અ ડિફરન્ટ રિલેશન - Part 2 Anki Rudani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અ ડિફરન્ટ રિલેશન - Part 2


આરોહી બસમાં બારી પાસે બેઠી હતી. અનિકેત તેની સામે ની સીટ પર આવીને બેસી જાય છે અને તેની સાથે વાત કરવાની કોશિશ કરે છે પણ તે રિસ્પોન્સ નથી આપતી.  અનિકેતનું આ વર્તન જોઈને ટેન્શન માં આવી જાય છે.

બીજા દિવસે આરોહી બધું જ ભુલીને કોલેજ જવા નીકળી પણ બસમાં જતા જ અનિકેતને આગળ જ જોઈને તે ગભરાઇ ગઈ અને પાછળ જઈને બેસી ગઈ. થોડી વારમાં શિવાની પણ બસમાં આવી જતા આરોહી ને શાંતિ થઇ જાય છે અને બન્ને પોતાની વાતોમાં મશગૂલ થઈ ગઈ.  વાત વાત માં આરોહી શિવાની ને બધું જણાવે છે તો શિવાની કહે છે કે " તું ખોટું ટેન્શન લઈ રહી છે કોઈ વ્યક્તિ વાત કરવા આવે એટલે એવું ના વિચારી લેવાય કે તે માણસ સારો નથી. કદાચ સાચું જ એને તારી હેલ્પ જોઈતી હોય. " આરોહી ને પણ તેની વાત યોગ્ય લાગી.  કોલેજમાં આવતાં જ કલાસ એટેન્ડ કરવા જતી રહી બંને.

અનિકેત દેખાવ માં એટલો પણ ખાસ નહિ કે જોતા જ નજર અટકી જાય. દેખાવે નોર્મલ અને મનથી થોડા એટીટ્યુડ વાળો હતો પણ એને  flirt કરતા સારુ આવડતું એટલે છોકરી ને પટાવવા માં વાર ના લાગતી. આ વખતે આરોહી સામે એ કરતબ કામ ના આવી એટલે દુઃખ તો થયેલું જ.  એમાં પણ ઘા પર મીઠું ભભરાવતા હોય તેમ તેના ગૃપનાં બીજા બોયસ તેની ખિલ્લી ઉડાવવા લાગ્યા.  એટલે ગુસ્સે થઈ પોતાની ઈજ્જત બચાવી રાખવા તેને મનોમન નક્કી કરી લીધું કે હવે તો પટાવીને જ રહીશ. 

અહીયાં આરોહી બસમાં બધું નોર્મલ હતું એ વિચારીને ખુશ હતી કે "હું કઈક વધારે જ વિચાર કરીને ટેન્શન લઈ રહી હતી. "

બીજી તરફ અનિકેત એના મિત્ર સાથે મળીને આરોહી સાથે કઈ રીતે કોન્ટેક્ટ વધારે એ પ્લાન બનાવી રહ્યા છે.

૨ કલાસ એટેન્ડ કરીને બધી friends કેન્ટીન જવા બહાર આવે છે ત્યારે જ શિવાની ની નજર કલાસ ની બહારની બેંચ પર બેઠેલા ઓટોમોબાઇલ વાળા બોય્ઝ ના ગૃપ પર પડે છે. " આરોહી,  સાંભળ ને!  કોઈ દિવસ નહિ અને આજે કેમ આ લોકો આપણા ડીપાર્ટમેન્ટ માં બેઠા છે!!" આરોહી હસીને કહે છે "હમણાં બસમાં તું જ મને સમજાવતી હતી કે વધુ ના વિચાર કરવા અને હવે તું જ.  અરે,  આવ્યા હશે એના કોઈ friendsને મળવા."
શિવાની તો પણ હજુ માનવા તૈયાર નથી "અરે,  તો આજ સુધી કેમ ના દેખાયું કોઈ..  આજે જ કેમ!"
હવે આરોહી બગડી "તને આટલી ચિંતા થતી હોય તો પુછી આવ નહિ તો ચુપચાપ ચાલ,  મને બહુ જ ભુખ લાગી છે..  યાર.... "

આવું એક અઠવાડિયા સુધી ચાલુ રહયું.  હવે તો આરોહી ને પણ સમજાઈ ગયું છે કે આ બધું અનિકેત જાની જોઈને કરી રહ્યો છે. "આરોહી,  પેલો તારી પાછળ પડ્યો હોય એવું લાગે છે. મો પર બોલી દેવાય એને" શિવાની ગુસ્સે થઈ જાય છે.  આરોહી એને સમજાવે છે કે "છોડને,  મારે એવા માણસ સાથે વાત પણ નહિ કરવી...  થોડા દિવસ સુધી બેસી રેસે પછી જાતે જ થાકીને જતો રહેશે. હમણાં exams આવે છે આપણે એના પર ધ્યાન આપવું જોઈએ. "

"આમ કઈ થઈ નહિ.  હવે કોઇ નવો રસ્તો કાઢવો પડશે. " અનિકેત મનમાં જ બબડાટ કરે છે.

એક દિવસ શિવાની કોલેજ ના આવી એટલે આરોહી ની બાજુ ની સીટ ખાલી જોઈને અનિકેત એ આ તક જડપી લીધી અને બાજુ માં જઈને બેસી ગયો.  આરોહી ને ખબર હતી પણ તે બારી ની બહાર જ જોતી રહી.

અનિકેત:  "હાય, આરોહી. તું આટલી ચુપ કેમ રહે છે..  બસમાં બધા મસ્તી કરતા હોય પણ તું કોઈ દિવસ ઈનવોલ્વ નથી થતી. મને સારી રીતે ખબર છે કે તું મને એવોઈડ કરે છે પણ તને મારાથી શું પ્રોબ્લેમ છે. "
આરોહી: "મને કોઈ વ્યક્તિથી કોઈ પ્રોબ્લેમ નથી અને હું શું કામ કોઈને એવોઈડ કરું. " આરોહી અજાણ થઈ જાય છે.
અનિકેત: "ઓકે,  તો હવે આપણે ફ્રેન્ડ્સ બની શકીએ ને! "
આરોહી: "sorry but  મને એમાં કોઈ રસ નથી. " આમ કહીને આરોહી સુવાનું નાટક કરે છે એટલે વધુ વાત ના કરવી પડે.

હવે તો અનિકેત ચિડાઈ જાય છે કે પેલી વાર કોઈ મને ઈગ્નોર કરે છે હવે તો આને સબક શીખવવું જ પડશે.  પછી તે એના એક ક્લાસમેટ હિરેન ને મળે છે અને એને કઈક સમજાવે છે.  આ બધું દૂરથી એના ગૃપ મેમ્બર્સ નોટીસ કરી રહ્યા હતાં. એ આવીને બધાને કહે છે  "friends..  Now wait and watch. " બધા વિચાર કરવા લાગ્યા કે આ શું કરવાનો હશે પણ કોઈ વધારે પૂછતા નથી.

હવે એન્ટ્રી થઈ છે એ પાત્રની જે આરોહી ફ્રેન્ડશીપ મિશનની સુકાની સંભાળે છે. સુહાની.  સુહાની કોમ્પ્યુટર એંજીનીયરીંગની એક એવરેજ સ્ટુડન્ટ હતી અને ખાસ વાત તો એ કે હિરેન ની ગલ્ફ્રેન્ડ હતી. એને હિરેન દ્વારા કહેવામાં આવ્યું હતું કે આરોહી ને અનિકેત ની સાથે ફ્રેન્ડશીપ કરવા માટે મનાવવાની છે. તેથી હવે સુહાની પેલા તો આરોહી ની સારી એવી મિત્ર બની ગઈ.  આ બધી વાતો મા વચ્ચે exams આવી ગઈ એટલે એક મહિનો બધાએ આ બધું સાઈડમાં કરી લીધું. Exams  થઈ અને વેકેશન પણ.

કોલેજ માં બીજા વર્ષ ની શરૂઆત થઈ.  થોડા જ દિવસમાં સુહાનીએ આરોહી સામે એક પ્રસ્તાવ મૂક્યો જે સાંભળતા જ આરોહી બેબાકળી થઈ ગઈ. " આરોહી,  અનિકેત તને ખૂબજ પસંદ કરે છે એ ઘણા સમયથી તારી સાથે ફ્રેન્ડશીપ કરવા ની કોશિશ કરે છે પણ તું હા નથી કહી રહી.  એ સારો માણસ છે અમે બધા સાથે હરતા ફરતા હોય. આટલા સમયથી તારી સાથે ફ્રેન્ડશીપ કરવા એ રાહ જુએ છે JUST freinds બીજું કશું જ નહીં. હા કહી દે. "

આરોહી: "તો શું તું એની શીફારીષ કરવા જ મારી ફ્રેન્ડ બની. અરે વાહ શું પ્લાનીંગ છે તમારું. "
"જો,  તું મને ખોટી ના સમજ.  હું પણ એક છોકરી છું, તારું ખરાબ થોડી ઈચ્છું" સુહાની સાંતવના આપતા બોલે છે.
આરોહી નો ગુસ્સો સાતમે આસમાને પહોંચી ગયો " બસ.  બહુ થયું હવે.  એને કે જે મારે નથી કરવી ફ્રેન્ડશીપ.  હવે મારો પીછો મુકે. "

પ્લાન પણ ફલોપ જતાં હવે એને એક જ રસ્તો દેખાયો.  બીજા દિવસે સવારે આરોહી કલાસ તરફ જતી અટકાવવા અનિકેત રસ્તામાં જ ઊભો રહી ગયો.  "આરોહી મને તારું અરજન્ટ કામ છે. પ્લીઝ મને એક મોકો તો આપ.  મારી વાત તો સાંભળી લે. "

આરોહી અકળાઈ " જો,  મેં તને પેલા પણ કહ્યું હતું કે મારે તારી સાથે કોઈ વાત નથી કરવી.  તું પ્લીઝ અહિયા થી જા.  બધા સામે સીન કિ્એટ ના કર. "

આવો જવાબ સાંભળી અનિકેત ત્યારે તો ત્યાંથી જતો રહ્યો.  પછી બસમાં શિવાની ના જતા જ તે આરોહી ની પાસે જઈને બેસી ગયો. "તારે ફ્રેન્ડ નહિં બનવું એ તો સમજી શકાય પણ એવો તો કેવો એટીટ્યુડ કે તું મને મેથેમેટિક્સ માં પણ હેલ્પ નથી કરતી.  જો મારા ગૃપના બધા મારા જેવા જ છે એટલે જ તો તારી હેલ્પ જોઈએ છે.આપણું મેથ્સ કોમન આવે છે અને ગઈ Exam માં મેથ્સ નું પેપર ખૂબ ખરાબ રહયું.  ફ્રેન્ડ બનવા એટલે જોર કયુઁ કારણ કે પછી હું તારી પાસે ગમે ત્યારે શીખી શકું અને કઈ પણ પુછી શકું. " અનિકેત એ વાત જ ફેરવી નાખી.

આરોહી થી રહેવાયું નહિ અને બોલી ઉઠી "તો આટલા દિવસ સુધી મારો પીછો કેમ કર્યો અને તે પછી પણ સુહાની ને તારી શિફારીષ કરવા શા માટે મોકલી..  તને શું લાગે છે હું પાગલ છું... મને કઈ ખબર નથી પડતી કે તું શા માટે આ બધું કરી રહ્યો છે. "

અનિકેત પોતાને ફસાતા જોઈને હથિયાર મુકી દીધા અને કાલાવાલા કરવા લાગ્યો "મને સમજાઈ ગયું છે કે મારી રીત ખોટી હતી પણ સાચું મારો ઈરાદો ખરાબ ના હતો. "

આરોહી બધું સમજતી હતી પણ તેને થયું કે ભણવા મા કોઈ હેલ્પ માગે તો ના કેમ કહેવું. એમ પણ આ એક જ સેમેસ્ટર ની વાત છે ને..  આમ બધું વિચારીને શાંત અને નમણાશથી બોલી "ઠીક છે,  હું તને હેલ્પ કરીશ. " બસ. આટલી જ તો વાર હતી કે આરોહી હા કહે અને અનિકેત ને વાત કરવાનું એક બહાનું મળી જાય. અનિકેત મનમાં તો ઘણો ખુશ થાય જાણે કોઇ જંગ જીતી લીધી હતી.

હવે અનિકેત અવારનવાર કોઈ ને કોઈ બહાનું કાઢીને આરોહી પાસે જઈને બેસી જાય. આરોહી ને ગમતું તો નહિ પણ એ સ્ટડી માટે કોઈ ને ના કહે નહિ.  શિવાની ને તો બહુ ગુસ્સો આવે અનિકેત એની જગ્યાએ બેસી જાય એટલે...  એ ઘણીવાર તો ઝઘડો પણ કરી લેતી. પણ છેવટે એને હાર માનવી જ પડતી. પણ અનિકેત નો આ ખેલ અહિયા જ નથી થયો. એને તો આરોહી માટે હજુ ઘણું વિચારી રાખેલું હતું જેનાથી આરોહી અનજાન છે.

શું હતો અનિકેત નો ઈરાદો??..
શું હશે આરોહી નો રીસ્પોન્સ...!!
વધુ આવતા અંકે....