બસ કર યાર (સંવેદન પ્રેમ સ્ટોરી) - 2 Mewada Hasmukh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બસ કર યાર (સંવેદન પ્રેમ સ્ટોરી) - 2

Part 2,

કોલેજમાં હું એકલો જ નવો નહોતો.. મારી સાથે જોડાનાર દરેક સ્ટુડન્ટ માટે આજનો દિવસ કોલેજ જીવન માટે નવો જન્મ હતો....બધા સ્ટુડન્ટ વારા ફરતી પોતપોતાનો પરિચય આપી રહ્યા હતા....

ત્યાં જ મારી નજર હાલ જ કેમ્પસ માં દાખલ થતી યુવતી પર અટકી...

ઓહ, આ તો એજ... પંચરંગી દુપટ્ટા વાળી...!!આજે એજ દુપટ્ટા સાથે આવી હતી...

મારા હ્રદય ના તાર પરાણે રણકવા લાગ્યા.... દિલ મા થી અચાનક લાઇક નું સિમ્બોલ સરકી રહ્યું....
એની નજર પણ આમતેમ ફરતા ફરતા મારી પાસે આવી આંખો ને કાંઈક કહી ગઈ હોય તેવો આહ્લાદક અનુભવ થયો..
ખુશી ના ફુવારા જાણે છૂટયા.. પણ એમાં એકલા પલળી શકાય તે શક્ય નહોતું.. કારણ હું પણ બધા જ વિધાર્થીઓ ની જેમ નવો અને દરેક થી અજાણ હતો..
હા, એક યુવતી મારી જાણ માં હતી.. પણ....
છોકરી ની બાબત માં પહેલા થી જ હું દૂર રહેતો... ગભરાટ જેવો ભાસ થતો.. શરમ આવી જતી... જ્યારે કોઈ અજાણી છોકરીઓ થી ભેટો થતો..!! 
પણ હા, એક વાત આપણા મા બિંદાસ હતી.. છોકરીઓ માટે દિલ માં ઈજ્જત અને આંખો માં પ્રેમ...!!! 

Hi friends.. My name is mahek. 
 નામ.. મહેક હતુ....એના ચહેરા ની નિર્દોષ પ્રતિમા મારા મન:અંતર માં ક્લિક થઇ ગઇ.. મારા મગજ ની  ઇડિયટ સ્મૃતિ માં એવી સેવ થઈ ગઈ કે... બસ અવકાશ ટાણે એ જ ચહેરો પ્રત્યક્ષ પ્રગટ થઈ જાય..,અને હું એના  સ્વરૂપ ને બસ જોયા જ કરું..!! 

કેટલાંય દિવસો....  આમ જ પસાર થઈ ગયા... 
 પંકજ, વિકાસ, વિજય, અંકિત, કૌશિક, અમિત... અને બીજા સારા મિત્રો સાથે અમારું ગ્રુપ હતુ.. મિત્રો ના વિચાર અને વર્તણૂક એક સમાન હોય તો જ હળી મળી ને જોડાઈ રહેવાની મઝા ઓર જ હોય છે.... તોફાન મસ્તી.. મોજ ની મહેફિલ મા સમય નો પ્રકોપ પ્રથમ વર્ષ ને સ્વાહા કરી ગયો.....ખબર જ નહોતી પડી... 

બીજુ વર્ષ.......ચાલુ થઈ ગયું હતું.. વેકેશન પૂર્ણ થતાં દરેક યુવા - યુવતી ઓ... વણ નોતર્યા આવી પહોંચ્યા હતા... એકબીજા ને મળી ને ખુશી ની છોળો વચ્ચે 2 યર ચાલુ કર્યું..
મહેક..ની ખુશ્બુદાર સુગંધ થી આંકર્ષાઈ ભમરા ની જેમ ગીત ગૂનગુણાવતા છોકરા ઓ પણ આજકાલ મહેંક ની રાહ જોતા.. જોતા.. શરતો રાખતા... 5 મિનિટ મા આવશે.. 2 મિનિટ મા આવશે...
આમ મહેક ની ખુશ્બુદાર સોડમ ના દીવાના ઘણા મિત્રો બની ગયા હતા.... મહેક પણ કોલેજ કેમ્પસ માં એન્ટર થતી ત્યારે એની માદક અદા થી ભગત માણસ જેવા સાદા સ્ટુડન્ટ ને પણ... મોહિત કરી દેતી..

મહેક, અમીર ઘર ની હતી....
રીટા,વીણા, પરવેઝ, હીના, વગેરે એની ખાસ મિત્ર હતી.. લગભગ જયારે ત્યારે સાથે જ હોય...

મારી આંખો ની ભાષા મહેક ને હમેશાં સંકેત કરતી રહેતી... દરરોજ મિત્રતા નો મેસેજ forward થતો... પણ કયારેય Reply મળ્યો નહોતો...

એની જોડે એક શબ્દ ની પણ વાત કરવા... દરેક સ્ટુડન્ટ કાંઈક ને કંઈક તુક્કો અજમાવતા... પણ.. મહેક... નામ માત્ર.. નહોતું,

મારો હોબી રીડિંગ નો હતો..  પુસ્તકાલય માં પુસ્તકો ની સંભાળ અને સેવા આપી શકાય તે માટે દરેક વર્ષે... સેકંડ યર ના વિધાર્થીઓ વચ્ચે ચૂંટણી પ્રક્રિયા થતી...
આ વખતે મેં પણ મારા મિત્રો ના લાગણી ભર્યા દબાણ થી પુસ્તકાલય ના મંત્રી માટે હું તૈયાર થયેલો..

3 તારીખ સુધી નામ ફાઈનલ કરાવી દેવા માટે નોટિસઃ આજે લાગી હતી.. 4 તારીખ ના ચૂંટણી નક્કી હતી..... નામ ઉમેદવારો ના અપાઈ ગયા હતા... ફક્ત 2 જ ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા...... Continue.. Part 3..

©hasmukh mewada 
991300mewada@gmail.com