નમસ્તે,
પ્રેમનું પુર્ણવિરામ
લેખક : મોહન ઝરુ
પ્રસ્તાવના
આપણે જાણીએ છીએ કે આદી અનાદી કાળથી પ્રેમ વિશે ઘણું બધું લખાઇ રહ્યુ છે.વાસ્તવિક રીતે પણ ભારત ને પ્રાચીન યુગ થી પ્રેમ નું પ્રતિક માનવામાં આવી રહ્યુ છે. પ્રેમ ની વાત આવે એટલે સૌપ્રથમ નટખટ કાનુડાને યાદ કરવામાં આવે છે કેમ કે પ્રેમની ખરી વ્યાખ્યા તો તેમને શીખવી છે. કાનુડાએ રાધાને એક જીવનસંગીની તરીકે પ્રેમ કરેલો જયારે સુદામા અને દ્રોપદી ને એક સખા તરીકે પ્રેમ આપ્યો. આ દુનીયામાં લૈલા-મજનું , હીર- રાંજા જેવી અનેક પ્રેમીઓને આપણે જાણીએ છીએ. આપણી આજુબાજુ પણ અનેક જોડીઓ જોવા મળતી હોઇ છે, તેમા ઘણા લોકો ની કહાની અધુરી રહી જતી હોઇ છે, પરતું તેમનો પ્રેમ જોઇને ખરેખર આપણી આંખોમં આંસુની હેલીઓ વહેવા લાગતી હોઇ છે. આ કહાની પણ એવા જ બે પાત્રો ની છે.
ભાગ-૧
**************************************************
આજ સરસપુર ગામમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો, એનુ કારણ રાજ હતો. રાજ એ રાજકોટ જીલ્લામાં આવેલ સરસપુર ગામનો વતની હતો. આ નાનકડા ગામમાં આસરે ૨૫૦૦ જેવી વસ્તી હશે. રમ્ણીય નદીને કિનારે વસેલુ આ નાનકડું ગામ ત્યાની હરિયાળી અને ત્યાની સ્વચ્છતાને કારણે લોક્પ્રીય હતું. આ ગામના લોકો નો મુખ્ય વ્યવ્સાય ખેતી હતો.રાજ પણ એક નાનકડા ખેડુત પરીવારનો દીકરો હતો. રાજ એ નાનપણથી જ તેજસ્વી અને લાગણીશીલ હતો. તેમણે પ્રાથમીક અભ્યાશ ગામની શાળામાં જ કરેલો અને ૧૦ મુ ધોરણ રાજકોટ ની એક શાળામાંથી પાસ કર્યુ અને આજ ગામમાં રાજના ધોરણ ૧૦ માં ૮૫ ટકા સાથે પાસ કર્યુ તેની જ ખુશી હતી.
રાજ પોતાના પરીવાર ની સ્થિતી ને સારી રીતે જાણતો અને સમજતો હતો અને તેના લીધે જ તે પોતાના અભ્યાસ અને તેમના કરિયર બાબતે અગ્રેસીવ હતો. રાજ ને અત્યારે અનેક સવાલો થતા હતા, ધોરણ ૧૦ તો સારા ટકા સાથે પાસ થઇ ગયો પરતું હવે આગળ શું કરવું તે સમજાતું નહોતું. તે એક ખેડુત પરિવાર નો હોવાથી તેમને સાચું માર્ગદર્શન આપી શકે તેવુ કોઇ નહોતુ. તેમના મિત્ર એ રાજને તેમના ગામની શાળામાં નવા આવેલ શિક્ષક પાસે સલાહ લેવા જણાવ્યું. રાજ સવારે તેમની સલાહ લઈ ને હવે આગળ ડિપ્લોમામાં કોમ્પયુટર એંજીનીયરીંગ કરવાનું નકકી કર્યુ.
એડમિશનની સંપુર્ણ પ્રક્રીયા સમાપ્ત થઇ ગઇ હતી. હવે રાજને અમદાવાદ જવાની ઘડી આવી ગઇ હતી. આજ રાજના ચેહરા પર દુઃખ ની લાગણીઓ સાફ દેખાય રહી હતી. તેમના મનમાં તેમના પરિવાર, તેમના મિત્રો, આ ગામને છોડી જવાનું દુઃખ સાફ દેખાય રહ્યુ હતું. અંતે રાજ અમદાવાદ જવા રવાનો થયો.
આજ પવનની શીત લહેરો જોરદાર વહી રહી હતી , લાગી રહ્યુ હતુ કે તે પણ રાજનું સ્વાગત કરી રહી હોય. રાજ આજે તેમના ગામ, તેમના પરિવાર, તેમના મિત્રો એ સૌથી દુર આવી પહોચ્યો હતો. રાજના મનમાં સંકોચ ના વાદળ બંધાઇ રહ્યા હતા, તેનુ કારણ અમદાવાદ હતું. તે અમદાવાદ માં નવો હતો. અહીયા ના કોઇ તેમના મિત્ર હતા, ના કોઇ સગા સંબધી હતા.
આજ રાજનો કોલેજનો પ્રથમ દિવસ હતો. રાજ કોલેજ ના ક્લાસરૂમ મા પહોચ્યો ત્યા તેમની મુલાકાત સ્નેહ સાથે થઇ. સ્નેહ પણ રાજની જેમ હોશીયાર અને સ્વભાવે લાગણીશીલ હતો. સ્નેહ સૌરાષ્ટ્રનો વતની હતો અને તે અમદાવાદમાં જ રહેતો હતો. સ્નેહ એ રાજને વિનમ્રતા પુર્વક તેમની સાથે રહેવા કહ્યુ અને રાજે પણ તેમની સાથે રહેવાનું નક્કી કર્યુ. હવે રાજ એક્લો નહોતો તેમને એક સારો મિત્ર મળી ગયો હતો.
સ્નેહે આજે રાજને તેમની પુરી કોલેજ બતાવી અને તેમના મિત્રો સાથે ઓડખાણ કરાવી.સ્નેહે રાજને તેમની ગર્લફ્રેન્ડ મારીયા સાથે પણ મુલાકાત કરાવી. થોડા દિવસોમાં જ રાજને ત્યાનું વાતાવરણ અનુકુળ આવી ગયુ હતું. તે સૌની સાથે હળીમળી જતો અને મજાક મસ્તી પણ કરતો. રાજ અને સ્નેહની દોસ્તી હવે બહુ ઘાટ થઇ ગઇ હતી, સ્નેહ રાજથી બધુ સંકોચ વિના શેર કરતો.
મારીયા અને સ્નેહે આજે રાજ ને પુરું અમદાવાદ બતાવાનું નક્કી કર્યુ. સવારે ત્રણેય નિકડી ગયા. અમદાવાદ તેમના પ્રાચીન સ્થળો ના લીધે બહુ ચર્ચિત છે. સાબરમતી આશ્રમ, સીદી સૈયદ ની જાળી, ઓટો વર્લ્ડ વિન્ટેજ કાર મ્યુજિયમ,અડાલજ ની વાવ, કાંકરિયા તળાવ, પરિમલ ગાર્ડન આ બધું ક્રમશ જોયુ અને ઘણા બધા ફોટો પણ લીધા. આ દિવસ ત્રણેય માટે ખુબ યાદગાર રહે એવો હતો. સાંજે ત્રણેયે માણેકચોકમાં જમીને રિવરફ્રન્ટ પર જવા વિચાર્યુ.
રિવરફ્રન્ટ ચારે બાજુથી રંગીન લાઇટો થી ઝળહણી રહ્યુ હતુ. શીયાળાનો દિવસ હોવાથી શીત લહેરો વહી રહી હતી. ચારેબાજુ પ્રેમી યુગલોનો મેળો લાગ્યો હોઇ એવુ લાગી રહ્યુ હતુ. સ્નેહ અને મારીયા એકાંતમાં બેઠા બેઠા એક બીજા સાથે પ્રેમભરી વાતો કરી રહ્યા હતા. રાજ તે બન્ને ને બેઠોબેઠો નિહાળી રહ્યો હતો. સ્નેહ અને મારીયા બન્ને એકબીજામાં ખોવાઇ ગયા હોઇ એવું પ્રસ્થાપીત થઇ રહ્યુ હતું. પ્રેમને ક્યા સીમાઓ હોઇ છે, એ તો જયા લાગણી મળે ત્યાં ઢળી પડે છે.
શું રાજને પણ તેમની રાધા મળશે ?
જાણવા માટે ભાગ-૨ વાંચો.
ધન્યવાદ