bhai no e-mail bhag 3 books and stories free download online pdf in Gujarati

ભાઈ નો ઈ-મેઈલ ભાગ ૩

.......રાજેશ ને ઘરે આવું માટેની પરવાનગી મળતી નથી બહેન પણ સામેથી મળવા આવવાની ના પાડે છે.ઘણા પ્રયાસો કરે છે પરંતુ તે ઘરે આવી શકતો નથી તે કાવ્યા ને કોલ પણ કરી શકતો  નથી અને ફ્રી સમયમાં પોતાના રૂમમાં જાય છે. અચાનક કંઈક યાદ આવતાં સિનિયર પાસે જાય છે, અને   એક ફોન કરવાની પરવાનગી માગે છે આ વખતે તે સફળ બને છે અને તે એક કોલ કરે છે હવે આગળ......)

     તે એનો બાળપણનો મિત્ર હતો. અચાનક રાજેશ ના આવેલા કોલ પરથી તેને આશ્ચર્ય થયું. રાજેશે તેને કહ્યું કે પોતે તેના અકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરે છે અને તેનું તાત્કાલિક એક નવું વ્હિકલ ખરીદી ઘરે મોકલી આપે. આ બધું અચાનક કરવાનું કારણ પૂછ્યું, વાળતા જવાબમાં બધી વાત કરી કે "સેમિનાર પૂરો થયા પછી અને બે કલાકમાં કેનેડા પાછો જવાનું છે ફ્લાઈટ છે. ફરી આ વખતે બહેનને મળી શકશે નહીં, પરંતુ ગીફ્ટ તેના સુધી પહોંચી જાયતો પોતાની  ની ઈચ્છા પૂરી થાય તે વિચારી તારી મદદ માંગી મરાવતી એટલુ...." આટલું બોલતા તેની આંખો ભરાઈ આવી અને તે વધારે કંઇ બોલી શકયો નહીં.
       મિત્રએ પરિસ્થિતિ પારખી અને તરતજ એક વ્હિકલ
ખરીદ્યુ અને તાત્કાલિક મિત્રના ઘરે લઈને પહોંચી ગયો.વ્હિકલ ઘરમાં પાર્ક કરી અંદર તરફ જવા લાગ્યો કાવ્યા ઉપર હતી વાહનનો અવાજ સાંભળી બહાર આવવા લાગી તેને થયું કે ભાઈ આવ્યો હશે. બાલ્કનીમાં આવીને જોયું તો આંગણામાં વ્હિકલ હતું. નીચે આવી તો ભાઈ નો મિત્ર ઉભો હતો. એને બધી વાત કરી કે રાજેશ નહીં આવી શકે, તેને બે કલાક પછી ફ્લાઇટ છે. રાજેશ એના માટે આ વ્હિકલ મોકલાવ્યું  છે. કાવ્યા ની આંખમાં આંસુ આવી ગયા. એ મનોમન પસ્તાવા લાગી જો પોતે ભાઈના કહેવા મુજબ મળવા ગઈ હોત તો મળી શકે પરંતુ હવે નહીં મળી શકે અંદરથી દુઃખી થવા લાગી. કાવ્યાએ વિચાર્યું હજુ સમય છે. ભાઈને મળી શકે છે. ગમે તેમ થાય તે આજે ભાઈને મળીને જ રહેશે. તેણે મમ્મી પપ્પાને પણ આવવા માટે કહ્યુ. વધારે વિચાર્યા વગર ભાઈએ મોકલાવી આપેલું વ્હિકલ ઘરની બહાર કાઢ્યું. અચાનક કંઇક યાદ આવતા તે ઘરમાં પાછી ગઈ. કંઇક લઈ આવી ગાડી માં મૂક્યું. "એરપોર્ટ ઘરથી નજીક છે ભાઈ  આવતા વાર લાગશે તે આવે તે પેહલા હું પોહચી ને ભાઈ  સરપ્રાઈઝ આપીશ" એવું વિચારવા લાગી. પવનવેગે તે એરપોર્ટ તરફ જવા લાગી. એરપોર્ટ પર પહોંચતા જાણવા મળ્યું કેમ કેનેડા જવાની ફ્લાઇટ આજે લેટ છે. રાજેશ પણ હજુ પહોંચ્યો  ન હતો. થોડી વાર થઈ એટલામાં કાવ્યાના મમ્મી-પપ્પા પણ એરપોર્ટ પર પહોંચી ગયા. એટલામા કાવ્યાએ રાજેશ ને આવતા જોયો. કાવ્યા  દૂર જવા  લાગી. અચાનક તે જતી  રહે છે. તે થોડી વાર માં પાછી આવે છે. એટલી વારમાં રાજેશ ને પણ ખબર પડી જાય છે કે ફ્લાઇટ મોડી છે. રાજેશ ને હજુ ખબર નથી હોતી કે મમ્મી પપ્પા અને બહેન એરપોર્ટ પર છે.
     અચાનક રાજેશ ને કોઈ પાછળથી ટપલી મારે છે...!! જેવો જ પાછળ ફરે છે કે...કાવ્યા તેને ગળે લગાડી દે છે, રડવા લાગે છે, પછી બંને સ્વસ્થ થઈને બેસે છે, વાતો કરવા લાગે છે. એટલામાં ક્યાં સમય વીતી ગયો ખબર પડી નહિ. થોડીવાર પછી  ફ્લાઇટ નું એનાઉન્સમેન્ટ થાય છે. રાજેશ બધાં મળીને જવા લાગે છે. કાવ્યા તેને ઉભો રાખે છે. કાવ્યા તેના પર્સ માંથી કંઇક કાઢે છે, જે ઉતાવળ માં ઘરે થી લઇ આવી હતી. તે રાખડી હતી..!! કાવ્યા રાજેશની હાથ લઈ રાખડી બાંધી દે છે. રાજેશે કહ્યું "પરંતુ આજે ક્યાં રક્ષાબંધન છે..!!!". કાવ્યા એ કહ્યું,"મને તો તું મળ્યો એ જ મારું રક્ષાબંધન..!!!".
  
       ( સમાપ્ત )

     
મિત્રો  તમને આ વાર્તા ગમી હોય અને ભાઈ બહેન નો સંબંધ આગળ વધારવા માંગતા હોય તો તેના વિશે સૂચનો આવકાર્ય છે.  

બીજા રસપ્રદ વિકલ્પો