમ્ ઘણા સમય પછી " બોલ ભાઈ, ઘણા સમય બાદ યાદ કર્યો મને, કોઈ કામ હતું કે શું? "
"હા ભાઈ તમેત્તો મોટા માણસો બની ગયા છો, અમને ક્યાં યાદ કરો છો.."
" ભાઈ પૈસા જેટલા વધે તેમ મગજમારી પણ વધે, અને સમય ની તો તને ખબર જ છે."
ધીમે ધીમે હસતા શિવમ્ બોલ્યો "તારી કુંડળી મા જોઈલે, કોલેજ માં તો બહુ હાથ જોઈ ને ભવિષ્યવાણી કરતો હતો."
" યાર પેલી કહેવત નથી સાંભળી 'દીવા પાછળ અંધારું' આવી હાલત છે, હવે તો બે દિવસ શાંતિથી મળે પછી કામ કામ અને કામ, બસ આવું જ ચાલે"
"બિઝનેસ ચલાવવો આટલો સહેલો હોઈ તો બધા બિઝનેસ કરતા ના હોય, કામ તો કરવું પડે ને આમજ થોડું ચાલે, અને કિસ્મત ને કેમ કોસે છે તું જ કહેતો હતો કે હું માંગલિક છું, પછી કેમ બોલે છે."
"જો મને ખબર હોત કે આ અભરખા મને જ લાગશે તો લગ્ન જ ના કરત, પણ હવે ખેર જે થવાનું હતું તે થઈ ગયું"
"કંઈ નઈ, ભાઈ તું આવતા વેકેન્ડ પર ફ્રિ હઈશ"
"આ બે દિવસ મને આરામ મળે છે, કેમ તરે મારી પાસે ત્યારે પણ કામ કરાવવું છે?" આવું કહેતા હસી જવાયું
" ના, ભાઈ બધા કોલેજ ના ગૃપે નક્કી કર્યું છે કે કયાંય જઈ અને જૂના દિવસો યાદ કરીએ."
"શું ઉત્તમ વિચાર છે, ક્યાં જવાનો વિચાર છે?"
"ક્યાંક રિસોર્ટ મા કે ફાર્મ પર જવાનો વિચાર છે."
"તો પછી મારા ફાર્મ પર જ રાખી દે ને આમ પણ હું દર વેકેન્ડ પર આવું જ છું આવતો વેકેન્ડ તમારા નામે બીજું શું."
"તો વધારે સારું બધાને કહી દવ કે ગુજ્જુ ભાઈ ના ફાર્મ પર પહોંચી જાય મોડું ના કરે "
"આવું હોય તો શુક્રવારે સાંજે જ પહોંચી જવા કહી દે મજા આવશે"
"હા, તો આવું કરું ચાલ ફોન મૂકું હવે, તું આરામ કર."
"હા, સારું" પછી ફોન કટ કર્યો

આટલા સમય પછી ફરીથી કોલેજ ના મિત્ર સાથે વાત થઈ હતી તેથી બધી વાત યાદ આવવા લાગી. સવારે 9:30 ની કોલેજ અને 8 વાગ્યા ની સવાર કોલેજ ભલે સાડા નવ ની પણ સવાર આઠ વાગ્યે પડે, ધમાલ કરી તૈયાર થવાનું અને નવ વાગ્યે કોલેજ નીકળ વાનું. 12 કિલોમીટર દૂર કોલેજ જેમ તેમ કરી કોલેજ પહોંચવાનું. તેમાં પણ મોડું તો થાય જ અને પ્રોફેસર ગુસ્સે થાય, આવું તો દરરોજ નું હતું. એક દિવસ વહેલા ગયા તો પ્રોફેસર અંદર આવી બોલ્યા "મારે મોડું થઈ ગયું કે શું?" આમ કહી અને ઘડીયાળ માં જોઈ પછી કહ્યું આજે રવિ અને અખિલ વહેલા આવ્યા છે.પછી આખો ક્લાસ હસવા લાગ્યો.
પહેલા mini-militia આવી અને પછી PUBG મોટા ભાગે આવી જ વાતો ચાલે. કાલે આવું થયું તેવું થયું, ભણવા માં તો કોઈ નું પણ ધ્યાન ના હોય
એક વાર તો પ્રોફેસર ક્લાસ મૂકી જતા રહ્યા અને આચાર્ય ને બોલાવી આવ્યા અને કહ્યું આ રમત જ કરે છે અને આચાર્ય ખૂબ ખીજવાયેલા.

PG મા રહેવા નું તેમાં પણ મારી કિસ્મત સારી હતી, કારણ કે રૂમમેટ્સ પણ સારા મળેલા પાણી માંગો તો કહે જાતે જા અને મારા માટે પણ લેતો આવજે. દરરોજ નો એક સવાલ જમવા શું જઈશું અને પૂછીએ તો કહે બધું ચાલે પણ જ્યારે નામ દઈએ ત્યારે કહે ના યાર મને નથી ભાવતું બીજું નામ દઈએ તો બીજા ને પ્રોબ્લેમ પાછું જવું તો સાથે જવું અને સાથે જમવું. જમવા દૂર જવું પડતું તો બાઇક લઈ જતા તો રૂમ પર ત્રણ બાઇક પણ એક બાઇક પર ત્રણ ને જવાનું

આવા દિવસો યાદ આવવા લાગ્યા અને એક પછી એક ઘટના આંખ સામેથી જવા લાગી અને જૂની યાદો જાણે તેની સામે થી પસાર થવા લાગી અને આંખ માંથી આસુ દડી પડ્યા.


શુક્રવાર ની રાત્રે..


હીંચકો મસ્ત પહેલા ની જેમ જ ચાલતો હતો. પણ આજે વાતાવરણ અલગ લાગતું હતું અને સૂર્ય ની ઢલાણ પણ અલાગ લાગતી હતી. ઉત્સુકતા વધતી જતી હતી અને વારે વારે ગેટ તરફ જોતો હતો અને ફોન તરફ જોતો હતો. શ્યામલાલ કાકા ને ફોન કરી " મે કહ્યુ હતું તે બધું લઈ આવ્યા, જમવા નું શું થયું , બાકી ની વ્યવસ્થા કેવી છે?"
આવી ઉત્સુકતા તો ક્યારેય હતી નહિ.

ત્યાં તો ચેતક ના હણહણાટી સંભળાઇ અને રામુકાકા એ રાડ પડી "સાહેબ ચેતક કોઈ ના હાથ થી જમતો નથી." હિંચકા પરથી ઉતરી અને ચેતક પાસે ગયો તેને ચારો ખવડાવવા. પણ, ચેતક હણહણતો હતો "શું થયું છે તને, મને કેમ વધારે હેરાન કરે છે?"
ચેતક આગળ ના પગથી ઉપર ઉછળ્યો "હું સમજી ગયો" તેમ કહી અને ચેતક ને બહાર લઈ ગયો અને તેના પર સવાર થઈ ગયો અને લટાર મારી.

કહેવાય છેને શુકન અપશુકન નો અંદાજ પ્રાણી ને પહેલા થી આવે છે, કદાચ એટલે જ તે આટલી વાર થી હણહણતો હશે, આવો વિચાર ફરી વળ્યો. પણ, આવી જિંદગી માં વળી કેવું શુકન અને કેવું અપશુકન, આવું વિચારી તે ચેતક સાથે રમવા લાગ્યો.

થોડી વાર થઈ ત્યાં એક ગાડી આવી, પાછળ જ જોત જોતાંમાં તો બીજી પાંચ ગાડી આવી ગઈ. પહેલી ગાડી માંથી શિવમ્ ઉતર્યો અને હાથ મિલાવ્યો. "આવો સાહેબ મારા નાનકડા મહેલ મા તમારું સ્વાગત છે." આવું બોલતા બંને મિત્રો ભેટી પડયા. "કોણ કોણ આવ્યા છો?" અધીરાઈ ના માર્યે રવિ એ પૂછ્યું "કેમ વધારે હોય તો તને તકલીફ થાય છે? તો અમે જતા રહીએ." શિવમે મજાક કરતા કહ્યું
"ના, ભાઈ આતો બધા મિત્ર ને મળ્યે જમાનો થઈ ગયો એટલે."
નીરસ થતો હોય તેમ શિવમ્ બોલ્યો "આપડા ગ્રુપ માંથી ફક્ત કુમાર જ આવ્યો છે"
"શું વાત કરે છે, કુમાર આવ્યો છે?" આવું કહી અને ભાઈ એ તો દોટ મૂકી અને કુમાર ને ભેટી પડ્યો "વરસો બાદ જોયો તને ક્યાં ખોવાઈ ગયો હતો" રવિ બોલી પડ્યો.
વળતા જવાબ આપતા કુમાર બોલ્યો "ખોવાય તો તું ગયો હતો, કોઈ દિવસ ફોન નઈ, મેસેજ પણ નઈ"
"હવે તો મળ્યા ને તો આવા નાટક તો ના કરો" ભાભી બાજુ પરથી બોલ્યા,
"તને શું ખબર પડે બે મિત્ર નો સબંધ ચૂપ બેસ" ઉંચા અવાજે કુમાર બોલ્યો
"શું વાત છે, કુમાર કોલેજ માં ભાભી ભારે પડતા અને હવે તું ભારે પડે છો, આવું ગજબ નું પરીવર્તન ક્યાંથી" રવિ ટીખળ કરતા બોલ્યો.
"લગ્ન પછી આવું જ હોય" ભાભી બોલ્યા.
"જેમ તું કહેતો ને પહેલે રાજા ફીર દરવાજા જેવું હોય લગ્ન પછી, પણ મે તેને બદલી નાખ્યું હવે પહેલે બિલ્લી ફિર ચૂહા આવી હાલત કરી દીધી છે" કુમાર ભાભી તરફ જોઈ બોલ્યો
"ચુહા કે શેર એ તો પછી કહું" ભાભી કુમારની ટીખળ કરતા બોલ્યા.
"હા, બહુ થઈ મશ્કરી હવે ચાલો હવે અંદર જઈ ફ્રેશ થઈ જાઓ પછી જમી લઈએ" રવિ એ કહ્યું
"હું બધાને લઈ અંદર જાવ છું, તમે લંગોટિયા મસ્તી કરો" તેવું કહી ભાભી બધા ને લઇ અંદર ગયા
"મે સંભાળ્યું છે કે તારી પાસે મસ્ત ઘોડો છે?" કુમારે પૂછ્યું
"કેમ તને ડાઉટ છે?" મશ્કરી કરતા રવિ બોલ્યો
પછી બંને ખભા પર હાથ મૂકી અને ગયા. ત્યાં જોઈ અને બંને હસી પડ્યા શિવમ્ ચેતક પર બેસવા નો પ્રયત્ન કરી રહ્યો હતો. પણ ચેતક એમ કંઈ બેસવા દે. મહારાણા પ્રતાપ ના ચેતક જેવોજ હતો. રવિ સિવાય કોઈ નહિ, તેનો મિજાજ પણ અલગ જ હતો. એટલે જ તેનું નામ ચેતક રાખ્યું હતું. રવિ નો સૌથી નજીક નો સાથી પણ ચેતક જ હતો. બંને એક બીજા સાથે વાતો કરે, અને એક બીજાને સમજે પણ, જ્યારે પણ શુભ કાર્ય કરવા નું હોય ત્યારે રવિ તે સ્થળ ફરતે ચેતક પર બેસી આટો મારતો અને ચેતક પાછો પગ કરે તો પ્રસંગ અટકાવી દેવાનો. આવો અતૂટ વિશ્વાસ અને હોય પણ કેમ નઈ. લગભગ જયાર થી દુઃખ વધ્યું ત્યારથી ચેતક જ તેનો સાથી છે. સુખ કે દુઃખ ચેતક તેની સાથે ને સાથેજ હોય. બંને એક બીજા ને ખુબ સારી રીતે સમજતા હતા. ચેતક ને કઈ પણ કહેવાની જરૂર ના પડતી તે રવિ ની આંખ જોઈ ને જ સમજી જતો.

"કંઈ નહિ શિવમ્ ચેતક નઈ બેસવા દે તું બીજા ઘોડા પર બેસી જા" શિવમ્ ને હસતા કહ્યું, પછી બીજા બે ઘોડા લઈ રામુકાકા આવ્યા અને પછી ત્રણ મિત્ર એ મસ્ત લટાર મારી ત્યાં જમવા નું થઈ ગયું હતું. બધા સાથે કોલેજ પછી પહેલી વાર જમ્યા હતા. અને આનંદ પણ કરતા હતા, "જમી અને બધા વાતો કરવા મેદાન પર ભેગા થઇએ" નેહા બોલી.
"આ તો નેહા છે ને?" નવાઈ પામતો હોય તેમ રવિ એ પૂછ્યું "હા, તે નેહા જ છે." મશ્કરી કરતા રવિ સામે કહ્યું
"આવી રીતે બોલવા ની શી જરૂર હતી સીધી રીતે નથી બોલાતું" કુમારે કહ્યું, બંને થોડું હસ્યા પછી શિવમ્ બોલ્યો
"તને નઈ સમજાય કુમાર તું નાનો છો" પછી ત્રણેય મશ્કરી કરતા હતા. અને જમતા ગયા.

જમ્યા બાદ બધા નેહા ના કહેવા મુજબ ભેગા થયા અને વાતો કરતા હતા. "ત્રણેય ભેરુ ક્યાં છે?" શ્વેતા એ યાદ અપાવ્યું,
"હા, ત્રણેય નમૂના ક્યાં જતા રહ્યા, હું તેને કોલ લાગવું છું." દિશા ભાભી બોલ્યા, પછી કુમાર ને કોલ લગાવ્યો. "ક્યાં છો બધા ભેરુ ઓ, બધા બેસી ગયા તમારી રાહ જુવે છે. જ્યાં હોય ત્યાં થી તરતજ અહીંયા આવો." ભાભી એ ખીજવાતા હોય તેમ કહ્યું અને ફોન મૂકી દીધો.

"ચાલો ભાઈ હવે જઈએ બાકી ગયા કામ થી" કુમાર બોલ્યો. "કેમ ભાઈ બની ગયો જોરુ કા ગુલામ" હસતા હસતા રવિ એ મસ્કરી કરી અને પછી ત્રણેયે લગામ ખેંચી અને તબડક તબડક ડાબલા ખખડાવ્યા અને નીકળી ગયા ફાર્મ તરફ

ત્યાં પહોંચી ને જોયું તો બધા મસ્ત રીતે બેઠા હતા. સાત કપલ હતા, તેમાં થી એક પણ ના પતિ ને આ ત્રણ સાથે ફાવતું નહોતું, અને ફાવે પણ ક્યાં થી મિજાજ જ એવા હતા. ટોટલ નવ કપલ અને રવિ અને નેહા સિંગલ હતા. ત્રણેય નજીક ગયા ત્યાજ "તમે હજુ સુધી સુધર્યા નથી, હંમેશા બધાથી અલગ જ રહેવા નું, આ રવિ નું કામ હશે બધા ને લઇ જવાનું." ટીના બોલી
"કેમ મે તારું શું બગાડ્યું છે, મારી પર આરોપ નાખે છે? " રવિ મશ્કરી કરતા બોલ્યો
"ના, મારા કહેવા નો મતલબ એવો નહતો, તું જ આવા નુસખા લગાવે છે, એટલે કહ્યું" ટીના એ જવાબ વાળ્યો
"શું વાત ચાલતી હતી, અમારા પહેલા" કુમાર આટલું પૂછે ત્યાં પહેલા તો ભાભી બગડ્યા અને પૂછ્યું "ક્યાં જઈ આવ્યા? અત્યારે"
રવિ થી રહેવાયું નહિ હસ્યો અને બોલ્યો "પહેલા તું જવાબ આપ કુમાર નહીતો તારી ખેર નહિ" બધા હસી પડ્યા.
"તને કોઈ પ્રોબ્લેમ છે, અમે ઘોડા પર લટાર મારવા ગયા હતા." કુમારે જવાબ આપ્યો.
"હવે આમારા સવાલ નો જવાબ તો આપો" શિવમ્ બોલી પડ્યો. "કેમ જવાબ આપવો જરૂરી જ છે" મજાક કરતા માનસી ભાભી એ પૂછ્યું. "કંઈ નઈ જવાબ ના આપો તો ચાલશે અમસ્થા પણ કોણ મને જવાબ આપે છે." માનસી ભાભી તરફ મજાક કરતા કહ્યું
"ભાઈ, તમારો તકરાર મૂકો અને કોલેજ ની વાતો કરો, મજા આવશે" કુમારે કહ્યું
"તો પછી ટ્રુથ એન્ડ ડેર રમીએ" માનસી ભાભી એ કહ્યું "ચાલો રમીએ" રવિ એ સાથ પુરાવ્યો

બધાએ તૈયારી કરી રમવાની અને બોટલ લઈ આવ્યા બધા ફરતે ગોઠવાઈ ગયા, વચ્ચે મસ્ત લાકડા ની ભઠ્ઠી કરી અને ચાલુ કરી ટ્રુથ એન્ડ ડેર બોટલ ફરતી ગઈ અને મજા આવવા લાગી. સવાલ જવાબ ચાલતા ગયા, ડેર પૂરા કરતા ગયા, બોટલ ફરતી શ્વેતા ના પતિ તરફ આવી, અને ડેર આપવાનો હતો શ્વેતા એ. શીવમે ઈશારો કર્યો ચેતક પર બેસવા નું અને સાચે શ્વેતા એ ચેતક પર બેસવા નું ડેર આપ્યું હવે આ થોડું પૂરું થવાનું હતું, તો તેની પાસે ગીત ગવડાવ્યું અને મજા લૂંટી, આવી મજા આવતી હતી ત્યા બોટલ આવી નેહા તરફ અને સવાલ પૂછવાનો હતો દિશભાભી ને "તું આટલા વર્ષ થયાં પણ લગ્ન કેમ નથી કર્યા?" આ સાંભળી શ્વેતાને જોઈતું મળ્યું હોય તેમ ઉછળી પડી "મને તો ખબર છે, પણ તારા મોઢેથી સંભાળવું છે." શ્વેતા બોલી ઉઠી.

"મને કોલેજ ના સમય માં પહેલા વર્ષ મા એક છોકરા સાથે પ્રેમ થઇ ગયો હતો, મને એમ હતું કે તે મને પ્રપોઝ કરશે અને..." આટલું બોલી ત્યાં તો બધા રાડો પાડવા લાગ્યા. જાણે કે કોઈ ડાયરા માં ના પાડતા હોય
"પછી શું થયું?" શિવમ્ હસતા બોલ્યો
"પણ છેલ્લા વર્ષ સુધી તો કંઈ કરી ના શક્યો મને એમ કે છેલ્લા દિવસે પ્રપોઝ કરશે પણ.. નિરાશ, પછી કોલેજ પછી પણ..." આવું કહેતા તેની આંખ માં જળજળીયા આવી ગયા
"તો બીજા સાથે લગ્ન ના કરાય, તેવું ક્યાં જરૂરી છે તેની સાથે જ કરવા" ટીના બોલી ઉઠી
"મારી જગ્યા એ તું હોત તો શું કરેત?" ગદગદ થઈ નેહા બોલી
"હું તો બીજા સાથે લગ્ન કરી ખુશ હોત, પણ મારી કિસ્મત તો સારી છે." ટીના બોલી.
"તો તારે તેને પ્રપોઝ કરવું જોઈએ ને?" શિવમ્ બોલી પડ્યો.
"ના, તે હું ના કરી શકત એટલા માટે લગ્ન નથી કર્યા"
"તે નસીબદાર રાજકુમાર છે કોણ, એ તો કહે" કુમાર પણ બોલી પડ્યો.
"ના, તે હું કોઈપણ સંજોગ પર નહિ કહું" "જવા દો હવે આગળ વધો, અને બોટલ ફેરવો" રવિ ઊંડો શ્વાસ લઈ બોલ્યો.

ફરીથી બોટલ ફરી અને રવિ તરફ આવી અને સવાલ શ્વેતા ના પતિ એ પૂછવા નો હતો. "હવે તું કહે તું કેમ સિંગલ છો, આટલા પૈસા, બધું હોવા છતાં તું કેમ સિંગલ?"
"મને લાગે છે કે આ સવાલ રહેવા દેવો જોઈએ" શિવમ્ બોલ્યો
"રહેવા કેમ દેવો, અમને કોઈએ જવા દીધા, જવાબ તો આપવો પડે નિયમ તે નિયમ." શ્વેતા બોલી ઉઠી.
આંખો માં આસુ આવી ગયાં, અને જાણે હદય હમણાં બંધ પડી જશે તેવી હાલત થઈ ગઈ. આંખો બંધ કરી ઊંડો શ્વાસ લઈ અને રવિ ઉભો થયો અને ચેતક પાસે ગયો અને લગામ પકડી ચાલવા લાગ્યો.

"મે, કઈ ખોટું પૂછી નાખ્યું કે શું" વિનીતે પૂછ્યું "બહુજ ખોટું પૂછ્યું," આવું બોલી કુમાર રવિ પાસે જતો રહ્યો અને પછી શિવમ્ પણ રવિ તરફ દોડ્યો.
બાદમાં બધા ધીરે ધીરે અંદર જતા રહ્યા.

**વધુ થોડા સમય બાદ.....