Featured Books
શ્રેણી
શેયર કરો

બસ કર યાર (સંવેદન પ્રેમ સ્ટોરી) ભાગ - 3

"બસ કર યાર ભાગ - 3"

નમસ્તે વાચક મિત્રો,
આપ સહુ નો સસ્નેહ આભાર !! 

દરિયા કિનારે બેઠાં હોઇએ અને દરિયાનાં મોજાંઓ શ્રાવણ ના છમકલા સાથે મસ્તી એ ચઢે... તોફાન માં મશગૂલ થઈ.., ચારેકોર પાણી પાણી ના ફુવારા ઉડાડે...એ પાણી ની વાછોટ જેને પણ સ્પર્શે છે.. એ જીવ કયારેય પ્રેમ ને વિચાર્યા વગર કે સમજ્યાં વિના ન રહી શકે....

મારી આ વાર્તા "બસ કર યાર (સંવેદન પ્રેમ સ્ટોરી)" વન સાઇડ લવ સ્ટોરી છે.. પણ એમાં ખાસિયત એ છે કે એક તરફી પ્રેમ, માત્ર એક તરફથી નહીં પણ બંને બાજુ થી પ્રગટ થાય છે..

ભાગ - 3,

ફક્ત 2 જ નામ ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા....

અરુણ... અને મહેક...

મારા નામ પર પડેલી મહોર થી હું ખુશ થયો... મારા મિત્રો પણ અંગૂઠા થી thums up સિમ્બોલ બતાવી મારી ખુશી મા વધુ મીઠાશ ભરતા હતા...

મહેક પણ એની ફ્રેન્ડ્સ સાથે નામ જાહેર થયા નું અભિવાદન સ્વીકારતી હતી...એના ચહેરા પર ની સ્માઇલ મેં ક્ષણ માત્ર જ મારા અંતર મેમરી મા સેવ કરી લીધી..

મહેક ની સામે હરીફ બનવાનું..?
મારું મન નહોતું માનતું...
__ ___ ___ ___ ___ __ _
આજે 4 તારીખ હતી.. હું,પંકજ, વિજય, અમિત. વગેરે મિત્રો સમય સર કોલેજ કેમ્પસ મા પહોંચી ગયેલા... દરેક સ્ટુડન્ટ મિત્રો કમ્પાઉન્ડ માં એકઠા થયેલા હતા.. છોકરીઓ પણ મહેક ને પુર્ણ સમર્થન આપતી હોય તેવા સંકેત સાથે હાજર હતી...

પણ મારી નજર એક ચહેરો શોધી રહી હતી... હા, એજ સ્માઇલ, એજ ખુશ્બુ ભરી મહેક.!!!

થોડીવાર મા ચુંટણી પ્રક્રિયા નું આયોજન થઈ ગયું...
દરેકે દરેક સ્ટુડન્ટ્સ પોતાના પ્રિય પાત્ર ને મત આપવા વારાફરતી..કમ્પાઉન્ડ મા ટેબલ પર મૂકેલા એક બોક્સ મા મતસ્લીપ નાખી મત આપવાનો નવતર પ્રયોગ કરી રહ્યા હતા...

 પુસ્તકાલય ની જવાબદારી જેને પણ સોપવામાં આવતી તેનો સંપર્ક સીધો પ્રિન્સિપાલ સાથે રહેતો.. કારણ કે પ્રિન્સિપાલ ડૉ,ઘનશ્યામ દવે એક સારા ગજા ના લેખક હતા.. એમની નોવેલ, લેખ, સમાચાર પત્ર મા અવાર નવાર પ્રગટ થતાં.. એટલુ જ નહી બેસ્ટ નોવેલ માટે અવાર્ડ પણ મળેલો... અને હા, એમની નોવેલ પ્રકાશન થતાં જ હજારો ની નકલો વેચાઈ હતી...

હવે સમય આવી ગયો હતો.. પરીણામ નો..
સ્ટુડન્ટ્સ કમ્પાઉન્ડ મા હાજર થઈ ગયા હતા.. થોડી વાર મા કોલેજ ના પ્રોફેસરો દ્વારા મત ગણતરી કરી વિજેતા જાહેર કરવાની વિધિ તૈયાર હતી...

 "અરુણ.." "અરૂણ." ની બૂમો પાડી.. મિત્રો અરૂણ પાર્ટી ને પ્રોત્સાહન આપી રહ્યા હતા..
બીજી બાજુ "મહેક" માટે પણ એવો જ માહોલ સર્જાયો હતો..

મત ગણતરી પૂર્ણ થઈ ગઈ હતી...વિજેતા નું નામ જાહેર કરવા માટે ડૉ, ઘનશ્યામ સર ની રાહ જોવાઈ રહી હતી..

મારી નજર "મહેક" ને શોધતી હતી..
સવારે કોલેજ ગ્રાઉંડ માં અચાનક મળી ત્યારે..
ચહેરા પર જમણી આંખે ટચ થતી વાળ ની લટ ને આંગળી થી વાળ મા પરોવતી વખતે.. ચૂંટણી માટે "બેસ્ટ ઓફ લક" કહી રહી હતી ત્યારે એના ચહેરા ની સ્માઇલ મારા રોમ રોમ મા લોહી બની પૂરાં તન મા વ્યાપી ગયેલી....

હું એને રીપ્લાય માં માત્ર શાંયલ્ટ સ્માઇલ આપી હકારાત્મક હાં જ કહી શક્યો..મારી ખામોશી મહેક ને ગમી હશે..કે નહીં.. હું વિચારી રહ્યો હતો. ત્યાં જ સ્ટેજ થી જાહેરાત થઈ... 

 ડૉ, ઘનશ્યામ સર.. આવી પહોંચ્યા છે... .બધા સ્ટુડન્ટ્સ શાંત થઈ ગયા..

ડૉ, ઘનશ્યામ સર. પોતાની આગવી છટાં માં "વાંચન" વિષય પર સ્પીચ આપી...
પુસ્તકાલય ના વિજેતા મંત્રી ની જાહેરાત કરવા જાય એના જ પહેલા....

Coming soon part 4,
Hasmukh mewada
9913002009 watsup