Meko - a word that changed one's world books and stories free download online pdf in Gujarati

MEKO- a word that changed one's world - MEKO - a word that changed one's world

    

      

                          
                











  

શરૂઆત આપણે ધ્રુવી થી કરીશું. આજે ધ્રુવી ના બાર વર્ષ પૂરા થઈ ગયા હતા તેના બારમાં જન્મદિવસે તેણે તેના પપ્પા પાસે માંગેલું ગિફ્ટ તેને મળ્યું નહોતું. બીજા બાર વર્ષના બાળકોની જેમ તેણે કોઈ ભૌતિક વસ્તુઓ નહીં પરંતુ તેના પ્રશ્નોનો જવાબ માંગ્યો હતો. બાર વર્ષની હોવા છતાં તે પોતાની મમ્મી વિશે કશુજ જાણતી નહોતી અને હવે તે બધુજ જાણવા માંગતી હતી દરેક વખતે વિશ્રુત તેને કોઈ ના કોઈ બહાના બનાવીને  મનાવી લેતો પણ હવે એ માનવા તૈયાર નહોતી.

હમેંશા શાંત રહેનારી ધ્રુવી આજે ગુસ્સે થઈ ગઈ અને તેના રૂમ માં જઈને દરવાજો અંદર થી બંધ કરી દીધો અને રડવા લાગી. ઘણી સમજાવટ છતાં ના માની એટલે આખરે તેના પપ્પા તેને બધા જ જવાબ આપવા તૈયાર થયા એટલે એક નાનકડા સ્મિત સાથે ધ્રુવી બહાર આવી.
વિશ્રુત :  બોલ તારે શુ જાણવું છે મમ્મી વિશે?
ધ્રુવી : મમ્મી નો ફોટો બતાવો, મમ્મી નું નામ શું હતું અને હા મમ્મી ને તમે ક્યાં મળ્યા હતા? અને મમ્મી આપણને છોડી ને કેમ જતાં રહ્યા? અત્યારે મમ્મી ક્યાં રહે......
વિશ્રુત : એક મિનિટ.... આટલા બધા પ્રશ્નો એકસાથે, શાંતિ રાખ હું તને શરૂઆત થી જ બધુ કહું છું પણ મારી એક શરત છે. મંજૂર હોય તો જ વાત કહીશ. તારા બધા પ્રશ્નોનો જવાબ તને મળશે પણ તને ફોટો નહીં જોવા મળે અને હું બોલતો હોવ ત્યારે તારે વચ્ચે મને ટોકવો નહીં. જો તારે કોઈ પ્રશ્ન પુછવો હોય તો હું તને સમય આપીશ. બોલ છે મંજૂર?
ધ્રુવી : પણ.... ઠીક છે મંજૂર છે. ( ધ્રુવી ને ફોટો જોવા નહીં
મળે તેથી દુખી સ્વરે કહ્યું )

( અમુક લોકો કદાચ જીંદગીભર સાથે રહેવા માટે નથી મળ્યા હોતા એટલે ભગવાન તેમની ખોટ પૂરી કરવા માટે બીજા લોકો ને તેમના બદલામાં મોકલી આપતા હોય છે વિશ્રુત ને પણ ધ્રુવા ના બદલામાં જ ધ્રુવી મળી હશે. ધ્રુવા તેની કોલેજ ની મિત્ર અને ધ્રુવી ની મમ્મી જે અત્યારે કોઈક કારણોસર તેમનાથી અલગ રહે છે. ધ્રુવી લગભગ 2 વર્ષ ની હશે  અને એના મમ્મી તેમનાથી અલગ ગયેલા બસ આટલી વાત સિવાય ધ્રુવી કશું જ જાણતી નથી.) 

વિશ્રુત : સારું તો ચલ હું શરૂ કરું. આ જૂન મહિનાની વાત છે ધોરણ 12 નું result આવી ગયું હતું. સાયન્સ વિષય હતો અને સારા માર્કસ પણ આવેલા એટલે કોલેજ માં એડ્મિશન  મેળવવું અઘરું નહોતું એમ વિચારીને મેં છેલ્લા વખત સુધી ફોર્મ ભર્યું જ નહીં. હું ઇન્ફોર્મેશન ટેક્નોલોજી ક્ષેત્રે ભણવા માંગતો હતો અને આ ફીલ્ડ માં છેલ્લા વખતે નંબર લાગવો અઘરો હતો. સારા પર્સેંટેજ છે એટલે વાંધો નહી આવે એમાં ને એમાં મે સમય બરબાદ કર્યો. હવે મનગમતી કોલેજ માં તો નઇ જ જઈ શકાય. પણ  મને એ વાત ની ખુશી હતી કે આમાં હું એકલો ફસાયો નહોતો. કદમ ને પણ હજુ એડ્મિશન મળ્યું નહોતું. એટલે હવે અમે બંનેએ એક જ કોલેજ માં જવાનું નક્કી કર્યું. મારુ અલગ કોલેજ માં નામ આવ્યું પણ છેલ્લી ઘડીએ મેં નામ બદલી નાખ્યું અને બંનેને એક જ કોલેજ માં એડ્મિશન મળી ગયું . આ કોલેજ માં મને રસ નહોતો પણ છેલ્લી ઘડીએ કદાચ એડ્મિશન ના થાય તો..  અને વળી હવે મારો બેસ્ટ ફ્રેન્ડ મારી સાથે હતો. લગભગ મારો કોલેજ નો પહેલો જ દિવસ હશે, નવી નવી કોલેજ શરૂ થયેલી એટલે લાઇફમાં ઘણા બધા બદલાવ થયા હોય એવું લાગતું. શરૂઆત ના દિવસો માં તો ભણવા સિવાય ની દરેક પ્રવૃતિઓ થતી અને આમ પણ કોલેજ માં આવ્યા પછી ભણવામાં તો ક્યાં કોઈ ને રસ રહેતો જ હોય છે. અલગ અલગ પ્રકારની ગેમ્સ અને પ્રવૃતિઓ માં લેક્ચર ક્યારે પૂરા થઈ જતાં તેની ખબર પણ ના રહેતી. ત્રીજો લેક્ચર પૂરો થયો ને હું ક્લાસ ની બહાર આવ્યો મારા બેસ્ટ ફ્રેન્ડ કદમ ની રાહ જોવા ત્યાં ઊભો હતો ત્યારે એક અવાજ સાંભળ્યો. પાછળ ઊભેલી છોકરી એની ફ્રેન્ડ ને કહી રહી હતી હિન્દી માં ‘ મેકો જાના હૈ...’ અવાજ ની સુંદરતા વ્યક્ત કરવા મારી પાસે કોઈ શબ્દો જ નથી . પણ હા એ અવાજ તારે સાંભળવો હોય તો તારો જ અવાજ રેકોર્ડ કરીને સાંભળી લેજે. એ દિવસે ધ્રુવા એ યેલ્લો કલરનું ટોપ  અને બ્લુ કલર નું જીન્સ પહેરેલું. 

ધ્રુવી : શું આટલો સુંદર હતો મમ્મી નો અવાજ.. અને પછી શું થયું?

વિશ્રુત : હા... પછી હું તે અવાજ સાંભળી પાછળ ફરું ત્યાં સુધી તો એ ઘણી દૂર ચાલી ગયેલી એટલે હું એની પાછળ ચાલવા લાગ્યો . કોલેજ માં ઘણી ભીડ હતી અને તે આગળ ચાલતી હતી એટલે તેનો ફેસ તો જોઈ શકતો નહોતો પણ અવાજ સાંભળીને પીછો કરતો રહ્યો .તેનો પીછો કરવામાં ક્યારે કોલેજ નો ગેટ આવી ગયો એ ખબર જ ના પડી આ બાજુ કદમ પાછળ થી બૂમો પાડતો આવ્યો બોલવા લાગ્યો કે કોલેજ ના પહેલા દિવસ થી જ તું બદલાઈ ગયો સ્કૂલ માં તો હમેશા મારી રાહ જોતો અને હવે એકલા જ જવા લાગ્યો હવે એને કઈ રીતે સમજાવવું કે આજે તેની રાહ ના જોવાનું કારણ કઇંક બીજું હતું. પણ મે વાત બદલી નાંખી અને કહ્યું કે મને એમ લાગ્યું કે તું બહાર ઊભો હોઈશ એટલે હું તને શોધતો શોધતો બહાર આવ્યો. તેની સાથે વાત કરુ ત્યાં તો ધ્રુવા ઘણી દૂર નીકળી ગઈ. મને તો એ પણ ખબર નહોતી કે એ બીજા દિવસે કોલેજ આવશે કે નહીં. શું ખબર કદાચ ડેમો લેક્ચર માટે જ આવી હોય. કઈં નહીં જે હશે તે કાલે જોયું જશે એમ વિચારી હું પણ ઘરે જવા નીકળી ગયો. ઘરે પહોચ્યા પછી પણ તે અવાજ મનમાં ગુંજયા જ  કરતો હતો. ત્યારે મને તેનું નામ પણ ખબર નહોતું . આટલા બધા વિચારો મન માં ચાલતા હોય પછી ઊંઘ તો આવે જ શેની એટલે રાત્રે મોડા સુધી જાગ્યો છતાં સવારે અલાર્મ વાગતા પહેલા જ આંખ ખૂલી ગઈ. હું વહેલા કોલેજ પહોચી ગયો ઘણી રાહ જોઈ દરવાજા તરફ જ ધ્યાન રહ્યું. પહેલો લેક્ચર પૂરો થયો છતાં તે ના આવી મને લાગ્યું સાચે જ કાલે એ ફક્ત ડેમો લેક્ચર માટે આવી હશે અને હવે ક્યારેય તેનો સુંદર અવાજ નહીં સાંભળવા મળે પણ બીજા લેક્ચરને શરૂ થયે હજુ પાંચ જ મિનિટે થઈ હશે ત્યાં તો એ આવી. મારુ ધ્યાન એની તરફ જ હતું પણ ચોક્કસ કહી શકાય કે બધા છોકરાઓ પણ મારી જેમ જ એકધારું તેને જ જોઈ રહ્યા હશે. જો ટૂંક માં તેની સુંદરતા વિશે કહેવું હોય તો કહી શકાય કે દરેક કોલેજ માં એક છોકરી તો એવી હોય જ છે જે બધા   છોકરાઓને પસંદ હોય અમારી કોલેજ ની આ સુંદર છોકરી ધ્રુવા હતી. મારે નામ જાણવું હતું પણ હું તેની ફ્રેન્ડ ને પણ ઓળખતો નહોતો એટલે  મારા પાસે બીજો કોઈ ઓપ્શન પણ નહોતો. અને ડિરેક્ટલી જઈને નામ પૂછવાની  હિમ્મત તો મારામાં હતી જ નહીં. હવે તો હું દરરોજ તેને જોયા જ કરતો કોલેજ શરૂ થયે લગભગ 2 મહીના થવા આવ્યા હતા. હવે અમારી ઇન્ટરનલ એક્જામ પણ શરૂ થવાની હતી અને હજુ સુધી હું તેનું નામ પણ જાણતો નહોતો મને તેની સાથે વાત કરવા જતાં પણ ખૂબ જ ડર લાગતો. હું દરરોજ એને ખબર ના પડે તેમ એનો અવાજ જ સાંભળ્યા કરતો. અને આ બે મહિના માં તો હું જાણે પ્રેમ માં પૂરેપૂરો ડૂબી જ ગયો હતો. મને પ્રેમ હતો અને મજાક ની વાત તો એ હતી કે હું તેનું નામ પણ જાણતો નહોતો. જાણતો હતો તો બસ તેની એ વાત કરવાની અદા, એ ચાલવાની કળા. મને હમેશાં લાગ્યા કરતું કે મારી જેમ ઘણા બધા તેને પ્રેમ કરતાં હશે પણ તેને કહી નહીં શકતા હોય. મને સૌથી વધુ પસંદ હતો તેનો એ ક્યૂટ અવાજ જે કોયલ નેપણ શરમાવી દે. તેના અવાજ પરથી તો લાગતું કે ભગવાન જ્યારે તેને બનાવતા હશે ત્યારે સુર પૂરતી વખતે કેમિકલ થોડું વધારે જ રેડાઈ ગયું હશે. તેનો અવાજ ધીમા વરસાદ વખતે છાપરા પર પડતાં પાણીના ટીંપાઓ જેવો લાગતો. ટીપક...ટીપક...ટીપક.... કોઈ પણ પ્રેમ કરી બેસે એ સાંભળીને અને સૌથી વધુ સુંદર તો જ્યારે એ મેકો બોલતી એ લાગતું. એ સાંભળી ને જ તો પહેલીવાર હું એની પાછળ ગયેલો. પહેલી વારમા જ ક્યારેય પ્રેમ નથી થઈ જતો પરંતુ હા પહેલીવાર મન મા એક ક્લિક જરૂર થઈ જતી હોય છે કે હા આ વ્યક્તિ કઇંક અલગ છે, આમાં કઈક એવું છે ફક્ત સપનાઓમાં જ જોયા કર્યું હોય. અને ખબર હોય કે આવું વ્યક્તિ હકીકત મા તો નઇ જ હોય ને તે સાચે જ આપની સામે ઊભું હોય બસ આ જ હતો મારા માટે પ્રેમ. આ એક નાનકડી લાગણી જ આગળ જઈને પ્રેમ માં ફેરવાતી હશે.

ધ્રુવી : પપ્પા તમને શું કામ આટલો બધો ડર લાગતો હતો વાત કરતાં? શું તમને દરેક છોકરીઓ સાથે વાત કરવામાં ડર લાગતો?

વિશ્રુત : ના મને બધી છોકરીઓ સાથે વાત કરવામાં ડર નહોતો લાગતો ફક્ત તારી મમ્મીમાં જ કઈક એવું હતું કે મને ડર લાગતો.કદાચ આ પ્રેમના શરૂઆતના તબક્કાઓ માં બધાને થોડોક ડર લાગતો જ હશે. નહિતર આટલી સુંદર દેખાતી છોકરી હોય તો પછી ડર શેનો....

ધ્રુવી : તો પછી તમે મમ્મી નું નામ કઈ રીતે જાણ્યું? 

વિશ્રુત : એક દિવસ કોલેજ નો લેક્ચર પૂરો થયો બધા ક્લાસમાંથી બહાર નીકળવા લાગ્યા પણ મારે બોર્ડ પર લખેલું કોપી કરવાનું બાકી હતું એટલે હું ત્યાં જ બેઠો હતો ત્યારે જ તેની બહેનપણી એ તેને નામ થી બોલાવી. તેનું નામ પણ તેના જેટલું જ સુંદર હતું ધ્રુવા. અને ધ્રુવી તારું નામ પણ તારા મમ્મી ના જેવુ જ છે ખુબજ સુંદર. હું પણ ફટાફટ લખવાનું પતાવીને ક્લાસ ની બહાર નીકળ્યો અને સૌથી પહેલા નોટિસબોર્ડ ઉપર તેની અટક અને રોલનંબર શોધવા લાગ્યો. બસ આ એક જ રસ્તો હતો કે હું તેની સાથે વાત કરી શકું. આખું નામ શોધી લીધું ને તરત ફેસબુક ઉપર સર્ચ કર્યું નામ તો મળી ગયું પણ ફેસબુક ઉપર એણે કોઈ ફોટો અપલોડ કર્યો નહોતો તેથી તે નક્કી કરવું મુશ્કેલ હતું કે પાકકું આ એ જ ધ્રુવા છે જે મારી સાથે કોલેજ માં છે. હા પણ એ નામ ના લોકો ઓછા હતા અને વળી એક account પર ઢીંગલી નો ફોટો લાગેલો હતો મને લાગ્યું પાક્કુ આ ઢીંગલી જ ધ્રુવા હોવી જઈએ. નામ મળ્યું પણ હજુ સુધી મે એને friend request સેન્ડ કરી નહોતી. મને request સેન્ડ કરતાં પણ બીક લગતી હતી. મે વિચાર્યું કે કાલે કોલેજ માં લેક્ચર વચ્ચે ના ખાલી સમય માં એને મળી લઇશ અને બૂક ના બહાને વાત ચાલુ કરી દઇશ અને જો વાત ના કરી શકું તો છેલ્લે friend request તો મોકલી જ દઇશ. આમ પણ મને ફેસબુક પર કોઈને request મોકલવી પસંદ જ નહોતી. મને લાગતું કે request મોકલવા થી ખરાબ ઇમ્પ્રેશન પડતી હશે. બીજા દિવસે લેક્ચર પૂરો થયો ત્યારે તે તેની એક ફ્રેન્ડ સાથે બહાર ઊભી હતી. મને જાણે કોઈ જંગ લડવા જઈ રહ્યો હોય તેવું લાગ્યું. હું ધીમે ધીમે તેની નજીક જતો હતો ત્યાં જ પ્રોફેસર આવી ગયા અને મારે ક્લાસ માં જવું પડ્યું. સમજાતું જ નહોતું કે શું કરવું મારે હવે ડિરેક્ટલી તો વાત નહીં જ કરી શકાય એમ વિચારીને મે request સેન્ડ કરવાનું જ નક્કી કર્યું. પણ request સેન્ડ કરવી તો પસંદ જ નહોતી(જ્યારે આપણને કોઈક વસ્તુનો ડર લાગે ત્યારે આપણે પોતાની જાતને એમ કહીને માનવી લઈએ કે તે વસ્તુ કરવું આપણને પસંદ જ નથી)  આખરે કલાકો સુધી એકધારું ફોને ની સામે જોઈ રહ્યા પછી મે request સેન્ડ કરી જ દીધી. પણ હવે મને બીજા દિવસે કોલેજ જતાં ડર લાગતો હતો શું ખબર એ મને ડાઇરેક્ટ આવીને એમ પૂછે કે શું કામ request કેમ સેન્ડ કરી તો... મારી પાસે તો વાત કરવાની હિમ્મત પણ નહોતી. મન માં તો એમ થતું કે હું request મોકલવામાં પણ આટલો ડરતો શું કામ હોઈશ. કદાચ હું પહેલો આવો ગાંડો છોકરો હતો જેને request મોકલતા પણ ડર લાગતો હોય. આટલું બધુ ડરવાની જરૂર નથી જે થશે તે જોયું જશે એમ વિચારી બીજા દિવસે કોલેજ પહોચી ગયો આજે પણ એ હમેશાંની જેમ  બીજા લેક્ચર માં ક્લાસ માં આવી. મારા હદય ના ધબકારા વધી ગયા. પણ એણે કોઈજ વાત કરી નહીં અને એના ફેસ ઉપરથી તો એવું લાગતું હતું કે એણે મારી request જોઈજ નહીં હોય બધા લેક્ચર પૂરા થતાં હું એની પાછળ ગયો દરરોજ ની જેમ પણ એને તો જાણે કઇં ખબર જ નહોતી. મને મન માં થતું કે શું સાચે જ તેને કઈ ખબર નહીં હોય કે હું તેનો પીછો કરું છું કે આ ખાલી આવો દેખાવ જ કરે છે. આજે તો મેં તેનો દૂર સુધી પીછો કર્યો. મારે વાત કરવી હતી એટલે મે મારા બુટથી અવાજ પણ કર્યો એને આ અવાજ સંભળાયો જ હશે છતાં એ ચાલતી  જ રહી. મને થતું કે જો એ મારી request accept કરશે તો જ હું તેની સાથે વાત કરી શકીશ નહીં તો વાત કરવા જતાં મને ખુબજ ડર લાગતો. અને જો મને સાચે જ પ્રેમ થયો હશે તો એ આ 4 વર્ષ માં મારી request જરૂર accept કરશે. ઘણા બધા દિવસો વિતતા રહ્યા એ કોલેજ આવતી પણ ફેસ ઉપર થી  તો એવુજ લાગતું કે એણે મારી request હજુ સુધી જોઈજ નથી જાણે એને કઈ ખબર જ ના હોય. હવે હું દરરોજ request કેન્સલ કરી ને વારંવાર મોકલવા લાગ્યો જેથી એના ફોન માં દરરોજ નોટિફિકેશન જાય તો એક દિવસ તો accept કરશે જ ને... મે મારી કોલેજ નું નામ પણ એમાં add કરી દીધું શું ખબર એમ કરવાથી એ મારી request accept કરી લે.
લગભગ બે મહિના થવા આવ્યા પણ હજુ સુધી એણે મારી request accept કરી નહોતી આટલી બધી રાહ આજ સુધી ક્યારેય જોઈ નહોતી ખાલી એક request accept કરાવવા માટે. પહેલું સેમેસ્ટર પણ પૂરું થવાનું હતું યુનિવર્સિટિ ની એક્જામ આવી ગઈ હતી મને ધ્રુવાના નામ અને રોલ નંબર ખબર હતા એટલે મે એ જાણી  લીધું કે એનો કઈ કોલેજ માં નંબર આવ્યો છે અને હું એ કોલેજ માં પણ દરરોજ એને જોવા જવા લાગ્યો પણ એનું ધ્યાન કદી મારા તરફ હોતું જ નહીં મને હવે લાગવા લાગ્યું કે એ મને જોવે છે પણ હાથે કરીને જ ignore કરે છે. ઘણીવાર થતું કે તેને જઈને પૂછી જ લઉં કે હજુ સુધી મારી request કેમ accept નથી કરતી. પણ જો એટલી હિમ્મત હોત તો પહેલા જ દિવસે જઈને ફ્રેન્ડશિપ જ ના કરી લીધી હોત. અને આમ પણ એને જોઈને હું પરીક્ષા આપવા જતો તો મારા પેપર પણ સારા જતાં હતા. આમજ યૂનિવેર્સિટી ની એક્જામ પૂરી થઈ ગઈ અને હવે એક નાનકડું vacation પડ્યું. કોલેજ ચાલુ હતી ત્યારે તો હું એને દરરોજ જોઈ શકતો હતો પણ હવે તો રજાઓ પડી ગઈ હતી અને મારી પાસે એનો કોઈ ફોટો પણ નહોતો. વળી હજુ સુધી એણે request પણ accept કરી નહોતી. મે જો એનું ઘર જોયું હોત તો કોઈક બહાનું બનાવી ત્યાં પણ પહોચી જાત તેને જોવા માટે પણ મે ઘર પણ જોયું નહોતું એટલે રાહ જોયા સિવાય મારી પાસે બીજો કોઈજ રસ્તો નહોતો. આમ પણ મે request accept કરવા માટે આટલો સમય રાહ જોઈ તો હું આટલું નાનું vacation તો નીકળી જ દઇશ ને. આમ પણ હું માનું છું કે પ્રેમ હોય તો જોવા કે ના જોવાથી કોઈજ ફરક પડતો નથી. ધીમે ધીમે બીજા કામોમાં વ્યસ્ત થયો અને vacation પણ પૂરું થયું. બીજું સેમેસ્ટર ચાલુ થયુ. હું પહેલા જ દિવસે જલ્દી કોલેજ પહોચી ગયો. આજે ધ્રુવા નો બર્થડે હતો એટલે એ આજે તો કોલેજ આવીજ હશે ને પણ એ આવી જ નહોતી. મે instagram પર જોયેલું અને આજે એનો એનો બર્થડે હતો એટલે મેં મનમાં નક્કી કરેલું કે આજે તો તેને જરૂરથી વિશ કરીશ પણ આજે એ આવીજ નહીં મે તેના માટે એક નાનકડું ગિફ્ટ પણ લીધેલું. મારી પાસે તેની સાથે વાત કરવાનો એક છેલ્લો ચાન્સ પણ જતો રહ્યો શું ખબર હવે શું થશે. મને લાગતું કદાચ મારા નસીબ માં એની સાથે વાત કરવાનું જ નહીં હોય એટલે હવે બધુજ પરિસ્થ્તિ ઉપર છોડી દીધું અને નક્કી કર્યું કે હવે હું કોઈ જ પ્રયાસ નહીં કરું. એ ગિફ્ટ પણ હવે સાચવીને રાખવું પડશે. બીજા દિવસે એ પહેલા જ લેક્ચર માં જ કોલેજ આવી ગઇ. એ માસૂમ ચેહરો.. કેટલા બધા દિવસ થઈ ગયા હતા તેને જોયાને. શિયાળા નો સમય હતો પણ એને તો કદાચ ઠંડી લાગતી જ નહીં હોય એને સ્વેટર પહેર્યું જ નહોતું. હોટ લોકોને ઠંડી લાગે જ શેની અને આ તો સૌથી હોટેસ્ટ છે. પણ મેં હજુ સુધી એકપણ વાર તેની સાથે વાત નહોતી કરી મને લાગતું હતું કે બસ હવે એને દૂરથી જોવામાં જ સમય નીકળી જશે. ખરેખર બહુ સમય લીધો એક request accept કરવા માટે અને હવે તો મને પૂરેપૂરો વિશ્વાસ હતો કે હવે હું વાત નહીં જ કરી શકું. પણ આખરે એક દિવસ મારી તેની સાથે નાનકડી વાત થઈ તે દિવસે બધા લેક્ચર પૂરા થયા છેલ્લે attendence ભરવાની હતી ત્યારે તેણે તેનું બેગ પેક કરી દીધું હતું અને મારી પાસે પેન બહાર જ હતી એ જોઈ એણે મારી પાસે પેન માંગી. તેણે તો એક શબ્દ પણ બોલેલો નહીં ફક્ત એક ઈશારો જ કર્યો હતો મે તરત જ પેન હાથમાં આપી દીધી. ઈચ્છા થઈ કે એને belated happy birthday વિશ કરું પણ ત્યાં સુધી માં તો એ પેન પાછી આપીને thank you બોલીને ચાલી ગઈ. પહેલી વખત એણે મારી સાથે વાત કરી હતી એ દિવસે ફક્ત એકજ શબ્દ કહ્યો પણ હું ખુબજ ખુશ હતો. એની use કરેલી પેન સાચવીને મૂકી દીધી. રાત્રે પણ તેનો એ સુરીલો અવાજ મન માં ગુંજી રહ્યો હતો પ્રેમ એવી વસ્તુ છે જ્યારે કોઈ સાથે થઈ જાય એટલે આજુબાજુનું બધુજ સુંદર લાગવા લાગે. કોઈ એવું વ્યક્તિ જેના પર ખૂબ જ ગુસ્સો હોય તેને પણ સ્માઇલ આપી દેવાય. મને ખબર તો નહોતી કે પ્રેમ ના કયા ફાયદા પણ હા એના કારણે હવે હું કોલેજ રેગ્યુલર જવા લાગ્યો હતો.મને પોતાના ઉપર શરમ તો એટલી આવતી હતી  કે હજુ સુધી મે આ વાત કદમ ને પણ કરી નહોતી. આમ તો એ મારો બેસ્ટ ફ્રેન્ડ એટલે દરેક વાત હું તેને કહીજ દેતો પણ હું આટલા સમય થી રાહ જાઉં છું અને  હજુ સુધી request accept થઈ નહોતી અને પાછું હું અને પ્રેમ, હું જ્યારે ને ત્યારે પ્રેમ ઉપર ભાષણ જ આપ્યા કરતો કે આ બધા ખોટા નખરાઓ જ છે સાચા પ્રેમ જેવુ કઈ હોતું જ નથી જમાનો મતલબ નો જ છે. અને હવે હું જ જઈને કદમ ને એમ કહું કે મને પ્રેમ થયો અને હું આટલા સમય થી request accept કરવાની રાહ જોઈ રહ્યો છું તો એ મારા પર હસસે જ ને. અને આમ પણ જો કદાચ request accept કરી પણ લીધી હોત તો પણ હું કોઈને ના કહું કારણ કે આમ  કોઈ છોકરી વિશે કહેવાથી તે છોકરી વિષે ખરાબ અફવાઓ ફેલાતા વાર નથી લાગતી હોતી.
પ્રેમ, એક એવી લાગણી જે વ્યક્તિને જીવનમાં ઘણા ઓછા લોકો જોડેજ બાંધતી હોય છે. જન્મ થાય કે તરત જ અમુક લોકો શરૂઆતથી જ મળી જતાં હોય છે અને જેમ જેમ તે મોટો થાય તેમ આ વ્યક્તિઓ માં વધારો થતો જાય છે અમુક લોકો ફક્ત ટૂંક સમય માટે જ આવ્યા હોય છે પણ આ દરેક લોકોનો વ્યક્તિના ઘડતર માં એક અગત્યનો ફાળો હોય છે. જ્યારે પણ વ્યક્તિ ને સાચો પ્રેમ થાય પછી એ ભલે ને એકતરફી હોય છતાં તે વ્યક્તિને તે પ્રેમ થી ઘણો લાભ થતો હોય છે. મને જ્યારે પ્રેમ થયો ત્યારથી એવું લાગતું કે ધ્રુવા મારી બાજુમાં જ હોય છે અને મારા દરેક પ્રશ્નો નો જવાબ મને તેના તરફથી મળી જ જતો. દરેક વ્યક્તિમાં પોતાના અંદરની શક્તિ હોય છે એક આત્માનો અવાજ. કદાચ મારી આત્માનો અવાજ ધ્રુવા તરીકે બહાર આવ્યો હતો. આમ તો હું મારી દરેક વાતો કદમ ને કહેતો પણ હવે એમાંની અમુક વાતો હું મારી આ કાલ્પનિક ધ્રુવા સાથે કરવા લાગ્યો. અને હવે એણે ભલે ને મારી request accept નહોતી કરી પણ મને એવુ જ લાગતું કે અમે ઘણા સમય થી વાતો કરીએ છીએ.               

ધ્રુવી : તો પપ્પા ક્યારે તમારી request accept કરી ? અને તમે વાત કઈ રીતે કરી તો પછી મમ્મી જોડે?

વિશ્રુત : હા, એ દિવસે હું ઊંઘી રહ્યો હતો. બપોરનો સમય હતો ઠંડીના દિવસો હતા અને ભરબપોરે એક ધ્રૂજવી નાંખે તેવી નોટિફિકેશન આવી મારા ફોન માં એ વાંચીને તો હું કુદવા જ લાગ્યો, આટલી ખુશી કદાચ મને proposal ની હા પડી હોત તો પણ ના થાત. લાગ્યું કે જાણે વર્ષોથી રાહ ના જોતો હોય. ખેડૂત ને ઘણા વર્ષો દુષ્કાળ ભોગવ્યા બાદ વાદળોનો ગડગડાટ સાંભળીને જે આનંદ થતો હશે તેના કરતાં પણ વધુ હું આનંદિત હોઈશ. તે દિવસે મે વિચારેલું કે જો મારો પ્રેમ સાચો હશે તો એ જરૂરથી request accept કરશે જ.. ઘણા સમય પછી પણ આજે મારો પ્રેમ સાચો સાબિત થયો હતો. હું મારા આ પળો જિંદગીમાં ક્યારેય નહીં ભૂલી શકું. દરેક વસ્તુ મળવાના આનંદ માં ઘણો વધારો થઈ જતો હોય છે જ્યારે તે વસ્તુ મળવામાં કે બનાવ બનવામાં ઘણો બધો સમય લાગી જાય. મે તરત instagram પર પણ જોયું તેને મારી instagram request પણ accept કરી લીધી હતી. પહેલીવાર એનો ફોટો જોયો ફોટા માં તો ખુબજ વધારે સુંદર લાગતી હતી. પછી મે તરત જ ફેસબુક પર ટાઇપ કર્યું belated happy birthday પણ મેસેજ કરતાં પણ થોડો ડર લાગતો હતો. એને કેવું લાગશે કે જેવી request accept કરી ને તરત જ મે વાત કરવાની ચાલુ  પણ કરી દીધી શું ખબર મને reply પણ ના આપે એટલે મે થોડી વાર રાહ જોઈ અને મોડા મેસેજ કર્યો. ખબર નહીં reply આવશે કે નહીં પણ લગભગ અડધો કલાક રહીને તેનો મેસેજ આવ્યો કે કોનો બર્થડે? પહેલા તો કઈ સમજાયું જ નહીં કે કેમ આવું પૂછે છે કદાચ મે બીજા કોઈને તો request નથી મોકલીને એટલે મે કોલેજ નું નામ પણ પૂછ્યું આ એજ ધ્રુવા હતી છતાં તેણે એમ કહ્યું કે એના બર્થડે ને તો હજુ વાર છે. મે તરત જ instagram માં જોયું ત્યારે ખબર પડી કે મે ખોટી તારીખ વાંચી હતી એના બર્થડે ને હજુ લગભગ  15 જેટલા દિવસ ની વાર હતી અને મારો પહેલા જ મેસેજ માં પોપટ થઈ ગયો. એને તો ઘણું હસવું આવ્યું હશે  પણ એને એ ક્યાં ખબર હતી કે મે તો એ વખતે એના માટે ગિફ્ટ પણ લઈને રાખ્યું હતું. જો આ વાતની ખબર પડી તો મને પાગલ જ સમજશે. ખેર જે થયું એ થયું હવે વધુ વિચારવાથી શું ફાયદો આમ પણ એને ક્યાં ખબર પડવાની કે મે ગિફ્ટ પણ લાવેલું એટલે હું સાવ ગાંડો તો સાબિત ના જ થયો ને...પછી મે વાત બદલતા કહ્યું કે એણે હજુ સુધી મારી request accept કેમ નહોતી કરી આટલા સમય સુધી તો મે કોઇની રાહ નથી જોઈ એમ પણ કહ્યું.  અને એ મને ઓળખે છે કે નહીં તેમ પૂછ્યું તો એણે કહ્યું કે એ મને ઓળખતી જ નથી. આ તો મને સાવ ખોટું લાગતું હતું કેમ કે લગભગ છેલ્લા 6 મહિનાથી હું તેની પાછળ જતો હતો છતાં એ મને ના ઓળખતી હોય એવું બને જ નહીં ને. એણે કહ્યું same કોલેજ હતી એટલે request accept કરી છે બાકી એ મને  ઓળખતી જ નથી. પહેલા તો દુખ થયું પણ શું વાંધો છે અત્યારે નથી ઓળખતી તો પછી ઓળખી લેશે ને અને આમ પણ 6 મહિના પછી કઈક તો સારું થયું કે આજે હું તેની સાથે વાત કરી શકું છું. હવે હું એને વધુ સારી રીતે જાણી શકવાનો હતો. અત્યારે સુધી મે એને ફક્ત દૂર થી જ જોઈ હતી અને ક્યારેય વાત પણ નહોતી કરેલી પણ હવે હું તેની સાથે વાત કરીશ તો વધુ જાણી શકાશે. પ્રેમ ફક્ત બહારથી જોઈને નથી થતો હોતો પ્રેમ થવા માટે દેખાવ ની સાથે સાથે જ તે વ્યક્તિનો સારો સ્વભાવ પણ જરૂરી ભાગ ભજવતો હોય છે. જેમ જેમ હું વાત કરવા લાગ્યો એમ હું જાણતો ગયો કે ધ્રુવા જેટલી બહારથી સુંદર છે એના કરતાં હજારો ગણી વધારે તે અંદરથી પણ છે અને આવા લોકો મળવા મુશ્કેલ હોય છે. હજુ સુધી મે ક્યારેય કોઈ એવી વાત નહોતી કરી કે જેનાથી ધ્રુવા ને લાગે કે મને તેની સાથે પ્રેમ હશે. ઘણી વાર એવી ઇચ્છા પણ થતી કે લાવ ને કહી જ દઉં કે હું તેને કેટલો પ્રેમ કરું છું અને આટલો બધો સમય તેને જોવા માટે શું શું કરી ચૂક્યો છું. પણ હું મારી જાતને રોકી લેતો અને હમેશા ધ્યાન રાખતો કે કઈ એવું ના કહી નાંખું કે જેનાથી તેને લાગવા લાગે કે હું પ્રેમ કરું છું. કારણકે વ્યક્તિને જાણવા માટે તેના મિત્ર થવું વધારે જરૂરી હોય છે. હવે બીજા દિવસે મારે કોલેજ જવાનું હતું એણે કહ્યું કે એ આવવાની છે અને આજે તેની સાથે વાત પણ કરવાની હતી જેથી તે મને ઓળખી શકે કે હું કોણ છું. એટલે હું જલ્દીથી પહોચી ગયો પણ હમેશા ની જેમ ખબર જ હતી કે એ બીજા લેક્ચર માં લેટ જ આવશે. હવે મને તેની સાથે વાત કરતાં થોડો ઓછો ડર લાગશે કારણકે હવે હું જાણું છું કે તે કેવી છોકરી છે એ મને બધાની સામે ઇન્સલ્ટ નહીં કરે અને belated wish કરતાં ખરાબ situation શું થઈ શકવાની હતી. છતાં મન માં થોડો ડર હતો એટલે મે પહેલેથી જ મનમાં વિચારી લીધું કે કયા પ્રશ્નના કયા જવાબ આપીશ અને હું સામે કયા પ્રશ્નો  કરીશ. બીજો લેક્ચર શરૂ થવામાં થોડા સમયની જ વાર હતી બસ આજ એનો આવવાનો નો સમય હતો પણ હજુ સુધી તે આવીજ નહી. બધા લેક્ચર પૂરા થઈ ગયા આજે તે ના આવી. મેસેજ કર્યો તો એણે કહ્યું કે એ તો આવીજ હતી પણ મે એને નહીં જોઈ હોય. એ કદાચ cross cheak કરતી હશે કે સાચે જ હું એને ઓળખું છું કે ખાલી એમજ timepass કરું છું. કેમ કે મેં એને ક્લાસમાં બધેજ શોધેલી પણ એ સાચેજ નહોતી આવી. પછી એને માન્યું કે હું સાચેજ તેને ઓળખું છું અને timepass નથી કરી રહ્યો. પણ મને ગુસ્સો આવી રહ્યો હતો મારી કોઈ પરીક્ષા કરે એ મને બિલકુલ પસંદ નહોતું અને આજે હું તેને મળી પણ ના શક્યો ઉપરથી Cross check. પણ ગુસ્સો થોડી ટકવાનો હતો ફક્ત બે મિનિટ તેની સાથે વાત કરી એટલામાં તો હું ભૂલી જ ગયો કે હું તેનાથી ગુસ્સે હતો. મેં એને કહી તો દીધેલું કે જ્યારે એ કોલેજ આવશે ત્યારે હું તેની વાત કરી લઇશ પણ મને ડર લાગતો હતો તેની સાથે વાત કરવામાં કદાચ મારા આ ડર ના કારણે જ ભગવાને મને વધુ સમય આપ્યો હશે તેની સાથે વધુ free થઈને વાત કરતો થાઉં ત્યાં સુધીનો.  જે હોય એ પણ હવે તો હું આખો દહાડો તેને મેસેજ કર્યા જ કરતો. મને ખબર હતી કે આ રીતે મેસેજ કરવાથી મને તે વ્યક્તિની આદત લાગી શકે છે અને ક્યારેય કોઈ વ્યક્તિની આદત લાગવા દેવી જોઈએ નહીં. હા જ્યારે આપણને ખબર હોય કે તે વ્યક્તિ હમેંશા આપણી સાથે રહશે તો તેની આદત લગાડવામાં વધુ વાંધો નથી પણ હજુ હું ધ્રુવાને વધારે નજીક થી જાણતો પણ નહોતો. પ્રેમ વિશે મને વધુ જ્ઞાન તો નહોતું પણ મને એટલું ખબર હતી કે જો આના સિવાય કોઈ બીજી છોકરી હોત તો હું આટલો બધો સમય રાહ જોઈજ ના શક્યો હોત request accept થાય ત્યાં સુધી. અને વાતો કરવાની આદત ધ્રુવા ને પણ થઈ શકે છે અને એ વાત સારી નથી. કારણ કે એક વાર વાતો કરવાની આદત પડી જાય પછી જ્યાં સુધી તે વ્યક્તિ આપણી સાથે વાતો કરતું હોય ત્યાં સુધી તો બધુજ ખુશહાલ ચાલતું હોય છે પણ જ્યારે કોઈ કારણોસર તે વ્યક્તિ આપણી સાથે દરરોજ ની જેમ વાત ના કરી શકે ત્યારે ઘણા બધા ઝગડાઓ શરૂ થતાં હોય છે. વ્યક્તિઓ એકબીજા પર શક કરવા લાગે છે અને હક જતાવવા લાગે છે. અને આ બધાની વચ્ચે જિંદગીમાંથી ક્યારે એક સારા માણસ ની બાદબાકી થઈ જાય છે તેની ખબર પણ નથી રહેતી. મને પ્રેમ માં વિશ્વાસ કરાવનારી જ ધ્રુવા હતી ભલેને મેં એની સાથે પ્રેમ વિશે હજુ સુધી કોઈ વાત ના કરી હોય પણ એના પ્રત્યે મને જે લાગણીઓ હતી તે જ મારા માટે પ્રેમ હતો. જ્યારે એણે મારી સાથે વાત કરવાની શરૂ કરેલી તે પહેલે થી જ મે એની સાથે મનમાં જ વાતો કરવાનું શરૂ કરી દીધેલું. હું પ્રેમ માં એટલું જ માનું છું કે જો મને કોઈ વ્યક્તિ ગમે છે કે તો હું એના માટે કઇં પણ કરી શકું અને જો તે વ્યક્તિ મને પસંદ ના હોય એટલે કે પ્રેમ ના હોય તો પછી હું તેના સાથે વાત કરવાનું પણ પસંદ નથી કરતો. ધ્રુવા જોડે વાત કરવાથી હું હમેંશા ખુશ રહેતો અને ખબર નહીં એના માં એવું શું હતું કે જે મને દરરોજ પ્રોત્સાહિત કર્યા કરતું.
કોઈપણ વ્યક્તિ સાથે નો સબંધ આખરે બે પરિણામ લાવે છે. જો તે વ્યક્તિ ખુબજ સારું હોય તો તમને તેની સાથે રહેવાથી ઘણો ફાયદો થાય છે. તેની સાથેનો સમય લાઇફ માં ઘણા ફેરફાર લાવી દે છે અથવા તો તે વ્યક્તિ ના દૂર થવાથી આપણને ઘણું બધુ દુખ થાય અને દુખ થાય ત્યારે પણ આપણને ઘણું બધુ શીખવા તો મળવાનું જ છે એટલે એ નક્કી કરવાનું આપણાં પર હોય છે કે કોઈ વ્યક્તિની સાથે સંબંધ રાખવો જોઈએ કે નહીં પછી એ દોસ્તી હોય કે પ્રેમ. હજુ તો મારા અને ધ્રુવા ની મિત્રતા ની શરૂઆત જ હતી અને હું એટલું તો પાક્કુ જાણતો હતો કે ધ્રુવા સાથે વાત કરવાથી મને એક ફાયદો તો થવાનો જ હતો. હું ધ્રુવા સાથે હિન્દી માં વાત કરતો કારણ કે એ ઇંગ્લિશ માં જ ભણેલી અને તેને ગુજરાતી ફાવતુ નહોતું. હિન્દી માં વાત કરવાથી મારુ હિન્દી ઘણું સુધરી જવાનું હતું. જેમ દરેક પ્રેમી ને પ્રેમ કરવાનું બહાનું જોઈતું હોય છે એમ મારા માટે પણ હિન્દી તો શીખી જ લઇશ ને....એ એક બહાનું હતું અને આમ પણ જોવા જઈએ તો ધ્રુવાએ હજુ સુધી મને એવું કોઈપણ દુખ આપ્યુ જ નહોતું એટલે જો પ્રેમ નહીં તો પણ આટલો સારો દોસ્ત મળ્યાની ખુશી તો મને હમેંશા રહેવાની જ છે ને.... મારી રાતો આવા બધા વિચારોમાં જ નીકળી જતી બસ દરેક સમયે તેના જ વિચારો આવ્યા કરતાં અને હમેંશા તે સાથેજ હોય તેવો ભાસ થતો.

ધ્રુવી : પપ્પા તમે મમ્મીને પહેલી વાર મળ્યા ત્યારે શું થયું હતું એ જાણવું છે. તમને ડર લાગતો હતો તો વાત કઈ રીતે કરી?  અને શું મમ્મીને પણ ડર લાગતો?

વિશ્રુત : ના બેટા. તારા મમ્મીને કોઈ ડર નહોતો લાગતો દોસ્ત સાથે વાત કરવામાં ડર થોડી લાગે એટલે એ તો ડર્યા વગર હમેશા હસતાં-હસતાં અને ખૂલીને જ વાત કરતાં પણ હું હમેશા ડર્યા કરતો. મને હમેશા ડર રહેતો કે કદાચ મેં કઈ ખરાબ બોલી દીધું અને તે ગુસ્સે થઈ જશે તો એટલે હું દરેક વસ્તુ બોલતા પહેલા હજાર વખત વિચાર્યા કરતો કે તેનો શું અસર પડશે ધ્રુવા પર. જ્યારે હું પહેલીવાર મળવા માટે જવાનો હતો ત્યારે તો મે script પણ લખી રાખી કે એ મને કયા-કયા પ્રશ્નો પૂછી શકે છે અને મારે તેના કયા જવાબ આપવા જોઈએ અને સાચું કહું તો એ વખતે મને એવું લાગતું કે જાણે હું કોઈ ઇન્ટરવ્યૂ આપવા જવાનો છું. એ દિવસે હું વહેલા કોલેજ પહોચી ગયો પહેલા લેક્ચર માં તો એ ક્યારેય નથી આવતી પણ બીજા લેક્ચર માં તો આવીજ જાય પણ ત્યારે એ કોલેજ આવી જ નહીં. મારા બધાજ ગોખેલા સવાલ નકામા ગયા. ખેર કોઈ વાંધો નહીં ધ્રુવાની ફ્રેન્ડશિપ માટે જો 6 મહિના રાહ જોઈજ લીધી હતી તો હવે વાત કરવામાં પણ થોડો વધુ સમય રાહ જોઈજ લઉં. ધ્રુવા માટે ભલે ને ગમે તેટલી રાહ જોઈએ પણ જ્યારે એ આવતી ત્યારે તેની સાથે ગાળેલો થોડોક સમય પણ તેના માટે જોયેલી રાહને ભૂલાવડાવી દે તેવો હતો. બીજા દિવસે હું કોલેજ પહોચ્યો ત્યારે તે પહેલાથી જ આવી ગઈ હતી. એને જોઈને જ ચેહરા પર એક સ્મિત ફેલાઈ જતું. તેણે મને આગલા દિવસે કહેલું કે તે મને સરખી રીતે ઓળખતી નથી એટલે મારે જ સામેથી એને મળવા જવું પડશે. આજે એણે એજ કપડાં પહેરેલા જે એણે મે તેને પહેલીવાર જોયેલી ત્યારે પહેરેલા.આ કપડામાં ધ્રુવા એકદમ સુંદર અને બિલકુલ સિમ્પલ લાગતી. બધા લેક્ચર પૂરા થયા ત્યારે એ તેની ફ્રેન્ડ સાથે ક્લાસ ની બહાર ઊભી હતી હવે મારે તેની સાથે વાત કરવા જવાનું હતું કદાચ એ ત્યાં મારી જ રાહ જોઇને ઊભી હશે અને અહિયાં મને વાત કરવામાં પણ ડર લાગતો હતો મારુ શરીર તો કાંપવા જ  લાગેલું. પણ જ્યારે એ જવા લાગી એટલે chance ગુમાવી ના દેવાય ની બીક માં હું તરત તેની બાજુમાં જ ઊભો રહી ગયો. મે તેને કહ્યું હું જ છું વિશ્રુત અને પછી થોડી ઘણી વાતો કરી. તેની સાથે સામસામે વાતો કરવાથી મને હવે ડર ઓછો લાગવા લાગ્યો હતો. આ વાતો મારા મન માં ઘણા બધા દિવસો સુધી ઘૂમરાયા જ કરી તેણે બોલેલું મારુ નામ અને સૌથી વધારે સુંદર તો એનો એ સુરીલો અવાજ, પહેલી વાર મે તેને આટલા નજીક થી સાંભળી હતી. પછી તો હું તેના સાથે બિલકુલ ખૂલીને વાત કરવા લાગ્યો જાણે હું તેને વર્ષોથી જાણું છું. હવે તો મારો તેની સાથે મેસેજ માં વાતો કરવાનો સમય પણ વધી ગયો હતો હું તેના વિશે લગભગ ઘણું બધુ જાણી ગયો હતો તેના nickname થી લઈને તેના સ્વભાવ સુધી. ધ્રુવનો સ્વભાવ બીજા કરતાં બિલકુલ અલગ લાગતો એક એવી છોકરી જેને હમેશા લેટ જ ઊઠવું ગમતું અને નાની નાની વાતો માં પણ રડવું આવતું અને દુખી થઈ જતી. મમ્મી થોડુક બોલી લે તો પણ રડતી અને એના માટે ઉતરાયણ જેવા તહેવાર ના દિવસે પતંગ ઉડાડવાથી વધુ મહત્વ તેના મોટી સાઇઝ ના બુટ ચેંજ કરાવવા જવાનું હતું. નાનકડી વાતોમાં ઇમોશનલ થઈ જનારી છોકરી અને નાની વાતોમાં અચાનક હદ કરતાં વધારે ખુશ પણ થઈ જતી. તેના પાસેથી હું એટલું શીખ્યો હતો કે હમેંશા mature અને સિરિયસ રહેવું જરૂરી નથી હોતું ક્યારેક ક્યારેક લાઇફની મજા માણવા માટે થોડું રડી પણ લેવું જોઈએ અને નાની નાની વાતોમાં ઘણું બધુ હસી પણ લેવું જોઈએ.....

ધ્રુવી : શું મમ્મી બિલકુલ મારા જેવા જ હતા?

વિશ્રુત : હા , બિલકુલ તારા જેવા જ એટ્લે તો તું મને ક્યારેય ધ્રુવાની યાદ નથી આવવા દેતી. તું સાથે હોય તો ધ્રુવા જેવુજ લાગે છે.

ધ્રુવી : પપ્પા પછી શું થયું ?  

વિશ્રુત : દરેક કોલેજ ના પહેલા વર્ષ માં annual function થતું હોય એમ અમારી કોલેજ માં પણ function થવાનું હતું જેમાં બધા જ વર્ષ ના સ્ટુડન્ટ એ ભાગ લીધો હતો. કોલેજ માં annual function ની તૈયારીઓ શરૂ થઈ ગયી હતી. મને લાગ્યું કે ધ્રુવા જરૂર fashion show માં ભાગ લીધો જ હશે પણ એને પૂછ્યું ત્યારે ખબર પડી કે તેને stage fear છે એટલે એણે કોઈ પ્રવૃતિમાં ભાગ લીધો નથી. મને થતું કે આટલી સુંદર અને હમેશા હસતી જ રહેતી છોકરીને stage fear કેમ હોય. જો અને ફેશન શો માં ભાગ લીધો હોત તો એને rampwalk કરતી વખતે પણ વધુ મેહનત કરવાની જરૂર નથી કારણ કે એની નોર્મલ ચાલવાની રીત પણ rampwalk જેવી જ લાગતી હતી. તેણે annual function માં ભાગ ભલે ના લીધો છતાં એ ત્યાં audience તરીકે જોવા આવવાની હતી એટલે હું તે દિવસ ની રાહ જોવા લાગ્યો. મને પણ ભાગ લેવાની ઘણી ઈચ્છા હતી પણ મને પસંદ આવે તેવી કોઈ પણ પ્રવૃતિ નહોતી એટ્લે મે પણ ભાગ ના લીધો. પરંતુ કોલેજની યાદો તો હોવી જોઈએ ને એટલે હું જોવા તો જવાનો જ હતો. function તૈયારીઓ ચાલતી હતી એટલે મોટાભાગ ના લેક્ચર ફ્રી જ હોતા અને આ ફ્રી લેક્ચર માં હું તેને જ જોયા કરતો. ખબર જ ના રહે કે ક્યારે હું તેની સાથે મારી કાલ્પનિક દુનિયા માં ચાલ્યો ગયો હોવ જ્યાં ફક્ત હું અને ધ્રુવા જ હોતા બીજું કોઈ નહીં એ પણ સામાન્ય લોકોથી ઘણા દૂર બરફની વાદીઓમાં...વ્યક્તિ ને ધોળા દિવસે પણ સપના આવવા લાગે એટલે સમજી લેવું કે પ્રેમ છે કોલેજમાં વચ્ચે થોડા દીવસની રજાઓ આવી અને પછી આવી ગયો annual function નો દિવસ જેની હું આતુરતાથી રાહ જોતો હતો. જો એણે ભાગ લીધો હોત તો આ દિવસ મારા માટે વધુ યાદગાર બની જાત. પણ મને ક્યાં ખબર હતી કે આ દિવસ યાદગાર તો જરૂર બનશે પણ બીજા કારણથી... function લગભગ 6 વાગે શરૂ થવાનું હતું પણ હું થોડો વહેલો જ કોલેજ પહોચી ગયો. ઘણી વાર કોલેજ ની બહાર ભીડ થઈ જતી અને પાર્કિંગ મળવામાં તકલીફ થતી હોય છે એટલે મે વહેલા પહોચી મારુ બાઇક પાર્ક કરી લીધું અને બાજુમાં ધ્રુવાના activa  માટે પણ થોડી જગ્યા રાખી લીધી અને પછી wait કરવા લાગ્યો કે ક્યારે આવશે. મન માં ચાલતું હતું કે હમણાં આવશે અને તેની activa પાર્ક કરીને ઉતારવાની અદા અને પછી એ hii બોલવું... લાગતું કે જાણે સ્વર્ગમાથી કોઈ અપ્સરા ના આવી હોય. હું તેના વિચારોમાં ખોવાઈ ગયો અને  ક્યારે મોડુ થઈ ગયું તેની ખબર જ ના રહી. કદમ નો ફોન  આવ્યો ત્યારે ભાન થયું કે ઘણું બધુ મોડુ થઈ ગયું છે પણ હજુ સુધી તે આવી જ નહોતી એટલે મે મેસેજ કર્યો ત્યારે ખબર પડી કે તેનું અચાનક જ મૂડ બદલાઈ ગયું છે અને હવે એ function માં નહીં આવી શકે. માથા પર પહાડ પડ્યો હોય એવું લાગ્યું. ક્યારનો સપના જોતો હતો અને એક જ ધ્રાસકે બધાજ સપનાઓ પર પાણી રેળાઈ ગયું. પણ કદમ અંદર મારી રાહ જોઈ રહ્યો હતો એટલે મારે જવું તો પડશે જ હવે function માં ક્યાં રસ હતો જ ધ્રુવાના વિચારો માં અને તેને ફંકશન વિશે મેસેજમાં જણાવવામાં જ સમય પસાર થઈ ગયો. મારી સાથે હમેશા આવુજ કેમ થતું હશે જ્યારે પણ કઈક સપના જોયા હોય તે દિવસે તે ક્યારેય આવીજ નહોતી શક્તી. કદાચ તેની friends નહોતી આવી એટલે એ પણ ના આવી. આ જ રીતે ધ્રુવાનું mood વારંવાર બદલાયા જ કરતું અને ક્યારે કઈ વસ્તુનું મૂડ થઈ જાય તે સમજી નહોતું શકાતું. એક વખત અચાનક જ મને મેસેજ આવેલો કે ચાલને આજે ક્યાક બહાર જમવા જઈએ અને થોડીક જ વાર માં ફરી મેસેજ આવ્યો કે હવે તેનું મૂડ નથી. ખરેખર ધ્રુવાને સમજવી ઘણી મુશ્કેલ હતી પછી લાગતું કે કદાચ બધીજ છોકરીઓનુ આવુજ હોતું હશે વારંવાર મૂડ બદલાયાજ કરતો હશે. આ રીતે મૂડ બદલાયા કરતાં એટલે થોડો ગુસ્સો તો આવતો પણ મને ધ્રુવાના અવાજ અલગ અલગ મૂડ થાય તે પસંદ હતું. હમેશા એક જ સરખું behave કરનારું વ્યક્તિ અમુક સમય પછી કંટાળાજનક લાગવા લાગે પરંતુ ધ્રુવાનું મન તો થોડા થોડા સમયે બદલાતું જ રહેતું.  હું શિખેલો કે હમેશા serious અને એકજ મૂડ માં ચાલવું યોગ્ય નથી પણ કોઈક કોઈક વાર નાનકડું બાળક બનીને પણ મજા કરી જ લેવી જોઈએ. Function થી ઘરે આવીને થાકી ગયો હતો એટલે બીજા દિવસે કોલેજ પણ ના જવાયું એમ પણ અત્યારે અલગ અલગ પ્રકારની પ્રવૃતિઓ જ ચાલી રહી હતી એટલે ભણવાનું ચાલતુ જ નહોતું. હું ઘણો મોડેથી ઉઠ્યો ઉઠતાની સાથેજ ધ્રાસ્કો લાગ્યો. મમ્મી એ મારુ બેગ ધોવા માટે લીધું હતું અને અંદર ની બધીજ વસ્તુઓ મારી બાજુમાં પલંગ પર જ મૂકી દીધી હતી. એ વસ્તુઓમાં ધ્રુવા માટે લીધેલું ઘડિયાળ પણ પડ્યું હતું. મમ્મી એ ઘડિયાળ જોયું હશે ને પૂછશે તો કે ક્યાથી લાવ્યો શું જવાબ આપવો એ જ ખબર પડતી નહોતી. પણ સદનસીબે મમ્મીનું ધ્યાન તેના ઉપર ગયું જ નહોતું અને હું બચી ગયો હજુ ધ્રુવાના બર્થડે ને બે દિવસની વાર હતી ત્યાં સુધી ઘડિયાળ સાચવવું પડશે.  મે ફટાફટ ઊભા થઈને ઘડિયાળ કબાટ માં સંતાડી દીધું. વળી ધ્રુવા એક નાનકડું ગિફ્ટ લેવા પણ માનતી નહોતી ઘડિયાળ આપવા માટે પણ મારે તેને ઘણીવાર સુધી મનાવવી પડી પણ તોય તે હજુ સુધી ના જ પાડતી હતી. મને શું ખબર એક ઘડિયાળ આપવામાં આટલી બધી મુશ્કેલીઓ થઈ પડશે. પણ સાથે સાથે હું એના બર્થડે માટે પણ excited હતો. બર્થડે ના દિવસે એ કોલેજ આવશે કે નહીં આવે એ પણ નક્કી નહોતું કારણકે તે સમયે શહેરમાં આંદોલન ચાલતા હતા અને તેના કારણે તે દિવસે બંધનું એલાન થવાનું હતું, આમ થતાં મારા બધાજ સપનાઓ પર પાણી રેળાઈ જાત. નસીબ સારું હતું કે તે દિવસે રાત સુધીમાં બધુજ શાંત પડી ગયું અને કોલેજ અને સ્કૂલ ચાલુ જ છે તેવું news માં પણ આવી ગયું બસ હવે ચિંતા માત્ર એટલી  જ હતી કે કાલે તે આવશે કે નહીં. કેમ કે annual function માં છેલ્લી ઘડીએ તેનું મૂડ બદલાઈ ગયું હતું. છતાં આ વખતે પહેલેથી જ હું ભગવાનને પ્રાથના કરતો હતો કે annual function ની જેમ છેલ્લા સમયે તેનું મૂડ ચેંજ ના થાય. બર્થડેના આગલા દિવસે આના કરતાં પણ વધારે કદાચ હું વધુ excited હોઈશ. કારણ કે બીજા દિવસે મારે એને મળવાનું હતું અને એ પણ ઘણા બધા દિવસો પછી.... ખરેખર ધ્રુવા જેવી છોકરી લાઇફમાં મળવી ઘણી મુશ્કેલ હોય છે. તેના કારણે હું હમેશા ખુશ રહેતો. હું કોઈપણ વાતને લઈને ગમે તેટલો દુખી કેમ ના હોવ પણ ધ્રુવાનો એક મેસેજ મને ખુશ કરવા માટે કાફી હતો. ઘણા દિવસો પછી મળવાનો હતો એટલે મને આગલી રાતે ઊંઘ જ ના આવી સવારે જલ્દી થી કોલેજ પહોચી ગયો. એ પહેલા લેક્ચર માં તો આવી નહોતી મન માં ચાલતું હતું કે આજે તો એ આવવી જ જોઈએ. બીજો લેક્ચર શરૂ થવાનો હતો એ પહેલા જ હું ક્લાસ ની બહાર નીકળી ગયો ત્યારેજ તેનો મેસેજ આવ્યો કે એ કોલેજ ની બહાર જ છે. હું એકદમ ખુશ થઈ ગયો અને જલ્દી થી કોલેજ ની બહાર પહોચ્યો. કોલેજ ના ગેટની બહાર થોડેક દૂર એક બાંકડા પર તે બેઠી હતી શિયાળા નો સવારનો આઠ વાગ્યાનો એ તડકો એના ચહેરા પર પડતો અને જાણે એ ચમકી ઉઠતી.  બે ઘડી બધુજ જાણે રોકાઈ ગયું હું ત્યાજ ઊભો ઊભો તેને જોઈ રહ્યો હતો. મારે જવામાં ઘણું મોડુ થયું એટલે એના મેસેજ આવવા લાગ્યા તેથી હું જલ્દી તેની જોડે પહોચ્યો. નજીક પહોચ્યા પછી તો એથી પણ વધારે સુંદર દેખાવા લાગી હતી. અને એ જ્યારે પહેલી વખત જોવે ત્યારે જે સ્માઇલ હોય તેના ફેસ ઉપર આ બધા moments તો લાઇફમાં ક્યરેય નહીં ભૂલું શકું. મે એને વિશ કર્યું અને પછી તો ખબર નહીં શું વાત કરી પણ મારૂ ધ્યાન ફક્ત તેના તરફ જ હતું અને હું હા...હ... બોલતો ગયો. થોડીવાર પછી અમે છૂટા પડ્યા પણ આજનો આ દિવસ અને આ moment ખરેખર એક અલગ જ ફીલિંગ આવી. મે મનમાં નક્કી કર્યું કે હવે આ દોસ્તી હું ક્યારેય નહીં તૂટવા દઉં. તેને મળ્યા પહેલા તો ઘણું બધુ વિચારી લેતો કે તેને શું કહેવું પણ જ્યારે તે સામે હોતી ત્યારે બધુજ જાણે હવા બની ઊડી જતું અને ફક્ત તેનોજ અવાજ સાંભળવાનું મન થતું. એટલામાં તો બીજો લેક્ચર શરૂ થવાનો સમય થઈ ગયો હતો એટ્લે હું પાછો કોલેજ માં જતો રહ્યો. થોડી વાર પછી એ પણ ક્લાસ માં આવી. એ દિવસે તો મારી નજર તેના પરથી  હટતી જ નહોતી. હું એક એક ક્ષણ મારા mind માં કેદ કરી લેવા માંગતો હતો. જો મને આખી જિંદગી કોઈ સાથે બેસી રહેવાનુ કહ્યું હોય તો હું ધ્રુવાને જ choose કરું. એકપણ શબ્દ બોલ્યા વગર બસ તેને જોયા જ કરવાનું...

ધ્રુવી : હા પપ્પા આ વાત મને કદમ અંકલ એ પણ કહી હતી. પપ્પા તમે કદમ અંકલ ને ક્યારે કહ્યું કે તમને મમ્મી પસંદ છે. તમારા બેસ્ટ ફ્રેન્ડ હતા છતાં પણ તમે કેમ આટલા સમય સુધી વાત છુપાવી રાખેલી?

વિશ્રુત: બેટા અમુક વાતો આપણે ફક્ત આપણાં સુધીજ રાખવી જોઈએ મે છેલ્લા 6 મહિનાથી મારા મગજ માં શું ચાલતું અને મને પ્રેમ થયો એ કદમ ને પણ કહ્યું નહોતું. હા એ એટલું જાણતો હતો કે ધ્રુવા મારી ફ્રેન્ડ છે બાકી એ સિવાય મે કોઈ જ વાત કરી નહોતી કારણ કે અમુક વાર કોઈપણ છોકરી વિશે બીજાને કહેવાથી ખોટી ખોટી અફવાઓ બનતા વાર નથી લાગતી હોતી. છતાં સૌથી પહેલા તો મે કદમ ને જ જણાવેલું. અને એક વખત તેને કીધા પછી તો હું દરેક વાત તેની સાથે share કરતો. જે સપનાઓ હું મન માં જ જોઈએ રાખતો અને કોઈને કહી શકતો નહોતો એ બધુ જ હવે હું કદમ ને જણાવતો. પણ જ્યારે વાત પ્રેમ ની હોય અને ખાસ કરીને એકતરફી પ્રેમ ત્યારે પાક્કો દોસ્ત ઘણું મહત્વનો ભાગ ભજવતો હોય છે. પ્રેમ એકતરફી હોય એટલે આપણે તે છોકરી ને તો એ વિશે વાત કરતાં ડરતા હોઈએ પણ મિત્ર ને બધીજ વાતો જણાવી શકતા હોય છે અને કદાચ મિત્ર ને જ સૌથી વધારે ખ્યાલ હોય છે કે તેનો મિત્ર છોકરીને કેટલો પ્રેમ કરે છે. જો મિત્ર જ ના હોય તો પછી તે છોકરી પ્રત્યે ની દરેક લાગણીઓ ખુલ્લી મૂકવા ક્યાં જવાનું? એમ મારા માટે પણ કદમ હતો તેની સાથે હું દરેક વાતો કરી શકતો જે હું ધ્રુવાને કહેતા ડરતો હતો. ધ્રુવાને તો મારા પ્રેમ ની કદાચ ખબર પણ નહીં હોય પણ કદમ મારી એક એક લાગણીઓ જાણતો હતો. કોલેજ નું પહેલું વર્ષ હતું એટલે દરેક પ્રવૃતિઓ માં જવાની મજા જ કઈ અલગ હતી અત્યાર સુધી ભલે ને મે annual function માં ભાગ ના લીધો હોય પણ જોવા તો ગયો જ હતો. કોલેજ ના દિવસો વારંવાર નથી આવતા હોતા એટ્લે એક એક પળોને માણી લેવી જોઈએ આવું મને ધ્રુવા એ કીધેલું. બધા ફંકશન પૂરા થયા અને હવે કોલેજ રેગ્યુલર ચાલુ થઈ ગયી હતી બાકી હતું તો હવે બસ એક છેલ્લું ફંકશન જેમાં કોલેજ તરફથી riverfront જવાનું હતું. ત્યાં જવાની આગલી સાંજે હું હમેંશા ની જેમ જ તેની સાથે વાતો કરી રહ્યો હતો ત્યારે એણે મને એવો મેસેજ કર્યો કે જેનાથી મારુ મૂડ જ ખરાબ થઈ ગયું. મે ક્યારેય વિચર્યું નહોતું કે ધ્રુવા આટલી નાનકડી વાતમાં અચાનક જ ખુબજ ગુસ્સે થઈ જશે અને કદાચ તે દિવસ પછી ક્યારેય વાત નહીં કરે. તે દિવસે પહેલી વાર મને પ્રેમ ના કારણે રોવાનું નીકળી ગયું. ધ્રુવા એ કઈંક એવું કહ્યું જે મે ક્યારેય ધાર્યું જ નહોતું....

################################

આગળનો ભાગ જલ્દી જ અપલોડ કરીશ. અહીંયા સુધીના તમારા પ્રતિભાવ મને જરૂરથી જણાવજો.




        

         

બીજા રસપ્રદ વિકલ્પો