શિક્ષણ એ રસની જનની છે... Bharvi Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શિક્ષણ એ રસની જનની છે...

                      આજકાલ સમાજમાં જોવા મળે છે કે નાનું દોઢેક વર્ષ નું બાળક હજુ માંડ મમ્મી કે પપ્પા બોલતું થયું હોય, તેને પણ મા-બાપ એવું બોલતા શીખવાડે છે કે, તારે મોટું થઈને શું બનવાનું છે? તો બાળક કહે, મારે ડૉક્ટર કે એન્જિનિયર થવાનું છે. બોલો, વિચારવા જેવી બાબત છે. તે દોઢેક વર્ષના બાળકને એ પણ ખબર ન હોય કે ડોક્ટર કે એન્જિનિયર શેને કહેવાય અને એ બાળક કહે કે, મારે મોટું થઈને ડોક્ટર બનવાનું છે.Even એ બાળકને તો એ પણ ખબર ન હોય કે ડોક્ટર બનવા માટે 11th &12th science  માં બાયોલોજી સબ્જેક્ટ રાખીએ તો ડોક્ટર બનાય... એ તો જવા દો પણ એ દોઢેક વર્ષના બાળકને તો ડોક્ટર બનતા પહેલા તેને સ્કૂલે ભણવા જવું પડે એ પણ માંડ ખબર હોય... એના માટે તો  School  શું હોય તે પણ એક પ્રશ્નાર્થ હોય. અને તે કહે, મારે મોટું થઈને ડોક્ટર બનવાનું છે.'ડોક્ટર' નામનો શબ્દ બાળક પોતે નથી કહેતું હોતું, તેને તેના વડીલો દ્વારા કહેવડાવામાં આવે છે. આવા વાક્યો આજકાલ જ નહીં પણ જ્યારથી શિક્ષણ વ્યવસ્થા સમાજમાં વણાઈ હશે ત્યારથી કહેવડાવવામાં આવતું હશે. તમને નથી લાગતું કે, તારે મોટું થઈને ડોક્ટર બનાવવાનું છે કે એન્જિનિયર બનવાનું છે તેવું વડીલોએ બાળકની જોડે વારંવાર કહેવડાવુ ખોટું છે? મને આ વાક્ય બોલાવડાવવા ખોટા લાગે છે. મારુ તો એવું માનવું છે કે, બાળકને એની મસ્તીમાં જીવવા દો,  બાળક તેની જિંદગીની રંગભૂમિ પર ઉભો હોય ત્યારની દરેક ક્ષણો પર કોઈ જ રોક ટોક  કર્યા વગર તેને તેના  ગમતા કામમાં રચ્યોપચ્યો રહેવા દો. બાળકને  પોતાની જાતને ગમતુ કાર્ય શોધવા માટે તેને એક ખુલ્લું મેદાન આપવું જોઈએ. તેનું ગમતું કામ જ તેને તેના Passion  કે તેને તેની જિંદગીમાં કયા Profession  માં જોડાવું છે તે ખુદ શોધશે. ના કે બાળકના મનમાં ઠોકી બેસાડો કે તારે ડોક્ટર બનવાનું છે કે એન્જિનિયર... બાળક 1st Standard  માં ભણતું હશે ત્યાંથી લઈને તેની School Life  ના અલગ-અલગ Standard  માં તેના કેટલાય સપનાઓ બદલાશે. તેને  શું બનવું છે ને શું નહીં તેના અભિપ્રાયોમાં કેટલાય બદલાવ આવશે ને, એમ કરતા કરતા તેને એક દિવસ એવો સ્પાર્ક થશે કે આ જ મારુ પ્રોફેશન બનશે ને તે જ મારી જિંદગી ની ખુશી હશે..Even મારું તો એવું માનવું છે કે, બાળક એમ કહેને કે મારે તો વેઈટર બનવું છે. તો પણ એને આપણે પોઝિટિવ રિસ્પોન્સ આપવો કે, હા તારે વેઇટર બનવું છે તો વેઇટર બનજે.. તમારા પોઝિટિવ રિસ્પોન્સ ને લીધે તે પોતાના માટે જાતે વિચારતું થશે.  અને તે વિચાર જ તે જ્યારે હોટલ માં જશે ત્યારે વેઇટર ના સ્થાને પોતાની જાતને જોશે ને વિચારશે કે, વેઈટર ને પણ કોઈક  હોટલની જોબમાં ટકી રહેવા માટે મહેનત કરવી પડે છે.તેને તેના  કામમાં બેસ્ટ રહેવા માટે પણ સતત પ્રયત્ન કરવો પડે છે.  એમ કરતા બાળકને સમજાશે કે કોઈપણ ક્ષેત્રમાં મહેનત અને પ્રયત્નશીલ રહેવું આવશ્યક છે..Lifeમાં  કોઈ પણ ક્ષેત્ર નાનું કે મોટું હોતું જ નથી.  દરેક ક્ષેત્રમાં દરેક સમયે કોઈપણ ક્ષેત્રના જાણકાર વ્યક્તિઓની જરૂર રહેશે જ જ્યાં સુધી માનવજાત આ પૃથ્વી પર અસ્તિત્વ ધરાવે છે. જિંદગીમાં કોઈ પણ ક્ષેત્ર નો અભ્યાસ કરો ત્યારે પોતાને અંદરથી ખુશી મળવી જોઈએ. હું મારી જ વાત કરું, હું  11th અને 12th Scienceમાં હતી ત્યારે હું ચાહે Biology, Chemistry  કે Physics  ના લેક્ચરમાં બેસી હોવ પણ મારી દરેક ક્ષણો કલ્પનાઓમાં પસાર થતી. એવું ન હતું કે તે સાયન્સના ક્લાસમાં હુ ખુશ નહોતી. હું તો દરેક ક્ષણે પરિસ્થિતિ ગમે તે હોય ખુશ જ હોઉં છું. પણ ત્યારે હું ફક્ત ને ફક્ત કાલ્પનિકતા માં ખુશ હતી. મને યાદ છે કે, હું લેક્ચરમાં બેસી હોવ ત્યારે મારુ Imagination  સતત ચાલતું હોય ને,  મને ક્યારેક સરે ટોકી હોય છતાંય મેં મારી કલ્પનાઓને રોકી નહીં. આજે ઘણા કહે છે કે, કેમ સાયન્સમાંથી આર્ટ્સમાં?? કેમ BSC નથી કરતી ને BA કરે છે? ખરેખર હું મારી આજની વાસ્તવિકતા કહું ને તો, હું જ્યારે English literature  કે કોઈપણ લેક્ચર માં બેસી હોવ ત્યારે મારી કાલ્પનિકઓ અને વાસ્તવિકતાઓ બંને તે ક્લાસમાં હોય છે. લેક્ચરમાં બોલાતો એક એક શબ્દ જેમ ઝાકળનું બિંદુ વ્યક્તિને સ્પર્શ કરે તેમ મારી આંખોને અને મારા દિલને સાહિત્યનો શબ્દ ઝાકળના બિંદુની જેમ સ્પર્શ કરે છે. કોલેજ ના ફોર્મ ભરતા હતા ત્યારે બધા પૂછતા કે BSCનું ફોર્મ ભર્યું?? તો હુ કહેતી કે, હા મે BSC નું ફોર્મ ભરી દીધું છે. પણ હું જ્યારે 9th,10th માં હતી ત્યારથી નક્કી કર્યું હતું કે, હું મરી જઈશ પણ BSC નહિ કરું. ખરેખર,મેં BA અને ફાર્મસીમાં જ ફોર્મ ભર્યું હતું. ફાર્મસીમાં પણ એટલા માટે ભર્યું હતું કે, મેં સાયન્સ ફાર્મસી કરવાના વિચારે લીધું હતું. મને ઘણા એવા પણ મળ્યા કે જેમને મને પૂછ્યું કે, તે સાયન્સ તારા પપ્પાના કહેવાથી લીધું હતું? તો ના, એવું જરાય ન હતું. હું મારી લાઈફના દરેક  નિર્ણય મારી મરજીથી જ લઉં છું. પણ મેં જ્યારે સાયન્સ લીધું ત્યારે મને ખબર જ નહોતી કે, મારો શોખ શું છે?? મને તો 11th ના છ મહિના પૂરા થયા ત્યારે ખબર પડી કે, મને Literature માં  Interest છે. ત્યારે થયું કે, હવે ગંગામાં ડૂબકી લગાવી જ દીધી છે તો કિનારો આવે તેની રાહ જોઈએ.. ખરેખર કહું તો મને નહોતી ખબર તે પહેલાથી મારા પપ્પાને ખબર હતી કે, મને સાહિત્યમાં રસ છે. જ્યારે હું 9th Standardમાં  ભણતી હતી ત્યારે એક Relative  મારા ઘરે આવ્યા હતા, તેમ ને મારા પપ્પા વાત કરતા હતા ત્યારે મારા પપ્પા એ કીધું હતું કે,ભાર્વિ ને 'સાહિત્ય'માં રસ છે. તે Relative  ગયા પછી મેં મારા પપ્પા ને કહ્યું કે,  પપ્પા 'સાહિત્ય' એટલે તો મને ખબર જ નથી. ત્યારે પપ્પાએ કહ્યું કે જે પૂર્તિઓમાં તું તારો આખો રવિવાર ફાળવે છે ને તે પૂર્તિઓ વાંચ્યા પછી તારા વિચારો રજૂ કરે છે તેને 'સાહિત્ય' કહેવાય... એટલે કે મને જ્યારે સાહિત્ય શબ્દનો મતલબ નહોતો ખબર ત્યારે પણ મારા પપ્પાને ખબર હતી કે મને સાહિત્યમાં રસ છે.. તેમણે મને કહ્યું હતું કે,Arts લેવું હોય તો લઈ શકે છે.પણ ત્યારે મારે ગાડરિયા પ્રવાહ માંથી પસાર થવું હતું. ખેર, સાયન્સ માં હતી ત્યારે કાલ્પનિકતા માં ખુશ હતી ને,આજે મારી ખુશી કાલ્પનિકતા અને વાસ્તવિકતા બંને માં જીવંત છે.. સમાજમાં આપણે જોઈએ છીએ કે, એક સમય એવો પણ હતો કે બધા પીટીસી જ કરે ને આજે મોટાભાગે જ્યાં જુઓ ત્યાં BSC વાળા જ જોવા મળે છે. પણ હું ખરેખર કહું તો કોઈ પણ ક્ષેત્ર નો સમય હોય ને તે કોર્સ કરવો એવું  ન હોવું જોઈએ. પોતાની ખુશી જે કોર્સ કરવામાં હોય એ જ કોર્સ કરવો જોઈએ. દુનિયાને બતાવવા માટે ક્યારેય કોઈ ક્ષેત્ર પસંદ ન કરવું જોઈએ. જે કરવું હોય તે પોતાના માટે કરો. દુનિયા મને શું કહેશે તે ક્યારેય વિચારવું ન જોઈએ, આપણે પોતે શું વિચારીએ છીએ તે જરૂરી હોય છે...