પ્રેમનું પુર્ણવિરામ ?
ભાગ-૨
*****************************************************************************************
ભાગ-1 માં જોયુ કે રાજ ને અમદાવાદ હ્વે રગે રગ માં સમાય ગયુ હતું. તેની સ્નેહ અને મારીયા સાથે સારી એવી દોસ્તી થઇ ગઇ હતી. સ્નેહ અને મારીયા એક બિજા સામે જોઇ ને પ્રેમનાં આલીંગન માં ડુબી રહ્યાં હતા, રાજ તેમને નિહાળી રહ્યો હતો. ઠંડી ના રોમાંચીત વાતાવરણ વચ્ચે બન્ને એક-બીજા ની નજીક આવી ગયા હતા, અંતર હતું તો બન્ને ના તન વચ્ચે. ઠંડી રાતે એક બીજાના હાથમાં હાથ નાખીને , કેટલી બધી વાતો !! કેટલા બધા સપનાં !! કેટલી બધી હસી મજાક !!
આજ સમય પણ આ બન્ને ની વિરુધ હોઇ એવુ લાગી રહ્યું હતું , કેમકે તે પણ ઘોડા ઝડપે નીકળી રહ્યો હતો. શાયદ તેને ભી સ્નેહ થી જલન થતી હશે, અને થાય ભી કેમ નહી. મારીયા દેખાવમાં ભી ભલભલાને ભાન ભુલાવીદે એવી સુંદર હતી. કોલેજ્માં પણ બધા તેને જોઇ મોહીત થઈ જતા, પણ મારીયા સ્નેહ સિવાય કોઇ ને ભાવ પણ ના આપે. આખરે આ સ્નેહમીલન એક વ્હાલભર્યા ચુંબન અને એક પ્રેમભર્યા આલિંગન સાથે પુર્ણ થયું.
ધીમે ધીમે ત્રણેય પાછા ભણવામાં મશગુલ થઈ ગયા, અને થાય પણ કેમ નહી. તેમને તેમના માતા-પિતા ના સપના જો સાકાર કરવાના હતા. જિંદગી માં અનેક મંજીલો ની ઉંચાઇઓ પર જવાનું હતુ. નિર્દોશ પંખીની જેમ ઉડવાનું હતું.
જોત જોતા માં એક વરસ પણ પુર્ણ થયું અને પરીક્ષાઓ પણ આવી ગઈ. પરીક્ષાની તૈયારીઓ પુર જોશ માં ચાલતી હતી. તેમની આકરી મહેનત ને કારણે પરીક્ષાઓ પણ સારી રીતે પુર્ણ થઈ ગઈ હતી. હવે વાર હતી તો પરીણામની.
એક દિવસ રાજ ને કોલેજના ગાર્ડેનમાં એક્લો બેઠો જોઇ , મારીયા એ તેમની નજીક જઇ કહ્યુ.
મારીયા : આજ કેમ નવાબ એક્લા બેઠા છે ?
રાજ : બસ, કઈ નઈ.
મારીયા : રાજ તુ હવે મારાથી પણ છુપાવીશ ?
રાજ : કઈ નઈ યાર, ક્લાસમાં કંટાડો આવતો હતો એટલે બેઠો છું.
મારીયા : જુઠું ના બોલ, કઈ પ્રેમ તો નથી થયો ને તને કોઇથી ?
રાજ ( હસતા હસતા ) : પ્રેમ અને મને ? શક્ય જ નથી.
મારીયા : કેમ પ્રેમ તો કોઇને ભી થઈ શકે.
રાજ ( હસતા હસતા ): મને નઈ થાય, અને થશે તો પહેલા તને કહીશ.
મારીયા: રાજ, તને કેવી છોકરી ગમે ?
રાજ : બસ , સીમ્પલ છોકરી જોઇએ. જેની સામે આપણી લાગણીઓને વહેડાવી શકાય. જેની સામે આંતર-વસ્ત્રો કરતા મનનાં વસ્ત્રો ઉતારી સકાય. જેની સામે ઝઘડી સકાય, જેની સાથે હસી સકાય, જેના ખોળામાં માથુ મુકી રોઇ શકાય.
મારીયા ( પ્રેમ પુર્વક): અને બિજુ ?
રાજ : જે એક મિત્ર તરીકે સાથ આપે. જે એક પત્ની તરીકે વ્હાલ કરે, જે એક પ્રેમીકા તરીકે સ્નેહ વરસાવે.
મારીયા( હસતા હસતા ): તને એક સાથે ત્રણ છોકરીઓ નથી જોઇતી ને ?
રાજ ( હસતા હસતા મજાકમાં ): હા.
મારીયા ( પ્રેમ પુર્વક): હું તને કેવી લાગુ છું ?
ત્યાં જ અચાનક સ્નેહ પહોચે છે અને બન્ને ના વાર્તાલાપનો અંત આવે છે.
હવે પ્રશ્નો ઘણા હતા. શું મારીયા સ્નેહ ને દગો આપી રહી હતી ? શું રાજ પણ તેમના મિત્ર સ્નેહ ને દગો આપશે ? શું મારીયા જ રાજની રાધા હતી ?
આગળ વાંચવા માટે ભાગ-૩.
આપા આપના અમુલ્ય પ્રતીભાવો મુકી અમને પ્રોત્સાહીત કરવા માટે આપને આ વાર્તા કેવી લાગી તે વોટસએપ પર જણાવી સકો છો. વોટસએપ નંબર- ૯૭૩૭૧૮૮૭૬૬.
ધન્યાવાદ................
લેખક : મોહન ઝરુ