(કોલેજમાં ભણવા નું ટેન્શન અને સમયના અભાવના કારણે રાજેશ ઇન્ડિયા આવી શકતો નથી, બહેન નારાજ હતી. એવામાં કોલેજમાંથી સેમિનારો ગોઠવાયા અને એ પણ ઇન્ડિયામાં રાજેશે કવ્યા ને આ વાતની જાણ કરી....)
રાજેશે બધા નિયમો જાણી પોતે પણ સેમિનારમાં ભાગ લીધો. સેમિનારમાં અલગ-અલગ શહેરોમાં જવાનું હતું એમાં એક શહેર કે જ્યાં રાજેશ ના મમ્મી પપ્પા અને બહેન રહેતા હતા. રાજેશ થોડી મહેનત કરી અને પોતાને પોતાના શહેરમાં સેમિનારમાં જવાનું થાય તેવું ગોઠવ્યું. રાજેશ બધું પેકિંગ કરવાનું શરૂ કર્યું.
આજે રાત્રે રાજેશ ને ઈન્ડિયાની ફ્લાઈટ હતી. સમયસર બધા એરપોર્ટ પર પહોંચી ગયા. સફર ના અંતે બધાને જે તે શહેરોમાં મોકલી દેવાયા, રાજેશ પોતાના શહેરમાં આવી ગયો.
તેણે બહેનને મળવા માટે કોલ કર્યો. કાવ્યાએ તેને ચોખ્ખી ના પાડી તે મળવા નહીં આવે અને રાજેશ એ ઘરે આવવું જ પડશે. રાજેશ વિચાર્યુ કે સેમિનાર ના અંતે થોડો સમય મળશે તેમાં તે ઘરે જઇ આવશે. એવું વિચારી સેમિનારમાં જોડાઈ ગયો. સેમિનારમાં જોડાયા પછી ખબર પડી આતો ત્રણથી ચાર કલાક પછી માંડ માંડ 15 મિનિટ નો સમય મળે છે. તેથી દિવસે ઘરે જવાનું શક્ય નથી. આ જાણી તે નિરાશ થઈ ગયો. સેમિનાર દરમ્યાન તેનો મોબાઈલ પણ જોડે હતો નહિ. એને પોતાના સિનિયર ને એક કોલ કરવા માટે પરવાનગી માંગી પરંતુ પરવાનગી મળી નહીં. મગજની થોડી ગડમથલ પછી એને વિચાર આવ્યો કે કોલ ના કરી શકું શું થયું...? પછી તેને સર્વર રૂમમાં પહોંચી બહેન માટે એક ઇમેલ છોડ્યો.."સેમિનાર માં ૩ થી ૪ કલાકે માંડ 15 મિનિટનો સમય મળે છે. તેથી મળવા આવી શકે તેમ નથી". કવ્યાએ જવાબ આપતા મેઈલમાં જણાવ્યું કે "ગમે તેમ થાય તેને આવવુ જ પડશે".રાજેશ એ નક્કી કર્યું કે બહેન ને રાજી કરવા માટે એ ઘરે જશે. એણે બહેનને બીજો ઇમેલ લખ્યો અને કીધું તે ઘરે આવશે અને તેણે જણાવ્યું કે તારે શું જોઇએ છે તે કેજે... કાવ્યા ખુશ થઈ જાય છે અને કે ગિફ્ટ માં વ્હિકલ માંગે છે.
રાજેશ એ વિચાર્યું કે સેમિનાર પૂરો થાય એટલે થોડો સમય તો રહેશે જ એટલે તેણે જ્યારે સમય બચે ત્યારે કામ કરવા લાગતો અને બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચતો. તને થયું કે, બધાની નજર પોતાના તરફ ખેંચે અને સેમિનાર ના અંતે તેને થોડો સમય ઘરે જવા માટે માંગે તો કોઈ ના પણ ના કહી શકે. સેમિનાર પૂરો થવામાં થોડો સમય બાકી હતો અને થોડો સમય હતો. તે જે તે સિનિયર પાસે ગયો અને ઘરે જવાની રજા માંગી પરંતુ કંઈ વાત બની નહીં તે તેણે વિચાર્યું હજુ એક વખત પોતાના ઉપરી સાથે વાત કરી અને "કહ્યું કે પોતે આ શહેરમાં પોતાના માતા-પિતાને મળવા જવા માંગે છે"પરંતુ ત્યાં પણ વાત બની નહીં, થોડી વધારે ચર્ચા કરી તો ઉપરી અધિકારીએ કહ્યું, "ઘરે જવું હોય તો જઈ શકે છે પરંતુ એક શરતે કે બીજી વખત તે યુનિવર્સિટીમાં એડમિશન મેળવી શકશે નહીં અને ચાલું એડમિશન રદ કરવામાં આવશે".યુનિવર્સિટીમાં માંથી નીકળવું અને ભણવાનું બગડે તે પણ કરાય નહિ. તેણે કાવ્યને ફરી એ મેઈલ કર્યો અને તેમાં એટલુ લખ્યું કે તેની પાસે સમય નથી....
ત્યારબાદ નિરાશ થઈ પોતાના રૂમમાં પાછો આવે છે. રૂમમાં જે થોડી વાર સુવે છે અચાનક એને કંઈક યાદ આવે છે અને ફરી પોતાના સિનિયર તરફ દોડી જાય છે. કોલ કરવાની પરવાનગી માંગે છે. સિનિયર ને થયું ઘરે નથી જઈ શકતો તો, ભલે એક કોલ કરી લે તો શુ વાંધો..!
તેણે ફટાફટ એક નંબર ડાયલ કર્યો...
તે કાવ્યા નહોતી...!!!
કોણ હતું એ....!!?? શા માટે કાવ્યને કોલ ના કર્યો..? શું કાવ્યા અને રાજેશ મળશે કે નહિ ???
બધા જ સવાલો ના જવાબ આવતા સપ્તાહે......
( ક્રમશઃ )