Ranvirsingh books and stories free download online pdf in Gujarati

રણવીર સિંહ

રણવીર સિંહ

રણવીર સિંહ ભવનાની, નામ તો સુના હોગા... અરે નામ જ નહીં, કામ પણ સંભળાયું છે. ૬ ઠી જુલાઈ, ૧૯૮૫ ના રોજ, મુંબઈ, મહારાષ્ટ્રમાં જન્મેલાં રણવીર સિંહને કોણ નથી જાણતું? ઇંડિયન સિનેમાના ચાહકો અને એમાં ખાસ કરીને રણવીર સિંહના ચાહકો માટે રણવીર એટલે એક નોન ફિલ્મી (? - કેમકે આમ જુઓ તો રણવીર સિંહ અને સોનમ કપૂર બંને દુરના કઝિન થાય એટલે ફિલ્મી નાતો તો ખરો) બેકગ્રાઉંડ ધરાવતો ફુટડો યુવાન કે જેણે પોતાનાં પાવર પેક પર્ફોમન્સથી, પોતાની અનલિમિટેડ એનર્જીવાળા વ્યક્તિત્વથી, ડેડિકેશન અને પાત્રો ભજવવાનાં સાહસથી તથા હવે તો એક મોસ્ટ રોમાંટિક હસબંડ તરીકે દિલ જીતી લીધાં છે. તો એનાં વિશે આપણે થોડી ઘણી માહિતી લઈએ.

ફિલ્મી સફરની શરૂઆત અને અત્યાર સુધી રિલીઝ થયેલી ફિલ્મો :

૨૦૧૦ થી ફિલ્મ જગતમાં કાર્યરત આ એનર્જેટીક અભિનેતાએ ઘણી રસપ્રદ ફિલ્મો આપી છે અને તેવી જ રીતે તેનો ભૂતકાળ અને વર્તમાન બંને રસપ્રદ રહ્યાં છે. આઠ વર્ષમાં આ ટેલેન્ટેડ અભિનેતાએ વિષય પસંદગી કરવામાં ઘણી વિવિધતા અને સફળતા બતાવી. બૈંડ બાજા બારાતનો બીટ્ટુ શર્મા હોય કે પછી લેડીઝ વર્સિસ રિકી બહલનો રિકી હોય, લૂટેરાનો વરૂણ હોય કે પછી ગોલીયો કી રાસલીલા રામ - લીલાનો રામ હોય, દર્શકોના દિલમાં અને મનમાં ઘર કરતાં રણવીર સિંહને જરા પણ વાર લાગી નહીં. પહેલી નજરે જોતાં એમ થાય કે આ સાવ સામાન્ય અને બિલકુલ નવોદિત છોકરો શાહરૂખ ખાન સાથે પોતાના મૂવી કેરિયરની ભવ્ય શરૂઆત કરનાર અનુષ્કા શર્મા સાથે જામશે કે નહીં? અને કદાચ એવાં જ મનોમંથન સાથે મારા જેવા દર્શક બૈંડ બાજા બારાત જોવા થિએટર સુધી લાંબા થયાં હતાં. સ્ક્રીન પર આવતાં જ પોતાનાં પર્ફોમન્સ અને ઓન સ્ક્રીન પ્રેઝન્સથી રણવીર સિંહ આખા મૂવીમાં છવાઈ ગયો હતો. જેણે જેણે બૈંડ બાજા બારાત થિએટરમાં જોયું કે ઘેર જોયું, તે સૌના મોઢે એક જ વાત હતી કે છોકરામાં દમ છે.

મને હજી યાદ છે કે લેડીઝ વર્સિસ રિકી બહલ જોયું ત્યારે હું એક્દમ જાણે નિર્ણાયક બની ગઈ હતી. ફિલ્મ જોતાં જ લાગ્યું કે રણવીર સિંહ લાંબી રેસનો ઘોડો સાબિત થશે અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણી સફળતા મેળવી શકશે. અને એ સાબિત પણ થયું જ. એક પછી એક હિટ ફિલ્મ આપીને તેણે ભારતભરમાં પોતાનું નામ રોશન કર્યું. આ ફિલ્મોની યાદી તૈયાર કરીએ તો તેમાં બૈંડ બાજા બારાત, લેડીઝ વર્સિસ રિકી બહલ, ગોલીયો કી રાસલીલા રામ - લીલા, ગુંડે, દિલ ધડકને દો, બાજીરાવ મસ્તાની, પદ્માવત, અને હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ સીમ્બા મુખ્ય છે.

દર્શકો દ્વારા સૌથી વધુ પ્રેમ પામેલાં પાત્રો :

રણવીર સિંહ દ્વારા ભજવાયેલાં બધાં જ પાત્રોમાં ગોલીયો કી રાસલીલા રામ - લીલાનો પોતાનાં નિર્ણયો પર અડગ રહેનારો, વફાદારીથી પ્રેમ કરનારો રામ, દિલ ધડકને દો નો નિખાલસ, પોતાની જિંદગી પોતાની રીતે જીવવામાં માનનારો કબીર મેહરા, બાજીરાવ મસ્તાનીના અનોખા પ્રેમી અને પેશ્વા સામ્રાજ્યના નાયક બાજીરાવ પેશ્વા, પદ્માવતનો ઝનુની, ઝીદ્દી, ખૂંખાર, પોતાને ગમતી વસ્તુ કે વ્યક્તિને મેળવવા માટે કોઈ પણ હદે જઈ શકે તેવો ક્રૂર શાસક ખીલજી અને તાજેતરમાં રજૂ કરવામાં આવેલી ફિલ્મ સીમ્બાનો નીડર, ચપળ, ચંચળ તથા સાહસિક પોલિસ અધિકારી સંગ્રામ સિંહ ભાલેરાવ મુખ્ય છે. સ્ક્રીન પર રણવીર સિંહ આવતાં જ આપણે તેણે ભજવેલા પાત્રમાં ખોવાઈ જઈએ તેવી લાક્ષણિકતા તે ધરાવે છે. ૨૦૧૯ માં તેનું ગુલ્લી બોય રિલીઝ થવાની છે જેમાં રણવીર સિંહ સાથે આલિયા ભટ્ટ ચમકવાની છે.

એક્ટર બન્યાં પહેલાનો રણવીર સિંહ :

મુંબઈમાં સિંધી ફેમિલીમાં જન્મેલાં અને ઉછરેલાં રણવીર સિંહના માતાપિતા જગજિત સિંહ અને અંજુ સિંહ ભવનાની છે. તેને એક બહેન છે જેનું નામ રીતિકા ભવનાની છે. રણવીરના દાદા - દાદી કરાંચી, સિંધ, હાલનું પાકિસ્તાનથી મુંબઈ ભારત - પાકિસ્તાનના ભાગલા સમય દરમિયાન શિફ્ટ થયાં હતાં. સોનમ કપૂરની મમ્મી સુનિતા કપુર અને રણવીર સિંહનાં માતા- પિતા દુરના સગા થાય. નાનપણમાં એક વખત એક બર્થ-ડે પાર્ટીમાં રણવીર સિંહના દાદીએ તેને નાચવાનું કહ્યું અને તેને એન્ટરટેઇન કરવાનું કહ્યું. ત્યારે તરત જ રણવીર સિંહ પડે પાર્ટી જ હતી લોનમાં છે અને ત્યાંના ખૂબ જ ફેમસ હમ ફિલ્મનાં સોંગ જુમ્મા જુમ્મા પર ડાન્સ કર્યો. ડાન્સ કરીને તેણે તેની દાદીને એન્ટરટેઇન કર્યા પરંતુ સાથે સાથે પોતાના બરેલી ટેલેન્ટનો પણ તને પાસ થયો અને ત્યારબાદ તેણે એક્ટિંગ કરવાનો નિર્ણય કર્યો. સામાન્ય રીતે એક્ટિંગ બેકગ્રાઉન્ડ ધરાવતા લોકોને જ ફિલ્મ લાઈનમાં આસાનીથી બ્રેક મળતો હોય એવી માન્યતા હોવાથી રણવીર સિંહે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના ઇંડિયાના યુનિવર્સિટીની બેચલર ઓફ આર્ટ્સ ની ડિગ્રી લીધી. ફિલ્મ લાઇનમાં આવવું, તેવો નિર્ણય કર્યા બાદ તેણે ક્રિએટિવ રાઇટિંગ માટે પણ કોર્સ કર્યા.

૨૦૦૭ માં ઇન્ડિયા પાછા આવ્યા બાદ રણવીર સિંહ ઓડિશન્સ આપવાના ચાલુ કર્યા પરંતુ ડિરેક્ટર્સ તરફથી કોઈ સારો અભિપ્રાય ન મળતા તેના કોન્ફરન્સને અસર થઈ હતી. આમ છતાં તેણે હિંમત હાર્યા વગર પોતાના ઓડિશન્સ આપવાના ચાલુ રાખ્યા. આપણામાંથી ઘણા એ youtube ચેનલ પર રણવીર સિંહ આપતો વીડિયો જોયો હશે. એ વખતે પણ તે કન્ફ્યુઝડ એ થતો કે શું આ પગલું સાચું છે કે ખોટું.

ફિલ્મી દુનિયામાં પદાર્પણ :

2010માં યશરાજ ફિલ્મ્સના કાસ્ટીંગ ડિવિઝન હેડ શાનુ શર્માના કાસ્ટીંગ માટેના કોલ થી રણવીર સિંહનું જીવન બદલાઈ ગયું. તે વખતના વાઇસ-પ્રેસિડન્ટ આદિત્ય ચોપરાએ રણવીર સિંહની ઓડીશન ટેપ જોઈને, તેની એક્ટિંગથી ઇમ્પ્રેસ થઈને બેન્ડ બાજા બારાત માં તેને લીડ રોલ આપ્યો. આ ફિલ્મ એક રોમેન્ટિક કોમેડી ફિલ્મ હતી. ફિલ્મના ડિરેક્ટર મનીષ શર્માએ રણવીર સિંહના વધારે ઓડીશન લઈને અનુષ્કા શર્મા સામે તેને લીડ રોલ આપી દીધો.

એક ટિપિકલ દિલ્લી બોયની ઈમૅજ ઉભી કરવામાં રણવીરને વાર ના લાગી અને બીટ્ટુ શર્માને લોકોએ વધાવી લીધો. આ મુવી રણવીરસિંહને તેનો પહેલો ફિલ્મફેર ડેબ્યુ એવોર્ડ અપાવ્યો. ત્યારબાદ આવેલી લેડીઝ વર્સિસ રિકી બહેલ ફિલ્મે રણવીર સિંહને આગવી ઓળખ અપાવી. દીપાનીતા શર્મા, નવોદિત પરીનીતી ચોપડા, અદિતિ શર્મા અને અનુષ્કા શર્માને ચમકાવતી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ ગઈ. ત્યારબાદ ૨૦૧૩ માં આવી લુટેરા. આ ફિલ્મનો સમાવેશ critically acclaimed ફિલ્મ માં થાય છે. રણવીર સિંહ સાથે સોનાક્ષી સિંહાને ચમકાવતી આ ફિલ્મ બહુ ચાલી નહોતી પરંતુ અભિનયના વખાણ થયા હતા.

અને પછી આવી ગોલિયોં કી રાસલીલા રામલીલા. ડિરેકટર તરીકે જાણીતા સંજય લીલા ભણસાલીએ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહની જોડી ને સૌ પ્રથમવાર ગોલિયોં કી રાસલીલા રામલીલામાં રજુ કરી. બન્નેની જોડીએ મોટા પડદે ધૂમ મચાવી અને પીક્ચર સુપરહિટ થયું. રણવીર સિંહમાં રહેલી એક ટેલેન્ટ આ મુવી થી વધારે બહાર આવી. આ મુવી માં આપેલા રણવીર સિંહના પરફોર્મન્સથી જ તેને સંજય લીલા ભણસાલી દ્વારા દરેક કરવામાં આવેલા ત્યારબાદના બે સૌથી સફળ મુવી બાજીરાવ મસ્તાની અને પદ્માવત મળ્યા. પેશવા સામ્રાજ્યના આગેવાન બાજીરાવ પેશ્વા તરીકે રણવીર સિંહ ફરી એકવાર મોટા પડદે છવાયો. કહેવાય છે કે આ ફિલ્મમાં કામ કરવા માટે રણવીર સિંહે મુંડન કરાવ્યું હતું અને એક હોટલના રૂમમાં એકવીસ દિવસ સુધી લોક રહ્યો હતો. બાજીરાવના કેરેક્ટરમાં જીવંતતા લાવવા માટે તેણે અથાગ પ્રયત્ન કર્યા હતા. આ ફિલ્મમાં તેની સાથે ફરીથી દીપીકા પાદુકોણ જોવા મળી અને સાથે સાથે પ્રિયંકા ચોપરા પણ. ત્રણે કલાકારોએ કમાલ કરી દીધી.

પ્રિયંકા ચોપરા સાથે રણવીર સિંહ પહેલા ગુંડે નામની ફિલ્મમાં કામ કરી ચૂક્યો હતો. જે બોક્સ ઓફિસ પર સફળ રહી ન હતી. પરંતુ ૨૦૧૫ માં જ આવેલી ઝોયા અખ્તરની દિલ ધડકને દો અત્યંત સફળ ફિલ્મ સાબિત થઇ. આ ફિલ્મમાં રણવીર સિંહની સાથે સાથે પ્રિયંકા ચોપરા, અનુષ્કા શર્મા, ફરહાન અખ્તર, અનિલ કપૂર જેવા કલાકારો હતા. રણવીર સિંહે ફરી એકવાર પોતાની ટેલેન્ટ સાબિત કરી. ત્યારબાદ 2016 માં આવેલી બેફીકરે બોક્સ ઓફિસ ઉપર બહુ ચાલી ન હતી. આ ફિલ્મમાં તેની સાથે વાણી કપૂર હતી. આ ફિલ્મ યશરાજ પ્રોડક્શન હેઠળ બની હોવા છતાં કમાણી કરી શકી ન હતી.

એક વર્ષના વિરામ બાદ આખરે સંજય લીલા ભણસાલી ની બહુચર્ચિત ફિલ્મ પદ્માવત માટે અલાઉદ્દીન ખીલજીનું પાત્ર ભજવવા માટે રણવીર સિંહની ફરી એકવાર પસંદગી થઈ. આ પાત્ર રણવીર સિંહ માટે તેની ટેલેન્ટની કસોટી જેવું હતું. અલાઉદ્દીન ખીલજીના નેગેટિવ પાત્રને ભજવવા માટે કદાચ રણવીર સિંહથી ઉત્તમ કોઈ બીજી ચોઈસ હોઈ જ ન શકે. સંજય લીલા ભણસાલી પ્રોડક્શન હેઠળ બનેલી ફિલ્મ ૨૦૧૮ ની બહુચર્ચિત ફિલ્મ ની સાથે સાથે લોકોના આકર્ષણનું કેન્દ્ર પણ બની હતી. રાજસ્થાનમાં કરણી સેનાનો વિરોધ હોય કે પછી ફિલ્મનું પદ્માવતીમાંથી થયેલું પદ્માવત નામ હોય, આ ફિલ્મની રિલીઝ દરમિયાન એક પછી એક ચડાવ-ઉતાર આવ્યા. ગુજરાત, રાજસ્થાન જેવા રાજ્યમાં તો આ ફિલ્મ રિલીઝ પણ ન થઈ શકી. સતી પ્રથા પર આધારિત આ ફિલ્મમાં રણવીર સિંહ સાથે દીપિકા પાદુકોણ પદ્માવતીનાં મુખ્ય પાત્રમાં જોવા મળી. પદ્માવતી ના પતિ રાજા રતનસિંગનું પાત્ર શાહિદ કપૂરએ ભજવ્યું હતું. પણ એમાં છવાયો ખીલજીનું પાત્ર ભજવી રહેલો રણવીર સિંહ.

રણવીર સિંહની તાજેતરમાં રિલીઝ થયેલી રોહિત શેટ્ટીની ફિલ્મ સિમ્બાએ બોક્સ ઓફિસના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. 2018ની સેકન્ડ હાઈએસ્ટ કમાણી કરનાર ફિલ્મ તરીકે તે સ્થાપિત થઈ ચૂકી છે. નીડર પોલીસમેન તરીકે સિંઘમ આપણને બહુ ગમ્યો હતો. તેવી જ રીતે સિમ્બા દર્શકોને મન ઘર કરી ગયો છે. પાવરપેક્ડ એક્શન સીન અને કોમીક ટાઈમિંગથી ભરપુર સિમ્બામાં દેશી ની સામે સારા અલી ખાન હિરોઈન તરીકે છે. એક્શન સીન હોય તે કોમેડી સીન, રણવીર સિંહ છવાઈ જાય છે. સિમ્બા ૧૫૦ કરોડ કમાઈ ચૂકી છે અને હજી નોનસ્ટોપ કમાણી ચાલુ છે.

પર્સનલ લાઇફ વિશે વાત :

ગોલીયો કી રાસલીલા રામલીલાથી રણવીરની પ્રોફેશનલ કેરિયર તો આગળ વધી, સાથે સાથે પર્સનલ લાઇફ પણ આગળ વધી. એવી છે કે રામલીલા ના સેટ પર જ દીપિકા પાદુકોણ સાથે રણવીર સિંહને પ્રેમ થયો હતો. રણબીર કપૂર સાથેના બ્રેકઅપ બાદ દીપિકા માટે ફરી એકવાર રિલેશનશિપમાં જોડાવું અઘરૂં હતું. ૨૦૧૨ થી ૨૦૧૮ સુધી પોતાના રિલેશનશિપ સ્ટેટસ વિશે ક્યારેય કમેન્ટ ના કરનાર આ કપલ મીડિયાનું એકદમ ફેવરિટ કપલ હતું. સાથે સાથે રણવીર સિંહ પણ પોતાની દીપિકા પ્રત્યેની લાગણીઓ ને જાહેર કરવામાં પાછો પડ્યો ન હતો. એવોર્ડ ફંક્શન હોય કે કોઈના લગ્નનું રિસેપ્શન, દરેક જગ્યાએ આ કપલ સાથે જોવા મળતું. હાથમાં હાથ નાખીને એન્ટ્રી કરતાં આ કપલનાં ઘણાં પિક્ચર આપણે સોશિયલ મીડિયા પર જોયાં હશે.

આખરે ૨૦૧૮ ના ઓક્ટોબર મહિનામાં આ જોડીએ મહિના પછી એટલે કે નવેમ્બર 2018 માં થનારા તેમના લગ્નની જાહેરાત કરી હતી. ઈટાલીમાં ટ્રેડીશનલ કોંકણી અને સિંધી લગ્ન વિધિથી દીપિકા અને રણવીર સિંહ લગ્નગ્રંથિથી જોડાયા. મીડિયાએ તેમને "દીપવીર" ઉપનામ પણ આપ્યું છે. દીપિકાના કહેવા પ્રમાણે એક આઇડીયલ હસબન્ડ છે. પોતાના ચિત્રવિચિત્ર ડ્રેસિંગ સેન્સ માટે જાણીતા રણવીર સિંહને મીડિયા "બાબા" ના નામથી સંબોધે છે. કેમેરા સામે આવતાં તેનામાં એક અલગ પ્રકારની એનર્જીનો પ્રવેશ થાય છે. અને આ તેની એક્ટિંગમાં પણ જોવા મળે છે.

કહેવાય છે ને કે અથાગ પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી આ કહેવત રણવીર સિંહે સિદ્ધ કરી છે. ફેમિલી બિઝનેસ બેકગ્રાઉન્ડ ધરાવતા રણવીર સિંહને ભારતીય ફિલ્મ જગતમાં પોતાનું સ્થાન સ્થાપિત કરવા માટે ઘણી મહેનત કરવી છે. શાહરૂખ ખાન, સલમાન ખાન, આમિર ખાન, અક્ષય કુમાર, અજય દેવગણ તથા રણબીર કપૂર જેવા ઉમદા કલાકારોને રણવીર સિંહે બરાબરની ટક્કર આપેલી છે. અને કદાચ તેના આ વ્યક્તિત્વને આકર્ષિત થઈને તેને દીપિકા પાદુકોણ જેવી સુંદર હિરોઈન સાથે ત્રણ ફિલ્મમાં કામ કરવાની સાથે સાથે તેના જીવન સાથે બનવાની તક પણ મળી. રણવીર સિંહને મીડિયા માં તેના વિશે લખાતી વાતોની બહુ અસર થતી નથી. અને તે એક મીડિયા ફ્રેન્ડલી એક્ટર છે. દીપિકા પ્રત્યેની પોતાની લાગણીઓ ક્યારેય ન છુપાવીને તેણે પોતાના નિખાલસ સ્વભાવનો પણ પરિચય આપેલો છે. રણવીર સિંહના જણાવ્યા મુજબ દીપિકા પદુકોણ ને લીધે જ તે જમીન સાથે જોડાયેલો છે. સફળતાને કેમ પચાવી તે તેણે દીપિકા પાસેથી શીખ્યું છે. કદાચ દીપિકા જ છે કે જે તેને ધરતી સાથે જોડાયેલો રાખે છે.

રણવીર સિંહના કહ્યાં પ્રમાણે અત્યાર સુધી તે એક સારો બોયફ્રેન્ડ હતો પણ હવે તે એક સારો હસબન્ડ બનવાના પૂરતા પ્રયત્નો કરવામાં લાગી ગયો છે. દીપિકા પાદુકોણ જેવી સેન્સિટિવ વ્યક્તિ માટે રણવીર જ યોગ્ય છે.

આવનારી ફિલ્મ વિશે વાત :

૨૦૧૯ માં જ ઝોયા અખ્તર દ્વારા દિગ્દર્શિત "ગુલ્લી બોય" રિલીઝ થવાની છે. ફિલ્મનું ટીઝર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મમાં તેની સાથે આલિયા ભટ્ટ પણ છે. ત્યારબાદ ૨૦૨૦ માં ક્રિકેટ પર આધારિત 83, કે જેને એક થા ટાઇગર ફિલ્મ બનાવનાર કબીર ખાન ડાઇરેક્ટ કરવાના છે. આ ફિલ્મનો પ્લોટ, ૧૯૮૩ માં ભારતીય ટીમે જીતેલા વર્લ્ડ કપ પર છે. અને ૨૦૨૦ માં જ કરણ જોહરની ધર્મા પ્રોડક્શન્સની હિસ્ટોરિકલ ડ્રામા "તખ્ત" રિલીઝ થવાની છે. આ બંને ફિલ્મમાં પણ રણવીર સિંહ મુખ્ય ભૂમિકામાં છે.

રણવીર સિંહ વિશે કેટલીક અજાણી વાતો :

  • રણવીર સિંહે બેન્ડ બાજા બારાત પહેલા ૩ મૂવી રિજેક્ટ કર્યા હતા.
  • કહેવાય છે કે રણવીર સિંહ અને ધર્મેન્દ્ર અને હેમા માલિનીની પુત્રી આહના દેઓલ ડેટિંગ કરી રહ્યા હતા.
  • રણવીર સિંહ તેના ફિલ્મી કેરિયર માટે થઈને ભવનાની સરનેમ ડ્રોપ કરી હતી. તેને લાગતું હતું કે રણવીર સિંહ ભવનાની બહુ લાંબુ નામ થઈ જશે.
  • રણવીર સિંહ તેની માતાની બહુ નજીક છે.
  • રામ લીધા માં રણવીર સિંહનો પરફોર્મન્સ જોઇને ઇન્ડસ્ટ્રીના મહાનાયક અમિતાભ બચ્ચને તને handwritten note મોકલાવી હતી.
  • રણવીર છે ને એક વખત સ્કુલમાંથી એટલા માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો કારણ કે તે ચાલુ ક્લાસમાં "છૈયા છૈયા" ગીત સાંભળતો હતો. એ તેનું ફેવરીટ સોંગ હતું.
  • ભારત દેશમાં ટેલેન્ટની કમી નથી. અને એટલે જ રણવીર સિંહ જેવા કલાકારો ઉભરે છે. તેની એક્ટિંગ સેન્સ અને ઓન સ્ક્રીન પ્રેઝન્સથી દર્શકોનું મન જીતનારા રણવીર સિંહને આગળ ઘણી મહેનત કરવાની છે અને તે કરે પણ છે. સિમ્બા ફિલ્મ માટે તેણે કરેલી મહેનત મૂવી જોયા દરમિયાન જ ખબર પડી જાય છે. અજય દેવગણને ટક્કર મારતું શરીર હોય કે પછી એક્દમ નેચરલ એક્ટિંગ હોય, અને એમાં પણ એક બેઈમાન પોલિસ અધિકારીના રોલથી લઈને ઈમાનદારીના રસ્તે ચાલતો અધિકારી, તમામ પ્રકારના રોલમાં રણવીર સિંહ પાસ થઈ ગયો છે. લગ્ન પછી રિલીઝ થયેલી તેની આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી છે. અને આશા રાખીએ કે રણવીર સિંહની આવનારી તમામ ફિલ્મો આ જ રીતે સફળતા પામે અને તે આમ જ આપણને એન્ટરટેઈન કરતો રહે તેવી શુભેચ્છાઓ પાઠવીએ.

    અસ્તુ!!

    બીજા રસપ્રદ વિકલ્પો

    શેયર કરો

    NEW REALESED